Posts

Showing posts from January, 2011

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભારતીયો ખર્ચમાં કાપ મૂકવા લાગ્યા

મોંઘવારી હવે લોકોના ખિસ્સા પર ભારે પડવા લાગી છે. જીવન જરૂરી વસ્તુઓના ઊંચા ભાવના લીધે લોકોએ પોતાના ખર્ચમાં ઘટાડો કરવાની શરૂઆત કરી દીધી છે. ફુગાવાનું વધતું દબાણ ખાસ કરીને ખાણીપીણીની વસ્તુઓના ભાવ ભારતીયો માટે ચિંતાનું કારણ બની ગયું છે. નીલસનના વૈશ્વિક ગ્રાહક વિશ્વાસ ઇન્ડેક્સના સર્વેમાં આ વાત જાણવા મળી છે. સર્વે પ્રમાણે નોકરી અને વ્યક્તિગત ઋણના મામલામાં ભારતીયોની નજર સકારાત્મક છે, પરંતુ ત્યારે ખાદ્ય વસ્તુઓની વધતી કિંમતને લઇને તેઓ ચિંતિત છે. સર્વેમાં 52 દેશોના 29000 ઇન્ટરનેટ ગ્રાહકોને સામેલ કરવામાં આવ્યા. સર્વે પ્રમાણે 90 ટકા ભારતીય નોકરીઓનો લઇને, જ્યારે 84 ટકા વ્યક્તિગત ઋણને લઇને ઉત્સાહિત છે. નીલસ કંપનીના પ્રબંધ નિર્દેશક, (ભારત) જસ્ટિન સર્જેંટે કહ્યું કે ભારતીયો માટે ખાદ્ય અને ઇંધણની વધતી કિંમત ચિંતાનો મુખ્ય કારણ છે. વધતા ખર્ચના લીધે અન્ય ખર્ચોમાં ઘટાડો કરીને પોતાની જીવનચર્યામાં સંતુલન સાધવાની કોશિશ કરી રહ્યા છે. સર્વે પ્રમાણે 15 ટકા ભારતીયોને ખાદ્ય વસ્તુઓની વધતી કિંમતોને મુખ્ય કારણ માન્યું. આ મામલામાં ભારત વિશ્વમાં ચોથા નંબર પર છે. શાકભાજીના ભાવ વધતા ખાદ્ય ફુગાવાનો દર 1

શુક્રવારે સીએ બનેલો યુવક રવિવારે શાકભાજી વેચવા ગયો

Image
- શાકભાજી વેચતા પરિવારનો પુત્ર સીએ બન્યો - ચાર્ટડ એકાઉન્ટન્ટ બનેલા યુવકને પિતાની ગેરહાજરીમાં તેની રેંકડીએ ઊભા રહી બકાલુ વેચવામાં જરાય નાનપ ન લાગી ‘રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના. મૂંઝાઇ એમ થોડા મનમાં મરી જવાના? તોફાન જિંદગીના પાછા ફરી જવાના, એ શું કરી શક્યા છે? એ શું કરી જવાના?’ શાકભાજી વેચતા સામાન્ય પરિવારના પુત્ર પ્રફુલ રંગપરાએ ‘ઘાયલ’ના આ શે’રને જીવી બતાવ્યા છે.  રાજકોટમાં શાકભાજી વેચતા પિતા અને ચાંદીકામ કરતી માતાની આંખનો રતન ચાર્ટડએકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષામાં તેજસ્વી તારલા તરીકે ઝળહળ્યો છે. એથી પણ સન્માનનીય વાત એ છે કે, શુક્રવારે સીએ બનેલો પ્રફુલ રંગપરા રવિવારે રેંકડીએ બકાલુ વેચવા બેઠો હતો. ચાર્ટડએકાઉન્ટન્ટ જેવી હાઇ-ફાઇ ડિગ્રી મેળવ્યા બાદ પણ પિતાને કામમાંથી થોડી રાહત આપવા માટે આ યુવકને રેંકડીએ ઊભા રહી શાકભાજી વેચવામાં જરા પણ નાનપ ન લાગી. તાજેતરમાં ૨૧મી જાન્યુઆરીએ આઇસીએઆઇ દ્વારા ઘોષિત થયેલા પરિણામમાં રાજકોટના તેર યુવક-યુવતીઓમાંથી એક નામ પ્રફુલ રંગપરાનું હોય, ચાર્ટડએકાઉન્ટન્ટ બનવાનું તેનું સ્વપ્ન સાકાર થયું હતું. ડાઉન ટુ અર્થ સ્વભાવનો આ યુવાન સીએ બની ગયા બાદ પ

તસવીર જોયા પછી કંઈ કહેવાની જરૂર છે ખરી?

Image
દારૂ ઢીંચ્યા બાદ ખાલી બોટલો કચરાપેટી પર ગોઠવી દીધી બગસરામાં પોલીસની જાણે બીક જ ન રહી હોય તેમ કેટલાક દારૂડિયાઓએ દારૂ ઢીંચ્યા બાદ દારૂની ખાલી બોટલો કચરાપેટી ૫ર ગોઠવી દઇ ‘ખાખી’ ની આબરુનું જાહેરમાં લિલામ કર્યું હતું. બગસરામાં પણ લગ્નની મૌસમ પૂરબહારમાં ખીલી છે. લગ્નમાં વિદેશી દારૂનું ચલણ વધી રહ્યું છે. તેનો પુરાવો આપતી ઘટના બની હતી. શહેરની મધ્યમાં આવેલી બજારમાં એક કચરાપેટી પર દારૂની ખાલી બોટલો લાઇનસર ગોઠવાયેલી જોઇને લોકોમાં અનેકવિધ ચર્ચા શરૂ થઇ હતી. જ્યાં દારૂની ખાલી બોટલો ગોઠવવામાં આવી હતી ત્યાં બાજુમાં જ લગ્નપ્રસંગ માટેની બે વાડી આવેલી છે. આથી, મહેમાનોએ પાર્ટી માણ્યા બાદ કદાચ વધારે પડતું ઢીંચી જવાથી ખાલી બોટલો જાહેરમાં ગોઠવવનું નક્કી કર્યું હશે તેવું માનવામાં આવી રહ્યું છે. શહેરમાં જાહેર શૌચાલયોમાં દેશી દારૂની કોથળીઓ મળવાની ઘટના તો અનેકવાર બની ચૂકી છે. પરંતુ, સોમવારે જાહેરમાં જે રીતે દારૂની ખાલી બોટલો ગોઠવવામાં આવી તેનાથી પોલીસને નીચાજોણું ચોક્કસ થયું છે. ત્યારે દારૂની બોટલ મૂકી જનારને પકડવા જરૂરી છે.

પ્રીતિના ફિટનેસ ફંડા છે તેના જેવા જ બબલી

Image
સુંદર અને બબલી પ્રીતિ ઝિન્ટા માને છે કે ખરી સુંદરતા તમારી આંતરિક ખુશીમાંથી જ આવે છે. સ્ટાઈલ ગર્લ પ્રીતિની પાસે છે સેન્સ ઓફ હ્યુમર, સેન્સ ઓફ સ્ટાઈલ, નિડરતા, પ્રેમ અને સ્માઈલ. પ્રીતિને પોતાની ફિટનેસ અને સુંદરતા વિશે "જ્ઞાન" આપવુ બહુ જ ગમે છે. તે માને છે કે.... - સુંદરતા જણાવે છે કે તમે અંદરથી કેટલા ખુશ છો. - તમારી જાતને દરરોજ સ્ટ્રેસફ્રી કરીને કોઈ એક કસરત ચોક્કસ જ કરો. - ઘણુ બધુ પાણી પીઓ. - બની શકે તો રાત્રે 8 વાગ્યા પહેલા જ જમી લો અને મોડી રાત્રે ખાવાનુ ટાળો. (તે પોતે આ બધાનુ પાલન કરે છે પણ ડિનર વાળી વાતને છોડીને...) - સ્ટાઈલ વિશે જણાવતા પ્રીતિ કહે છે કે સ્ટાઈલિશ હોવાનો અર્થ છે તમે જે છે તે બનવુ અને કંઈ દેખાડો ન કરવો. - તેને ઈડલી-ઢોંસા, ચાટ, છોલે ભટૂરે તેને બહુ જ ભાવે છે. તે સ્વભાવે એકદમ દેશી છે અને જ્યારે તે ભારતની બહાર જાય છે ત્યારે તે અહીંનુ ભોજન મિસ કરે છે. તેને કઢી ચાવલ બહુ જ ભાવે છે. ઘણી વાર પ્રોડ્યુસર અને ડિરેક્ટર્સ તેમના ખાસ ભારતીય રસોઈયાને સાથે લઈ જાય છે જેથી બહાર પણ ભારતનુ ભોજન મળી શકે. - મને જે ભાવે છે તે હું રવિવારે ખાઈ લઉ છું. હું સમતોલનમાં માનુ છું, જેટલુ ખાઉ

સુરતને પાંખો આપો તો છલકાવી દઈશું તિજોરી

Image
- હાલ સુરત  R  ૮૦૦૦ કરોડ ટેક્સરૂપે ભરે છે, બે વર્ષમાં આ આંકડો ૧૦૦૦૦ કરોડ પર પહોંચે તેવી શક્યતા પ્રજા કર શા માટે ભરે? કેમ કે પ્રજાને સારી સુવિધા મળતી હોય છે. બિઝનેસમેન યોગ્ય વાતાવરણમાં ધંધો કરી સારી આવક રળી શકે પરંતુ કદાચ વિશ્વના નકશામાં સુરત જ એકમાત્ર એવું શહેર છે, જેના બિઝનેસમેનો ટેક્સ ભરે છે પરંતુ તેમને બિઝનેસ કરવા યોગ્ય સુવિધા મળતી નથી. દર વર્ષે ૮૦ હજાર કરોડના ડાયમંડનું ટર્નઓવર ધરાવતાં ડાયમંડ સિટી સુરતના ઉદ્યોગકારોને હીરા એન્ટવર્પ, દુબઈ કે અમેરિકા મોકલવા માટે મુંબઈ જવું પડે છે. અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકાથી સુરતમાં ડ્રેસ ખરીદવા આવતા વેપારીને મુંબઈ અથવા દિલ્હી એરપોર્ટ પર ઉતરીને ટ્રાન્સ્પોર્ટેશનનો બીજો વિકલ્પ શોધવો પડે છે. ચીનથી આવતા એમ્બ્રોઇડરીનાં મશીનો માટે મુંબઈ, સુરત વચ્ચે કેટલોય ટેક્સ ભરવો પડે છે. અહીંના ઉદ્યોગપતિએ એક જ વ્યવસાય માટે બેથી વધુ શહેરમાં સરકારી અને અધિકારીની તિજોરી ભરવી પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે છતાં પણ સુરતના વેપારી, ઉદ્યોગકારો સરકારને  R  ૮૦૦૦ કરોડનો ટેક્સ ચૂકવે છે. હા, આ આંકડા ચાલુ નાણાકીય વર્ષના છે જે બે વર્ષમાં કદાચ ૧૦,૦૦૦ કરોડ પર પહ

'વેલેન્ટાઇન ડે' પર ચોકલેટ મર્સિડીઝ

Image
દુનિયાભરમાં ઉજવાઇ રહેલ પ્રેમનો પર્વ એટલે 'વેલેન્ટાઇન ડે'. યુવાનો કાગડોળે રાહ જોઇ રહ્યા છે. તેના માટે ખાસ યુવાનોને લલચાવા માટે જર્મનીની પ્રખ્યાત લક્ઝુરિયસ કંપની 'મર્સિડીઝ બેન્ઝે' પોતાની ચોકલેટ વાળી ખાસ લક્ઝુરિયસ કાર રજૂ કરી. આ કારમાં સેંકડો ચોકલેટ બારોનો ઉપયોગ કરાયો છે. બે સીટવાળી એક કોમ્પેક્ટ કાર છે. ખાસ વેલેન્ટાઇન ડે માટે જ આ કારને બનાવામાં આવી છે. યુવાનો માટે બનેલ આ ચોકલેટ કારની કિંમત અંદાજે 13.5 લાખ છે.

“ચિંતા ના કરીશ કપિલ, તુ ફક્ત તારી સ્વાભાવિક રમત રમ”

Image
જેમ જેમ ક્રિકેટનો મહાસંગ્રામ નજીક આવતો જાય છે તેમ તેમ સિનિયર અને નિવૃત્ત થઈ ગયેલા ખેલાડીઓને 1983ના વર્લ્ડકપની યાદ તાજી થાય છે. કપિલ દેવના ધૂરંધરોએ તે સમયની ખૂંખાર વેસ્ટ ઈન્ડિઝની ટીમને પછડાટ આપીને વર્લ્ડકપ જીત્યો હતો. ત્યાર પછી ભારત તેને બીજી વખત જીતી શક્યું નથી. પરંતુ આ વખતે લોકોને આશા છે કે ધોનીના ધૂરંધરો ઈતિહાસનું પુનરાવર્તન કરશે. તે ટીમના વિકેટ કીપર સૈયદ કિરમાણીએ પણ ઈતિહાસની તે ઘટનાની યાદોને તાજી કરી હતી. ધોનીની ટીમ સાથે પોતાની ટીમની તુલના કરતા કિરમાણીએ કહ્યું છે કે અમારી ટીમ ઘણી નબળી હતી અને અમારા ઉપર અંડરડોગનું લેબલ લાગેલું હતું પરંતુ ધોની બ્રિગેડ ઘણી મજબૂત ટીમ છે. તો પછી તે સમયની અંડરડોગ ટીમે કેવી રીતે વર્લ્ડકપ જીત્યો તેની વાત કરતા કિરણાણીએ કહ્યું હતું કે અમે ક્યારેય નહોતું વિચાર્યુ કે અમે વર્લ્ડકપ જીતીશું. સ્પર્ધામાં અમારી ટીમ સૌથી બિનઅનુભવી ટીમ હતી. અમે ફક્ત નોક-આઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થવાનું લક્ષ્ય ધરાવતા હતા. તે સમયે અમારા મનમાં તે જ વાત હતી. હકિકતમાં તે સમયે અમે નોક-આઉટ રાઉન્ડમાં પહોંચીશું તેનો પણ લોકોને વિશ્વાસ નહોતો. પરંતુ જ્યારે અમે પ્રથમ મેચમાં જ વર્લ્ડ

પ્રેમ અભિવ્યક્તિની આગવી રીત

Image
સાથીદારને કેવી રીતે ખ્યાલ આવે કે તમારા પ્રેમમાં ઉત્કટતા છે? પ્રેમ વ્યક્ત કરવા માટે માત્ર શબ્દો જ પૂરતાં નથી. ક્યારેક તેના માટે ચુંબન, આલિંગન આપવા-લેવા પણ આવશ્યક છે. પ્રિયપાત્ર સમક્ષ પ્રણય વ્યક્ત કરવો છે, પણ શબ્દો સાથ નથી આપતાં, તો વાંધો નહીં. એમને એક પ્રેમાળ ચુંબન કરી લો. હા, પ્રેમ અભિવ્યક્ત કરવાનું સૌથી સરળ અને શ્રેષ્ઠ માધ્યમ છે, ચુંબન. ચુંબન દ્વારા તમે તમારા મનમાં સાથીદાર પ્રત્યે જેટલો પ્રેમ હોય તે અભિવ્યક્ત કરી શકો છો અને ચુંબનનો સ્પર્શ સાથીદારને પણ એ અનુભવ કરાવે છે કે તમે એને કેટલો પ્રેમ કરો છો. આ એક અનુભવ એવો છે, જે તમારા સાથીદારને મધુર સ્પર્શનો અહેસાસ કરાવે છે. ચુંબન એવું માધ્યમ છે જેના દ્વારા સાથીદાર વગર કહ્યે પણ ઘણું સમજી શકે છે. ચુંબન અનેક રીતે કરવામાં આવે છે, પણ જો યોગ્ય રીતે અને સમય વર્તીને સાથીદારને આ મધુર સ્પર્શનો અનુભવ કરાવવામાં આવે તો તેની જે અસર થાય તેનું શાબ્દિક વર્ણન કરવાનું શક્ય નથી. આપણે ત્યાં સામાન્ય રીતે પ્રેમીજનો માત્ર હોઠ પર કરવામાં આવતાં ચુંબનને જ પ્રાધાન્ય આપે છે અને તેનાથી પણ આગળ વધે તો ક્યારેક ગળા કે ગરદન પર ચુંબન કરે છે. ચુંબન અનેક રીતે થાય

કમરિયા લચકે રે...કેટલીક રસપ્રદ તસવીરો

Image
બેલે ડાન્સની વાત જ શરીર થિરકાવી દે છે. શરીરનું લચીલાપણું અને ડાન્સ મુવમેન્ટ્સ દરમિયાન શરીરનું સંતુલન જ બેલે ડાન્સની સુંદરતા હોય છે. જુઓ તસવીરોમાં...  

આવતીકાલથી અણગમતા SMS ને કોલ્સ પર પ્રતિબંધ

Image
જે રીતે તમે તમારો મોબાઇલ ફોન નંબર બદલ્યા વગર તમે ફોન ઓપરેટર બદલી શકો છો તેવી જ રીતે જો તમે ઇચ્છો તો તમે અણગમતા કોલ અને અણગમતા એસએમએસ આવતા બંધ કરાવી શકો છો. સરકાર મોબાઇલ ફોન ઓપરેટરોની સહાયતાથી આ સ્કીમને આવતીકાલથી એટલે કે 1, ફેબ્રુઆરી 2011થી શરૂ કરી રહી છે. - SMS ન જોઇતા હોય તો 1909 પર ફોન કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે.  - રજીસ્ટ્રેશનના 7 દિવસ બાદ તમારા મોબાઇલ ફોન પર અણગમતા કોલ અને એસએમએસ આવતા બંધ થઇ જશે. - SMS કરીને "COMP TEL NO XXXXXXXXXX, dd,mm,yy, Time hh:mm" - બીજું પ્રમોશ્નલ મેસેજ સવારે 9 થી રાત્રિના 9 સુધી જ ગ્રાહકોનો મોકલી શકાશે.  - હવે કંપની પોતાના બ્રાન્ડ નામ સાથે મેસેજ મોકલી શકશે નહિં.  તમને યાદ હશે કે થોડાંક મહિનાઓ પહેલાં નાણાંમંત્રી પર એક ફોન કોલ આવ્યો હતો કે શું તમારે હાઉસિંગ લોન જોઇએ છે? એવો જ કોલ એચડીએફસીના પ્રમુખ દિપક પારેખ પર ક્રેડિટ કાર્ડ માટે આવ્યો હતો, જ્યારે તેઓ લંચ કરી રહ્યા હતા.  જે વ્યક્તિ અણગમતા કોલ્સ અથવા તો એસએમએસ ન જોઇતા હોય તેને 1909 પર ફોન કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. આ ટોલ ફ્રી નંબર છે. પરંતુ આ રજી

‘ફોટો તો પાડીને જ રહીશ, જે થાય એ કરી લો’

Image
એક તસવીર બરાબર એક હજાર શબ્દો. કેટલીક તસવીરો એ વાર્તા કહી જાય છે, જે આપણે નથી કહી શકતા. આપણે દરરોજ અખબારમાં તેમજ ઈન્ટરનેટ પર કેટલીય તસવીરો જોઈએ છીએ. જો કે આ તસવીરો પાછળ ફોટોગ્રાફરની કેટલી મહેનત હોય છે, તે આપણે જાણી શકતા નથી. આવો જોઇએ ઈન્ટરનેટ પરથી લેવામાં આવેલી કેટલીક દુર્લભ તસવીરો.  

દુનિયાનું સૌથી શાનદાર જહાજ જુઓ, તસવીરોમાં

Image
આ જહાજનું મોડલ એક સદી પૂર્વે તૈયાર કરાઈ ચૂક્યું હતું બ્રિટને પોતાના આ શાનદાર જહાજને તાજેતરમાં જ સમુદ્રમાં ઉતાર્યું છે. સ્પિરિટ ઓફ બ્રિટન નામના આ જહાજની ક્ષમતાનો અંદાજો એ પરથી જ લગાવી શકાય છે કે તેમાં બે હજાર મુસાફરોની સાથોસાથ એક હજાર કાર પણ આવી શકે છે. આ જહાજમાં મુસાફરી કરવા માટે 30 પાઉન્ડ (માત્ર 2100) રૂપિયા ચૂકવવાના રહેશે. આ જ ભાડામાં તમે તમારી કાર પણ સાથે રાખી શકશો. એટલે કે તમારા પરિવાર સાથે કારમાં આ જહાજ પર આવો, ફરો અને પાછા તમારી કારમાં જ ઘરે જતા રહો. આ જહાજની લંબાઈ 700 ફૂટ અને પહોળાઈ 100 ફૂટ છે. શાહી એશોઆરામથી સજજ આ જહાજ આશરે 11 અબજ રૂપિયાના ખર્ચે બન્યું છે. આ જહાજનું મોડલ એક સદી પૂર્વે તૈયાર કરાઈ ચૂક્યું હતું. આ જહાજે સુવિધાઓના મામલામાં બ્રિટનના સૌથી શાહી ગણાતા જહાજ પ્રાઇડ ઓપ કેલેસને પણ પાછળ છોડી દીધું છે. પ્રાઇડ ઓફ કેલેસની ક્ષમતા આના કરતા અડધી છે. તેમાં માત્ર 1000 પેસેન્જર સાથે 500 કાર સમાઈ શકે છે. સ્પિરિટ ઓફ બ્રિટન 3 ડેકનું છે. તે મુક્યત્વે રજાઓ ગાળવા માટે બીજા દ્વીપ પર ફરવા જતા લોકો માટે બનાવાયું છે.

માનવામાં નથી આવતું ને... પણ આ તસવીરો અસલી છે

Image
આખી દુનિયામાં ઘણું બધું એવું હોય છે, જેને જોઇને આંખો પર વિશ્વાસ ન આવે. આજે અમે કેટલીક એવી જ તસવીરો લઈને આવ્યા છીએ, જે અસલી છે, પરંતુ તેને જોઇને તમને સરળતાથી વિશ્વાસ નહીં આવે.  છીએ,  છીએ, જે અસલી છે, પરંતુ તેને જોઇને તમને સરળતાથી વિશ્વાસ નહીં આવે.