નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

‘હોવા’ અને ‘માનવા’ની વચ્ચેના આપણે સૌ...

 
સંબંધમાં માણસ અનેક ચહેરા સાથે જીવે છે. તેમાં એનો સાચો ચહેરો છુપાઇ જાય છે.

લોકોએ આપણા વિશે જે ધારણા બાંધી હોય તેને જાળવવામાં આપણે એટલા વ્યસ્ત રહીએ છીએ કે પોતાને ગમતું કરવામાં ભય લાગે છે.

સહરા કા સચ અલગ હૈ, અલગ હૈ નદી કા સચ,
મિલતા નહીં જહાં મેં કિસી સે કિસી કા સચ
વો ખુદ મેં ઢુંઢતા હૈ કિસી ઔર કો, મગર
દખિલા રહા હૈ આઇના ઉસકો ઉસી કા સચ.

રાજેશ રેડ્ડીના આ શેરમાં બહુ મજાની વાત કહી છે. માણસમાત્ર બે જિંદગીઓ જીવતો આવ્યો છે. એક, એવી જિંદગી એને જીવવી છે અને એક એવી જિંદગી જે જીવવાની એની પાસે અપેક્ષા રખાય છે. સમાજ, સગાંઓ, સ્નેહીઓ અને મિત્રો ‘માણસ’ પાસેથી એક પ્રકારના વર્તનની અપેક્ષા રાખે છે. આ વફાદારી હોઇ શકે, સમજદારી હોઇ શકે, વ્યવહારુ બનવાની અપેક્ષા હોઇ શકે કે પછી જિંદગીના કેટલાક સત્યોને સમજવાની આવડત હોઇ શકે.માતાપિતા, પત્ની, બાળક, મિત્રો, પ્રેમિકા કે પડોશી સાથે એક જ વ્યક્તિ જુદા જુદા રોલ ભજવતો જોવા મળે છે. મિત્રો સાથે બેફામ ગાળો બોલતો માણસ પડોશી સાથે જુદો છે.

પત્ની સાથે જે વર્તે છે એ સામાન્યત: પ્રેમિકા સાથે વર્તતો નથી. દરેક માણસની સામે એનો ચહેરો જુદો છે... સમાજમાં જીવવું હોય તો આ એની જરૂરિયાત છે. આ બધા ચહેરાની પાછળ એનો પોતાનો એક ચહેરો છે. કેટલાક લોકો આ ચહેરાને ઓળખે છે અને કેટલાક લોકો હજી પોતાના જ ચહેરાથી અજાણ્યા છે. નવાઇની વાત એ છે કે મોટા ભાગના લોકોને એવી સમજ જ નથી હોતી કે એમને ખરેખર જિંદગીમાં શું જોઇએ છે!

આ વાંચીને કદાચ સ્વયં સાથે દલીલ થઇ જાય કે, ‘મને તો ખબર છે, મેં મારી લાઇફ મારી રીતે ડિઝાઈન કરી છે... હું મારી મરજી પ્રમાણે જ જીવું છું... મારે જે કરવું હતું એ જ મેં કર્યું છે...’ વગેરે, પરંતુ સત્ય એ છે કે આપણે જે હોઇએ છીએ એ ખરેખર બીજાઓએ બનાવેલી આપણી છબી છે. જાણેઅજાણે આપણે એ છબીને વળગી રહેવા માગીએ છીએ. સામેના માણસના મનમાં એણે આપણા વિશે જે ધાર્યું છે તે અકબંધ રહે એવો આપણો પ્રયાસ હોય છે. આદર્શ હોવાની છાપ ઊભી કરવા આપણે બધાં તલપાપડ છીએ.

સંતાનો માટે આપણે શું કર્યું એ કહેતાં આપણી આંખો ભીની થઇ જાય છે... માતાપિતા માટે જાત ઘસી નાખવાની ઝંખના છે... પત્નીને દુનિયાનું તમામ સુખ આપી દેવું છે... મિત્રોને પૂરો સમય આપવો છે... ખૂબ કમાઇ લેવું છે, આગળ આવવું છે, સત્તા, સંપત્તિ અને સફળતા સતત ઓછી પડે છે આપણને... પણ આ બધાની વચ્ચે આપણે જાત માટે શું કરીએ છીએ? મોબાઇલ, ટીવી, રેડિયો, વાહનોના ઘોંઘાટ અને સતત ચાલતી વાતોની વચ્ચે સ્વયં સાથેનો સંવાદ લગભગ શૂન્ય થઇ ગયો છે.

મજાની વાત એ છે કે આપણું મન આપણને ક્યારેક કંઇ કહે તો આપણે મનને ચૂપ કરી દેતાં શીખી ગયાં છીએ. ક્યારેક કોઇ વ્યક્તિ આપણને ચાહે છે એવી ખબર પડે તો સમાજ, પત્ની અને સગાંઓ સામેની આપણી ઇમેજને સાચવવા માટે એ સ્નેહને સ્વીકારતાં પણ ડરીએ છીએ. સાચા માણસનો પક્ષ લેતાં આપણને એક પ્રકારનો ભય લાગે છે. આપણે જે માનીએ છીએ એનું સ્પષ્ટ ઉચ્ચારણ કરતાં આપણને ડિસઅપ્રૂવલ મળશે એવું માનીને ચૂપ થઇ જવાનું પસંદ કરીએ છીએ. સામેનો માણસ આપણને જે રીતે જોવા માગે છે એને એટલું જ બતાવીને આપણે એને ખુશ રાખવાનો પ્રયાસ કરીએ છીએ. કારણ માત્ર એક જ છે, અસ્વીકારનો ભય! જો આપણે સામેના માણસની ધારણામાં ખરા નહીં ઊતરીએ તો એ વ્યક્તિ આપણાથી દૂર થઇ જશે એ વિચારમાત્ર આપણને હચમચાવી મૂકે છે.

મજાની વાત એ છે કે આપણે જે કરવું હોય તે કરતાં અટકતાં નથી. જે ગમે છે તે મેળવી લેવાની હિંમત છે આપણામાં, પણ એ ગમે છે એવું જાહેરમાં કહેવાની કે સ્વીકારવાની હિંમત નથી! બળવો કરીને, સમાજના નિયમોનું ઉલ્લંઘન કરીને, અસામાજિક બનીને કે લાગણીના સંબંધોને વળોટીને જીવવાની રીતની વકીલાત નથી આ, બીજાને શું ગમે છે અને શું નથી ગમતું એની પરવા કર્યા વિના આપણને જેમ ગમે તેમ જીવ્યા કરવું - જેમ ફાવે તેમ વત્ર્યા કરવું એવું કહેવાનો પણ પ્રયત્ન નથી. ‘સાચું જીવવું’ એટલે નફ્ફટ થઇને બેજવાબદાર થઇને જીવવું એવું પણ નહીં જ. આપણે ફક્ત આપણા માટે જીવી શકતા નથી એ સાચું છે, પરંતુ દિવસના ૨૪ કલાકમાંથી અડધો કલાક કે એક કલાક જો આપણને ગમતી વ્યક્તિ સાથે ગાળવો હોય કે આપણને ગમતું કામ કરવું હોય તે વિશે અપરાધભાવ ન અનુભવવો પડે એટલી સ્પષ્ટતા તો હોવી જ જોઇએ.

સ્વીકાર અને અસ્વીકાર વચ્ચે અપેક્ષાની પાતળી ભેદરેખા છે. જ્યાં સુધી તમે સામેના માણસની અપેક્ષા પૂરી કરતાં રહો છો ત્યાં સુધી તમે એ માણસને ગમતા રહો છો. જે ક્ષણે તમે એની અપેક્ષા કે ધારણા વિરુદ્ધ વર્તવા લાગો છો ત્યારે એ માણસ અસ્વીકારનું હથિયાર ઉગામીને તમને એના શરણમાં લેવાનો પ્રયાસ કરે છે. શરણે જવું એ મનુષ્યના અહંકારની વિરુદ્ધ છે, એટલે શરણમાં જવાનો ડોળ કરીને એ ધાર્યું કરે છે. અપેક્ષાઓ પૂરી કરવાનું મહોરું પહેરી રાખીને મનસ્વી રીતે જીવે છે, જુઠું બોલે છે, છેતરે છે!

સવાલ છે પ્રમાણિકતાનો, જાત સાથેની પ્રમાણિકતાનો! આપણને શું ગમે છે અને શું નથી ગમતું એ વિશે પણ આપણે જાતને છેતરીએ છીએ. સામેની વ્યક્તિએ બનાવેલી આપણી છબી ધીરે ધીરે એટલી ડાર્ક થઇ જાય છે કે આપણો સાચો ચહેરો છુપાઇ જાય છે. નાની નાની વાતોમાં મળતા સુખ સુધી પહોંચતાં આપણે ડરવા લાગીએ છીએ. આપણને જેમ જીવવું છે અથવા જે કંઇ કરવું છે તે કહેતાં આપણને બીક લાગે છે... અસ્વીકારની બીક. સ્વીકાર માટે જીવાયેલા સંબંધો ક્યાંક પહોંચીને પોલા અને ખોખલા થઇ જાય છે, એ નક્કી. અમુક ઉંમરે પહોંચ્યા પછી માણસો સંબંધોની નિષ્ફળતાની ફરિયાદ કરે છે ત્યારે યાદ રાખવું જોઇએ કે આ સંબંધો ઊધઇની જેમ અંદરથી ખોખલા કરી નાખવાનું કામ એમના ભય અને અસલામતીએ કર્યું છે. હવે આ તૂટતા-તૂટી ગયેલા કે વિખરાઇ ગયેલા સંબંધની ફરિયાદ કરવાનો અધિકાર નથી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી