નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફાઇબર્સથી થતા ફાયદા

 
ફાઇબર્સથી શરીરને અનેક લાભ થાય છે. જે છાલવાળા ફળ, લીલા શાકભાજીમાંથી મળે છે.

ટિનપેક ફુડ ખરીદો ત્યારે પેક પર ફાઇબર્સનું પ્રમાણ ચકાસીને ખરીદો. જેથી મહત્તમ ફાઇબર્સવાળો ખોરાક મળી રહે.

શરીર માટે જેટલા જરૂરી વિટામિન, પ્રોટીન, કાર્બોહાઇડ્રેસ છે એટલા જ જરૂરી ફાઇબર્સ છે. ડાયટરી ફાઇબર્સ એટલે એવો ખોરાક જેમાં કેલેરી હોતી નથી. તે આંતરડામાં જઇને ખોરાક ખાધાનો સંતોષ આપે છે. તેનાથી પેટ ભરાયાનો સંતોષ થાય છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

વધુ ફાઇબરવાળો ખોરાક ખાવાના ફાયદા ઘણા છે. તેનાથી ડાયાબીટિસ કંટ્રોલમાં રહે છે. વધુ કોલેસ્ટેરોલના દર્દીઓને ફાઇબરવાળો ખોરાક કોલેસ્ટેરોલનું નિયમન કરે છે. આંતરડાના કેન્સર, કબજિયાતને દૂર રાખવા માટે ફાઇબર્સ લેવા આવશ્યક છે. વધુ પડતું વજન ધરાવનારા લોકો પણ જો ફાઇબર્સયુક્ત ખોરાક લે તો વજન વધતું અટકે છે અને વજન ઘટાડવા ઇચ્છતાં હોય તો ફાઇબર્સથી વજન ઝડપથી ઘટે છે. ફાઇબર્સવાળો ખોરાક નાના આંતરડામાંથી કોલોનમાં થઇને શરીરની બહાર નીકળી જાય છે અને કોલોનને હેલ્ધી રાખે છે. માટે જ ફાઇબર્સને કુદરતી સ્ક્રબર્સ કહેવામાં આવે છે. જે આંતરડાંને સાફ કરવાનું કામ કરે છે. ફાઇબર્સ આખા અનાજ, જાડા લોટ, શાકભાજી અને ફળફળાદિ તેમ જ સૂકા મેવામાંથી ભરપૂર પ્રમાણમાં મળે છે.

હાઇ ફાઇબરવાળો ખોરાક ખાવાથી અનેક રોગ દૂર રહે છે. જેમ કે, ઇનસોલ્યુએબલ ફાઇબર્સવાળો ખોરાક એટલે શાકભાજી, જાડો લોટ વગેરે ખાવાથી કોલોન કેન્સરથી દૂર રહેવાય છે. સોલ્યુએબલ ફાઇબર એટલે કે ફળફળાદિ, કઠોળ, ડ્રાય ફ્રુટ લેવાથી સ્ટ્રોકને અટકાવે છે, હાઇ કોલેસ્ટેરોલમાં ફાયદો કરે છે. સોલ્યુએબલ ફાઇબર્સ ઓગળીને આંતરડામાં એક જાતની જેલ ઉત્પન્ન કરે છે. આ જેલ શરીરમાં શર્કરાનું ઉત્પાદન ઓછું કરી બ્લડ ગ્લુકોઝ લેવલ જાળવે છે.

આ જેલ કબજિયાત દૂર કરી હરસ-મસા થતા અટકાવે છે. વ્યક્તિએ રોજિંદા ખોરાકમાં ૨૦થી ૩૫ ગ્રામ ફાઇબર્સ લેવા જોઇએ. જ્યારે વધુ ફાઇબર્સવાળો ખોરાક લો ત્યારે પાણી પણ વધુ પીવું જરૂરી છે નહીંતર કબજિયાત અથવા ગેસ થઇ શકે છે. ફાઇબર્સનો ફાયદો મેળવવા માટે ફળેને છાલસહિત ખાવા તેમ જ જયૂસને બદલે સમારીને ખાવા. જેથી તેના ફાઇબર્સ જળવાઇ રહે, શાકભાજીનો ઉપયોગ વધારવો જોઇએ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી