નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મંગલજીવન માટેની મંગલમયી વિધિ

 
યુવક-યુવતીનાં લગ્ન નક્કી થાય ત્યારે શુભ મુહૂર્ત જોઇ કંકોતરી લખવાથી લઇ સાસરે જઇને પણ કેટલીક માંગલિક વિધિ કરવામાં આવે છે. અત્યારે બે કલાકમાં લગ્નવિધિ પૂરી કરી દેવામાં માનતાં લોકોને શાસ્ત્રાનુસાર માંગલિક વિધિનું મહત્વ અને તેમાં સમાયેલી ભાવના વિશે જાણકારી આપતો આ લેખ તમને ચોક્કસ વાંચવો ગમશે.

વર-વધૂ ફેરા ફરતાં હોય ત્યારે ગોરમહારાજ મંગલાષ્ટક બોલે છે, પણ એ મંગલાષ્ટક શું છે, તેનો અર્થ શો થાય તે જો તેમને ખ્યાલ હોય તો દાંપત્યજીવનનો સાચો અર્થ સમજાઇ જાય.

અત્યારની ઝડપી જિંદગીમાં લોકો બે કલાકમાં લગ્નની તમામ વિધિ પૂરી કરી દેવાનો આગ્રહ પંડિતને કરતાં હોય છે. પંડિત પણ ફટાફટ મંત્રોચ્ચાર કરી વર-કન્યાને એકબીજાને માળા પહેરાવવાનું કહે, વર-કન્યા ફેરા ફરતાં હોય ત્યારે બીજી તરફ જમણવાર ચાલતો હોય અને હજી તો લગ્નમાં આવેલા મહેમાનો જમે ત્યાં કન્યાવિદાયનો સમય થઇ ગયો હોય. આવી ઝડપી લગ્નવિધિમાં પંડિત જે મંત્રોચ્ચાર કરે તેનો અર્થ કેટલા લોકો સમજતાં હશે? ત્યારે લગ્નવિધિનું ખરું મહત્વ તો આજે લોકો સાવ વિસરવા લાગ્યા છે. આજે આ અંકમાં આપણે લગ્નવિધિનું મહત્વ શું છે તે જાણીએ.

યુવક-યુવતી સ્વજનોની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ જોડાય છે, તેને આપણે લગ્ન કહીએ છીએ. લગ્ન ખરેખર તો એક સંસ્કાર છે, જેની સાથે અનેક વિધિ જોડાયેલી છે. તેમાં સૌપ્રથમ વાગ્દાન પ્રયોગ કરીને કંકોતરી લખવામાં આવે છે. ત્યાર બાદ પ્રારંભ થાય છે, માંગલિક પ્રસંગો. શાસ્ત્ર અનુસાર લગ્નના આઠ પ્રકાર માનવામાં આવ્યા છે, પણ તેમાં અગ્નિની સાક્ષીએ લેવાતા ફેરાને બ્રાહ્નવિવાહ વિધિ કહેવાય છે. મોટા ભાગના હિંદુ લગ્નોમાં પ્રસંગ નિર્વિઘ્ને પાર પડે તે માટે રિદ્ધિ-સિદ્ધિ સાથે ગણપતિની પૂજા કરીને માણેકસ્તંભ રોપવામાં આવે છે, ગક્ષેત્રદેવની પૂજા થાય છે.

તે પછી વર કે કન્યાને કુળની પરંપરા પ્રમાણે પીઠી ચોળવામાં આવે છે. પીઠી ચોળ્યા પછી મોટા ભાગે કન્યા કે વરને ઘરની બહાર નીકળવાની મનાઇ હોય છે. લગ્નના દિવસે વરરાજા જાન લઇને કન્યાના ઘરે આવે ત્યારે જાનનું સામૈયું થાય છે અને વરરાજાને પોંખવામાં આવે છે. કન્યાની માતા માથે જળ ભરેલો કળશ લઇ વરરાજાને તિલક કરીને તેમનું સ્વાગત કરે છે. પોંખણાની વિધિ પૂરી થયા પછી વરરાજા અણવર, મિત્રો સાથે ચોરીમાં પધારે છે જ્યાં તેનું મધુપર્કપૂજન કરવામાં આવે છે. આમાં વરરાજાને દર્ભના આસન પર બેસાડીને પંચામૃત પીવડાવવામાં આવે છે. તેને વિષ્ણુરૂપ માનીને કન્યાના પિતા તેના પગ ધૂએ છે. એ પછી ગોરમહારાજ અંતરપટ રાખીને મંગળ ભાવના ધરાવતાં મંગલાષ્ટક ગાય છે. તે સાથે વારંવાર સૂચન પર આપતાં જાય છે કે ‘કન્યા પધરાવો સાવધાન.’

આ સાંભળ્યા બાદ કન્યાના મામા કન્યાને ચોરીમાં લઇ આવે છે. કન્યા ચોરીમાં આવે તે પછી અંતરપટ દૂર કરીને વર-કન્યાનું પૂજન કરવામાં આવે છે. બંને સામસામે એકબીજાને માળા પહેરાવે છે અને ગોરમહારાજ બંનેને સૂતરની વરમાળા પહેરાવે છે. વર-કન્યા પોતાના આસન પર બેસે તે પછી કન્યાના પિતા કન્યાના જમણા હાથમાં કંકુ, અક્ષત, ફૂલ, પાન, સોપારી, દક્ષિણા વગેરે આપે છે. ત્યાર બાદ ત્રણ પેઢીનાં ગક્ષેત્રોચ્ચાર સાથે જે દિવસે લગ્ન હોય તે દિવસના નક્ષત્ર, યોગ, તિથિ વગેરેનું વર્ણન કરીને ગોરમહારાજ કન્યાદાનનો સંકલ્પ લેવડાવે છે અને પિતા કન્યાનો હાથ જળ સાથે વરરાજાના હાથમાં સોંપે છે. આ વિધિ સાથે કન્યાનાં માતા-પિતાની જવાબદારી પૂરી થઇ ગણાય છે.

કન્યાદાન પછી માંહ્યરાની વિધિ થાય છે. તેમાં ગોરમહારાજ વર-કન્યાને અગ્નિનું પૂજન કરાવે છે, નવગ્રહનો હોમ કરાવે છે. વર-કન્યાના દ્વારા ગણપતિનું સ્મરણ, અગ્નિપૂજન તથા ક્ષેત્રપાળનું પૂજન કરાવાય છે. તે પછી મંગળફેરાની વિધિ શરૂ થાય છે. કેટલીક વાર ફેરા ફરવા અંગે અનેક ખોટી માન્યતા જોડાયેલી હોય છે. શાસ્ત્રાનુસાર દરેક ગ્રંથમાં ચાર ફેરા ફરવાનું જણાવાયું છે. આ ચાર ફેરા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ વર્ણવેલા છે. દરેક ફેરા ફરતી વખતે વર-કન્યા ક્ષેત્રપાળને જમણા પગના અંગૂઠાથી સ્પર્શ કરે છે. એમ તો કેટલાક હિંદુ સંપ્રદાયમાં સાત ફેરા ફરવાનો રિવાજ છે, પણ આ તેમની આગવી પરંપરા છે.

ફેરા પૂરા થયા પછી સપ્તાચલપૂજન કરવામાં આવે છે. તેમાં ગોરમહારાજ સાત સોપારી મૂકીને ભારતના સાત પર્વતોનું પૂજન કરાવે છે અને સાત પ્રતિજ્ઞાઓનું પઠન કરવામાં આવે છે. તે પછી કંસારભક્ષણમ વિધિ થાય છે. કન્યાની માતા ખૂબ ભાવપૂર્વક કંસાર બનાવે છે અને ચોરીમાં આવીને તે કંસાર વર-કન્યાને પીરસે છે. આ કંસાર વર-કન્યા એકબીજાને સામસામે પાંચ વખત ખવડાવે છે.

હવે શરૂ થાય છે, અખંડ સૌભાગ્યવતીની વિધિ. આ વિધિમાં વરપક્ષ અને કન્યાપક્ષની સાત, નવ કે અગિયાર સૌભાગ્યવતી મહિલાઓ કન્યા પાસે આવે છે. કન્યાને તિલક કરી તેના જમણા કાનમાં ‘અખંડ સૌભાગ્યવતી ભવ, શિવ-પાર્વતીનું સૌભાગ્ય હજો’ એવા શુભ વચન કહે છે.

આ પ્રમાણે લગ્નવિધિ પૂરો થાય છે અને પછી આવે છે એ ઘડી જ્યારે પોતાના કાળજાના કટકાને માતાપિતા બીજા કુળને દીપાવવા માટે વિદાય આપે છે. કન્યા જે ઘરમાં રમીને મોટી થઇ હોય એઘરને કંકુવાળા હાથથી થાપા લગાવે છે. તે પછીની ઘડી એટલે એ ઘર, પરિવાર, સખી-સાહેલીઓને છોડીને શ્વસુરગૃહે પ્રસ્થાન કરવાની કપરી ઘડીએ કન્યા હવે પુત્રી મટી પુત્રવધૂ બની સાસરે રવાના થાય છે.

સાસરે આવ્યા પછી નવદંપતીને પોંખવામાં આવે છે અને નવવધૂ સાસરિયાંમાં કુમકુમ પગલાં પાડે છે. તે પછી પરંપરા પ્રમાણે છેડાછેડી છોડવી, મીંઢળ છોડવા, સોપારી રમવું વગેરે સામાજિક વિધિ સાસરિયાંમાં થાય છે અને નવદંપતી સ્વજનો, વડીલોના આશીર્વાદ તથા મિત્રો, સખીઓની શુબેચ્છા સાથે પોતાના નવજીવનનો પ્રારંભ કરે છે.

કંકોતરી

બંને પક્ષના વડીલો શુભ દિવસ જોઇ ભેગા મળે છે અને સારા ચોઘડિયામાં ગણેશજી, ઇષ્ટદેવ અને કુળદેવીનું સ્મરણ કરી કંકોત્રી લખે છે. પ્રથમ કંકોતરી કુળદેવીને લખ્યાં બાદ બંને પક્ષ એકબીજાને કંકોતરી આપે છે. તે પછી સગાં-સંબંધીઓને કંકોતરી રૂબરૂ આપવા જવાની શુભ શરૂઆત થાય છે.

જાનપ્રસ્થાન

જે દિવસે લગ્ન લેવાયાં હોય ત્યારે શુભ ચોઘડિયા અને મુહૂર્ત પ્રમાણે વરરાજા જાન લઇને કન્યાને લેવા માટે પ્રસ્થાન કરે છે. પહેલાંના સમયમાં ઘોડે ચડીને વરરાજા લગ્ન કરવા જતાં, અત્યારે કાર, બગીગાડીનો ટ્રેન્ડ ચાલે છે. જોકે ઘોડે ચડીને કન્યાને લેવા જવાનો મોભો તો કંઇ અનેરો જ હોય છે.

વરપોંખણા

કન્યાના માંડવે જાન પહોંચે એટલે જાનનું તો સામૈયું કરવામાં આવે જ છે, પણ સાસુ માથે જળ ભરેલો કળશ લઇ વરને પોંખવા આવે છે. આને વરપોંખણાની વિધિ કહે છે. સાસુ જમાઇના કપાળે તિલક કરી તેના પર અક્ષત લગાવી વર અને જાનને આવકારે છે અને વરરાજા અણવર, મિત્રો અને જાન સાથે મંડપમાં પધારે છે.

માળા પહેરાવવી

આંગણે આવીને ઊભેલા પોતાના ભાવિ ભરથારને આવકારવા કોડીલી કન્યા પણ હાથમાં ફૂલોની માળા લઇને આવી પહોંચે છે. હાથમાં ફૂલોની માળા અને ચહેરા પર સાજનને જોવાની આતુરતા સાથે શરમાતી સજની સહેલીઓ સાથે આવી વરરાજાને ફૂલોનો હાર પહેરાવે છે. આવા સમયે બંને પક્ષ વચ્ચે મીઠી મજાકમાં વર અને કન્યાને તેડી લઇ બને એટલાં ઊંચાં કરવામાં આવે છે, જેથી હાર પહેરાવનાર તેના સુધી કેવી રીતે પહોંચે કે કેટલો સમય લગાડે છે એવી નિર્દોષ ટીખળ થાય છે. ખાસ કરીને વરરાજાના મિત્રો અને કન્યાની સહેલીઓ વચ્ચે આ ચડસાચડસી વધારે હોય છે.

કન્યા પધરાવો સાવધાન

આટલી વિધિ થયા પછી ગોરમહારાજ જ્યારે વરરાજા પાસે કેટલીક વિધિ કરાવે. ત્યાર બાદ મંગલાષ્ટક બોલવાની સાથે સાથે ‘કન્યા પધરાવો સાવધાન’ની ચૂચના આપે છે. એ વખતે કન્યાના મામા કન્યાને માંહ્યરામાં લાવે છે. આધુનિક યુવતીઓ હવે માંહ્યરામાં સિંહાસન પર કે ફૂલોથી બનાવેલી પાલખીમાં બેસીને રાજકુમારીની માફક પધારે છે. કેમ નહીં? દીકરી આખરે માતાપિતાના રાજમાં તો એક રાજકુમારીની માફક જ ઊછરી હોય છે. ફૂલની જેમ ઊછરેલી રાજકુમારી સાસરિયે જતાં પહેલાં થોડા લાડ કરી લે, તો એમાં નવાઇ શાની?

હસ્તમેળાપ

કન્યા ચોરીમાં આવે તે પછી કન્યાના પિતા કન્યાના હાથમાં કંકુ, અક્ષત, પાન, ફૂલ, દક્ષિણા વગેરે મૂકીને તેનો હાથ વરરાજાના હાથમાં આપે અને ગોરમહારાજ મંત્રોચ્ચાર કરીને તેમનો હસ્તમેળાપ કરાવે છે. હસ્તમેળાપ પછી માતાપિતાની કન્યા પ્રત્યેની જવાબદારી પૂરી થાય છે.

માંગ ભરે સજના

ફેરા ફર્યા પછી વરરાજા કન્યાની સેંથીમાં કંકુ ભરીને મંગળસૂત્ર પહેરાવે છે. વરરાજા અગ્નિ, સૂર્ય અને સ્વજનોની સાક્ષીએ કન્યાને વિધિવત્ પોતાની જીવન-સંગિની બનાવે છે. સેંથીમાં કંકુ ભરે ત્યારે જનમોજનમ સાથે રહેવાના કોલ બંને એકબીજાને આપે છે.

સપ્તાચલપૂજન

તમામ વિધિ પૂરી થયા પછી ગોરમહારાજ સાત સોપારી મૂકીને ભારતના સાત પર્વતના નામ બોલી વર-કન્યા પાસે તેની પૂજનવિધિ કરાવડાવે છે. તે સાથે નવયુગલને સાત પ્રતિજ્ઞા પણ લેવડાવે છે, જે તેમને આજીવન એકબીજાનાં સુખદુ:ખમાં સાથીદાર બની રહેવા માટેની હોય છે.

કન્યાવિદાય

તમામ વિધિ પૂર્ણ થયા પછી આવે છે એ પળ, જે આનંદની સાથે અશ્રુ પણ આંખમાં લાવે છે. પિતૃગૃહેથી પતિગૃહે જતી લાડકી અને માતાપિતાનાં અંતરમાં ઉમંગની ભારોભાર દુ:ખ હોય છે. આશિષ આપતાં પિતાના મનમાંથી પોકાર ઊઠે છે, ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો...’

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!