નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઘરનું બજેટ હવે તમારો વારો...

 
તમે ઇચ્છો તો ખરીદી કરતી વખતે જે વસ્તુ વધારે વપરાતી ન હોય તેની પાછળ ખર્ચ ન કરો. એ જ રીતે બહાર આવાવ-જવામાં સંબંધી, પાડોશી કે મિત્રો સાથે એક જ વાહનનું શેરિંગ કરવાથી સમય અને પૈસાની બચત થાય છે. જ્યારે કોઇ વસ્તુ ખરીદો ત્યારે પણ મોલ કે મોટા સ્ટોરમાંથી ખરીદી કરવા જવાથી દરેક વસ્તુ પર પાંચ-દસ રૂપિયાનો ફરક પડવાથી એટલા રૂપિયાની બચત થાય છે.

વધતી મોંઘવારીમાં પણ ગૃહિણી બજેટનું સંતુલન જાળવી શકે છે. તમને પણ આ બાબત લાગુ પડે છે. કેવી રીતે?

આજે મોંઘવારીએ માઝા મૂકી છે. રોજબરોજની ઉપયોગી અને જરૂરિયાતની વસ્તુના ભાવ દિવસે ને દિવસે વધતાં જાય છે. અનાજ, ઘી-તેલ, કોસ્મેટિકસથી લઇને પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે, ટ્રાન્સપોટેંશન મોંઘું થયું છે. રોજિંદી નાની નાની વસ્તુઓ પર પણ ટેક્સ વધી ગયો છે. એવામાં મધ્યમ વર્ગ માટે તો મહિનાના અંતે બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બની ગયું છે. ખર્ચ એટલો વધી ગયો છે કે મહિનાની આખર તારીખ આવતા સુધીમાં તો બધાના ચહેરા પર ઉદાસી છવાઇ જાય છે.

એમાંય જો કોઇ એક વ્યક્તિના પગાર પર જ ઘર ચાલતું હોય તો બજેટ અસંતુલિત થાય એ સ્વાભાવિક છે. પહેલાંની સરખામણીમાં દરેક ઘરના બજેટમાં ઓછામાં ઓછા વીસ ટકાનો વધારો થયો છે. આજે લગભગ દરેક ઘરમાં આવી સ્થિતિ છે. અલબત્ત, નિષ્ણાતો માને છે કે આજે પણ ગૃહિણીએ માટે પરિસ્થિતિ અનુકૂળ છે અને તેઓ સહેલાઇથી ઘરસંસારનું ગાડું ગબડાવી શકે છે. કેવી રીતે? ચાલો, આ બાબતને મુદ્દાસર સમજીએ.

જરૂરિયાત પ્રમાણે ખરીદી

ઘર માટે આખા મહિનાની ચીજવસ્તુઓની ખરીદી કરતી વખતે તમારે પ્લાનિંગ કરવું પડશે. કઇ વસ્તુ કેટલી ખરીદવી છે, તેમાંથી અત્યંત જરૂરી કઇ વસ્તુઓ છે, કઇ સામગ્રીની ક્યારેક જ જરૂર પડે છે વગેરે વિચાર કર્યા પછી જ આખા મહિનાનું કરિયાણું અને બીજી વસ્તુઓની ખરીદી કરવી યોગ્ય રહેશે. કરિયાણાની યાદી બનાવતી વખતે પણ સાવધાની રાખો. આ યાદીને બે ભાગમાં વહેંચી દો. પ્રથમ ભાગમાં ખૂબ જરૂરી હોય એવી વસ્તુઓનો સમાવેશ કરો. જેમ કે, ચોખા, દાળ, લોટ, ખાંડ, તેલ, ઘી, મસાલા, ગોળ વગેરે. જ્યારે બીજા ભાગમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેનો ઉપયોગ ઓછો અથવા ક્યારેક જ થતો હોય. જેમ કે, રાજમા, કાબૂલી ચણા, નૂડલ્સ વગેરે.

પ્રથમ યાદીમાં લખેલી વસ્તુની ખરીદી કરવી જરૂરી હોવાથી તે માટે તો ખર્ચ કરવો જ પડશે, પણ બીજી યાદીમાં કોઇ વસ્તુ ન લેવાની શક્યતા રહેલી છે. તમે તમારા કોસ્મેટિકસની ખરીદીમાં પણ સાવધાની રાખી શકો છો. તમે મૂકેલો આ કાપ મહિનાનાં બીજા ખર્ચમાં મદદરૂપ બનશે. જેમ કે, છાપાં, દૂધના બિલની ચૂકવણી વગેરે. તે સાથે વસ્તુઓના ભાવ વધવાથી તમારા બજેટ પર પણ અસર નહીં થાય કેમ કે તમે સારી રીતે બચત કરી હશે.

૫-૧૦ રૂપિયાનો તફાવત

આજકાલ સ્ટોર્સ કે મોલમાં એક જ પ્રકારની અનેક વસ્તુઓ જુદા જુદા ભાવે મળે છે. તે જોઇને ભ્રમિત ન થતાં એ જ વસ્તુ ખરીદો જે તમે અગાઉથી નક્કી કરી હોય. ‘માંડ ૫-૧૦ રૂપિયાનો જ ફેર પડે છે ને’ એમ વિચારીને ખરીદી ન કરો. આનાથી તમારા બજેટમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થશે. વળી, જો કંઇ નવી વસ્તુ અજમાવવી હોય તો મહિના દરમિયાન જ અજમાવો. બીજી અગત્યની બાબત, જરૂર કરતાં વધારે વસ્તુની ખરીદી, તેનો સંગ્રહ એમ વિચારીને કરવો કે ક્યાંક મહિનાની અધવચ્ચે ખૂટી ન જાય, એ સંપૂર્ણપણે ખોટું છે. ખાસ કરીને આવી સ્થિતિમાં તમારે એ જ વસ્તુઓની ખરીદી કરવી જોઇએ જે તમને રોજિંદા ઉપયોગમાં આવતી હોય. કોઇ વસ્તુ પડી પડી બગડી જાય કે તેની જરૂર જ ન પડે, તો એ પૈસા ખોટા વેડફી દીધા જ કહેવાય. આ વાતને સમજીને જરૂર પ્રમાણે જ વસ્તુ લો.

વિકલ્પ અજમાવી જુઓ

અત્યારે સમય દરેક જગ્યાએ વિકલ્પ અજમાવવાની સલાહ આપે છે. આપણે રોજિંદા આહારની જ વાત કરીએ. મોંઘા ભાવની તુવેર દાળને બદલે મગ, અડદ કે ચણાની દાળ આહારમાં સામેલ કરવાથી સ્વાદ પણ જુદો આવશે અને વપરાશ પણ ઓછો થશે. આ જ પ્રમાણે તૈયાર મસાલા ખરીદવાને બદલે આખા મસાલા ખરીદી પછી તેને ખંડાવીને રાખવાથી તે પ્રમાણમાં સસ્તા પડશે. જે બચત થાય એ પૈસાનો તમે બીજા ખર્ચ પૂરા કરવા માટે ઉપયોગ કરી શકો છો.

પૂલિંગ પણ સારો વિકલ્પ

શહેરોમાં વસતાં હો તો તમે પણ સાધનોનો મર્યાદિત ઉપયોગ કરીને રોજિંદા ખર્ચમાં સારો એવો ફરક લાવી શકો છો. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, પૂલિંગ. તમે નોકરી કરતાં હો, તો પાડોશી, પરિચિત અને સંબંધીઓ સાથે જવા-આવવાનું રાખો. તમારા શ્રીમાનજી પણ અઠવાડિયામાં ત્રણ દિવસ પોતાના કોઇ મિત્ર, પાડોશી સાથે ઓફિસે જઇ શકે છે. તમે બજારમાં ખરીદી કરવા જાવ ત્યારે પાડોશી કે સંબંધીની સાથે જાવ અને જે કંઇ ખર્ચ થાય તેને એકબીજા સાથે સરખા ભાગે વહેંચી લો. ખર્ચની વહેંચણી ખર્ચ કરવાની સરખામણીએ વધારે સંતોષજનક હોય છે. આ જ રીતે બીજા કામમાં પણ તમે પૂલિંગનો વિકલ્પ અજમાવી શકો છો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!