નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કજિયાનું કારણ જનરેશન ગેપ

 
વહુ કાયમ વિચારે છે કે પોતે સાસુ બનશે, ત્યારે પોતાની સાથે જે બને છે, તે પોતાની વહુ સાથે નહીં બનવા દે, પણ આવું ખરેખર થાય છે?

એક તારણ એવું પણ છે કે સાસુ-સસરાને તેમનાં દીકરી-જમાઇ સારા લાગે, દીકરીઓ દર રવિવારે આવે તો ગમે. મોબાઇલ ઉપર બે-ત્રણ વાર વાત કરવી એ રોજની ઘટના છે, પરંતુ વહુ જો પિયરમાં ફોન કરે તો, શું આખો દિવસ વાત કરવાની, ફોન-મોબાઇલના બિલની ચિંતા કરવામાં આવે.

હમણાં સુનીતાબહેન સાથે વાતચીત ચાલતી હતી, જેમાં તેમણે લેખકો કે કોલમિસ્ટો પર ખૂબ રોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે બધા લેખકો મા-બાપે જીવનમાં શું ત્યાગ આપ્યો, મા-બાપ કેવા મહાન છે તે વિશે લંબાણપૂર્વક લખે છે. ઘરડાઘરમાં માબાપને મૂકી આવનાર સંતાનો ઉપર માછલાં ધોતા હોય છે, પરંતુ આ બધામાં મા-બાપ કેટલા જવાબદાર હોય છે તે વિશે કોઇ કંઇ લખતું નથી. ઘરડાઘરમાં રહેનાર મા-બાપ તેમના લક્ષણોના લીધે ત્યાં જ રહેવાને લાયક બની ગયેલા હોય છે.

સાસુ-વહુના પ્રશ્નો અનાદિકાળથી આપણા સમાજમાં રહ્યાં છે . દરેક વહુને લાગે છે કે તેની સાસુમાં જે ખામીઓ છે તે બધી જ પોતે સાસુ બનશે ત્યારે પોતાનામાં નહીં હોય, પરંતુ આવું ક્યારેય સમાજમાં બન્યું નથી. વહુઓનું કહેવું હોય છે કે તેમને સહેજ પણ સ્વતંત્રતા હોતી નથી. સુનીતાબહેનનું કહેવું હતું કે તેમણે ખૂબ પૈસાદાર કે ફોરવર્ડ કહેવાતા સમાજના લોકોમાં પણ જોયું છે કે વહુને કંઇ નક્કી કરવાનો અધિકાર નથી.

તે કાં તો સાસુના કે પછી ઘરના કોઇ પુરુષના હાથમાં જ હોય. આ નિર્ણયમાં સવારે નાસ્તો શું બનાવીશું, જમવામાં શાક શેનું હશે, આ વર્ષે ઘઉં કયા લેવાના છે, વગેરે... અને કોઇ નિર્ણય ખોટો કે અવળો પડે તો તેના માટે જવાબદાર કોઇક રીતે વહુને ગણવામાં આવે છે. જેમ કે, તેને સાથે લઇ ગયાં તો પણ અભિપ્રાય ન આપ્યો. જો અભિપ્રાય આપે, તો તેને શું સમજ પડે તેવું ગણવામાં આવે!

લગ્ન પછી છોકરાના મા-બાપને લાગે છે કે તેમના દીકરામાં જે પરિવર્તન આવ્યું તે લગ્ન થવાથી આવ્યું છે. પહેલાં આવો નહોતો. હવે તેને વહુનાં પિયરીયાં ચડાવે છે. આ બાબતે ઘણી વાર નાની અથડામણો સર્જાય છે. જે મા-બાપે મહેનત કરીને દીકરાને ભણાવ્યો હોય, નાની-નાની બચતમાંથી ફી ભરી હોય, તેમના સ્વભાવમાંથી કરકસર જતી નથી. આજે દીકરો છઠ્ઠા પગારપંચનો લાભ લેતો હોય ત્યારે પણ તેમણે જે રીતે પૈસા વાપર્યા હોય તેમ જ વાપરે તેવી અપેક્ષા હોય. આ ઘર્ષણનો મુદ્દો બને છે. તેમને એવું લાગે કે વહુના આવવાથી છકી ગયો છે કે તેના દબાણના લીધે ખોટા ખર્ચ કરે છે, પરંતુ ઘરની બદલાયેલી સ્થિતિ, વધેલા આવકના સાધનો બંને સાથે અનુસંધાન જોડી શકતા નથી અને દુ:ખી થાય છે.
એક તારણ એવું પણ છે કે સાસુ-સસરાને તેમનાં દીકરી-જમાઇ સારા લાગે, દીકરીઓ દર રવિવારે આવે તો ગમે. મોબાઇલ ઉપર બે-ત્રણ વાર વાત કરવી એ રોજની ઘટના છે, પરંતુ વહુ જો પિયરમાં ફોન કરે તો, શું આખો દિવસ વાત કરવાની, ફોન-મોબાઇલના બિલની ચિંતા કરવામાં આવે. રાત્રે તો મળ્યા હોય, સવારે શું વાત કરવાની તેવી વાત આડકતરી રીતે કરવામાં આવે, જે નવા પ્રશ્નોની હારમાળા ઊભી કરે. દીકરીને મળતી સ્વતંત્રતા વહુને આપવામાં મગજનું કેલકયુલેટર ખોટવાઇ જતું હશે. દીકરાઓ કરતાં જમાઇ હંમેશાં સારા કારણ કે પાસે બેસીને વાત કરે, સાંભળે, સલાહ લે જે દીકરાઓ કંઇ કરે નહીં.

અહીં રજુ કરેલી ઘટનાઓ સુનીતાબહેને કરેલી વાતમાંથી માત્ર થોડી વાતોનો સારાંશ છે, પણ આ વાતો ઘણાબધાના જીવનની રોજબરોજની ઘટનાઓની છે. અહીં મા-બાપ વિશે જરા પણ ઓછું કહેવાનો આશય નથી, પરંતુ જનરેશન ગેપને દૂર કરવાનો પ્રયત્ન બંને પક્ષે થાય તો જ બંનેને ફાયદો થાય.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!