નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જ્યારે તમારા મગજની કમાન છટકે ત્યારે આટલું કરો


ક્રોધ ન કરવો એમ તો બધા ધર્મો કહે છે. ક્રોધ આવે ત્યારે એકથી સો સુધી ગણવું એમ પણ કહેવાય છે, પરંતુ આ બધું કહેવું આસાન છે.

ક્રોધ અત્યંત પ્રબળ શક્તિ છે. હાઈ વોલ્ટેજ વીજ કરંટથી એ કમ નથી, પરંતુ એમાં લાગણીઓ સંડોવાયેલી છે એટલે અંકુશમાં લેવો પડે. ક્રોધ શરીર અને મનમાં જે ઉત્પાત મચાવે છે એ કોઈ ભૂકંપના વિનાશથી ઓછો નથી હોતો.

આ રોજની ઘટના છે : કોઈએ અપશબ્દો કહ્યા કે કોઈએ અપમાન કરી નાખ્યું કે ઘરમાં કોઈ કીંમતી ચીજ ભૂલથી તૂટી ગઈ અને તમે એકદમ ક્રોધિત થઈ ગયા. આવી સ્થિતિમાં તમે શું કરશો? તમારાથી કમજોર વ્યક્તિ પર એ ક્રોધ ઉતારશો કે તમારી અંદર ક્રોધને દબાવી દેશો? ઘરના લોકો ડરીને કહેશે કે લો, ફરી આની કમાન છટકી... દૂર રહો એનાથી.

ક્રોધ અત્યંત પ્રબળ શક્તિ છે. હાઈ વોલ્ટેજ વીજ કરંટથી એ કમ નથી, પરંતુ એમાં લાગણીઓ સંડોવાયેલી છે એટલે અંકુશમાં લેવો પડે. ક્રોધ શરીર અને મનમાં જે ઉત્પાત મચાવે છે એ કોઈ ભૂકંપના વિનાશથી ઓછો નથી હોતો. શરીરની કેટલીક બીમારી અને પરેશાની ક્રોધના ખોટા ઉપયોગને કારણે પેદા થાય છે. ક્રોધથી ધેરાયેલો માણસ લાચાર જેવો બની જાય છે, એટલે જ ક્રોધ ન કરવો એમ તો બધા ધર્મો કહે છે.

ક્રોધ આવે ત્યારે એકથી સો સુધી ગણવું એમ પણ કહેવાય છે પરંતુ આ તોફાનને રોકવાનો આ યોગ્ય ઉપાય નથી. ક્રોધ ભભૂકી ઊઠે છે ત્યારે માણસ કંઈ સમજવા-વિચારવાની સ્થિતિમાં નથી રહેતો. ક્રોધ એક આદિમ ઊર્જા છે અને એને રૂપાંતરિત કરતા એનો સર્જનાત્મક-હકારાત્મક ઉપયોગ થઈ શકે છે. જે ક્રોધ અભિષાપ લાગે છે એ વરદાનરૂપ સિદ્ધ થઈ શકે છે.

ઓશોએ ક્રોધને રૂપાંતરિત કરવાના કેટલાક ઉપાય બતાવ્યા છે, પરંતુ એને માત્ર વાંચવાથી કામ નહીં ચાલે. એનો પ્રયોગ કરવો પડશે. તમે અનુભવશો કે ક્રોધનો તાપ જતો રહ્યો છે અને શુદ્ધ ઊર્જા રહી ગઈ છે. ઓશો કહે છે કે સૌથી પહેલા ક્રોધ પર લેબલ લગાડો કે એ સારો છે કે ખરાબ છે. ક્રોધ આવે ત્યારે જાણો કે અંદર એક ઊર્જા જાગી છે, એનો કંઈક ઉપયોગ કરો, નહીં તો એ ઘાતક બની જશે.

તમે બીજા કોઈ માણસ પર એ ગુસ્સો ઉતારશો તો એ ક્યારેક એનો બદલો લેશે. ક્રોધ વધુ ક્રોધ લાવે છે અને એનો કોઈ અંત નથી. તમે ક્રોધને અંદર જ દબાવી દેશો તો તમારી અંદર ઘા પડી જશે એ એ ઘા પણ ખતરનાક છે. એ તમને રુગ્ણ કરી નાખશે, તમારા જીવનમાંથી ખુશી નિચોવી નાખશે. આથી ક્રોધને ન તો બીજા કોઈ પર ફેંકો કે ન પોતાની ભીતર દબાવો પણ ક્રોધને રૂપાંતરિત કરો.

ધૃણા, ક્રોધ, ઇર્ષ્યા જાગે ત્યારે આ શક્તિઓનો સદુપયોગ કરો. ત્યારે તમને ખબર પડશે કે સુખ શું હોય છે. ક્રોધ કર્યા પછી હંમેશાં પસ્તાવો થાય છે. માણસ દર વખતે નક્કી કરે છે કે હવે બીજી વાર ક્રોધ નહીં કરું પરંતુ આ પસ્તાવો તો ક્રોધ થઈ ગયો એની અણીને થોડી બુઠ્ઠી કરે છે એટલું જ. ક્રોધ તો જ્યાં અને જેટલો છે ત્યાં અને તેટલો જ રહે છે.

એટલે ઓશોનો બીજો ઉપાય છે કે ક્રોધને ન છોડો, માત્ર પશ્ચાત્તાપને છોડી દો. પશ્ચાત્તાપ ફરીથી ક્રોધ કરવાની તૈયારી છે. પશ્ચાત્તાપ છોડી દેશો તો ક્રોધ નહીં કરી શકો, કેમકે પશ્ચાત્તાપ વગર ક્રોધને ભૂલવો અશક્ય છે. તમે એટલો નિશ્ચય કરી લો કે હું પસ્તાઈશ નહીં. અલબત્ત, ક્રોધ એટલી મોટી આગ છે કે એની સાથે જીવવું કોઈ રીતે શક્ય નથી. ક્રોધની સાથે રહેવા માંડો તો એ પોતાની મેળે જ ઓછો થવા લાગશે. ક્રોધ આવે ત્યારે એક પ્રયોગ કરો : અંદર ક્રોધ ઊકળવા લાગે તો ઘરની બહાર નીકળી જઈ બગીચામાં કોદાળીથી દોઢ-બે ફૂટનો ખાડો ખોદી કાઢો.

તમને ભારે આશ્ચર્ય થશે કે ખાડો ખોદતાં ખોદતાં ક્રોધ અદ્રશ્ય થઈ ગયો. શું થયું? જે ક્રોધ કોઈને મારવા માટે ઉત્સુક થઈ ઊઠેલો એ તમારા હાથમાં ઊતરી આવ્યો અને તેનો ઉપયોગ કરી લેવાયો. આ ઉપાય શક્ય ન હોય તો બીજો વિકલ્પ એ છે કે દોડીને ઘરના ત્રણ-ચાર ચક્કર મારી આવો. પાછા આવો ત્યારે તમને ચોક્કસ લાગશે કે તમે હળવા થઈ ગયા છો અને બહાર ધસી આવેલો ક્રોધ જઈ ચૂક્યો છે. એથી શું થશે? ક્રોધ કરવાથી જે દુ:ખ ઉત્પન્ન થવાનું હતું એ હવે નહીં થાય. બીજા પર ક્રોધ ફેંકીને તમે પ્રતિક્રિયાઓની જે શૃંખલા શરૂ કરો એ તો તમને ખૂબ જ પરેશાન કરી નાખશે. એનાથી બચવા માટે તમે ક્રોધને દબાવી દેશો તો તમારી ભીતરના સ્રોતો ઝેરી થઈ જશે. ક્રોધ ઝેર છે.

એનાથી તમારા જીવનનું સુખ ધીરેધીરે સમાપ્ત થતું જાય છે. પ્રસન્નતા ખોવાઈ જાય છે. તમે હસશો તો પણ એ જુઠું હશે. એ હાસ્યનું કંપન પ્રાણ સુધી નહીં પહોંચે. આજકાલ તમે જુઓ છો કે લોકો દિલ ખોલીને હસી પણ નથી શકતા, કેમકે ક્રોધ જેવી નકારાત્મક ભાવો ઐમના પર બોજ બનીને બેઠો છે. આ બોજને મન પરથી ઉતારીને ફેંકવો પડશે. તમે ક્રોધને તમારી અંદર દબાવીને સુખી થઈ જ ન શકો, કેમકે ક્રોધ ઊકળી ઊઠવા માટે તૈયાર થશે, ભેગો થશે. તમે ગમે ત્યારે, ગમે તે દિવસે ફાટી શકો છો.

એક સીમા સુધી તમે આ જ્વાળામુખી પર બેઠા રહી શકશો પરંતુ કોઈને કોઈ દિવસે તો વિસ્ફોટ થશે જ. બન્ને ખરતનાક છે. ક્રોધના રૂપાંતરનો કીમિયો જ ક્રોધની ઊર્જાને હકારાત્મક કાર્યમાં જોડી થઈ શકે છે. ક્રોધ જાગે ત્યારે થોડું નાચી લો. ક્રોધ જાગે ત્યારે નાચવાનો પ્રયોગ કરી તો જુઓ. ક્રોધ જાગે ત્યારે ક્રોધભર્યું ગીત ગાઈ જુઓ.

ક્રોધ જાગે ત્યારે ચાલવા નીકળી પડો. ક્રોધ જાગે ત્યારે કોઈ શારીરિક-માનસિક કામમાં ગુંથાઈ જાવ.એમને એમ ન બેસો, કેમકે જે ઊર્જા પેદા થઈ છે એનો ઉપયોગ કરવાનો છે. તમે થોડી વારમાં જ અનુભવશો કે એક સૂત્ર મળી ગયું છે, એક ચાવી મળી ગઈ છે કે જીવનના બધા નિષેધાત્મક-નકારાત્મક ભાવનો ઉપયોગ કરી શકાય છે. રસ્તામાંના પથ્થરોનો પણ બુદ્ધિમાન વ્યક્તિ પગથિયાં તરીકે ઉપયોગ કરી લે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!