નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભારતની જેલમાં સબડી રહ્યો છે આપણો વૈજ્ઞાનિક, તમે શું કરી રહ્યા છો?

બીમાર માની ખબર પુછવા આવેલા વૈજ્ઞાનિકની કુંટુંબીઓ સાથે ઝઘડા બાદ ધરપકડ કરાઈ હતી
- વૈજ્ઞાનિક ચિશ્તી અનેક દેશની યુનિવર્સિટીઓમાં સેવા આપી ચુક્યા છે
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ પુછ્યો છે કે તે ભારતની જેલમાં બંધ વૈજ્ઞાનિક ખલીલ ચિશ્તીને છોડાવવા માટે શું પ્રયાસો કરી રહી છે. ચિશ્તી78 વર્ષના છે અને મર્ડર કેસમાં તેઓ લગભગ 20 વર્ષથી રાજસ્થાનની અજમેર જેલમાં બંધ છે. તેમને ગયાવર્ષે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ખલીલ ચિશ્તીની દિકરી શોઆ જાવેદ ઓલ પાકિસ્તાન વિમેન્સ એસોસિયેશન તથા લીગલ એડ કોલ સેન્ટર તરફથી પ્રસિદ્ધ વકીલ સૈયદ ઈકબાલ હૈદરે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

 
તેમણે ચિશ્તીને મુક્ત કરાવવા માટે સરકારને રાજદ્વારી કોશીશો કરવા માટે આગ્રહ કર્યો હતો. ચીફ જસ્ટિસ ઈફ્તિખાર ચૌધરીની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેંચએ આ કેસમાં સુનાવણી પછી પાકિસ્તાનના ગૃહ અને વિદેશ મંત્રાલયોના સચીવોને આ મામલે 15 જૂન સુધી જવાબ આપવા કહ્યુ છે.

 
શું છે માંગ

 
ભારતના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી તથા રાજસ્થાનના રાજ્યપાલને ખલીલ ચિશ્તીની સજા પુરી થયા પછી મુક્ત કરવા અને તેમને પાકિસ્તાન મોકલવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટે પાકિસ્તાનની જેલમાં બંધ ગોપાલદાસને મુક્ત કરવા અંગે જે નિર્ણય આપ્યો હતો તે નિર્ણયને પણ આ બાબતમાં ટાંકવામાં આવ્યો છે.

 
કોણ છે ચિશ્તી

 
ખલીલ ચિશ્તી 78 વર્ષના છે. તેમણે સ્કોટલેન્ડની એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યુ છે. લંડન યુનિવર્સિટીથી તેમણે બાયોલોજીમાં પણ ડિગ્રી લીધી છે. ચિશ્તી કરાચી, સાઉદી, નાઈઝીરિયા તેમજ ઈરાનની યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચુક્યા છે.

 
શું છે આખો મામલો

 
ચિશ્તી પોતાની બીમાર માને જોવા માટે 1992માં અજમેર આવ્યા હતા ત્યાં કેટલાક સંબંધીઓ સાથે વિવાદ થયા પછી તેમને મર્ડર કેસમાં પકડી લેવામાં આવ્યા હતા. માનવાધિકાર કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર ચિશ્તી પર લગાડવામાં આવેલા આરોપ ખોટા છે. ચિશ્તીને ગયા વર્ષે જિલ્લા અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. હાલમાં તેમને હિપમાં ફ્રેક્ચર તેમજ અન્ય બીમારીઓ થઈ હોવાના કારણે તેઓ ચાલી પણ નથી શકતા.

 

Comments

Post a Comment

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!