નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ખોરાકથી મેળવો સુંદરતા

 
તાજો અને પોષણયુક્ત ખોરાક શરીરની સુંદરતા વધારવા સાથે આયુષ્યમાં પણ વધારો કરે છે. તેના લીધે અનેક રોગ થતાં અટકે છે.

દરેક ઉંમરે સ્ત્રીઓને ચહેરાની સુંદરતા અને વાળના દેખાવની સૌથી વધારે ચિંતા હોય છે. ઉંમર વધે તેમ ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. જેને આપણે એજિંગ કહીએ છીએ. એજિંગ એટલે ફક્ત સુંદરતા જ નહીં, યાદશક્તિ પણ ઓછી થવી. હાર્ટએટેકની શક્યતા, ઓસ્ટિઓપોરેસીસનાં ચાન્સ વધવા વગેરે છે, પરંતુ જો હેલ્ધી લાઇફસ્ટાઇલ હોય તો આ બધા રોગોથી દૂર રહી શકાય છે. હેલ્ધી લાઇફસ્ટાઇલ એટલે નિયમિત કસરત, જરૂરી ઊંઘ તેમ જ પૂરતાં પોષક તત્વોથી ભરપૂર ખોરાક.

વધુ પડતાં તળેલાં અને કેલેરીવાળા ખોરાકથી દૂર રહેવાથી ચહેરા પર પડતી કરચલીને દૂર રાખી શકાય છે. ખોરાકમાં આખા અનાજનો ઉમેરો કરો. તાજા ફળો અને શાકભાજીનો ઉપયોગ વધારો. મીઠું અને ખાંડ બને તેટલાં ઓછા કરો. આ સામાન્ય નિયમ સિવાય નીચેનાં ખોરાકનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં કરો.

અખરોટ: અખરોટ એજિંગને દૂર રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે કારણ કે તેમાં ઓમેગા-૩ ભરપૂર છે. ઓમેગા-૩ ઉંમરને વધતી અટકાવવા માટે ઉપયોગી છે. ઉપરાંત તે મગજના કોષોને ભરપૂર પોષણ આપે છે. કોલેસ્ટેરોલને નિયંત્રણમાં રાખે છે. દિવસમાં ૨-૩ અખરોટ ખાવાના રાખવા જોઇએ.

લીલા શાકભાજી : શાકભાજી પોષણ અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર છે. શાકભાજીનો ઉપયોગ વધારવાથી વજન ઘટે છે. દિવસ દરમિયાન જુદા જુદા ૩થી ૫ જાતનાં શાકભાજીનો ઉપયોગ કરવાથી સુંદરતા અને આયુષ્ય પણ વધે છે.

ડાર્ક ચોકલેટ : ડાર્ક ચોકલેટમાં ફેટનું પ્રમાણ ઓછું હોવાથી તે હાર્ટ માટે ખૂબ ઉપયોગી છે. હાર્ટના રોગોથી દૂર રાખે છે, પરંતુ દિવસના ૨ નંગ નાના પીસથી વધુ ચોકલેટ વજન વધારી શકે છે.

ગ્રીન ટી : ઉનાળા દરમિયાન ઠંડા પીણાં કે ચા-કોફીના બદલે ગ્રીન ટી પીઓ. ગ્રીન ટી આયુષ્ય અને સુંદરતા બંનેમાં વધારો કરે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ છે અને કેન્સર સામે રક્ષણ આપે છે.

લસણ : વાળ અને ત્વચાની સુંદરતા માટે દરરોજ ૧ કળી લસણનો ઉપયોગ કરો. તે લોહીને પાતળું રાખે છે. હાર્ટના રોગોને દૂર રાખે છે. વળી, ચામડીની સુંદરતામાં વધારો કરે છે.

આદું : શરીરના પાચક રસમાં આદું વધારો કરે છે. લોહીનું ભ્રમણ સુધારે છે. આદુંના સેવનથી ઓછી પડે છે અને ત્વચા સુંવાળી અને સુંદર થાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી