નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શીતળતા પ્રદાન કરતાં શાકભાજી

 
ઉનાળામાં જમવાની ઇચ્છા ઓછી થાય છે, શું ખાવું અને શું ન ખાવું તે સમજાતું નથી. ઉનાળામાં મળતાં ફળ અને શાક આપણા સ્વાસ્થ્યને અનેક રીતે ઉપયોગી છે.

શિયાળો એટલે વિવિધ પ્રકારના શાકભાજી અને ફળની મોસમ. હવે ગરમી શરૂ થઇ ગઇ હોવાથી લીલાં શાકભાજી ખાવા નહીં મળે. આ બધું વિચારીને દુ:ખી થવાની જરૂર નથી. ફળ અને શાકભાજીનું કામ આપણા શરીરને રોગથી દૂર રાખીને સ્વસ્થ બનાવવાનું છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ તેનું મહત્વનું યોગદાન રહેલું છે. કુદરતે આપણા શરીર અને ઋતુને ધ્યાનમાં રાખીને તે મુજબ ફળ અને શાકભાજી બનાવ્યાં છે, જેમાં ઉનાળામાં મળતાં ફળ-શાકભાજીમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી ગરમીમાં શરીરને ઉદ્ભવતી પાણીની જરૂરિયાત પૂરી થઇ જાય છે. ઉનાળામાં કેરી, શેરડી, બિલાં, તરબૂચ, સક્કરટેટી, દ્રાક્ષ, સંતરા અને લીચી મુખ્ય છે.

કેરી

કેરી ખનિજ તત્વોની સાથે વિટામિન ‘એ’નો સારો સ્ત્રોત છે. કેરીનું સેવન કરવાથી આખા વર્ષના વિટામિન ‘એ’ની જરૂરિયાત શરીરને પૂરી થઇ જાય છે. એમાંથી મળતું વિટામિન ‘એ’ લીવરમાં જમા થાય છે અને વર્ષ દરમિયાન શરીરને તે પૂરું પાડે છે. કેરીથી એનિમિયા દૂર થાય છે.

શેરડી અને બિલાં

આ બંને ફળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્નનો ભંડાર છે. આ ફળ શરીરને ઠંડક આપે છે. શરીરમાં લોહીની ઉણપ અને નબળાઇને દૂર કરે છે. સાથે જ દાંત અને હાડકાં માટે ફાયદાકારક છે. બિલાંમાં રેસાં વધારે હોવાથી તે પેટની સફાઇ કરીને શરીરના વજનને સંતુલિત રાખે છે.

તરબૂચ અને સક્કરટેટી

આ બંને ફળમાંથી ખનિજ વધારે પ્રમાણમાં મળે છે. તેમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી તે પેટના રોગને દૂર કરે છે. તરબૂચ વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે. બધા ફળ ઉપરાંત આ ઋતુમાં મળતાં શાકભાજીમાં કાકડી, ફુદીનો, ટિંડોરા, દુધી અને ટામેટાં મુખ્ય છે.

ફુદીનો

ઉનાળામાં ફુદીનો સૌથી મહત્વનો છે. તેનું નિયમિત સેવન કરવાથી ખનિજતત્વો અને વિટામિન્સની શરીરમાં પૂર્તિ થઇ શકે છે. તેમાં રહેલું આયર્ન લોહીની ઊણપ દૂર કરવામાં મદદરૂપ થાય છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ વિપુલ પ્રમાણમાં હોવાથી હાડકાં અને દાંત માટે પણ લાભદાયી છે. વિટામિન ‘એ’ અને ‘સી’ આંખો, ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી