નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વિશ્વની સૌથી સેક્સી સ્ત્રી મોહનદાસ કરમચંદ ગાંધી પર ફિદા

 
ગાંધીજીના એકમાત્ર જીવનસૂત્રએ દુનિયાની સૌથી સેક્સી મોડલનું સમગ્ર જીવન બદલી નાંખ્યું છે. ગાંધીએ કહ્યું હતું કે દુનિયાને બદલતાં પહેલા પોતે બદલાવ. ગાંધીજીના આ મુદ્રાલેખે 2011ની સૌથી સેક્સી મોડલના જીવન પર ઊંડી અસર ઉપજાવી હતી. ભારતીય મૂળની સાઉથ આફ્રિકાની મોડલ શશી નાઇડૂને દુનિયાના અગ્રણી પુરુષ વાચકો ધરાવતાં મેગેઝિને 1.5 મિલિયન વોટ સાથે દુનિયાની સૌથી સેક્સી સ્ત્રીનું બિરૂદ આપ્યું છે.

-1.5 મિલિયન વોટ સાથે દુનિયાની સૌથી સેક્સી સ્ત્રીનું બિરૂદ-ગાંધીજીના આ વિચારોથી તેણે જીવનમાં તેને જોઇતી તમામ ચીજો હાંસલ કરી-એન્જિલિના જોલી અને પોપ સિંગર ક્રિશ્તિનાનો પણ સમાવેશ થતો હતો

સાઉથ આફ્રિકના અગ્રણી મેગેઝિન એફએચએમમાં દુનિયાની સૌથી 100 સેક્સી મહિલાઓમાં નાઇડુને અગ્રણી સ્થાન આપવામાં આવ્યું છે. પોતાની સફળતા અંગે મોડલે જણાવ્યું હતું કે,"ગાંધીજીના વિચારોએ તેના જીવન પર ખૂબ જ ઉંડી અસર ઉપજાવી છે. આ વિચારોને પોતાના જીવનમાં ઉતારીને તેણે પ્રેમ,શિસ્ત અને કર્તવ્યપરાયણતાની શિખ પ્રાપ્ત કરી છે." વધુમાં તેણે જણાવ્યું હતું કે ગાંધીજીના આ વિચારોથી તેણે જીવનમાં તેને જોઇતી તમામ ચીજો હાંસલ કરી છે.

જોકે ભારતીય મૂળની મોડલ અલુસી મોડલ મેનેજમેન્ટ નામની કંપની સાથે સંકળાયેલી છે. પોતાની સફળતા પહેલાના દિવસોને યાદ કરીને મોડલે જણાવ્યું હતું કે તે પોતાના સ્કૂલના દિવસોમાં એટલી બધી આકર્ષક દેખાતી ન હતી. ઉપરાંત તેને સ્કૂલમાં ડાન્સ કોમ્પિટિશનમાં પણ છેલ્લે બોલાવવામાં આવતી હતી.

સમગ્ર દુનિયામાં યોજાયેલી આ સ્પર્ધામાં એન્જિલિના જોલી અને પોપ સિંગર ક્રિશ્ટિનાનો પણ સમાવેશ થતો હતો. નાઇડૂની આ સફળતા અંગે એફએચએમ મેગેઝિનના એડિટર હેગન એન્ગલરે જણાવ્યું હતું કે નાઇડુ તેની સફળતા માટે લાયક છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે એક પુરુષ પોતાના સપનાની સ્ત્રીમાં જે ગુણો ઇચ્છે તે બધા જ ગુણો નાઇડુ ધરાવે છે. તે સુંદર, આનંદી, મસ્તીખોર અને સાથે સાથે ઉત્તેજક પણ છે. જોકે બીજી તરફ નાઇડુના પતિને તેને મળેલા ખિતાબ બદલ કોઇ ખાસ ઉત્સાહ નથી. આ અંગે નાઇડૂએ જણાવ્યું હતું કે મારા પતિના મત મુજબ હુ સુંદર છું તેની જાણકારી માટે તેને કોઇ પ્રમાણપત્રની જરૂર નથી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!