Posts

Showing posts from June, 2011

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દીકરીને સમજાવવી કે દાદીમાને?

Image
ઘરડે ઘડપણ મા-બાપનો સ્વભાવ બદલાવાનો નથી એવું સ્વીકારીને આપણે આપણાં બાળકોને સાચુંખોટું ધમકાવી નાખીએ કે ચૂપ રહેવાનું કહીએ. આનાથી કદાચ ટેમ્પરરી શાંતિ લાગે પણ અંદરખાને યુવાનહૈયાંમાં નારાજગી અને રોષ વધતાં જાય છે. આપણામાંથી મોટાભાગનાં લોકોએ ‘બાગબાન’ નામની ફિલ્મ જોઇ હશે. એની આખી સ્ટોરી નહીં પણ એક સીન યાદ કરીએ. મોટી ઉંમરે દીકરાને ત્યાં રહેવા ગયેલી હેમામાલિની એની યુવાન પૌત્રીની લાઇફસ્ટાઇલ જોઇને મૂંઝાય છે અને એકવાર રાતે બહુ મોડી ઘરે આવેલી છોકરીને ટોકી દે છે. સામે ભડકી ગયેલી દીકરી એના બાપનો ઉઘડો લઇ નાખે છે કે તમારી મા બહુ કચકચ કરે છે. ફિલ્મમાં તો દીકરીનું ઉપરાણું લઇને છોકરાએ એની માતાને ધમકાવી નાખી અને થિયેટરમાં ઓડિયન્સને અરેરાટી થઇ ગઇ. હાય હાય, કેવો પુત્ર અને કેવી પૌત્રી! આ ઘટના વિશે કોઇ એવું ન કહીં શકે કે આવું તો માત્ર ફિલ્મોમાં બને કારણ કે, આપણે ત્યાં અનેક પરિવારોમાં આ પ્રકારનાં દ્રશ્યો ભજવાય છે. દાદા કે દાદી કંઇ રોકટોક કરે, સામે પૌત્ર કે પૌત્રી બળવો પોકારે. જો કે રિયલ લાઇફમાં દરેક દીકરો એના સંતાનનો પક્ષ લઇને માતાપિતાને ધમકાવી શકતો નથી. ક્યારેક તો એના માટે નક્કી કરવ

ઈશ્વરને કેટલાક અણીદાર સવાલ...

Image
ચમત્કાર... રહસ્ય... સત્તા... માનવજાતને સુખી કરવા માટે આ ત્રણ બાબત અનિવાર્ય છે? માનવવિષાદયોગ: ભાગ - ૫ દોસ્તોયેવસ્કીની કૃતિ: ધ બ્રધર્સ કારામાઝોવ ‘‘‘ ઇવાન પોતે રચેલી એક કાલ્પનિક કથા નાના ભાઈ અલ્યોશાને સંભળાવી રહ્યો છે. કથા એવી છે કે એ (જિસસ) સોળમી સદીમાં સ્પેનમાં સદેહે પ્રગટ થાય છે, પણ ત્યાંના સૌથી વગદાર મહાગુરુ એમને કેદ કરે છે. પછી રાત્રિના અંધકાર અને એકાંતમાં મહાગુરુ કોટડીમાં આવીને એમને ચોખ્ખું કહી દે છે કે હવે તમારે આ પૃથ્વી પર આવવાની જરૂર જ નથી, કારણ કે હવે તમારો (ઇશ્વરનો) કારોબાર અમે (ગુરુઓએ) સંભાળી લીધો છે. મહાગુરુ અને કેદી વચ્ચેનો આગળનો વાર્તાલાપ સમજવા માટે ઇસુને શેતાન દ્વારા અપાયેલા ત્રણ પ્રલોભન (થ્રી ટેમ્પ્ટેશન્સ)નો સંદર્ભ સમજયા વિના ચાલે તેમ નથી. માટે, એ પ્રલોભનો અને ઇસુના જવાબ જાણી લઈએ. શેતાને ઇસુને પથભ્રષ્ટ કરવા આપેલું પહેલું પ્રલોભન: ‘આ પથ્થરમાંથી રોટી બનાવી આપો.’ ઇસુએ દરખાસ્ત નકારતાં કહ્યું: ‘માણસ ફક્ત રોટીના આધારે નથી જીવતો, બલ્કે ઇશ્વરના મુખેથી ઉચ્ચારાયેલા પ્રત્યેક શબ્દના આધારે જીવે છે.’ બીજું પ્રલોભન: ‘ટોચ પરથી કૂદી પડો, જેથી દેવદૂતો તમને

ઓનલાઇન શોપિંગ જરા સંભાલ કે!

Image
ગયા અઠવાડિયે વાત કર્યા મુજબ, આજે ગૂગલના ‘લાઇક’ બટનની વાત કરવાની હતી, પણ સંજોગવશાત્ વાત કરવાની થાય છે ‘ડિસલાઇક’ વિશે. એટલા માટે કે ‘લાઈક’ વિશે જાણવાથી તમને સીધો લાભ નથી, પણ આ ‘ડિસલાઇક’ની વાત ન જાણો તો કદાચ સીધું નુકસાન થઈ શકે છે. વાત ઓનલાઇન શોપિંગના ન ગમતા પાસાંની છે અને વાત સ્વાનુભવની છે. ઇન્ટરનેટનો ફેલાવો સતત વધતો જાય છે તેમ તેમ ઓનલાઇન શોપિંગ કરાવતાં પોર્ટલ પણ વધતાં જાય છે. સગવડ સરસ છે, તમે ઘેરબેઠાં, માત્ર માઉસના ઇશારે ઘણું બધું ખરીદી શકો છો. એમાં જોરદાર બચત પણ છે, જેમ કે હમણાં અમે ચીનની એક કંપની પાસેથી એક નાનકડું સોફ્ટવેર ખરીદ્યું (વિચારો, ઇન્ટરનેટને બદલે ચીન જઈને ખરીદવું પડ્યું હોત તો?!). પ્રોસેસ એકદમ સરળ હતી - પહેલાં એ સોફ્ટવેરનું ડેમો વર્ઝન ડાઉનલોડ કર્યું, જે ફૂલ વર્ઝન જેવું જ હોય, ફક્ત એ સોફ્ટવેરથી જે પબ્લિકેશન બનાવી શકાય એમાં ડેવલપર કંપનીનું ‘ડેમો વર્ઝન’ એવું લખાણ નડતરરૂપ બને, જે તમે સોફ્ટવેર ખરીદીને દૂર કરી શકો. અમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું અને તરત જ મેઇલમાં એ સોફ્ટવેરના લાઇસન્સની કી આવી ગઈ, જે ડેમો વર્ઝનમાં નાખી એટલે પેલું નડતર દૂર થઈ ગયું.

ફિલ્મ રિવ્યૂ: ડબલ ધમાલ

Image
Movie Name: ડબલ ધમાલ Viewer Rating: 56 13 Critic Rating: Star Cast: સંજય દત્ત, અરશદ વારસી, જાવેદ જાફરી, રિતેશ દેશમુખ, આશિષ ચૌધરી, કંગના રાણાવત, મલ્લિકા શેરાવત Director: ઇન્દ્ર કુમાર Producer: અશોક થેકારિઆ, ઇન્દ્ર કુમાર Music Directer: આનંદ રાજ આનંદ Genre: કોમેડી ફિલ્મ Related Gallery Double Dhamaal Double... Story સ્ટોરીઃ 'ડબલ ધમાલ' ફિલ્મ ચાર યુવાનો- આદી(અરશદ), માનવ(જાવેદ), રોય( રિતેશ) અને બોમન(આશિષ)ની છે, જેઓ હાથમાં આવેલા 10 કરોડ રૂપિયા અનાથાશ્રમને દાન કરી ફરીથી કંગાળ હાલતમાં ફરી રહ્યાં છે ત્યાંથી ચાલું થાય છે. તેઓ પોતાના નસીબને કોસી રહ્યાં હોય છે ત્યાં જ તેઓ કબિર(સંજય દત્ત)ને વૈભવી જીવન જીવતો જૂએ છે. પછી ચાલું થાય છે આ ચાર યુવાનોની આસાનીથી પૈસા કમાવવા માટેની ધિંગામસ્તી અને ઓળખાણની ગફલતથી થતી રમુજ. સહેલાઇથી પૈસાદાર થવાની રેસમાં તેમની સાથે જોડાય છે સંજય દત્તના જીવનની બે મલ્લિકાઓ, કામિની(મલ્લિકા) અને કિયા (કંગના). સ્ટોરી ટ્રીટમેન્ટઃ પ્રથમ હાફમાં પ્રેડિક્ટેબલ કોમેડી છે, જેમાં સહેલાઇથી પૈસા કમાવવા પાછળ ઘેલા આ ચાર યુવાનોને સંજય દત્ત મુર્ખ

નાનકડી ભૂલની પોતાને એવી સજા આપી કે રૂંવાડા ઊભા થઈ જાય!

Image
બ્રિટનના ડોક્ટરથી થઈ સામાન્ય લાપરલાહી તો ય પોતાને મોત ભેટમાં આપ્યું રીડિંગના સાથી ડોક્ટરોનું કહેવુ હતું કે પોતાના કામને લઈને તેઓ ખૂબ પેશનેટ હતા બ્રિટનના એક જાણીતા ડોક્ટરે એક નાનકડી ભૂલ થઈ જવાના કારણે પોતાને એટલી મોટી સજા આપી કે કોઈ પણ માણસ કાંપી જાય. 45 વર્ષીય એલેકઝાંડર રીડિંગ ઓર્થોપેડિક સર્જન હતા અને આ ફિલ્ડમાં તેમને કામ માટે કેટલાંય એવોર્ડ મળી ચૂક્યા હતા. રીડિંગના સાથી ડોક્ટરોનું કહેવુ હતું કે પોતાના કામને લઈને તેઓ ખૂબ પેશનેટ હતા. લોકો તેમને પરફેક્શનિસ્ટ તરીકે પણ ઓળખતા હતા. તાજેતરમાં એક ઓપરેશન દરમિયાન તેમનાથી નાનકડી ભૂલ થઈ ગઈ, જેના કારણે તેઓ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. અચાનક એક દિવસે તેઓ મૃત અવસ્થામાં મળી આવ્યા. તેમણે આત્મહત્યા કરી લીધી હતી. પોતાના 7 લાખ પાઉન્ડના ઘરમાં તેની લાશ પંખે ટિંગાયેલી જોવા મળી હતી. બે બાળકોના બાપ એવા આ ડોક્ટરને બેદરકારી જરા પણ પસંદ નહોતી અને આ માટે તેણે પોતાની જાતને પણ ન બક્ષી.

મોતને પોતાની સામે જોઈ, બનાવી નાંખ્યું અંતિમ ઈચ્છાઓનું લિસ્ટ

Image
એલિસ પોતાની બીમારી વિશે બ્લોગ પર ખૂલીને વાત કરે છે ફેસબુક પર તેના ચાહકોએ પણ ટેને બોનમેરો આપવાની ઈચ્છા દર્શાવી છે બ્રિટનની 15 વર્ષીય એલિસ પાએને હોકિંગ્સ લિંફોમા કેન્સરની દર્દી છે. આ જીવલેણ બીમારીનું લાંબુ નામ પણ એલિસના માસૂમ ચહેરા પરથી સ્મિત છીનવી શક્યું નથી. જેવો તેને પોતાની બીમારીનો અહેસાસ થયો કે તેણે પોતાની વેબસાઇટ પર પોતાની ઈચ્છાઓનું લિસ્ટ અપડેટ કરવાની સ્પીડ વધારી દીધી. એલિસ પોતાના પિતા વિકી, મા સિમન અને નાની બહેન મિલી સાથે રહે છે. તેનો પરિવાર પણ તેને બચાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. ત્યાં જ બીજી બાજુ એલિસ પોતાની બીમારી વિશે બ્લોગ પર ખૂલીને વાત કરે છે, જ્યાં તેના હજાર કરતા વધારે ચાહનારાઓ છે. શાર્ક માછલીઓ સાથે તરવુ, દરેક માણસ પાસે બોનમેરો ડોનર તરીકે સાઇન કરાવવી, કેન્યા જવું, મિલી ક્લેરિસા, સેમી અને મેગ્સ સાથે ફોટો પડાવવા, એમા બ્રિજવોટર મગ બનાવીને ચેરિટી માટે વેચવો, કારવાનમાં રોકાવુ, આઈપેડ ખરીદવું, ડોલ્ફિન ટ્રેનર બનવું, કેડબરી વર્લ્ડ જવું, વ્હેલ માછલીઓ જોવી અને તેના વાળમાંથી થઈ શકે તો કોઈ ઉપયોગ કરવો જેવી ઈચ્છાઓનું લિસ્ટ તેમણે બનાવી રાખ્યું છે. 3

જળસ્ત્રોતનું જતન સમયની માંગ

Image
કૃષિક્ષેત્રે વૈજ્ઞાનિક પિયત પદ્ધતિઓ અપનાવી પાણીનો કરકસરયુક્ત કાર્યક્ષમ ઉપયોગ કરીશું તો જ જળ અને જમીન જેવા પાક ઉત્પાદનના મુખ્ય ઘટકોની જાળવણી થઈ શકશે : જળબચત એ માત્ર ખેતી નહીં સમગ્ર સૃષ્ટિ માટે જરૂરી. સમગ્ર સજીવ સૃષ્ટિ માટે પાણી એક અતિ મહત્વનું અનિવાર્ય પરિબળ છે કે જે માનવજાતને કુદરત તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે. પાણી માટેની માનવજાતની માંગ અને પુરવઠા વચ્ચેની સમતુલા પ્રવર્તમાન સમયમાં ભાંગી રહી છે. છેલ્લા ૭૦ વર્ષ દરમિયાન વિશ્વની વસ્તી બે અજબથી વધીને ત્રણ ઘણી થઈ છે અને આજે ૬.૧ અજબ જેટલી થાય છે. આ વસ્તીની જીવન જરૂરિયાતને પહોંચી વળવા ખેતી ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો. આ ઔદ્યોગિક વિકાસની સાથે સાથે લોકજીવન શૈલીમાં પણ નોંધપાત્ર બદલાવ આવ્યો. જેને કારણે પાણીનો વપરાશ પણ છ ગણો વધ્યો છે. જેના પરિણામ સ્વરૂપે દુનિયાના ભારત સહિતના ૩૧ દેશમાં પાણીની તંગી ઊભી થઈ છે. આવતા દાયકાઓમાં પાણીની તંગીની સ્થિતિ વધુ વણસે તેવા અણસાર છે. પાણીનો જો કોઈ મુખ્ય સ્ત્રોત હોય તો તે વરસાદ છે. આપણો ભારત દેશ એક નસીબદાર દેશ છે કે જેને સતત અને ખૂબ જ નિયમિત ચોમાસાની ઋતુમાં વરસાદ મળેલ છે

ડીસાના પ્રગતિશીલ ખેડૂતે મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું

Image
ઉત્તર -મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત મધમાખી ઉછેર કેન્દ્ર બન્યું: રાણપુરના ખેડૂતે ખેતરમાં ૨૮ મધમાખી ઘર બનાવ્યા : દરેક ઘરદીઠ વર્ષે દહાડે ૬૦થી ૮૦ કિલો જેટલું મધ એકત્રિત કરશે સામાન્ય રીતે ડંખ મારતી મધમાખીથી સૌ કોઇ દૂર રહેતા હોય છે. પરંતુ આ મધમાખીનો પણ ડીસાના ખેડૂતો આર્થિક ઉપાર્જન માટે ઉપયોગ કરી રહ્યા છે. ડીસા તાલુકાના રાણપુર ગામના પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં મધમાખી ઘર બનાવી ખેતી પાકો તેમજ મધની આવક મેળવવાનો સ્ત્રોત ઉભો કર્યો છે. સામાન્ય રીતે ખેડૂતો પરંપરાગત ખેતી મા જ માનતા હોય છે. પરંતુ શિક્ષિત ખેડૂતો નવા પ્રયોગો તરફ વળી રહ્યા છે અને ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા વધુ આવક ઉભી કરવા ખેતીમાં વિવિધ પ્રયોગો દ્વારા આવક ઉભી કરવા પ્રયત્નો કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો ખેતીમાં નવિનતા લાવવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ડીસામાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં સૌપ્રથમ વાર મધમાખી ઉછેરની શરૂઆત એક પ્રગતિશીલ ખેડૂતે કરીને અનોખી દિશા તરફ પહેલ કરી છે. ડીસા તાલુકાના રાણપુર ગામના પ્રગતિશીલ ખેડૂત કિશોરભાઇ લાધાજી માળી (કચ્છવા) હંમેશા ખેતી ક્ષેત્રે અવનવા અખતરાઓ કરે છે અને તે પોતાની આગવી કોઠ

શક્કરટેટીનું ભિલોડામાં ૧૦૦ હેક્ટરમાં વાવેતર

Image
વહેલી સવારે ભરાતા બજારમાં ઉચ્ચક વેચાણ કરતા ખેડૂતો ઉનાળાના અમૃત ફળ તરીકે ઓળખાતી કેરી પછી શક્કરટેટીને લોકો આજે પણ યાદ કરે છે. ભિલોડા પાસેની હાથમતી નદી પર બંધાયેલા ઇન્દ્રાસી ડેમમાંથી પાણીની સપાટી ઘટ્યા બાદ કેટલાક ખેડૂત પરિવારોએ અંદાજે ૧૦૦ હેક્ટરથી વધુ જમીનમાં અંદાજે ૨૦ મણથી વધુ શક્કરટેટીનું બિયારણની વાવણી કરી હતી. ત્યારબાદ ડેમના પાણીમાંથી સિંચાઇ કરીને ટેટી પકવવામાં આવે છે. જોકે શક્કરટેટીને પકવવા માટે કોઇપણ જાતની દવા કે કાર્બન જેવા પદાર્થ વાપરવામાં આવતા નથી. શક્કરટેટી એ કુદરતી રીતે વેલા પરજ પાકે છે. ત્યારબાદ આ ખેડૂતો શક્કરટેટીના વેચાણ માટે તેને નાના વાહનોમાં ભરીને વહેલી સવારે ભિલોડાના બજારમાં આવી જાય છે. ત્યારબાદ તેને વેપારીઓ હરાજી કરીને શક્કરટેટી ખરીદે છે. આ અંગે જયંતિભાઇ પરમાર અને સગર મહેશભાઇ મણીલાલ નામના વેપારીનું કહેવું છેકે અમે આ ટેટી ઉચ્ચક ખરીદીને તેના પ્રતિ એક કિલોના ૧૫ રૂપિયાના ભાવે છુટક વેચાણ કરવા માટે નાના વેપારીઓને આપીએ છીએ. જેના કારણે ખેડૂત પરિવારો, નાના વેપારીઓ, વાહનવાળાઓને રોજી રોટી મળી રહે છે. ભિલોડાની ડેમસાઇટમાં પાકતી આ શક્કરટેટી સ્વાદમાં મધ્યમ

7 કામોથી હંમેશા દુર રહો.. નહીતર આવશે ખરાબ વિચારો

  જીવનમાં કોઇપણ વસ્તુ બિનજરૂરી કે અનાવશ્યક નથી.પરંતુ તે માટે દરેક કાર્યનો એક નિશ્ચિત સમય,સ્થાન અને અવસર હોય છે. સમય,સ્થાન અને અવસરને ધ્યાનમાં રાખીને જ કોઇ વાતને સાચી કે ખોટી ઠેરવી શકાય. કામવાસના માણસની એક એવી જન્મજાત પ્રવૃત્તિ છે જે અત્યંત સંવેદનશીલ,મહત્વપુર્ણ અને મુલ્યવાન છે,પરંતુ તેને ખોટા સમય,ખોટી રીતે અને ખોટી જગ્યાએ જો તે પ્રવત્તિ તેની પર હાવી થઇ જાય તો તે માણસને ખોટા રસ્તા પર ધકેલી તેને ખંડિત ચારિત્ર્ય વાળો માણસ બનાવી દે છે. અહીં કેટલાક મુખ્ય કારણ છે જે કામવાસના ની આ શક્તિને ખોટા સમયે સળગાવાથી મોટી મુશ્કેલીઓ ઊભી કરે છે. - પરસ્ત્રી કે પરપુરૂષનું એકસાથે એકાંતમાં રહેવું,વાતો કરવી કે હસી મજાક કરવું, -તામસી અને રાજસી ભોજન કરવું, -અશ્લીલ સાહિત્ય વાંચવું, - કામોત્તેજક દ્રશ્યો જોવાં, - વિષયભોગના વિચાર કે કલ્પનાઓ કરવી, -મોડી રાત સુધી જાગવું, -કોઇપણ પ્રકારના નશાનું સેવન કરવું,      

પૌંઆ ભેળ

Image
સામગ્રી: 250 ગ્રામ પૌઆ 100 ગ્રામ બાફેલાં મગ 100 ગ્રામ સીંગદાણા 2 વાટકી નાળિયેરનું છીણ 100 ગ્રામ કાજુ, કશિમશિ 100 ગ્રામ બાફેલાં વટાણા 2 નંગ ગાજર 2 નંગ બાફેલા બટાકા 2 નંગ ડુંગળી રાઇ, જીરું, લીમડો જરૂર પ્રમાણે 2 ટેબલ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ મીઠું, તેલ, લીંબુનો રસ, ખાંડ જરૂર પ્રમાણે 1 વાટકી ઝીણી સમારેલી કોથમીર રીત: -પૌંઆને સાફ કરીને પલાળી લો. -સીંગદાણામાં મીઠું નાખીને બાફી લો. -ગાજરને છોલીને નાના ટુકડાં કરી બાફી લો. ડુંગળીને ઝીણી સમારી લો. -એક કડાઇમાં તેલનો વઘાર મૂકીને રાઇ, જીરું, લીમડો નાખો. કાજુ-કશિમશિ નાખો. -તેમાં આદું-મરચાં નાખીને ડુંગળી ઉમેરીને સાંતળો. બાફેલાં વટાણા, ગાજર, બટાકા, શીંગદાણા, પૌઆ, મગ બધું નાખીને સરખું હલાવો. -તેમાં પ્રમાણસર મીઠું, ખાંડ, લીંબુનો રસ, કોથમીર, નાળિયેરનું છીણ બધું મિકસ કરો. -એક બાઉલમાં કાઢીને ઉપર કોથમીર, નાળિયેરનું છીણ, દ્રાક્ષ નાખીને સર્વ કરો.

સુશિક્ષિત પરિવારમાં દીકરાની આશા!

Image
જમાનો બદલાયો હોવાનું કહેવાય છે, પણ લોકોની માનસિકતા તો હજી એની એ જ રહી છે. આજના જમાનામાં પણ દીકરો જન્મે એવી આશા કેટલાક પ્રદેશોમાં સુશિક્ષિત સ્ત્રીઓ રાખે છે. સમાજ બદલાયો હોવાનું ક્યાંય જણાતું નથી. જમાનો બદલાયો છે આ વાત કેટલા અંશે સાચી તેનો જવાબ આપવો ખરેખર મુશ્કેલ છે. આજે પણ ટીવીમાં આવતી લોકપ્રિય સિરિયલોની વાતના મુદ્દા તો જૂના જમાનાને સ્પર્શે તેવા જ હોય છે. છતાં પણ લોકોને તે જ સૌથી વધારે ગમે છે. બાળવિવાહ, માથે ઓઢેલું રાખીને ફરતી સ્ત્રીઓ, વહુને પરેશાન કરતી સાસુઓ, કાવાદાવામાં રાચતા ઘરના સભ્યો આ બધું શું બદલાતા સમાજની નિશાની છે? શા માટે આવા પ્રોગ્રામો બનાવવામાં આવે છે? કારણ આવા પ્રોગ્રામને જ વધારે વ્યુઅરશિપ મળે છે એટલે કે વધારે લોકો જુએ છે. જમાનો બહારથી બદલાયેલો દેખાય છે, પરંતુ હજુ માણસના મન બદલાયેલા દેખાતા નથી. આવી જ એક વાત સ્ત્રી ભ્રૂણહત્યાની છે. હમણાં જ ઉત્તર પ્રદેશના એક ભણેલાગણેલા માણસને મળવાનો પ્રસંગ બન્યો. તેઓ દિલ્હીમાં રહે છે. તેમની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે સમાજમાં હજી પણ સ્ત્રીઓની દશા ખૂબ દયાજનક છે. તેમણે જણાવ્યું કે જે મા-બાપને બે દીકરીઓ હોય તેમન

માથાના દુખાવાને જાતીયતા સાથે સંબંધ નથી

Image
પ્રશ્ન : અમે છેલ્લા ઘણા સમયથી સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરીએ છીએ, પણ હજી સફળતા મળી નથી. અમારા લગ્નને બે વર્ષ થયાં છે. શું મારા કે મારા પતિના શરીરમાં કંઇ ખામી હશે? હું માતૃત્વ કેવી રીતે પ્રાપ્ત કરી શકું? ઉત્તર : તમે સંતાનપ્રાપ્તિની ઇચ્છા ધરાવો છો અને પ્રયત્નો કરવા છતાં સફળતા નથી મળતી. તો આ માટે તમે બંને કોઇ સારા ડોક્ટરને મળી જરૂરી ટેસ્ટ કરાવો. ઘણી વાર સ્ત્રીમાં ફેલોપિયન ટ્યૂબ અથવા ગભૉશય સંબંધી તકલીફ અથવા પુરુષમાં રંગસૂત્રોની ખામીને કારણે પણ સંતાનપ્રાપ્ત થઇ શકતું નથી. તમે જરૂરી રિપોર્ટ કરાવી યોગ્ય સારવાર લો. તમને સંતાન અવશ્ય થશે. ચિંતા ન કરશો. પ્રશ્ન : મારી ઉંમર ૨૮ વર્ષ છે. ત્રણ વર્ષ પહેલાં મેં એક સંતાનને જન્મ આપ્યો હતો, જે એક જ દિવસ બાદ અવસાન પામ્યું. તે પછી મને એક વાર આઠમા મહિને ગર્ભપાત થઇ ગયો. ત્યાર બાદ મને ગર્ભ રહ્યો જ નથી. મારું બ્લડ ગ્રૂપ ઓ નેગેટિવ છે. શું મારા બ્લડ ગ્રૂપને કારણે આવું બન્યું હોય? હવે હું ફરી ગર્ભધારણ કરી શકીશ? જો હા, તો ક્યારે ગર્ભધારણ થઇ શકે? ઉત્તર : તમે તમારા પતિના બ્લડગ્રૂપ વિશે જણાવ્યું નથી. જો તમારા પહેલાં બંને બાળકોના બ્લડગ્રૂ

સત્યઘટના: હું પ્રેતાત્મા છું! પ્રતિશોધની જ્વાળામાં સળગું છું!

Image
અત્યારે મારું પ્રેત આપની સામે ઊભેલું છે! હું પ્રતિશોધની જ્વાળામાં સળગી રહી છું! આપની પાસે મને એક જ અપેક્ષા છે. મારી આ સચ્ચાઇનું વર્ણન કોઇ પોલીસ ઓફિસર પાસે કરીને પાપીઓને સજા અપાવવાનો પ્રયત્ન કરો . સને ૧૬૮૧ની એક રાત. ફરીથી તેજ છાયામૂર્તિ પ્રગટ થઇ અને કર્કશ અવાજે એટલું કહ્યું, ‘શું તમે મારી સૂચનાનું પાલન કરવાના નથી?’ આટલું કહેતાં જ તે તેજ લીસોટો ગાયબ થઇ ગયો! ઉત્તર ઇંગ્લેન્ડના ડોરહમશાયર પરાંગણના સ્લમ વિસ્તાર ચેસ્ટર લીસૂટીરમાં વોકર નામનો મજુર રહેતો હતો. પત્નીના આકસ્મિક અવસાન પછી એક નિરાશ્રિત યુવતી સાથે ઘનિષ્ઠતા વધતાં તે યુવતી ગર્ભવતી પણ થઇ. તે સમય ઇંગ્લેન્ડના રૂઢિગત માણસો જુનવાણી વિચારસરણી ધરાવતા હતા. એક અવિવાહિત સ્ત્રી ગર્ભવતી થઇ જ કેમ શકે! આ તો પાછો અશિક્ષિત લોકોનો વિસ્તાર. કાનાફૂસી વધતી ગઇ. જેથી બંને જણ હવે બહાર નીકળવામાં શરમ અનુભવતાં હતાં. તેવામાં એક દિવસ માર્ક શાર્પ નામનો અન્ય મજુર કે જે વોકરનો ઘનિષ્ઠ મિત્ર હતો, તે આવ્યો. કલાકો સુધી બંનેએ ગપ-સપ કરી. અંતે એમ નક્કી થયું કે ગર્ભવતી યુવતીને શાર્પની સાથે મોકલી બીજા કોઇ મકાનમાં રાખવી. પ્રસવ થતાં તેને પાછી લઇ

પ્રેમના અઢી અક્ષર કઈ રીતે વાંચવા?

Image
કબીરે પ્રેમના અઢી અક્ષર વાંચી લીધા છે. એટલે એમને માટે પાંડિત્યની પરિભાષા, જ્ઞાનની પરિભાષા છે. પ્રેમના અઢી અક્ષર વાંચવાનો ઉપાય એમને કોઈ પોથી-ગ્રંથમાંથી નથી મળ્યો. એ તો જીવનની પોથીમાં જ શોધવો પડે, એ માટે જીવનના વિદ્યાલયમાં જ આવવું પડે. જીવનના લીલાછમ પ્રાંગણમાં જ પ્રેમના અઢી અક્ષર વાંચી શકાય છે. અઢી અક્ષર એટલે પ્રેમ. પ્રેમના અક્ષર અઢી છે પરંતુ કબીરનો અર્થ ઊંડો છે. જ્યારે પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિના પ્રેમમાં પડે છે ત્યારે ત્યાં પ્રેમના અઢી અક્ષર પૂરા થાય છે. પ્રેમ કરનાર - એક, એ જેને પ્રેમ કરે છે એ બીજું અને બન્નોની વચ્ચે કંઈક અજ્ઞાત છે એ અડધું અને એમ થાય છે અઢી. રહસ્યદર્શી સંત કબીરનો એક દોહો સ્મરણમાં આવે છે: પોથી પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોય ઢાઈ આખર પ્રેમ કા, પઢે સો પંડિત હોય આપણે જીવનમાં સતત કંઈ શોધતા હોઈએ છીએ અને આપણને ખબર પણ નથી હોતી કે શું શોધીએ છીએ. આપણી આ શોધને સાર્થક કરવા, આ તરસને શાંત કરવા આપણે પુસ્તકોનો સહારો લઈએ છીએ. ધીરેધીરે આપણને સમજાવા લાગે છે કે જીવનનો અર્થ શો છે, ઉદ્દેશ્ય શો છે. આ અનુભવ બૌદ્ધિક સ્તરનો હોય છે અને આપણને ભ્રાંતિ થવા લાગે છે કે મ

કોઈપણ સબ્જી માટે બનાવો 'રેડ ગ્રેવી'

Image
સામગ્રી: 3 ટેબલ સ્પૂન તેલ 1/4 ટી સ્પૂન જીરું 1/4 ટી સ્પૂન હિંગ 5 લાલ કાશ્મીરી મરચાં 3 તજ 3 લવિંગ 1/4 ટી સ્પૂન ધાણા 1 ટી સ્પૂન આદુની પેસ્ટ 10 નંગ લસણની પેસ્ 2 ટામેટાનો પલ્પ 1 ટેબલ સ્પૂન ઘાણાજીરુ 1 ટી સ્પૂન ગરમ મસાલો 1/2 ટી સ્પૂન લાલ મરચું 1/2 ટી સ્પૂન હળદર 1 ટેબલ સ્પૂન કાજુ, મગજતરીના બી અને ખસખસની પેસ્ટ 1 ટેબલ સ્પૂન માખણ 1 ટેબલ સ્પૂન દહીં 5 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ 1 ટેબલ સ્પૂન ક્રીમ રીત: -ગેસ પર કઢાઈમાં તેલ મુકો તેમા જીરું નાખી તતડે એટલે હિંગ નાખો -લાલ મરચાંને પાણીમાં થોડીક વાર પલાળી મિક્સરમાં ક્રશ કરી લો તેમાં તજ-લવિંગ ધાણા નાંખી વાટી પેસ્ટ બનાવી લો -પેસ્ટ તથા આદુ-લસણની પેસ્ટ નાંખી તેને હલાવો -ડુંગળીની પેસ્ટ નાંખી મીઠું મરચુ હળદર ધાણાજીરું ગરમ મસાલો તથા થોડુ પાણી નાંખવું -કાજુ-મગજતરીના બી ખસખસની પેસ્ટ નાખી હલાવો -માખણ દહી ટામેટા કેચપ નાખી તેને ખુબ હલાવો -કોથમીર, કસૂરી મેથી અને સહેજ ગરમ માસાલો નાંખી ફ્રેશ ક્રીમ ઉમેરવું -આ રેડગ્રેવી તમે કોઈપણ સબ્જીમાટે વાપરી શકો છો

કોબીજ-ફુદિના પરાંઠા

Image
સામાગ્રી: 3 કપ ઘઉંનો લોટ 1 કપ જીણી સમારેલી કોબીજ 1/2 કપ ફુદીનો જીણો સમારેલો તેલ કે બટર જરૂર પ્રમાણે મીઠુ સ્વાદ પ્રમાણે પરાઠાના મસાલા માટે 1 ટી સ્પૂન લાલ મરચું પાવડર 1-1 ટીસ્પૂન આમચુર પાવડર અને ધાણાજીરું પાવડર 1/2 ટી સ્પૂન ગરમ મસાલો (આ બધો જ મસાલો ભેગો કરી લો) રીત -લોટમાં મીઠું નાંખી કણક બાંધી લો -કોબીજ અને ફુદીનામાં પારાંઠાનો તૈયાર મસાલો મિક્સ કરો -કણકના નાના નાના લુવા પાડી તેને જરાંક વણી તેમાં મસાલાનું સ્ટફિંગ ભરો -હવે તેને હળવા હાથે ફરી વણો -આ પરોઠા બટર અથવા તો તેલમાં તળો -લાલ-લીલી ચટની કે અથાણા સાથે ગરમ ગરમ પારાઠા સર્વ કરો

જ્યારે તમારા મગજની કમાન છટકે ત્યારે આટલું કરો

Image
ક્રોધ ન કરવો એમ તો બધા ધર્મો કહે છે. ક્રોધ આવે ત્યારે એકથી સો સુધી ગણવું એમ પણ કહેવાય છે, પરંતુ આ બધું કહેવું આસાન છે. ક્રોધ અત્યંત પ્રબળ શક્તિ છે. હાઈ વોલ્ટેજ વીજ કરંટથી એ કમ નથી, પરંતુ એમાં લાગણીઓ સંડોવાયેલી છે એટલે અંકુશમાં લેવો પડે. ક્રોધ શરીર અને મનમાં જે ઉત્પાત મચાવે છે એ કોઈ ભૂકંપના વિનાશથી ઓછો નથી હોતો. આ રોજની ઘટના છે : કોઈએ અપશબ્દો કહ્યા કે કોઈએ અપમાન કરી નાખ્યું કે ઘરમાં કોઈ કીંમતી ચીજ ભૂલથી તૂટી ગઈ અને તમે એકદમ ક્રોધિત થઈ ગયા. આવી સ્થિતિમાં તમે શું કરશો? તમારાથી કમજોર વ્યક્તિ પર એ ક્રોધ ઉતારશો કે તમારી અંદર ક્રોધને દબાવી દેશો? ઘરના લોકો ડરીને કહેશે કે લો, ફરી આની કમાન છટકી... દૂર રહો એનાથી. ક્રોધ અત્યંત પ્રબળ શક્તિ છે. હાઈ વોલ્ટેજ વીજ કરંટથી એ કમ નથી, પરંતુ એમાં લાગણીઓ સંડોવાયેલી છે એટલે અંકુશમાં લેવો પડે. ક્રોધ શરીર અને મનમાં જે ઉત્પાત મચાવે છે એ કોઈ ભૂકંપના વિનાશથી ઓછો નથી હોતો. શરીરની કેટલીક બીમારી અને પરેશાની ક્રોધના ખોટા ઉપયોગને કારણે પેદા થાય છે. ક્રોધથી ધેરાયેલો માણસ લાચાર જેવો બની જાય છે, એટલે જ ક્રોધ ન કરવો એમ તો બધા ધર્મો કહે છે. ક્ર

દમઆલુ

Image
4-5 વ્યક્તિ માટે ઘરે બનાવો સામગ્રી 200 ગ્રામ નાની બટાકી 1/4 ટી સ્પૂન હળદર 1 ટી સ્પૂન કસૂરી મેથી 2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર 2 ટેબલ સ્પૂન ક્રીમ તેલ પ્રમાણસર મીઠું સ્વાદ આનુસાર રેડ ગ્રેવી (રેડ ગ્રેવી બનાવવાં ની રીત નીચે છે) રીત -નાની બટાકી છોલી, કાંટાથી કાણા પાડી લો -1/2 કલાક માઠા-હળદરના પાણીમાં બટાકીઓ રાખી મુકો -આ બટાકીઓને ગરમ તેલમાં તળી નાંખો -હવે રેડ ગ્રેવીનેગરમ કરવા મુકો તેમાં તળેલી બટાકી, કસૂરી મેથી તથા જરૂર પ્રમાણે પાણી ઉમેરો -10 મીનિટ સુધી તેને ખદખદવા દો -બાદમાં તેને કોથમીર અને ક્રિમથી ગાર્નિશ કરી સર્વ કરો.

ફિલ્મને પણ ટક્કર મારે તેવા છે આ બંટી-બબલીના કારનામા

Image
અમદાવાદ પોલીસે પેટ્રોલીંગ સેટેલાઇટ વિસ્તારમાંથી એક યુવક અને યુવતીને કાળી કાર સાથે ઝડપી લીધા હતા. પુછપરછ દરમિયાન તેમણે કબૂલ્યું હતું કે તેઓ માત્ર મોજ-શોખ માટે જ રૂપિયા ૨૦ લાખની એકોર્ડ કાર ચોરીને ફરતા હતા. આ બંટી-બબલીના અસલી નામ અર્જુનસિંહ ઉર્ફે પાર્થ કનકસિંહ ઝાલા (ઉં.વ.૨૧, રહે ડી-૪,પાયલ ફ્લેટ, જજીસ બંગ્લોઝ રોડ) તથા બબલીનું નામ આરતી ઉર્ફે પૂજા ગણપતસિંહ જાડેજા (ઉં.વ.૨૦ રહે, મંગલ જયોત ટાવર,જોધપુરગામ) હોવાનું બહાર આવ્યું હતું અને હાલમાં તેઓ પાયલ ફ્લેટમાં માસિક રૂપીયા ૨૦ હજાર ભાડું ચુકવી લીવ એન્ડ રીલેશનશીપમાં રહેતા હોવાનું તેમણે પોલીસને જણાવ્યું હતું. પોલીસે આ ચોરેલી કાર કોની છે અને ક્યારે બન્ટી બબલીએ ચોરી હતી તેની તપાસ આદરી છે. (તસવીરઃ વિજય ઝવેરી)        

હિમયુગે ખખડાવી દીધો છે ધરતીનો દરવાજો!

Image
અમુક ચોક્કસ વર્ષ માટે સૂરજ ગાયબ થઈ જશે જો કે સૂરજના ઠંડા થવાના ઘણા બધા ફાયદા પણ સામે આવશે ધરતી આવનારા 10 વર્ષમાં હિમયુગનો સામનો કરશે. આ દાવો વૈજ્ઞાનિકોએ સૂરજની અસામાન્ય ગતિવિધિઓ જોયા પછી કર્યો છે. વૈજ્ઞાનિકોનો તર્ક છે કે સૂરજની અસામાન્ય ગતિવિધિઓના પરિણામ સ્વરૂપે વર્ષ 2020 પછી ગ્લોબલ વોર્મિંગ ઓછુ થશે. અમુક ચોક્કસ વર્ષ માટે સૂરજ ગાયબ થઈ જશે. જો કે સૂરજના ઠંડા થવાના ઘણા બધા ફાયદા પણ સામે આવશે, પરંતુ સેટેલાઇટ અને ઉર્જા તંત્રમાં ફેરફાર ચોક્કસ આવી શકે છે. બ્રિટનની રાષ્ટ્રીય સૌર વેધશાળાના મુખ્ય શોધકર્તા ફ્રેંક હિલ અને તેમની ટીમ સૂરજના ધબ્બાઓમાં 3 પ્રકારના પરિવર્તનના આધારે આ ભવિષ્યવાણી કરી રહી છે. તેમાં સૂરજના ધબ્બા નબળા થવા, સૂરજના ધ્રૂવોમાંથી કેટલીક ધારાઓ નીકળવી અને સૂર્ય ધારાઓને પ્રભાવિત થવી પણ સામેલ છે. સંશોધનના સહલેખક ભૌતિકવિદ ડો. રિચર્ડ એલ્ટ્રોકે જણાવ્યું છે કે આ 3 સંકેત દર્શાવે છે કે સૂરજની આવી અવસ્થા પાછી આવવામાં સમય લાગશે. પહેલા પણ બન્યું છે! સૂરજના ધબ્બા ગાયબ થવા એ કોઈ અનોખી ઘટના નથી, આવુ પહેલા પણ બની ચૂક્યું છે, પરંતુ 18મી સદી પછી આવો કિસ્

પાણીપૂરીના શોખીન છો? તો ક્લિક ન કરતા!

Image
ગંદકી વચ્ચે બનતી પાણીપૂરી : અમદાવાદની પાણીપૂરી તેના સ્વાદ માટે સર્વત્ર જાણીતી છે. પરંતુ આ પાણીપૂરી બને છે ત્યાં જો રૂબરૂ જઇને જોવામાં આવે તો એ ગંદકીનું ર્દશ્ય જોઈને લોકો કદાચ બહારની પાણીપૂરી ખાવાનું માંડી જ વાળે. જમાલપુરના કેલિકો મિલ કંપાઉન્ડમાં અનેક સ્થળે આવી રીતે પાણીપૂરી બનાવાઈ રહી છે.  

રોમાંચક સ્પર્શથી પ્રણય બને પ્રગાઢ

Image
‘જંગલ લવ’ની ટેક્નિક સાથીદારને વધારે નિકટ લાવવા સાથે પ્રણયની અનોખી અનુભૂતિ કરાવે છે. તમારા અંગનો સ્પર્શ સાથીના અંગ સાથે થતાં બંનેને રોમાંચની અનુભૂતિ થાય છે, જેની અસરનો ખ્યાલ શયનખંડમાં આવે છે. વેકેશનમાં દંપતીઓ માટે ફરવા જવાનો લહાવો અનેરો હોય છે. વેકેશન હોય એટલે બાળકોને તો મામાનું ઘર કે રમવા મળ્યું પછી બીજા કોઇની પરવા ન રહે. ત્યારે દંપતી ઇચ્છે તો આ સમયગાળામાં પોતાના સંબંધને વધારે પ્રગાઢ બનાવવા માટે પ્લાનિંગ કરી શકે છે. બહારગામ કોઇ હિલસ્ટેશન પર ફરવા જાવ કે પછી દરિયાકિનારે અથવા તો પરદેશ, પણ એવું સ્થળ પસંદ કરો જ્યાં તમે બંને એકબીજાની વધારે નિકટ આવવાની સાથે મનમાં પ્રથમ હનિમૂનની યાદ તાજી થઇ જાય. તમે જ્યાં ગયાં હો, ત્યાં જઇને માત્ર અને માત્ર સાથીદારનો જ વિચાર કરો. દુનિયાનો વિચાર મનમાંથી કાઢી નાખી એકબીજાને બને એટલા વધારે નિકટ લાવવાનો પ્રયત્ન કરો. હા, આવી ગરમીમાં ભરબપોરે બહાર નીકળવાનું ગમે નહીં, પણ સવારે કે ઢળતી સંધ્યાએ સાથીદાર સાથે ટહેલવા નીકળો. એ વખતે એવા પોશાક પહેરો કે સાથીદારના મનમાં તમને જોઇને ઉત્તેજના જાગે. ક્યારેક સાથીદારનો હાથ પકડી એના ખભે માથું ટેકવી એ રીતે ચાલો કે એમને ખ્યાલ

સમજવાની જવાબદારી જે સમજે એને શિરે જ!

Image
  જે બિન્દાસ્ત જીવે છે એને સંબંધનું કોઇ ટેન્શન નથી અને જે સમજે છે એને સમજવાનું મોટું કામ હોય છે. એક હતી ચકી અને બીજી એક હતી ચકી. બંને જીગરજાન બહેનપણી. આપણે એકને ‘ચકી’ કહીશું અને બીજીને ‘મકી’. એક દિવસ ચકી-મકી ડ્રેસ ખરીદવા બહાર જાય છે અને કમનસીબે બંનેને એક જ ડ્રેસ ગમી જાય છે. ચકી મન મોટું રાખીને મકીને કહે છે: તું રાખી લે, હું ફરી ક્યારેક ખરીદી લઇશ! ધીમે ધીમે સંબંધની પેટર્ન એવી બનવા લાગે છે કે ચકી એટલે સમજદાર અને મકી એટલે મનફાવે એવું કરી શકવાનો પરવાનો ધરાવનાર! મકીને વિશ્વાસ હોય કે કોઇપણ ઘટના બનશે તો ચકી સમજદાર છે એટલે વાંધો નહીં આવે. થાય છે એવું કે ક્રમશ: ચકીને સમજદારીનો ભાર લાગવા માંડે છે. સમજી સમજીને એ બરાબર સમજી ગઇ હતી કે સમજવાથી સંબંધ તો ટકી શકે છે, પણ ટકાવવાની જવાબદારી જાણે એને શિરે જ ન હોય! એક બીજી વાત પણ ચકી જેવા લોકો માટે કહેવાય છે, ‘એ તો સમજદાર છે... એ સમજી જશે!’ જાણે કે સમજદારને બે દંડા વધારે! મોટાભાગના સંબંધોમાં કે જ્યાં એકને શિરે સમજવાની જવાબદારી અને બીજાને હિસ્સે બેધડક વર્તન કરવાની છુટ મળેલી હોય છે એ સંબંધ, ભલે દિલનો હોય તો પણ, એક પ્રકારનો અસંતુલિત તો છે જ. કારણ ક

નરસૈંયાનો ગૃહિણીને જવાબ!

Image
  ટાઇટલ્સ આંધળા સાથે પતંગનો પેચ લગાવશો તો પતંગ નહીં, ગળું કપાશે! ગયા અઠવાડિયે તમે વાંચ્યું કે ગુજજુ ગૃહિણી, હરખપદુડી હંસાએ ભક્ત નરસૈંયાને પત્ર લખેલો કે ટી.વી. પર ગાયનની હરીફાઇમાં ભાગ લ્યો, ગુજરાતી અસ્મિતાનો ઝંડો ઊંચો કરો. હંસાને શ્રદ્ધા હતી કે નરસિંહ મહેતા પ્રભુકૃપાથી પૃથ્વી પર પાછા પ્રગટ થશે અને ટીવી શોમાં ‘જાગને જાદવા’ ગાઇને ગુજજુસ્ટાર બની જશે. જુનાગઢની પોસ્ટઓફિસમાં નરસિંહ મહેતા પર લખેલો પત્ર જોઇ ટપાલી ચોક્યોં! એણે બીજાને પૂછ્યું, ‘હેં આ શું? નરસિંહ મહેતાના નામે કાગળ! તેં જોયું?’ બીજાએ કહ્યું, ‘ના. મને તારી જેમ બીજાના કાગળો કે પ્રેમપત્રો ફોડીને વાંચવાની ટેવ નથી!’ ‘અરે, પણ નરસિંહ મહેતા ક્યાં જીવે છે, યાર?’ ‘તે હું શું કરું જીવતા ના હોય તો? હું કોઇ વસ્તીગણતરીનું કામ કરું છું? આટલા પગારમાં આટલું જ કામ થાય!’ ‘તેં નરસિંહ મહેતાનું નામ નથી સાંભળ્યું?’‘તેં જમનાદાસ ગલોટિયાનું નામ સાંભળ્યું છે?’ ‘ના.’ ‘તો મેંય નરસિંહ મહેતાનું નામ નથી સાંભળ્યું, બસ?’ ‘અરે, નરસિંહ મહેતા આપણા આદિકવિ છે. ‘વૈષ્ણવજન’ને એવું બધું લખેલું ને ૫૦૦ વર્ષ પહેલાં!’ ‘લખ્યું હશે. હું સ્કૂલમાં પ્રાર્થના પછી જ પહોંચતો. જે

સેકન્ડ મેરેજ સફળ ન થાય ત્યારે?

Image
  દુનિયાનાં કોઇ લગ્ન, સુખની ગેરન્ટી સાથે નથી આવતાં. શક્ય હોય ત્યાં સુધી એડજસ્ટમેન્ટ કરવું જોઇએ અને મોટાભાગના લોકો કરે પણ છે, પરંતુ એ પછીયે મામલો સુધરવાને બદલે વધુ બગડે તો કબૂલી લો કે સંબંધમાં નિષ્ફળતા મળી છે. કમ સે કમ, આપણા દેશમાં તો આવો કિસ્સો લાખમાં એકાદવાર જોવા મળે. એવું માનવાની જરાયે જરૂર નથી કે બીજીવાર પરણનાર હંમેશાં સુખી જ થાય છે. એવા કિસ્સાયે આપણે જોઇએ છીએ કે જ્યાં સેકન્ડ મેરેજ પહેલાથીયે વધુ ખરાબ સાબિત થયા હોય પણ દિલ અને દિમાગ પર ભારે પથ્થર મૂકીને લોકો નિભાવી લે છે. મુંબઇમાં રહેતા ૪૮ વર્ષીય એક પુરુષે હમણાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી. પોલીસના ચોપડે કારણ નોંધાયું, બીજી વાર કરેલા લગ્નમાં મળેલી નિષ્ફળતા. પહેલા લગ્ન કોઇક કારણસર ભાંગી પડ્યા બાદ સત્તાવાર છુટાછેડા લઇને આ ભાઇએ બીજી સ્ત્રી સાથે ઘરસંસાર માંડ્યોહતો. થોડા વરસ ગાડું ગબડ્યું. પણ પછી રસ્તા પરથી સાવ ગબડી પડ્યું. ફરીથી ઘરમાં કંકાસ શરૂ થઇ ગયો. રોજિંદા ઝઘડાથી ત્રાસી ગયેલા માણસે છેવટનો રસ્તો અપનાવ્યો પોતાનો જીવ કાઢી નાખ્યો. આ કિસ્સો સાંભળીને, વાંચીને ઘણા લોકોએ કહ્યું કે, આવા કારણસર કંઇ મરી જવાય? પત્ની સાથે ન ફાવે તો છ

સફળતા માટે કેવળ પ્રતિભા પર્યાપ્ત નથી

Image
  પ્રેરણાત્મક પુસ્તકોના ક્ષેત્રમાં જહોન મેકસવેલ જાણીતું નામ છે. એમના પુસ્તક ‘ટેલન્ટ ઇઝ નેવર ઇનફ’માં એ સફળતા માટે પ્રતિભા (ટેલન્ટ)નું મહત્વ સમજાવે છે. કેટલાય પ્રતિભાશાળી લોકો જીવનમાં સફળ નથી થતા તે એક હકીકત છે. લેખકનું માનવું છે કે કેવળ પ્રતિભાના જોરે સફળતા નથી મળતી. તે ઉપરાંત બીજી પણ ઘણી બાબતો જરૂરી છે. એમના વિચારો જોઇએ. પ્રતિભા કોઇ પણ ક્ષેત્રમાં સારી શરૂઆત આપી શકે છે પણ એને ટકાવી રાખવા માટે સતત પ્રયાસની જરૂર પડે છે. જે કેવળ પ્રતિભા પર વિશ્વાસ રાખે છે તે સફળ નથી થઇ શકતા, ઉત્સાહ કે ધગશ કોઇ પણ યોજના કરતાં વધારે અસરકારક નીવડે છે. ઉત્સાહમાં એ શક્તિ છે જે સામાન્યને અસામાન્ય બનાવી શકે છે. ગમે તેટલી યોજનાઓ બનાવો પણ પ્રયત્ન પ્રથમ પગલું છે. વિચારો પર અમલ કરવો પડે છે, નિષ્ક્રિયતા ડર પેદા કરે છે. દરેક સફળ વ્યક્તિ સ્વ-પ્રેરિત હોય છે. તમે શું કરી શકો છો તેના પર ધ્યાન આપો, શું નથી કરી શકતા તેને ભૂલી જાઓ. દરેક કાર્ય માટે તૈયારી જરૂરી છે, જેના માટે મહેનત કરવી પડે છે. તૈયારી હશે તો તક મળતાં જ એ કામ આવશે. પ્રેક્ટિસ માટે શિસ્ત જરૂરી છે. શરૂઆતમાં આવકની ચિંતા કર્યા વિના કામ કરો. મહેનત હશે તો પ્

‘પાઇરેટ્સ’ ઓફ ધ કેરેબિયન

Image
ઇન્ટરનેટ પર સફિઁગ કરતાં કરતાં અચાનક જ યુ-ટ્યૂબમાં એક જોરદાર વીડિયો જોવા મળ્યો. એનું ટાઇટલ છે: ‘ફાયર ઇન બેબીલોન’ અને સાહેબ એ વીડિયો જોઇ લિટરલી બોચીના વાળ ઊભા થઇ ગયા. એમાં ૧૯૭૫થી ૧૯૯૦ સુધી વર્લ્ડ ક્રિકેટમાં જેની ધાક હતી, એ વેસ્ટઇન્ડિઝની ‘ગ્રેટ ટીમ’ની વાત કરાઇ છે. અત્યારે બીજા બધા દેશો વેસ્ટઇન્ડિઝની ટીમને નબળી, દૂધ પીતી, કચપૂચીયા ટીમ ગણે છે (એટલે જ તો આપણે આપણી ‘બી’ અને ‘સી’ ટીમ ત્યાં રમવા મોકલી છે) પણ એ જમાનામાં આખી દુનિયાની બધી ટીમો ભેગી થાય તોયે વેસ્ટઇન્ડિઝને હરાવી ના શકે એવી ‘માર-ફાડ’ ટીમ હતી વેસ્ટઇન્ડિઝની! આહાહા... શું ટીમ હતી એ! ઓપનિંગમાં ગોર્ડન ગ્રીનીજ અને ડેસમન્ડ હેઇન્સ આવતા. વિશ્વની શ્રેષ્ઠતમ ઓપનિંગ જોડીઓમાં જેમને ટોપ પર મૂકી શકાય એવા સોલ્લિડ બેટ્સમેન હતા. બંને એ વખતના કોઇ પણ ફાસ્ટ બોલરને એ ગાંઠતા નહોતા. ઇંગ્લેન્ડના બોબ વિલિસ, હેન્ડ્રીકસ બોથમ, ઓસ્ટ્રેલિયાના લિલી, મેકડરમંડ, ગીલમોર ન્યૂ ઝિલેન્ડના હેડલી, ક્રેઇન્સ, પાકિસ્તાનના ઇમરાન, સરફરાઝ કે પછી ભારતના કપિલ, મદનલાલ, ઘાવરી કોઇ બી હોય આ બે ‘રાવણો’ બધાના ભૂક્કા બોલાવી દેતા’તા. એ બે માંથી માંડ કોઇ આઉટ થાય એટલે બધાંય બેટ્સમેનનો