નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

B.Comમાં ૫૫ ટકા હશે તો CPT વગર સી.એ.માં પ્રવેશ

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની સેન્ટ્રલ કાઉન્સિલનો નિર્ણય
બી.કોમ.માં ૫૫ ટકા,આર્ટ્સ-સાયન્સમાં ૬૦ ટકાવાળા વિદ્યાર્થીઓને સીપીટી નહીં આપવી પડે
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ)ની સેન્ટ્રલ કાઉન્સિલ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)નો અભ્યાસ કરવા માગતા વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. આ નિર્ણય અનુસાર બીકોમ વિદ્યાશાખામાં ૫૫ ટકા કે તેથી વધુ ટકાવારીવાળા, સાયન્સ કે આર્ટ્સ શાખામાં ૬૦ ટકા કે તેથી વધુ ટકાવારી ધરાવતા વિદ્યાર્થીને સીપીટી (કોમન પ્રોફિશિયન્સી ટેસ્ટ) આપવાની જરૂરત રહેશે નહીં.

આ માટે કેન્દ્ર સરકારની મંજુરીની રાહ જોવાઈ રહી છે. કેન્દ્ર સરકારની મંજુરી મેળવ્યા બાદ જ આ નિર્ણયનો અમલ થઈ શકશે. આઈસીએઆઈ દ્વારા સાયન્સ-કોમર્સ- આર્ટ્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સીપીટી (એન્ટ્રન્સ ટેસ્ટ) પાસ કર્યા વગર સીધા જ આઈપીસીસી (ઇન્ટિગ્રેટેડ પ્રોફેશનલ કોમ્પિટન્સી કોર્સ)માં પ્રવેશ મેળવી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવાઈ છે.

સીએના કોર્સમાં વર્ષ૨૦૦૫ સુધી વિદ્યાર્થીઓ માટે સીપીટીના બદલે સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષા લેવાતી હતી. જો કે વર્ષ ૨૦૦૬થી ફાઉન્ડેશન પરીક્ષાના સ્થાને સીપીટીની પરીક્ષા લેવાની શરૂઆત કરાઈ હતી. જેના કારણે ધોરણ ૧૨ કોમર્સ પાસ કે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારને સીએના કોર્સમાં પ્રવેશ માટે સીપીટી ફરજિયાત કરાઈ છે. જો કે હવે ફરીવાર ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ માટે આ નવો નિયમ બનાવાયો છે.

આ નવા નિયમને શહેરના અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવકારી રહ્યાં છે. સીએ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના કાઉન્સિલ મેમ્બર સીએ જૈનિક વકીલનું કહેવું છે કે, ‘આના કારણે સીએ કરવા ઈચ્છતા લાયક ઉમેદવારોની સંખ્યામાં વધારો થશે.’

ધોરણ-૧૨ કોમર્સ પછી સીએ કરનારાને ફરજિયાત સીપીટી આપવી પડશે !

સીએ ઇન્સ્ટિટ્યૂટની સેન્ટ્રલ કાઉન્સિલના નિર્ણય અંતર્ગત ધોરણ ૧૨ કોમર્સ પછી સીએ કરવા ઈચ્છતા વિદ્યાર્થીને ફરજિયાત સીપીટી આપવી પડશે. આ ઉપરાંત કોમર્સ-આર્ટ્સ-સાયન્સમાં સ્નાતક કક્ષાએ નિયત ધારાધોરણ કરતાં ઓછી ટકાવારી વાળા એટલે કે કોમર્સમાં ૫૫ ટકાથી ઓછી અને આર્ટ્સ- સાયન્સમાં ૬૦ ટકાથી ઓછી ટકાવારી ધરાવતાં વિદ્યાર્થીને પણ ફરજિયાત સીપીટી આપવાની રહેશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી