Posts

Showing posts from February, 2011

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રોમાંચક બનેલી ભારત-ઇંગ્લેન્ડ મેચમાં ટાઈ પડી

Image
- સચિન-સ્ટ્રાઉસની સદી એળે ગઈ એન્ડ્ર્યુ સ્ટ્રાઉસની કેપ્ટન્સ ઇનિંગ્સને કારણે અત્યંત રોમાંચક બનેલી ૨૦૧૧ના વર્લ્ડ કપની લીગ મેચ રવિવારે ટાઈમાં પરિણમી હતી. મેચમાં સચિન તેંડુલકરે (૧૨૦) તેની કારકિર્દીની વધુ એક યાદગાર ઇનિંગ્સ રમી હતી તો ઝહિર ખાને ભારત માટે મેચ જીવંત બનાવી દીધી હતી. ઝહિરે ઉપરાઉપરી બે બોલમાં સ્ટ્રાઉસ અને ઇયાન બેલની જામેલી જોડીને તોડીને ભારતને મેચમાં પરત ફરવામાં મદદ કરી હતી. બંને ટીમને એક-એક પોઇન્ટ મળ્યો હતો. અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખઆતે રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ૪૯.૫ ઓવરમાં ૩૩૮ રન નોંધાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડે ૫૦ ઓવરમાં આઠ વિકેટના ભોગે ૩૩૮ રન કર્યા હતા. ઓપનર એન્ડ્ર્યુ સ્ટ્રાઉસે ઇંગ્લેન્ડ માટે આક્રમક શરૂઆત કરી હતી. કેવિન પીટરસન સાથે દસ ઓવરમાં ૬૮ રન ઉમેર્યા બાદ તેણે ઇયાન બેલ સાથે મળીને ત્રીજી વિકેટ માટે જંગી ભાગીદારી નોંધાવી હતી. ભારતના લગભગ તમામ બોલર સામે સ્ટ્રાઉસે આસાનીથી બેટિંગ કરી હતી અને ૧૫૮ રન ફટકાર્યા હતા. ઇયાન બેલે ૬૯ રન ફટકાર્યા હતા જ્યારે ઝહિર ખાને ત્રણ મહત્વની વિકેટ ખેરવી હતી. બાંગ્લાદેશ સામેની મેચ જેવા જ મૂડમાં વીરેન્દ્ર સેહ

મહત્વાકાંક્ષાઓ પૂરી કરો, પણ આવી રીતે....

Image
મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે દરેક સ્ટેજ પર જઈ, દરેક પ્રકારના ફંડા અપનાવી લક્ષ્ય પ્રાપ્ત કરવો તે આજના યુગમાં બોધ બની ગયો છે. મહત્વાકાંક્ષી પોતાના માર્ગમાં સંવેદના, પોતાનાપણું અને સંબંધોને અડચણ અને બોઝ માને છે. બસ, મારું કામ થઈ જાય. પછી બીજાને ભલે સીડી બનાવવા પડે. મારું વિચારેલું, મારું કરવામાં આવેલ કામ પૂરું થવું જોઈએ. નવા યુગના આ વિચારોના તડકામાં સૂકાઈ રહેલી પોતાનાપણાની ચાદરનો આજે રંગ ઉડી ગયો છે. મહત્વાકાંક્ષાની યાત્રામાં ત્રણ વાતો પોતાની અંદર ચોક્કસપણે યાદ રાખવી જોઈએ. પહેલી વાત પોતાનાપણુ, જેનાથી આપણે એક-બીજાને સારી રીતે જાણી શકીએ અને પોતાની અચ્છાઈઓનો લાભ ઊઠાવી શકીએ છીએ. બીજીવાત પરિપક્વતા, અર્થાત મેચ્યોરીટીથી કરવામાં આવેલ મહત્વાકાંક્ષાની યાત્રામાં આપણે બીજાની સંવેદનાને સમજી શકીએ છીએ અને પોતાના હિત, બીજાના હિત વચ્ચે સંતુલન બનાવી શકી છીએ. ત્રીજીવાત નવાપણું. અર્થાત નવી પદ્ધતિઓ નવા જમાના સાથે ચાલો. પરિવર્તનને કેચ કરો અને પોતાની મહત્વાકાંક્ષામાં શોષણ, ષડયંત્ર. નીંદા, સ્વાર્થથી બચો. મહત્વાકાંક્ષાની રેસમાં જીતતા લોકો અંતે પોતે એકલા પડી જાય છે. બીજાની સંવેદના, ભાવના સાથે જોડાવા

ભગવાનની અનમોલ ભેટ છે જીવન

Image
  ભગવાને મા ણસ જીવનના રૂપમા આપણને અનમોલ ભેટ આપી છે. તો આનો ફાયદો ઉઠાવો, આને નુક્શાન ન પહોંચાડવુ. પ્રતિસ્પર્ધીબી દોડમા સૌથી મોટુ નુક્શાન એ થયુ છે કે આપણી યુવા પેઢીનુ આત્મ બળ નબળુ પડી ગયુ છે.પુસ્તકના જ્ઞાનની હોળીમા દોડી રહેલા ભોગ અધ્યાત્મથી દુર થઈ ગયા. અહીંથી જ સિલસિલો શરૂ થયો છે આપણા આત્મબળના પતનનુ. સાચો ત્યાગ ત્યારે થાય છે જ્યારે તમે તે જાણી લો છો કે આપણુ કાંઈ અ નથી અને જ્યારે આ ભાવથી છુટી જઈએ છીએ ત્યારે ત્યાગ ઘટે છે. લોકો સંસાર છોડવાની વાત કરે છે પણ અંદર જોવામા આવે તો સંસાર આપણો જ છે આપણે ક્યાં તેને છોડીશુ. આને સમજી જઈશુ તો સંસરમા રહેવાની મજા જ બદલાઈ જશે. ગૌતમ બુદ્ધે એક સરસ વાત કરી છે. જેમ ભમરો વગર નુક્શાન પહોંચાડે તેનો રસ લઈ લે છે આવી જ રીતે અમારા મુનિગણ ગામમા ભિક્ષાટન કરવુ. વાત ઘણી જ સારી છે. જેમ ભમરો નુક્શાન વગર રસ લઈને ચાલ્યો જાય છે તેવી જ રીતે આપણે જીંદગીને વગર કોઇ નુક્શાન જીવી લઈએ. આ અહીંસાનુ ઉદાહરણ છે. આપણે રસતો લઈ શકીએ છીએ પણ કોઇને નુક્શાન પહોંચાડવાનો કોઇ અધિકાર નથી. અહિંસાનો આવો ભાવ જીવનમા આવતાની સાથે જ અશાંતિ ચાલી ગઈ. બુદ્ધ સમજાવી રહ્યા છે કે જીવન આપણને જે પણ રસ આપે તેને
Image
  ઈચ્છે તો બધા જ છે, પણ આજે કેટલા લોકનું દામપત્ય જીવન ભવ્ય હોય છે? કોઈપણ પરિવાર, કોઈપણ ગૃહસ્થી ત્યારે જ શાંત, આનંદમય રહેશે જ્યારે તેના પરિવારમાં આપસી પ્રેમભાવ હોય. પ્રેમ તો એવી ક્ષિતિજ છે જેનાથી પરમાત્માની ઝલક જોવા મળે છે. એટલે પરિવારને પ્રેમ ઉપર ઊભો કરવો જોઈએ. પ્રેમ પરમાત્માની વ્યવસ્થા છે અને લગ્ન માણસનો પ્રબંધ છે. આપણે આપણા પ્રયત્નથી લગ્ન કરી લઈએ અને પછી પરિવારને પરમાત્માને સોપીએ તો પ્રેમનો જન્મ થાય છે. જે કુટુંબોમાં પ્રેમ ગાયબ થઈ ગયો હોય તે કુટુંબના માણસો વિકૃત, અધાર્મિક અને હિંસક બની જાય છે. એવા પરિવાર અધર્મ તથા અશાંતિનો અડ્ડો બની જાય છે. જ્યારે પરિવારમાંથી પ્રેમ ગાયબ થઈ જાય, ત્યારે આપણે જેને ગૃહસ્થી કહીએ છીએ, તેમાં સંઘર્ષ, કલેહ, દ્વેષ, ઇર્ષા અને ઉપદ્રવનો પ્રવેશ થઈ જાય છે. એટલે પરિવારના કેન્દ્રમાં પરમાત્મા હોવો જોઈએ. પરંતુ આજે કેન્દ્રમાં છે નિજી સ્વાર્થ, અહંકાર, હું મોટો, તૂ નાનો જેવા ભાવો. તેના પરિણામે એવું થઈ રહ્યું છે કે, પરિવારના સભ્યો પ્રેમના ભૂખ્યા રહી જાય છે અને જ

સફળતા જોઈએ છે? લક્ષ્ય ઉપર આ રીતે ફોકસ કરો...

જેમનું લક્ષ્ય સ્પષ્ટ હોય તે લોકો એ પણ જાણતા હોય છે કે તેમના આ લક્ષ્ય સુધી પહોંચવામાં કોણ-કોણ મદદ કરશે. બજારની દુનિયામાં વેપારીઓ ફોકસ ગ્રૂપને ટાર્ગેટ કરે છે. એવી જ રીતે અધ્યાત્મિક દુનિયામાં પણ સિદ્ધ-બુદ્ધ લોકોએ એવા જ પ્રયોગ કર્યા હતા અને આજે પણ કરે છે. રામ-કૃષ્ણ અવતારોથી લઈને મહાવીર, બુદ્ધ, મોહમ્મદ, ઈસા, નાનક સુધી બધાએ આવા જ પ્રયોગ કર્યા હતા. આ બધા અવતારોએ ચોક્કસ ફોકસ રાખ્યું, જે તેમના હેતુઓને પરિપૂર્ણ કરી શકતા હતા અને તેમના સહાયક બની શકતા હતા. માત્ર એક ઉદાહરણથી સમજીએ તો... પાંડવો જ કૃષ્ણના ભરોસે ન હતા. કૃષ્ણએ પણ પાંડવોને પોતાના લક્ષ્ય પૂર્તિ માટે પસંદ કર્યા હતા. આ સિદ્ધ પુરુષો એ વાત ઉપર ધ્યાન આપે છે કે તેમની પહેલા(ભૂતકાળમાં) થયેલા શ્રેષ્ઠ વ્યક્તિઓ અને શાસ્ત્રોએ કયાં ક્યાં સન્માર્ગ બતાવ્યા હતા, જે આજે તેમના ફોકસ ગ્રૂપના લોકો ચૂકી રહ્યા છે. અને પછી ફરીથી તેઓ પ્રયાસ કરે છે કે લોકોને શ્રેષ્ઠ જીવન પદ્ધતિનો લાભ મળે. પોતાના ફોકસ ગ્રૂપના લોકોને સિદ્ધ પુરુષ સંસ્કારિત પણ કરે છે. હવે તેની ઉપર વિચાર કરો કે દરેક યુગમાં એવા સિદ્ધ લોકો અવતરે છે, નામ, રૂપ, પરિવેશ અને પદ્ધતિ બદલીને. આજે પણ

પુરુષને ખરાં અર્થમાં, મર્દ બનાવતી 8 ખાસિયતો

Image
આપણે મોટાભાગે આપણી આસપાસ અનેક પુરુષોને જોઈએ છીએ જેમને પોતાની યોગ્યતા અને તાકાતની બળે સફળતા પ્રાપ્ત થઈ ન હોય. વ્યવહારિક રીતે તેના અનેક કારણ હોઈ શકે છે. જેમાં સ્થિતિ, સમય, સુવિધા અને પ્રયત્નો પણ મહત્વના હોય છે. પરંતુ ધર્મની દ્રષ્ટિએ આ બાબતે વિચાર કરીએ તો કોઈ પુરુષની પ્રગતિ અને સફળતામાં કેટલીક મહત્વની ખાસિયતો નિર્ણયક હોય છે. હિન્દુધર્મ ગ્રંથ મહાભારતમાં અનેક વીર અને અસાધારણ પુરુષ પાત્રો વિશે લખવામાં આવ્યું છે. આ મહાગ્રંથ પ્રમાણે પુરુષમાં કેટલાક ખાસ ગુણો હોય છે જે તેને હંમેશા સન્માન અને ઊંચા પદનો હક્કદાર બનાવે છે. જાણો આવા પુરુષના આઠ ગુણોને જે તેને ખરા અર્થમાં મર્દ બનાવે છે... બુદ્ધિઃ- બુદ્ધિમાની અર્થાત્ અકલમંદ પુરુષને કોઈપણ ખરાબ સમય કે સમસ્યાઓમાંથી બહાર આવીને સફળતા અને યશ આપનારી હોય છે. દમઃ- તાકત, હિંમત, જોશ અને ઉત્સાહ કોઈપણ લક્ષ્યને ભેદવામાં નિર્ણાયક હોય છે. કુલીન- પુરુષનું સારા કુળનું હોવું અને તેના સારાં સંસ્કાર, આચરણ, કર્મ અને વિચાર તેનું માન વધારે છે. જ્ઞાનીઃ- પુરુષનું જ્ઞાની અર્થાત્ શિક્ષિત અને જાણકાર હોવું, ખાસ કરીને શાસ્ત્રોની શિક્ષા તથા તેની વ્યવહારિક સમજ પુરુષને પ્રત

ન્યૂયોર્ક-ન્યૂજર્સીના ધોરણે રાજ્યના ૧૦ શહેર ટ્વીન સિટી બનશે

- અનાજના ઉત્પાદનમાં ઘટાડો: ફળો, શાકભાજી, ફુલમાં વધારો - ન્યૂયોર્ક-ન્યૂજર્સીના ધોરણે રાજ્યના ૧૦ શહેરો ટ્વીન સિટીમાં ફેરવાશે - ગુજરાતમાં વાહનોની સંખ્યા વધીને ૧.૨૨ કરોડ: ૫૬૦૦૦ કાર વધી ખેતીપ્રધાન ગુજરાતમાં અનાજ અને તેલિબીયાંનું ઉત્પાદન ઘટયું છે પણ કપાસ તેમજ બાગાયતમાં વધારો નોંધાયો છે. અનાજનું ઉત્પાદન અગાઉના વર્ષના ૬૩.૪૫ લાખ ટનની સામે ૫૬.૦૫ ટન થયું છે જે ૧૧.૬૬ ટકાનો ઘટાડો સૂચવે છે. એવી જ રીતે તેલિબીયાંના ઉત્પાદનના આંકડા અનુક્રમે ૩૯.૩૨ લાખ ટન અને ૩૦.૧૧ લાખ ટન રહ્યું છે. આ ક્ષેત્રમાં ૨૩.૪૫ ટકાનો ઘટાડો છે. ગુજરાતની સામાજીક અને આર્થિક સમીક્ષા-૨૦૧૦-૧૧ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કપાસના ઉત્પાદનમાં ખૂબ તેજી છે. અગાઉના વર્ષની ૭૦.૧૪ લાખ ગાંસડી સામે ૭૪.૦૧ લાખ ગાંસડી થયું છે. જો કે ચાલુ વર્ષમાં ગાંસડીની સંખ્યા ૧૦૦ લાખને વટાવી રહી છે. રાજ્યમાં બાગાયતી પાકોના ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. ૨૦૧૦-૧૧માં ફળોનું ૭૮.૪૦ લાખ ટન, શાકભાજીનું ૭૩.૫૯ લાખ ટન, મસાલા પાકોનું ૯.૫૧ લાખ ટન અને ફુલોનું ઉત્પાદન ૧.૦૦ લાખ ટન અંદાજવામાં આવ્યું છે જે અગાઉના વર્ષની સરખામણીએ ઘણું વધારે છે. તાજેતરમાં ભારત સરકારની રાષ્ટ્રીય

ગોધરા ટ્રેનકાંડ ષડયંત્ર હતું: ચૂકાદાથી ગુજરાત સરકારનું તારણ સાચું ઠર્યું

Image
-ગોધરા ટ્રેનકાંડનો ચૂકાદો, 31 દોષિત, 63 આરોપીઓ નિર્દોષ - ૯૮ આરોપીના ભાવિનો ૯ વર્ષે ફેંસલો થયો  -ચુકાદા પૂર્વે રાજ્યભરમાં પોલીસ સ્ટેન્ડ ટુ - સાબરમતી ટ્રેનકાંડમાં અયોધ્યાથી પરત આવતા કારસેવકો સહિત ૫૯ લોકો જીવતા ભૂંજાયા હતા ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના ગોધરા ગોઝારા હત્યાકાંડ કેસમાં વિશેષ અદાલતે આજે ૩૧ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા જ્યારે મુખ્ય આરોપી માનવામાં આવી રહેલા મૌલાના ઉમરજી સહિત ૬૩ને પુરાવાના અભાવે નિર્દોષ છોડવાનો આદેશ કર્યો હતો. જોકે આ લોકોને નિર્દોષ છોડવાના કોર્ટના નિર્ણયને પડકારવામાં આવશે તેમ સમગ્ર ગોધરાકાંડની તપાસ કરી રહેલી વિશેષ ટીમે (સિટ) જણાવ્યું હતું. અદાલતના આજના ચુકાદાના મિશ્ર પ્રત્યાઘાતો આવી રહ્યા છે. કસૂરવાર ઠરેલા આરોપીઓને સજાની સુનાવણી ૨૫ ફેબ્રુઆરીએ કરવામાં આવશે. અયોધ્યાથી પરત આવી રહેલા ૫૯ કાર સેવકોને ગોધરા રેલવે સ્ટેશને જીવતા સળગાવી દેવા પાછળ પૂર્વયોજિત કાવતરું હતું એ વાતનો સ્વીકાર કરીને વિશેષ અદાલતે હાજી બિલાલ અને રઝાક કુરકુર સહિત ૩૧ને કસૂરવાર ઠેરવ્યા છે. અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં આ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. વિશેષ અદાલતના જજ પી આર પટેલે વૈજ્ઞાનિક પુરાવા, સા

હાર્ટશેપની યુએસપી મેમરી કી કે ડાયમંડ માઉસ?

ફે શન સાથે કદમ મિલાવીને ચાલનારી યુવતીઓ ફકત કપડાં અને એસેસરી સુધી અટકી જતી નથી. જે ગેઝેટ અને ગિÍમોઝનો તે ઉપયોગ કરી રહી છે તેની પસંદગીની બાબતમાં પણ તે ખૂબ જ ધ્યાન રાખતી હોય છે. તેમના કેટલાક વચ્યુંઅલ અને ફિઝિકલ ગેઝેટ અંગે થોડું જાણીએ... સ્વારોસ્કી હાર્ટવેર યુએસબી મેમરી કી યુએસબી મેમરી કીને જો સુંદર અને આકર્ષક હાર્ટ શેપ આપી દેવામાં આવે તો તેને ખરીદવા તમે જરૂર પ્રેરાશો. સાથે જ તમે તમારી કોઈ મિત્રને પણ ગિફ્ટ આપી શકો છો. વર્કપ્લેસ પર તે શાનદાર સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની શકે છે. આ હાર્ટનો એક ભાગ સ્ટેઈનલેસ સ્ટીલનો છે જેમાં યુએસબી કનેકટર ફિટ કરેલું છે. તેનો બીજો ભાગ એસિમિટ્રિકલ કટના સિલ્વર શેડ ક્રિસ્ટલનો છે. તેની યુએસબી મેમરી સ્ટિક હાઈસ્પીડ છે અને તેની કેપેસિટી 1 જીબીની છે. તેમાં 250ગીત અને એક હજાર ફોટોનો સંગ્રહ કરી શકાય છે. એપલ ટેબલેટ આ આઈપેડનું વજન સૌથી ઓછું છે અને તેની જાડાઈ 13.4 મિમી છે. તેનો સ્ક્રીન 9.7 ઇંચનો છે. તમે તેનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકો છો. તેના આકારમાં આપવામાં આવેલો હલકો વળાંક તેને પકડવામાં સુવિધાજનક બનાવે છે. એપલના આ ટેબલેટમાં ન્યૂયોર્ક ટાઈમ્સ, વોગ અને જીકયુમાંથી કન્ટે

રેલવે ટિકિટ કન્ફર્મ થતા મળશે SMS

Image
  જો તમને રેલવેમાં સીટ બુક કરાવી છે અને તમને એ જાણ નથી કે કેટલું વેઈટિંગ ચાલી રહ્યું છેકે, ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છેકે, નહીં ? તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કેમકે, ભારતીય રેલવે દ્વારા એવી વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છેકે, જેનાથી કન્ફર્મેશન અંગેની માહિતી એસએમએસ મારફત મોબાઈલ પર જ મળી જશે.  -કન્ફર્મેશન અંગેની માહિતી એસએમએસ મારફત મોબાઈલ પર જ મળી જશે -સુવિધા મેળવવા માટે મુસાફરે તેનો મોબાઈલ નંબર આપવો પડશે -રેલવે વિભાગ દ્વારા હાઈ-પાવર એસએમએસ સર્વર લગાડવામાં આવી રહ્યાં છે સૂત્રોના કહેવા પ્રમાણે, આ સુવિધા ટૂંક સમયમાં લાગૂ થઈ જશે. આ સુવિધા મેળવવા માટે મુસાફરે તેનો મોબાઈલ નંબર આપવો પડશે. અત્યાર સુધી આ સુવિધા રેલવેની વેબસાઈટ પર કે રેલવેની હેલ્પલાઈન 139 પર મળતી હતી. હવે, એસએમએસ મળી જતા યાત્રિકો નિરાંતનો શ્વાસ લઈ શકશે. આ દિશામાં રેલવે દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે અને સિસ્ટમ્સને અપડેટ કરવામાં આવી

ભારતને વર્લ્ડકપ કોણ જીતાડશે: નસીબ કે જુસ્સો

Image
ક્રિકેટનો મહાકુંભ શરૂ થઈ ગયો છે. ક્રિકેટપ્રેમીઓમાં લગભગ દોઢ મહિના સુધી કોના માથે તાજ આવશે તેના સિવાય બીજી કોઈ ચર્ચા જોવા નહીં મળે. ભારતની આશાઓ ઘણી ઊંચી છે. આપણી ટીમ આ વખતે વિશ્વકપની દાવેદાર દેખાઈ રહી છે.મહેન્દ્રસિંહ ધોનીની ટીમે છેલ્લા એક વર્ષમાં જે રમત દેખાડી છે તેને પરિણામે ક્રિકેટની આ સૌથી મોટી ટૂનૉમેન્ટમાં ફેવરિટ હોવાનો ખિતાબ સ્વાભાવિક રીતે જ મળી ગયો છે. જોકે આટલી મોટી ટૂનૉમેન્ટમાં દરેક ભવિષ્યવાણી જોખમવાળી હોય છે, પરંતુ જ્યારે આપણી ટીમ ફોર્મમાં હોય, વાતાવરણ ઘરેલું અને ટૂનૉમેન્ટનું ફોર્મેટ ટીમને અનુકૂળ હોય તથા વિરોધી ટીમો સંઘર્ષ કરતી જોવા મળતી હોય ત્યારે આશાઓ આપમેળે જ વધી જાય છે. ભારતનો ઇન્તજાર ૨૮ વર્ષ લાંબો થઈ ગયો છે. આઠ વર્ષ પહેલાં ટીમ આ મંજિલથી ફક્ત એક ડગલું દૂર રહી ગઈ હતી. તે વખતે ફાઈનલમાં સામે પક્ષે ઓસ્ટ્રેલિયાની ટીમ હતી, જે અજેય દેખાતી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ આજે ભલે મજબૂત ગણાતી હોય પરંતુ તેનો પહેલાં જેવો ભય રહ્યો નથી. આમ તો દક્ષિણ આફ્રિકાની ટીમ પણ મજબૂત છે પરંતુ તણાવના સમયે તે ઘૂંટણ ટેકવી દે છે.ઇંગ્લેન્ડની ટીમ પહેલાં કરતાં થોડી શક્તિશાળી બની છે અને પાકિસ્તાનની ટીમ પણ ઉલટફેર

26/11ના ગુનેગાર કસાબને ફાંસીની સજા યથાવત

Image
> 26/11 મામલે આતંકી કસાબને ફાંસીની સજા યથાવત >બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપતાં નીચલી અદાલતનો ચુકાદો યથાવત રાખ્યો >9 માસ પહેલા મુંબઈની નીચલી અદાલતે કસાબને ફાંસી આપી હતી >આતંકીઓને મદદના કેસમાં ફહીમ અંસારી અને સબાઉદ્દીનને મુક્ત કરાયા >ફહીમ અંસારી અને સબાઉદ્દીન પર મુંબઈ હુમલામાં મદદ કરવાનો આરોપ હતો >નીચલી અદાલતે પણ બંનેને મુંબઈ હુમલાની મદદના આરોપમાંથી મુક્ત કર્યા હતા >મહારાષ્ટ્ર સરકારે તેમના વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી બોમ્બે હાઈકોર્ટે 26/11ના મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબની ફાંસીની સજા યથાવત રાખી છે. 9 માસ પહેલા તેને મુંબઈની વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટે મુંબઈ હુમલાનો દોષિત ઠેરવીને ફાંસીની સજા સંભળાવી હતી. ન્યાયમૂર્તિ રંજના દેસાઈ અને ન્યાયમૂર્તિ આર. વી. મોરેની ખંડપીઠે સોમવારે કસાબની ફાંસીની સજાને પુષ્ટિ આપી છે. તેની સાથે મુંબઈ હુમલામાં મદદના આરોપી બે ભારતીયોને મુક્ત કરવાના નીચલી અદાલતના ચુકાદાને પણ બોમ્બે હાઈકોર્ટે યથાવત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ હુમલામાં મદદના આરોપમાં સબાઉદ્દીન અને ફહીમ અંસારી નામના બે ભારતીયોને આરોપી બનાવવા

ગર્લફ્રેન્ડ હો તો એસી!

Image
સ્ત્રીઓ હંમેશા વાતો કરતી હોય છે કે તેમને કેવો પુરુષ ગમે અથવા તેમનો પ્રેમી શું કરે તો તેમને ગમે. મોટાભાગે તેઓ નથી વિચારતી કે પુરુષોને કેવી પ્રેમિકા ગમે છે. તેનામાં એવા ક્યા ખાસ ગુણ હોવા જોઈએ જે તેમને પ્રેમિકા સાથે બાંધી રાખે. અમે પ્રયાસ કર્યો જાણવાનો કે આખરે પુરુષોને કેવી પ્રેમિકા કે ગર્લફ્રેન્ડ ગમે છે. તો અમને જાણવા મળી અમુક ખાસ વાતો. આ 10 વાતો તમને જણાવશે કે પુરુષોને કેવી પ્રેમિકા ગમે છે. 1. પ્રેમીને ગમતી વાતોમાં રસ ધરાવતી હોવી જોઈએ: ભલે તેની મનપસંદ ગેમ હોય કે પછી તેનું કામ, સમયાંતરે પ્રેમીને આ વિષય વિશે પૂછતા રહો, તેને ગમશે. 2. રમૂજી સ્વભાવની હોવી જોઈએ: જેમ તમે ઈચ્છો છો કો તમારો પ્રેમી રમૂજી સ્વભાવનો હોવો જોઈએ, બસ તેવી જ રીતે પુરુષોને પણ રમૂજી સ્વભાવ ધરાવતી સ્ત્રીઓ ગમે છે. 3. તેની પોતાની લાઈફ હોવી જોઈએ: પ્રેમીના પ્રેમમાં પાગલ હોવું તે ઘણી સારી વાત છે પણ તમે કરવા જતા પોતાની અંગત જીવન, શોખ આદતો વગેરે ભૂલાવી ન દેશો. એક સ્વતંત્ર જીવન જીવતી સ્ત્રીઓ પુરુષોને બહુ જ ગમે છે. 4. વાતે વાતે રડતી ન હોવી જોઈએ: રડવાથી તમે અશક્ત લાગો છો. કોઈ પણ મુદ્દાને વાતચીતથી ઉકેલી શકાય ત્યા

બિગ બી દીકરીને યાદ કરીને લાગણીશીલ બની ગયા...!

Image
- બિગ બીએ પોતાની પુત્રી શ્વેતા નંદાને યાદ કરી - બિગ બીને ખ્યાલ જ ના રહ્યો કે, તેમની પુત્રી ક્યારેય મોટી થઈ ગઈ બુધવાર રાત્રે 11.32 વાગે અમિતાભ બચ્ચને પોતાનો બ્લોગ અપડેટ કર્યો છે. હાલમાં તેઓ ભોપાલમાં ફિલ્મ આરક્ષણનું શુટિંગ કરી રહ્યા છે. ભોપાલમાં વરસાદ પડ્યો હતો અને આ વાતનો ઉલ્લેખ બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યું છે. ઈદની શુભકામના આપતી વખતે બિગ બી ભાવુક થઈ ગયા હતા. તેમણે 16 ફેબ્રુઆરી 1994માં પોતાની પુત્રી શ્વેતા નંદાના લગ્નની વાત પણ કરી હતી. બોલિવૂડ શહેનશાહે કહ્યું હતું કે, તેમણે ખ્યાલ જ ના આવ્યો કે, ખોળામાં રમતી તેમની દીકરી ક્યારે લગ્નલાયક થઈ ગઈ અને તે બે સંતાનોની માતા બની ગઈ. શ્વેતાને યાદ કરતાં બિગ બીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ દીકરીઓના નામે છે. એક બાજુ શ્વેતા છે અને બીજી બાજુ ફિલ્મ આરક્ષણમાં મારી પુત્રી પૂર્વી(દીપિકા પાદુકોણ) છે. શુટિંગ અંગે બિગ બીએ જણાવ્યું હતું કે, હવેના ફિલ્મી સીન ગંભીર છે અને તમામ પાત્રો પોતાના અભિનયથી ફિલ્મમાં જીવ રેડી રહ્યા છે. અમે તો ફક્ત દિગ્દર્શકની આજ્ઞાનું પાલન જ કરીએ છીએ. હું વિચારૂં છું કે, કાશ હું ફરીથી ફિલ્મના દ્રશ્યોનું શુટિંગ કરી

સૂર્ય પર થયો મહા વિસ્ફોટ,પૃથ્વી પર થઈ શકે છે અંધારું

Image
>>સૌર વિસ્ફોટને કારણે ચીનના અમુક ભાગમાં રેડિયો સેવા પ્રભાવિત થઈ >>સૌર વિકિરણો 900 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યા છે >>આગામી દિવસોમાં ઈલેક્ટ્રિક પાવર ગ્રીડ અને સેટેલાઈટ સેવા પ્રભાવિત થઈ શકે અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાનું કહેવું છે કે સૂર્યમાં થયેલા શક્તિશાળી સૌર વિસ્ફોટને કારણે ચીનમાં રેડિયો સંચાર સેવા પ્રભાવિત થયા બાદ આગામી થોડા દિવસોમાં ઈલેક્ટ્રિક પાવર ગ્રીડ અને સેટેલાઈટ સેવા પ્રભાવિત થઈ શકે છે. નાસાના સોલાર ડાયનામિક્સ ઓબ્ઝર્વેટરીના જણાવ્યા પ્રમાણે સૂર્યના દક્ષિણ ગોળાર્ધમાં ચાર વર્ષમાં સૌથી મોટો જુપિટર આકારના ધબ્બા જોવામાં આવ્યા છે. પ્રકાશની સાથે ભારે માત્રામાં સૌર વિકિરણો જોવા મળ્યા છે, જે પૃથ્વી તરફ 900 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધી રહ્યા છે. અમેરિકન નેશનલ સ્પેસ વેધર પ્રેડિક્શનનું માનવું છે કે આ તોફાન પહેલાની ખામોશી છે. હજી સુધી ત્રણ સૌર વિસ્ફોટથી 13, 14 અને 15 ફેબ્રુઆરીના રોજ રેડિયો સેવા બાધિત થઈ છે. જે થોડા સમય સુધી ચાલુ રહી શકે છે. આના કારણે વાયુ, શોર્ટ વેવ પ્રસારણ ઉપરાંત નેવિગેશન જેવી જીપીએસ સિસ્ટમ પણ પ્રભાવિત થઈ શક

હવે અમદાવાદમાં સસ્તા મકાનો મળશે

Image
પીપીપી મોડલના નેજા હેઠળ સસ્તા મકાનો બનાવા માટે પ્રપોઝલ તૈયાર કરી. અમદાવાદમાં જમીન-મકાનના ભાવ જેટ ગતિએ વધી રહ્યા છે.ત્યારે શહેરમાં મધ્યમ વર્ગના લોકો ઘર ખરીદી શકે તેટલા સસ્તા દરના રહ્યા જ નથી. આવા સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) મધ્યમ વર્ગના લોકોને પરવડે તે પ્રકારના સ્સતા મકાનની યોજના લઇને આવવાનું વિચારી રહ્યું છે. સસ્તા મકાનની યોજના માટે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ એક પ્રપોઝલ તૈયાર કરી દીધી છે. આ પ્રપોઝલ 20મી ફેબ્રુઆરી, 2011ના રોજ બજેટની મીટિંગમાં સ્વીકાર્ય થાય તેવી શક્યતા છે. - એએમસીની ખાલી પડેલ જગ્યામાં રહેણાંકના હેતુથી હાઉસિંગ પ્રોજેક્ટની પ્રપોઝલ તૈયાર કરી છે. - અમદાવાદમાં પ્લોટોની અછતના લીધે રિઅલ એસ્ટેટ ડેવલપર્સ પ્રોપર્ટીના મોં માંગ્યા ભાવ લે છે. સ્ટેનિંડગ કમિટીના સભ્યોએ જણાવ્યું કે પ્રોપર્ટીના ભાવમાં ભડકો બોલાઇ રહ્યો છે, ત્યારે મધ્યમ વર્ગના લોકો અમદાવાદમાં મકાન ખરીદી શકે તેવી સ્થિતિ રહી નથી. આથી કમિટીએ એએમસીની ખાલી પડેલ જગ્યામાં રહેણાંકના હેતુથી હાઉસિંગ પ્રોજેક્ટની પ્રપોઝલ તૈયાર કરી છે. આ હાઉસિંગ પ્રોજેક્ટનો વિકાસ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડલ

હા, હા, હા.. સારા પ્રેમી ખુલીને હસે છે..!!!

Image
કહેવાય છે કે હાસ્ય મનુષ્ય હોવાની સાબિતી કે પ્રમાણ છે. બધા મનુષ્યોની હંસવાની એક પદ્ધતિ હોય છે બધા જુદું-જુદું હંસતા હોય છે. હંસવાની પદ્ધતિથી પણ મનુષ્યના સ્વભાવ વિશે ઘણી જાણકારી મેળવી શકાય છે. શરીરલક્ષણ વિજ્ઞાન પ્રમાણે જોઈએ તો.... -ખુલીને હંસનાર લોકો સહનશીલ, ઉદાર, બધાનું સારું વિચારનાર, વિચારવાન તથા ભણવા-લખવામાં આગળ હોય છે. એવા લોકો નિષ્કપટ હોય છે અને સારા પ્રેમી હોય છે. -અટ્હાસની સાથે ઊંચા સ્વરમાં હંસતા લોકો સ્વાભિમાની, વિશ્વાસી, પુરુષાર્થ પ્રેમી તથા સફળ વ્યક્તિત્વવાળા હોય છે. પરંતુ જો એવા હાસ્ય સાથે ચહેરો વ્યંગ્યપૂર્ણ હોય તો એવા લોકો અહંકારી પણ હોય છે. -ઘોડાની જેમ હિનહિનાઈને હંસતા લોકો ધૂર્ત, અહંકારી, કપટી અને બદમાશ હોય છે. -રોકાઈ-રોકાઈને હંસનાર કે એક જ વિષાય ઉપર થોડી થોડી વારે હંસતા લોકોની માનસિક શક્તિ નબળી હોય છે. એટલે આવા લોકો બુદ્ધિહીન, અવિવેકી પ્રવૃત્તિવાળા તથા મૂર્ખ હોય છે. -જે લોકોનું હાસ્ય શાંત હોય તેઓ પોતાના મનની પ્રસન્નતાને વ્યક્ત કરે છે તથા ગંભીર, ધૈર્યવાન, શાંતિપ્રિય, વિશ્વાસી, જ્ઞાની તથા સ્થિર પ્રવૃત્તિવાળા હોય છે.

ભૂલથી પણ આ 5 લોકોને ડેટ ન કરતા!

Image
ઘણી વાર પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ જતી હોય છે જ્યારે ઓફિસમાં તમે મજાક મજાકમાં કોઈની સાથે સાચે જ રોમાન્સ કરવા લાગો અને ખાસ કરીને ક્યા વ્યક્તિ સાથે રોમાન્સ કરો છો તે વાત બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ન્યૂ વોલ્ટ.કોમ દ્વારા કરાયેલા 2000 લોકોના સર્વેમાં જાણવા મળ્યુ હતું કે 59 ટકા લોકો જે ઓફિસના અન્ય સહકર્મચારીઓ સાથે રોમાન્સ કરતા હતા અથવા સંબંધ ધરાવતા હતા, તેમાંથી 30 ટકા લોકોના અંગત અને વ્યાવસાયિક સંબંધો પર અસર પડી છે. આ રહી એક યાદી જે જણાવશે કે ક્યા 5 પ્રકારના લોકો સાથે ઓફિસમાં ક્યારેય રોમાન્ટિક સંબંધો ન બાંધવા. 1. ટ્રેઈની કે ઈન્ટર્ન: જો તમારા ઓફિસમાં તમારી નીચે કામ કરનાર કોઈ ટ્રેઈની, ઈન્ટર્ન કે આસિસટન્ટ હોય તો તેની સાથે ક્યારેય સંબંધો ન બાંધતા કારણ કે આમ કરવાથી તમારા સહકર્મચારીઓ અને ટ્રેઈનીમાં ફેવરિટિઝમની ભાવનાઓ પેદા થશે. 2. આઈટી સ્ટાફ મેમ્બર: તમારું કમ્પ્યુટર ખરાબ થાય અને તમારી આખરે આઈટી મેમ્બરની મદદની જરૂર પડે તો તમે તેને ચોક્કસ બોલાવી શકો છો પણ કમ્પ્યૂટર બંધ ચાલુ કરવા માટે કે નાની વાતે જો તમે તમારા આઈટી હેલ્પરને બોલાવશો તો તો બધાને ખબર પડી જ જશે કે આજકાલ તમારે ટેકન

સ્ટીવ જોબ્સ આખરી શ્વાસ લઇ રહ્યા છે?

Image
આઇફોન, આઇપેડના જનક સપ્તાહના જ મહેમાન હોવાના અહેવાલ. આઇફોન બનાવનાર અમેરિકાની કંપની એપ્પલના સંસ્થાપક સ્ટીવ જોબ્સની જિંદગી ખતરામાં છે. લંડનના એક અખબારે આ આશયના સમાચાર છાપ્યા છે. બ્રિટિશ ટેબલોય નેશનલ એનક્વાયરના મતે પેનક્રિયાસ કૈન્સરથી ઝઝૂમી રહેલા જોબ્સ હવે ફકત છ સપ્તાહના મહેમાન છે. તેમણે પહેલાં પેનક્રિયાસ કેન્સરને માત આપી હતી અને સ્વસ્થ થઇને પરત આવ્યા હતા. પરંતુ હવે સ્થિતિ દિવસે દિવસે વધુ કથળતી જાય છે. નેશનલ એનક્વાયરે જોબ્સની તસવીર છાપી છે, જેના પરથી તે બહુ દૂબળા પાતળા નજર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનું કારણ 175 પાઉન્ડથી 130 પાઉન્ડ થઇ ગયું છે. તેમની હાઇટ (6ફૂટ 5 ઇંચ) પ્રમાણે તે ઘણું ઓછું છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્સરથી બચવા માટે તેમની કીમોથેરાપી થઇ રહી છે. આતી તેમના વાળ ખરી રહ્યા છે અને તેઓ પાતલા થઇ ગયા છે. ચિત્રમાં તે બીમાર દેખાઇ રહ્યા છે. સ્ટીવ જોબ્સનો ઇલાજ કેલિફોર્નિયાના સ્ટેનફોર્ડ કેન્સર સેન્ટરથી થઇ રહ્યો છે. લંડનના અખબાર ડેલી મેલે એખ ડોકટરના હવાલેથી લખ્યું છે કે તેમની પાસે હવે વધુ છ સપ્તાહનો જ સમય છે.

હવે સ્માર્ટફોન મોબાઇલ માત્ર રૂ. 1100માં મળશે

Image
સ્માર્ટફોન ખરીદવા માટે હવે તમારે ભારે ભરખમ રકમ ખર્ચવાની કશી જ જરૂર નહીં પડે. સ્માર્ટફોન માટે ઑપરેટિંગ સિસ્ટમ તૈયાર કરનારી એક જાણીતી મોબાઇલ કંપની સ્માર્ટફોને હવે એક એવી ઑપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી છે. તેના દ્વારા સ્માર્ટફોનની કિંમત ઘટીને 25 ડૉલર એટલે કે 1125 રૂપિયા થઈ જશે. પોતાના નવા ઑપરેટિંગ સિસ્ટમને કંપનીએ નામ આપ્યુ છે સ્માર્ટફોન 3.0 વર્ઝન. કંપની તરફથી આપવામાં આવેલી જાણકારીમાં સ્પષ્ટરીતે જણાવાયું છે કે જો કોઈ કંપની આ પ્લેટફોર્મ ઉપર સ્માર્ટફોન બનાવે છે તો તેની કિંમત માત્ર 25 ડૉલરથી 75 ડૉલર સુધી રહીં જશે. પોતાના આ નવા ઑપરેટિંગ સિસ્ટમ વીશે જાણકારી આપતા સ્માર્ટફોન કંપનીના સીઈઓ એગિલ ક્વાલીબર્ગે કહ્યું હતુ કે વિશ્વમાં આજે પણ એવા કરોડો લોકો છે જે સ્માર્ટફોનની ઉંચી કિંમતના પરિણામે તેને ખરીદી નથી શકતા. આ જ કારણ છે કે હવે તેમની કંપની આ ખાસ ઑપરેટિંગ સિસ્ટમને તૈયાર કરી લીધો છે. તેમને આશા છે કે હવે સ્માર્ટફોન દરેક વ્યક્તી સુધી પહોંચી શકશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ મોબાઇલ ફોન બનાવનારી કેટલીક ભારતીય કંપનીઓએ પણ તેવી જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં બજારમાં 2 હજાર રૂપિયાની આસપ

વર્લ્ડકપ ઉદ્ઘાટન સમારંભમાં રિક્ષામાં આવશે ધોની

Image
વર્લ્ડકપ 2011ના ઉદ્ઘાટન સમારંભમાં સામાન્ય જનતાની સવારી એવી રિક્ષા તમામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. વર્લ્ડકપમાં ભાગ લઈ રહેલા તમામ દેશોના સુકાનીઓ રિક્ષામાં સવાર થઈ બંગબંધુ સ્ટેડિયમમાં પ્રવેશ કરશે. બાંગ્લાદેશમાં આ ટૂર્નામેન્ટના નિર્દેશક અલી અહસાન બાબુએ જણાવ્યું છે કે રિક્ષા અમારા પારમ્પરિક પરિવહનનું સાધન છે. આ બાંગ્લાદેશની ધરોહરનો એક ભાગ છે. માટે અમે તેને મહેમાનો સમક્ષ પ્રસ્તુત કરવા ઈચ્છતા હતા. તમામ 14 દેશોના સુકાની રિક્ષામાં સવાર થઈને સ્ટેડિયમમાં હાજર થશે. બાબૂએ કહ્યું છે કે અમારા અહિંયા રિક્ષાની ઓળખ તેના રંગોની વિવિધતા છે. અમે મહેમાનો સમક્ષ કલાત્મક રૂપ ધરાવતી રિક્ષાઓ પ્રસ્તુત કરીશું. લાઈટની સારી વ્યવસ્થા કરવામાં આવી છે તેથી સ્ટેડિયમના પ્રત્યેક ખૂણામાં તે સારી રીતે જોવા મળશે. તેમણે જણાવ્યું છે કે ઉદ્ઘાટન સમારંભના પાંચ ભાગમાં રિક્ષાનું પ્રદર્શન પ્રથમ વખત કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારંભમાં વર્લ્ડકપની યજમાની કરી રહેલા ત્રણ દેશો ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશની સંસ્કૃતિની ઝલક જોવા મળશે. સમારંભમાં ભારતીય ગાયક શંકાર, અહેસાન, લોય પોતાના સુમધુર અવાજમાં લોકોનું મનોરંજન કરશ

વિશ્વકપમાં જોખમી નિવડેલી પાંચ ભૂલો

Image
વિશ્વકપ શરૂ થવાને હવે માત્ર ત્રણ દિવસની જ વાર છે. દરેક દેશની ટીમોએ વિશ્વકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે આકરી મહેનત કરી છે. તેમણે કરેલી મહેનત કેવી રંગ લાવે છે તે તો વિશ્વકપની શરુઆત થયા બાદ જ માલુમ પડશે. પરંતુ વિશ્વકપ દરમિયાન કેટલીક વખત મુર્ખામી ભરેલા પગલા ટીમના ખેલાડી કે પછી સુકાની દ્વારા લેવામાં આવતાં હોય છે. અહિંયા એવા જ કેટલાક મુર્ખામી અને ભૂલ ભરેલા પગલાં અંગે જણાવવામાં આવ્યું છે. માઇક ગેટિંગે ફટકારેલી રિવર્સ સ્વિપ 1987ના વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમ દ્વારા આયોજનબદ્ધ રીતનો ખેલ દર્શાવવામાં આવ્યો હતો. એક સમયે સ્થિતિ પણ એવી નિર્માણ થઇ હતી કે ઇંગ્લેન્ડ મેચ જીતી જશે તેમ લાગતું હતું. પરંતુ તે સમયે ખરા અર્થમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા માઇક ગેટિંગે એક મુર્ખામી ભરેલી રિવર્સ સ્વિપ ફટકારવા જતાં વિકેટ કીપરના હાથમાં તે ઝલાઇ ગયો હતો અને ઓસ્ટ્રેલિયા 1987ના વિશ્વકપન

મનમોહન સિંહને પણ જોઈએ છે વર્લ્ડકપ

Image
વડાપ્રધાન મનમોહન સિંહે બુધવારે આશા વ્યક્ત કરી છે કે ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ જીતવામાં સફળ રહેશે. સમાચાર ચેનલોના પત્રકારો સાથેની વાતચીતમાં વડાપ્રધાને કહ્યું છે કે મારી શુભકામનાઓ દેશના તમામ નાગરિકો સાથે છે. ભારતે વર્લ્ડકપ જીતવો જોઈએ. જ્યારે મનમોહન સિંહને પૂછવામાં આવ્યું કે તમારો પસંદગીનો ખેલાડી કોણ છે તો તેના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું કે મારા કેટલાક પસંદગીના ખેલાડીઓ છે પરંતુ હું તેમનું નામ નહીં લઉ. ઉલ્લેખનીય છે કે આ વખતે વર્લ્ડકપ ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશની સંયુક્ત યજમાનીમાં યોજાવાનો છે. 19 ફેબ્રુઆરીના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચથી વર્લ્ડકપની શરૂઆત થશે.

જમીન પર બેસીની જમવાની પરંપરા કેમ શરૂ થઈ?

Image
ભારતમાં પ્રાચીન કાળથી જ જમીન પર બેસીને જમવાની પરંપરા હતી. પરંતુ આજે પાશ્ચાત્ય સંસ્કૃતિના વધતા જતા આક્રમણથી આજે ડાયનિંગ ટેબલ ઉપર જમવાની સંસ્કૃતિ આપણે ત્યાં ટ્રેન્ડમાં વણાઈ ગઈ છે. આપણા પૂર્વજો જે પરંપરા બનાવી હતી તેની પાછળ કેટલીક ઊંડી વિચારસરણી અને કારણો પણ હતા. એટલે જમીન ઉપર સુખાસનમાં બેસીને જમવાની પરંપરા બનાવવામાં આવી. જમીન ઉપર સુખાસન અવસ્થામાં બેસીને ખાવાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી લાભ પ્રાપ્ત કરી શરીરને ઊર્જાવાન અને સ્ફૂર્તિવાન બનાવી શકાય છે. જમીન ઉપર બેસી જમતી વખતે આપણે એક ખાસ યોગાસનની અવસ્થામાં બેસીએ છીએ. જેને સુખાસન કહેવામાં આવે છે. સુખાસન પધ્માસનનું જ એક રૂપ છે. સુખાસનથી શરીરને લગતા એ બધા જ લાભ પ્રાપ્ત કરી શકાય છે જે પધ્માસનથી મેળવી શકાય છે. -નીચે બેસીને આપણે સારી રીતે જમવાનું જમી શકીએ છીએ. -આ આસનથી મનની એકાગ્રતા વધે છે. -આ પ્રકારે જમીન પર બેસીને જમવાથી ઓબેસિટી, અપચો, એસીડીટી વગેરે જેવા પેટને લગતા રોગોમાં રાહત મળે છે. -સુખાસનથી આખા શરીરમાં રક્તસંચાર સમાન રીતે શરૂ થાય છે. જેનાથી શરીર વધુ ઊર્જાવાન બને છે. -આ આસનથી માનસિક તણાવ ઓછો થાય છે અને મનમાં હકારાત્મક વિ

સોરી, હું લેસ્બિયન છું!

Image
અમે જાણીએ છીએ કે તમે બહું સુંદર અને સેક્સી છો. આ વાત ઘણા લોકો સ્વીકારે છે અને માટે જ તમને પોતાની ડેટ બનાવવા માટે તમારી આગળ પાછળ ફરતા હશે. ખાસ કરીને વેલેન્ટાઈન ડે ના દિવસે તમને સેક્સી ડ્રેસમાં જોયા પછી તો આવા લટ્ટુઓની સંખ્યા વધી ગઈ હશે. આમ તો મોટાભાગની છોકરીઓને ગમતું હોય છે તેમની પાછળ છોકરાઓની લાંબી લાઈન લાગે પણ ઘણી વાર તેઓ પણ કંટાળી જતી હોય છે આવા લટ્ટુઓથી પીછો છોડાવી છોડાવીને. રાહમાં મળી જતા રોમિયોને કયુ બહાનુ બતાડવું તે ન સમજાતું હોય તો ચિંતા ન કરો. અમે તમને સૂચવીએ છીએ અમુક ખાસ ઉપાયો. 1. તેને મેસેજ મોકલો: તેને સ્પષ્ટ વાત જણાવતો મેસેજ મોકલો કે તે તમાકી ચૂપીનો ખોટો અર્થ નિકાળી રહ્યો છે. તેની સાથે સંબંધ બાંધવામાં કોઈ જ ઈચ્છા નથી. જો તમે પહેલાથી કોઈ સંબંધમાં હોવ તો તેની હકીકત પણ તેને જણાવો કે તમે પહેલેથી જ કોઈ અન્યને પ્રેમ કરો છો. 2. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે: જો તમારા સીધા અને સ્પષ્ટ મેસેજની તેના પર કોઈ અસર ન થાય તો સમય છે તેને થોડી મજા ચખાડવાનો. તેની સાથે ગુસ્સાથી વાત કરો અને તેનું અપમાન કરો. આમ કરવાથી તેને ગુસ્સો આવશે અને તેના અહંકારને ઠેસ લાગશે. 3. તેની

‘રામ’ હોય ત્યાં ‘લક્ષ્મણ’ની ઉપેક્ષા થાય જ?

રોમ હોવું એટલે કોઇપણ ક્ષેત્રમાં ‘હીરો’ને સ્થાને હોવું, અને ‘મલ્ટિ સ્ટેરર’ ફિલ્મોમાં પણ જેમ મુખ્ય હીરો તો એક જ હોય છે, એમ કોઇ પણ ક્ષેત્રની વાત કરીએ ત્યાં એકાધિક સ્ટાર હોવા છતાં ‘મેઇન રોલ’ તો એકના નસીબે અને શિરે જાય છે. આઝાદીના સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઇથી માંડી સરદાર વલ્લભભાઇ જેવા સ્ટારની ફૌજ છે છતાં હીરો તો ગાંધીજી છે અને રહેવાના છે. જેમ રામાયણમાં રામની સાથે સતત રહેવા છતાં લક્ષ્મણ ‘લક્ષ્મણ’ છે એમ જ ભારતીય ક્રિકેટમાં ભારતને એક કરતાં વધુ વખતે વિકટ પરિસ્થિતિઓમાં ટેસ્ટ મેચ જીતાડવા છતાં વી.વી.એસ. લક્ષ્મણે ‘લક્ષ્મણ’ બનીને જ રહેવાનું હોય છે. હિયર ‘રામ’ ઇઝ ‘સચિન’. યુ મે કોલ ધીસ અ પાવર ઓફ વન ઓર બ્લાઇન્ડ હીરોવિર્શપ, પણ આ હકીકત નજર અંદાજ થઇ શકે એમ નથી. ફિલ્મી પ્લેબેક સિંગગની વાત આવે એટલે લતા મંગેશકર છવાઇ જાય છે. કહેવાનો અર્થ એ તો નથી જ કે આ બધા ‘રામ’ અયોગ્ય રીતે રામ બની બેઠા છે! ધે હેવ ગિવન ધેર લાઇફ! પાબ્લો પિકાસો એકવાર ગલીઓમાં આંટા મારતો હતો અને એક સુંદર સ્ત્રીએ એને રોકીને કહ્યું, તમે આટલા મોટા ગજાના ચિત્રકાર છો તો શું મારો સ્કેચ અબઘડી બનાવી શકો? પિકાસોએ ગણતરીને સેકન્ડોમાં એ સ્ત

બસ, આટલું સમજો તો તમે સુખી છો, બોસ!

Image
બે સરખા સુખી જણાતા માણસો પણ એક સરખું સુખ અનુભવતા જોવાતા નથી. આ તફાવત જ માણસને મળતા સુખનો તફાવત છે. સુખનો અનુભવ એટલે શું? આવો પ્રશ્ન એક મિત્રએ પૂછ્યો. આવા પેચીદા પ્રશ્નનો જવાબ શું આપવો તેની મૂંઝવણ થઇ. કારણ કે સુખનાં કારણો જુદા જુદા હોઇ શકે પરંતુ સુખની અનુભૂતિ તો લગભગ એક જ સરખી હોય છે. વળી, સુખની વ્યાખ્યા દરેક ઉંમરે જુદી જુદી હોઇ શકે. આ સંદર્ભમાં (ઓશો) રજનીશજીની એક વ્યાખ્યા બહુ સરસ છે. તેમણે કહેલું કે બાવીસ વર્ષની ઉંમરે તમારી મનગમતી છોકરીના પંજાબી ડ્રેસના દુપટ્ટાનો છેડો તમને સ્પર્શી જાય તે સુખ છે. તે જ કન્યા તમારી પત્ની બને પછી બાવન વર્ષની ઉંમરે તમે તેને એમ કહો વાહ, આજે તે ભજિયાં બહુ સરસ બનાવ્યાં છે પણ એક પ્રકારનું સુખ છે અને બોંતેર વર્ષની ઉંમરે તમે તમારી એ જ પત્નીને એમ કહો કે આજે પેટ બહુ જ સરસ રીતે સાફ આવ્યું હોં! આ પણ સુખનો જ એક અનુભવ છે. ઓશોની વ્યાખ્યામાં આખાય જીવનમાં ક્રમશ: આવતાં દરેક સુખની વ્યાખ્યા આવી જાય છે. સુખ એ અંદરથી આવતી વાત છે અને તેને ઝીલતા શીખવું જોઇએ, કારણ કે ઘણીવાર માણસ પાસે સુખ હોવા છતાં એ ઝીલવાની અણઆવડતના કારણે તે પ્રાપ્ત નથી થતું. પોતે સુખી જ છે ત

કેવી રીતે ઉજવશો ખર્ચા વગરનો વેલેન્ટાઈન ડે?

Image
આજના દિવસે ઘણા પ્રેમીઓ મોંઘી હોટલમાં ડિનર માટે જાય, કોકટેલ પાર્ટીનું આયોજન કરે અથવા તો રજાઓ ગાળવા માટે જાય. પણ બની શકે કે આ વેલેન્ટાઈન ડેના દિવસે તમારી પાસે એટલુ બજેટ નથી કે તમે તમારી પ્રેમિકાને કોઈ આવી મોંઘી જગ્યાએ લઈ જઈ શકો. તો ચિંતા કરવાની જરૂર નથી. આ રહ્યા અમુક ખર્ચો કર્યા વગર વેલેન્ટાઈન ડે ઉજવવાના ઉપાયો - પ્રેમ તમારા હૃદયમાં હોવો જોઈએ. કોઈને ખુશ કરવાનો સૌથી સારો રસ્તો છે તમારી પ્રેમિકાને જણાવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. સવારમાં જાગીને તેના માટે ખાસ બ્રેકફાસ્ટ બનાવીને તેને જણાવો કે તમે તેની કેટલી કાળજી લો છો. - તેના ડ્રેસિંગ ટેબલ પર, તેની કારની સીટ પર, તેના પર્સમાં દરેક જગ્યાએ તેના માટે એક નોટ મૂકો, જેમાં લખો આઈ લવ યૂ. આમ કરવાથી તે ખરેખર ખુશ થઈ જશે અને તેના ચહેરા પર સ્મિત પણ આવશે. - તેના સાંભળવા ગમતા રેડિયો સ્ટેશન પર ફોન કરીને તેના માટે તેને ગમતું કોઈ ખાસ ગીત વગાડાવો. આમ કરવાથી તે તમારી પૂરી દુનિયા સામે પોતાનો પ્રેમ સ્વીકાર કરવાની હિંમત જોઈને ખરેખર તમને વધુ પ્રેમ કરવા લાગશે અને તેને પેલી મોંઘીદાટ ગિફ્ટનો વિચાર પણ નહીં આવે. - આજે સાંજે તેના કરતા વહેલા ઘરે

શેરબજારમાં આજનો દિવસ રહ્યો 'હેપ્પી વેલેન્ટાઇન'

મજબૂત વૈશ્વિક સંકેતો અને મોંઘવારી દરમાં ઘટાડો થવાના સારા સમાચારથી ભારતીય શેર બજારના પ્રમુખ સૂચકાંકોમાં આજે જબર્દસ્ત તેજી જોવા મળી છે. સેન્સેક્સે 18,000ની મનોવૈજ્ઞાનિક સપાટીને ફરી પાર કરી લીધી છે. નિફ્ટીએ પણ તેની 5,400ની મનોવૈજ્ઞાનિક સપાટી કુદાવી લીધી છે. બીએસઈ સેન્સેક્સ 473 પૉઇન્ટ એટલે કે 2.67ટકાના વધારા સાથે 18,202 ઉપર રહ્યો છે. નિફ્ટી 146 પૉઇન્ટ એટલે કે 2.75 ટકાના વધારા સાથે 5,456 ઉપર બંધ થયો છે. એનએસઈના મધ્યમ કક્ષાના સૂચકાંક સીએનએક્સ મિડકેપમાં 3.11ટકાની તેજી રહીં છે. બીએસઈ મિડકેપ સૂચકાંકમાં 3.52 ટકા અને બીએસઈ સ્મૉલકેપમાં 3.94ટકાની મજબૂતાઈ રહીં છે. આજના કારોબારમાં કેપિટલ ગુ઼ડ્સ અને ઑટો ક્ષેત્રમાં સૌથી વધારે ખરીદ્દારીનું વલણ રહ્યું હતુ. સેક્ટર ઓલ ઇન્ડેક્સના પરિણામે આજે કેપિટલ ગુડ્સ સૂચકાંકમાં સૌથી વધારે 5.26 ટકાની તેજી રહીં છે. ઑટોને 3.79ટકા, ધાતુને 3.53ટકા, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સને 3.40ટકા, બેન્કિંગને 3.37 ટકા, પાવરને 3.02ટકા, એફએમસીજીને 2.79ટકા પીએસયૂને 2.37ટકા, આઈટીને 2.12 ટકા, ટીઈસીકેને 2.06ટકા, રિયલ્ટીને 2.01ટકા અને હેલ્થકેરને 1.97ટકાનો લાભ થયો છે. તેલ-ગેસમા

અરે બુદ્ધુ કિસ કરતે વખ્ત નાક બિચમે નહીં આતી

Image
*આમ પ્રપોઝ કરે તો પછી કોઈપણ છોકરી માની જ જાયને.... ફિલ્મોમાં હિરો જ્યારે હિરોઈનને પ્રપોઝ કરે ત્યારે કોઈપણ પ્રેમી-પ્રેમિકા તે સિનમાં પોતાને જોવે છે. માય નેમ ઈઝ ખાનમાં જ્યારે શાહરૂખ મંદિરાને પામવા વહેલી સવારે તેને સન ફ્રાન્સિસ્કો શહેરની ફુલ ગુલાબી સવારમાં પ્રપોઝ કરે છે. પછી યુ મી ઔર હમમાં જે રિતે અજય કાજોલમાટે સાલસા શિખી તેને પ્રપોઝ કરે છે. આ જો પ્રપોઝ કરવામાં આવે તો કઈ છોકરી ના પાડી શકે. તો ચાલો નજર કરીએ આજે એવા જ પ્રપોઝલ્સ પર જેને ફિલ્મના હિરો-હિરોઈનોએ પ્રપોઝ કર્યા પણ તે જોઈ હજારો હૈયાઓ બોલ્યા આને કહેવાય ખરાં અર્થમાં પ્રેમનો એકરાર... માય નેમ ઈઝ ખાન- મંદિરાને પામવા રિઝવાન ખાન તેને સનફ્રાન્સિસ્કો શહેરમાં એવી જગ્યા બતાવવાનુ વચન આપે છે જે તેને પહેલાં ક્યારેય જોઈ નહીં હોય, અને તેને વહેલી સવારે સનફ્રાન્સિસ્કો શહેરનો ઉગતો સૂરજ દેખાડે છે તે જોઈ મંદિરા સામેથી તેને કહીં દે છે 'વિલ યુ મેરી મી' ખરેખરમાં ફિલ્મનો એ સિન એવો છે કે તે સમયે મંદિરાની જગ્યાએ કોઈપણ છોકરી હોય તે આ જ જવાબ આપી દે. 3 ઈડિયટ્સ- રણછોડ દાસ ચાચડ જ્યારે ફુલ્લી ટલ્લી થઈને પિયાને તેના ઘરે કહેવા જાય

પ્રેમ સીમિત શબ્દ નથી

Image
ફ્રેડરિક લેંગ્ટન (જન્મ : ૩ ડિસેમ્બર, ૧૮૩૦, મૃત્યુ : ૨૫ જાન્યુઆરી, ૧૮૯૬) અંગ્રેજ ચિત્રકાર અને શિલ્પી હતા. એમનાં ચિત્રોમાં ઐતિહાસિકતા, સૌંદર્ય અને જીવનની ભવ્યતા છે. પ્રેમ સાથે જોડાયેલી દરેક ચીજ, દરેક વાત પોતાનાં સમય અને પરિસ્થિતિમાંથી જ ઉત્પન્ન થાય છે. પ્રેમનો એક નિશ્વિત દેશ-કાળ હોય છે. એ અલૌકિક પણ હોય છે - એ અર્થમાં કે એ પ્રેમ કરનારા દુનિયાની ઘણી સીમા અને ક્ષુદ્રતાથી ઉપર ઉઠાવવાની શક્તિ ધરાવે છે. એક લેખકે લખેલું કે ‘પ્રેમ એક સર્વોપરી તીવ્ર ભાવના છે.’ સાથે જ એમણે એ પણ ઉમેરેલું કે આપણી સભ્યતાએ એવા માણસનું નિર્માણ કર્યું છે, જે પ્રેમ જેવી તીવ્ર અને સઘન ભાવનાને ધારણ કરી શકવા અસમર્થ છે. પ્રેમને એક અલૌકિક ભાવ કહેવાયો છે. અલૌકિકનો અર્થ છે આ લોકની પારનું કશુંક પરંતુ પ્રેમ શું ખરેખર એવો છે? કદાચ હા, કદાચ ના. એટલા માટે કે એ આ લોકમાં જ આકાર લે છે. એ માણસોનો આપસનો ભાવ છે. પ્રેમ સાથે જોડાયેલી દરેક ચીજ, દરેક વાત પોતાના

પત્નીના પ્રેમીને પતિ એ જ હાથ સોંપ્યો

Image
સમીર અને નંદિની એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. પરંતુ, જ્યારે પરીવારજનોને ખબર પડી, ત્યારે જાણે ઘરમાં ભૂકંપ આવી ગયો. અંતે એવો નિર્ણય લેવામાં આવ્યોકે, નંદિની અને સમીરને અલગ કરવા માટે તેણીના લગ્ન સમાજના અન્ય કોઈ યુવક સાથે કરી દેવામાં આવે. -વેલેન્ટાઈન સ્પેશ્યલ: પત્નીના પ્રેમીને પતિ એ જ હાથ સોંપ્યો -પ્રેમીજનોને અલગ કરી દેવા માટે નંદિનીના લગ્ન સમાજના યુવક સાથે નક્કી કરી દેવાયા -'સાપનો ભારો ઉતારવો' હોય તેવી રીતે વનરાજ અને નંદિનીને પરણાવી દેવામાં આવ્યા. -નંદિનીને સમજતા વાર ન લાગી કે આ કામ 'પહોંચેલા' પિતાજી અને ભાઈઓનું છે નંદિનીના મામા નરોત્તમ ભાઈએ તેમની પેઢીમાં કામ કરતા જ્ઞાતિના છોકરા વનરાજ અંગે વાત કરી. તેણે મુંબઈમાંથી એમબીએ કર્યું હતું અને છેલ્લા લગભગ દોઢેક વર્ષથી કંપનીમાં કામ કરી રહ્યો હતો. તેની કામ પ્રત્યેની નિષ્ઠા, ઈમાનદારી અને ચારિત્ર્યશીલતાના વખાણ કર્યા. બંને પ્રેમીઓને અલગ કરવા માટે પરીવાર ગમે તે કરવા તૈયાર હતો. આથી વનરાજની આર્થિક સ્થિતિ અંગે સમાધાન કરી લીધું. 'સાપનો ભારો ઉતારવો' હોય તેવી રીતે વનરાજ અને નંદિનીને પરણાવી દેવામાં આવ્યા. નંદિની

આજે આવી રીતે પ્રપોઝ તો બિલકુલ ન કરતા!

Image
આજે છે વેલેન્ટાઈન ડે અને પ્રેમ જાણે હવામાં વહી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તમે કદાચ આજે તમારા વેલેન્ટાઈનને પ્રપોઝ કરવાના છો. પણ જો તમે કંઈક આવી રીતે પ્રપોઝ કરવાના હોવ તો આવુ ન કરતાં. વાંચો. - કોઈના બેસણામાં જઈને પ્રપોઝ કરવાનો વિચાર પણ ન કરતાં. જો તમને તે સમયે એ વિચાર આવે તો પણ ભૂલી જજો. - એસએમએસ અથવા ઓનલાઈન ચેટ દ્વારા કરેલા મેસેજમાં માત્ર આત્મસન્માન ન ધરાવતી સ્ત્રી કદાચ હા પાડશે અન્યને તો ભૂલી જ જજો. બહુ જ ખરાબ વિચાર છે. - જો તમે આખી દુનિયા સામે તમારા પ્રેમનો એકરાર કરવા માંગતા હોવ તો બીજા ઘણા રસ્તાઓ છે. પબ્લિસિટી મેળવવા માટે અને તમારી પ્રેમિકાને પ્રભાવિત કરવા માટે ટીવી રિયાલીટી શોમાં જઈને પ્રપોઝ ન કરતાં. જો તમારી પ્રેમિકા માટે આ બહુ જ ક્ષોભજનક પરિસ્થિતિ બની જશે. - પ્રેમિકાના પરિવારની સામે તેને પ્રપોઝ કરવું તે ઘણી હિંમતની વાત છે પણ આ સમયે તમારી પ્રેમિકા તમને કોઈ પણ જવાબ આપવા માટે સ્વસ્થતા નહીં અનુભવે. ખાસ કરીને જો તેના પિતા તમને પસંદ નહીં કરતા હોય તો તો ભગવાન જાણે તમારી હાલત શું થઈ શકે. - મોંઘી વિંટીને ફૂગ્ગા સાથે બાંધીને કોઈ પાર્કમાં જઈને તમારી પ્રેમિકાને ભ