નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પરિણીત યુવાન સાથે મૈત્રી કરવી છે

 
પ્રશ્ન : મારા કાકાની દીકરી મને પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. મેં એને સમજાવી છતાં પણ એ માનવા તૈયાર નથી અને ઘરેથી ભાગી જવાનું કહે છે. મારે શું કરવું?

ઉત્તર : તમારા કાકાની દીકરીને શાંતિથી ફરી એક વાર સમજાવો કે તમે સંબંધમાં એના ભાઇ થાવ. આપણા સમાજમાં ભાઇ-બહેનનાં લગ્ન થતાં નથી. આમ છતાં જો એ સમજવા તૈયાર ન હોય તો ઘરમાં તમારા વડીલોને વાત કરો. તમે તમારી રીતે સ્પષ્ટ છો એટલે વાંધો નહીં આવે.

પ્રશ્ન : મારી સાથે કામ કરતો એક યુવાન મને ખૂબ ગમે છે. એ પરિણીત છે, પણ મને એની સાથે સંબંધ રાખવામાં વાંધો નથી. એ આ માટે તૈયાર નથી. હું એને કેવી રીતે રાજી કરું?

ઉત્તર : તમે અપરિણીત છો એમ છતાં એક પરિણીત યુવાન સાથે સંબંધ બાંધવા શા માટે તૈયાર થયા છો? તમને એ ગમે છે એનો અર્થ એવો નથી કે એની સાથે માત્ર એક જ પ્રકારનો સંબંધ રાખી શકાય. તમે એ યુવાન સાથે મૈત્રી કે ભાઇ તરીકેનો સંબંધ રાખી શકો છો. તે અંગે એને વાંધો નહીં હોય.

પ્રશ્ન : મારા પરિવારનું વાતાવરણ અત્યંત રૂઢિચુસ્ત છે. હું જે યુવતીને પ્રેમ કરું છું એ આધુનિક છે અને નોકરી કરે છે. અમે લગ્ન કરવા માગીએ છીએ, પણ મને મારા પરિવારનો વિચાર આવે છે. હું મારા પરિવાર કે પ્રેમિકા બંનેમાંથી કોઇને દુ:ખી કરવા નથી ઇચ્છતો. શું કરું?

ઉત્તર : તમારી સમક્ષ પ્રેમિકા અને પરિવાર એ બંને વિકલ્પ છે. તમે જો ખરેખર પ્રેમ કરતાં હો, તો એ યુવતી સાથે લગ્ન કરી લો. પરિવારજનો કદાચ વિરોધ કરશે, પણ અંતે તમને સ્વીકારી જ લેશે. આત્મીયજનોનો ક્રોધ ક્યારેય લાંબો સમય ટકતો નથી. માટે કોઇ યુવતીની જિંદગી બરબાદ કરવાને બદલે એને સ્વીકારી લેવી વધારે હિતાવહ છે.

પ્રશ્ન : મારી સોસાયટીમાં હમણાં એક પરિવાર રહેવા આવ્યો છે. તેમને ત્રણ સંતાનો છે, જેમાંથી સૌથી મોટો દીકરો મને ખૂબ ગમે છે. જોકે એ મારાથી ઉંરમાં નાનો છે, પણ મારે એની સાથે સંબંધ રાખવો છે. મારે કેવી રીતે એને આ વાત કરવી?

ઉત્તર : તમે તમારી ઉંમર જણાવી નથી, પરંતુ તમારાથી નાની ઉંમરના છોકરા સાથે સંબંધ બાંધીને શો ફાયદો? વળી, તમે કહો છો કે એ પરિવાર હમણાં રહેવા આવ્યો છે. તો તમારો એમની સાથે પરિચય કેટલો, એ લોકો તમને કેટલા સમયથી ઓળખે છે એ બધી બાબતોનો વિચાર કરીને પછી જ આગળ પગલું ભરજો.

પ્રશ્ન : હું વીસ વર્ષની છું. મારાથી મોટી એક બહેન છે. મારા માટે અત્યારથી માગાં આવવા લાગ્યા છે, જ્યારે મારી બહેન હજી અપરિણીત છે. મને એક યુવાન પસંદ પડ્યો છે, પણ મોટી બહેનના લગ્ન થયાં પહેલાં મારા લગ્ન કેવી રીતે થાય?

ઉત્તર : તમે એકવીસમી સદીની યુવતી થઇને પણ આ વિચાર કરો છો એ સારી બાબત છે, પણ તમારા માટે સામેથી માગાં આવે છે અને તમને કોઇ યુવાન પસંદ પડ્યો છે, ત્યારે તમે ના કહેશો તો સારા પાત્રને ગુમાવશો. તમે તમારી બહેનને આ અંગે સમજાવશો તો એ ચોક્કસ તમારી વાત સાથે સંમત થશે અને તમારા માતાપિતાને લગ્ન કરાવી આપવા માટે જણાવશે.

પ્રશ્ન : હું એક પરિણીત પુરુષને પ્રેમ કરતી હતી અને તેની સાથે મારે દરેક પ્રકારના સંબંધ હતા. હવે મારે એની સાથે સંબંધ નથી રાખવો. હું એને મારી સાથે હોય એવી કલ્પના કરું છું, તો પણ અકળાઇ જાવ છું. એ મને છોડવા તૈયાર નથી. તો હું શું કરું?

ઉત્તર : તમે ભૂલ તો કરી જ છે, પણ એ સુધારવાનું તમે નક્કી કર્યું છે. તમે એની સાથે કેમ સંબંધ રાખવા નથી માગતા એ નથી જણાવ્યું. છતાં તમે એમને એવું કહી દો કે જે સંબંધોનો ક્યાંય અર્થ સરે એવો ન હોય તેને આગળ વધારીને કંઇ લાભ નથી. અત્યાર સુધી જે બન્યું તેને એક દુ:સ્વપ્ન માનીને ભૂલી જાવ. આટલું કરવા છતાં જો એ ન માને તો એને તમારી સાથે વાત કરવાની સ્પષ્ટ ના કહી દો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!