નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

માતૃત્વ ક્યારે ધારણ થઇ શકે?

 
પ્રશ્ન :મારા લગ્નને છ મહિના થયાં છે. મારી પત્નીનો સ્વભાવ સારો છે અને તે દરેક રીતે મને સહયોગ આપે છે. જોકે અમે જ્યારે સંબંધ બાંધીએ ત્યારે એ કંઇ ને કંઇ પહેરી રાખે છે. મને એની આવી આદત પસંદ નથી. હું એને શું કહું?

ઉત્તર :તમારાં પત્ની કદાચ સ્વકેન્દ્રિત હોય અને તેમના મનમાં સંકોચ કે ડર રહેલાં હોય એવું બનવાજોગ છે. તમે એમના મનમાંથી આ સંકોચ અને ડર કાઢી નાખવા માટે પ્રયત્ન કરો. તેમને સમજાવો અને તમારી જે ઇચ્છા હોય તે પણ વ્યક્ત કરો. જો એ તમને દરેક રીતે સહયોગ આપવાનો સ્વભાવ ધરાવે છે, તો આ બાબતમાં પણ સમજીને સહયોગ આપશે. તેમ છતાં તમને અજુગતું લાગતું હોય તો અત્યારે ટ્રાન્સપરન્ટ કે સેમીટ્રાન્સપરન્ટ નાઇટી મળે છે તે તેમને પહેરવાનું કહો. આથી તમારા બંનેની સમસ્યાનો હલ આવી જશે.

પ્રશ્ન : મારી પત્નીને બે માસનો ગર્ભ છે. મને એની સાથે સંબંધ બાંધવાની ઇચ્છા થાય છે, પણ ડર લાગે છે કે ક્યાંક તેથી ગર્ભને કંઇ હાનિ તો નહીં પહોંચે ને? ગભૉવસ્થા દરમિયાન સંબંધ ક્યારે બાંધવો જોઇએ તો જણાવશો.

ઉત્તર : સ્વસ્થ મહિલા માટે ગભૉવસ્થા દરમિયાન સંબંધ બાંધવામાં કંઇ વાંધો નથી આવતો. મહિલા સ્વસ્થ હોય તો ગભૉવસ્થાના છેલ્લા મહિના સુધી સંબંધ બાંધી શકાય છે. હા, જો મહિલાને ગભૉવસ્થા દરમિયાન દુખાવો કે રક્તસ્રાવ થતો હોય તો સંબંધ બાંધવો હિતાવહ નથી. અગાઉ મહિલાને ગર્ભપાત થઇ ગયો હોય, તો ગભૉવસ્થાના પ્રારંભના ત્રણ મહિના સંબંધ ન બાંધવો. છેલ્લા ત્રણ મહિના દરમિયાન સંબંધ બાંધી શકાય, પણ એ વખતે ગર્ભ પર વજન ન આવે તેનું ધ્યાન રાખવું.

પ્રશ્ન : હું ૨૭ વર્ષની છું અને છેલ્લા એક માસથી મને સતત માસિકસ્રાવ થાય છે. તેનું શું કારણ?

ઉત્તર : તમારે ગાયનેકોલોજિસ્ટને બતાવવાની અને એ કહે તો અલ્ટ્રાસાઉન્ડ કરાવવાની જરૂર છે. આવું હોર્મોન ડિસ્ટર્બન્સ, ફાઇબ્રોઇડ, ઓવેરિયન સીસ્ટ, ગભૉવસ્થા દરમિયાન કંઇ તકલીફ થઇ હોય વગેરે કારણોસર થવાની સંભાવના છે. તમારે વહેલી તકે સતત માસિકસ્રાવ થવાનું નિદાન કરાવી તેની સારવાર શરૂ કરી દેવી જોઇએ.

પ્રશ્ન : હું ચોવીસ વર્ષની છું અને મારા પતિની ઉંમર પાંત્રીસ વર્ષ છે. મારી સમસ્યા એ છે કે મારા લગ્નને ત્રણ વર્ષ થયા હોવા છતાં હું માતૃત્વ ધારણ કરી શકી નથી. મને જણાવશો કે અમારે ક્યારે સંબંધ બાંધવો જોઇએ જેથી હું માતૃત્વ ધારણ કરી શકું?

ઉત્તર : તમે હજી પણ માતૃત્વ ધારણ કરી શકો છો. તે માટે તમારા માસિકસ્રાવના ચક્રને સમજવું જરૂરી છે. સામાન્ય રીતે માસિકસ્રાવના ચૌદ દિવસ પછી સ્ત્રીનું અંડબીજ છુટું પડે છે. આ દરમિયાન જો સંબંધ બાંધવામાં આવે તો પુરુષના શુક્રાણુ અને અંડબીજ ભેગા થવાથી ગર્ભ રહી શકે છે. માટે આ દિવસોમાં તમે માતૃત્વ ધારણ કરી શકશો.

પ્રશ્ન : મારી ઉંમર સોળ વર્ષ છે. મને હજી સુધી માસિક આવવાની શરૂઆત નથી થઇ. મારે એ માટે શું કરવું?

ઉત્તર : કેટલીક કિશોરીઓને માસિકસ્રાવની શરૂઆત મોટી ઉંમરે પણ થતી હોય છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે યોગ્ય આહાર લેવાનું રાખો અને તમારા સંતોષ માટે ગાયનેકોલોજિસ્ટને બતાવી જુઓ.

Comments

  1. માસિક વખતે સેક્સ કરવાથી ગર્ભ ધારણ થાય?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી