Posts

Showing posts from November, 2011

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ડ્રાય વાળને બનાવો મુલાયમ

Image
    પ્રશ્ન : હું ૩૭ વર્ષની છું. મારો રંગ ગોરો છે, પણ છેલ્લા સાત-આઠ વર્ષથી મારા નાક પર ચકામાં પડી જવાને લીધે ચહેરો કદરૂપો લાગે છે અને હું લઘુતાગ્રંથિ અનુભવું છું. અનેક ઉપાય કરવા છતાં કંઇ પરિણામ નથી મળ્યું. શિયાળામાં આ સમસ્યા વધારે વકરે છે. કોઇ ઉપાય બતાવશો? ઉત્તર : તમે સાબુના બદલે હોમમેડ કલીન્સરનો ઉપયોગ કરો. ચણાના લોટમાં દૂધ કે ચોખાનું પાણી ભેળવી સાબુના સ્થાને ઉપયોગ કરી શકો. તમે કલીન્સિંગ માસ્ક પણ લગાવી શકો. તે માટે ચપટી હળદર અને એક ચમચો મિલ્ક પાઉડરમાં બે ચમચી મધ અને અડધા લીંબુનો રસ પેસ્ટ બનાવો. આને ચહેરા પર વીસ મિનિટ લગાવી રાખી પછી ધોઇ નાખો. ત્વચાનો રંગ બદલાશે. પ્રશ્ન : મારા વાળ છેડેથી ફાટી ગયા છે. હું જ્યારે વાળ ઓળું છું, ત્યારે ખૂબ તૂટે છે. શું એ માટે વાળમાં મેંદી લગાવું તો ફરક પડશે? ઉત્તર : વાળ જ્યારે છેડેથી ફાટી જાય ત્યારે વધતા અટકી જાય છે. તમે વાળને નિયમિત ટ્રિ્મ કરાવવાનું રાખો. દીવેલ કે સરસિયાથી વાળમાં મસાજ કરો. મેંદીનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરશો કેમ કે તેનાથી ક્યારેક વાળ શુષ્ક થઇ જાય છે. તમે જે તેલ ના

દરેક પ્રસંગે સજો કંઇક આવો નવો શણગાર

Image
    લગ્ન આપણા દેશમાં સૌથી મોટો પ્રસંગ ગણાય છે. તેનો ખ્યાલ તમને એના પરથી આવી શકે કે ફેશન ડિઝાઈનર્સ આ પ્રસંગ માટે આખું કલેક્શન તૈયાર કરે છે. ફેશનની એક સંપૂર્ણ સીઝન જેના નામે હોય છે, તેમાં પ્રયોગો કરવાની કેટલી સંભાવના હોય છે, તે જરા વિચારો. લગ્નગાળો શરૂ થઇ ચૂક્યો છે, તમે નવવધૂ બનવાના હો, તો બતાવો તમારી ક્રિએટિવિટી. નવવધૂનો આટલો મોટો ટ્રુસો તો ભાગ્યે જ કોઇ સંસ્કૃતિમાં જોવા મળશે. તમે ભારતીય નવવધૂ હો, તો તમને ખ્યાલ હશે કે તમે કેટલા નસીબદાર છો. દુનિયાની દરેક યુવતી પોતાનાં લગ્ન વખતે એક કે બે પરિધાન પહેરવાનું નક્કી કરે છે અને આ પ્રસંગ માટે તૈયાર થાય છે. જ્યારે ભારતીય નવોઢા માટે લગ્નનો પ્રસંગ લગભગ એકાદ મહિના સુધી ચાલે છે. કદાચ આ જ કારણસર કેટલાક રિવાજ મહિના-સવા મહિના સુધી પણ રાખવામાં આવે છે. જેમ કે, પગમાં પહેરેલા વિંછીયા કે હાથનો ચૂડો સવા મહિના સુધી પહેરી રાખવાનાં હોય છે. એમ તો સવા મહિનો જ નહીં, આખું વર્ષ રિવાજ ચાલતાં જ હોય છે. વળી, કોઇ પ્રકારના રિવાજ સમયે નવવધૂ સજીધજીને તૈયાર હોય તે મહત્વનું માનવામાં આવે છે. તમે કે

દુલ્હે કા સહેરા સુહાના લગતા હૈ...

Image
    થોડા દિવસમાં જ ઘરના વાતાવરણમાં શરણાઇના સૂર રેલાશે. નવવધૂના સ્વાગતની લગભગ તમામ તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. ત્યારે વરરાજાનું પણ એટલું જ મહત્વ છે અને આ બાબત સમજવાની એના માટે પણ જરૂરી છે. દાંપત્યજીવન ખુશીની સાથે અનેક જવાબદારીઓ સાથે લાવે છે. આ વાત નવવધૂ તો સમજે છે, પણ વરરાજા માટેય કેટલીક બાબતો જાણવી જરૂરી છે. ખાસ કરીને, એના વિશે જે લગ્નની તૈયારી સાથે જોડાયેલી છે. અહીં અમે જણાવીએ છીએ કે વરરાજાએ એટલે કે તમારે શું કરવાનું છે. - લગ્નની તમામ વ્યવસ્થાની જવાબદારી તો ઘરનાં વડીલોએ ઉપાડી લીધી હશે, છતાં કેટલાક કામ પૂરા કરવામાં તેમને સહાય કરો. આથી તેમને મદદ થશે. - લગ્નમાં થનારા ખર્ચ અને તમારા બજેટ વિશે પરિવારની સાથોસાથ તમને પણ જાણકારી હોવી જોઇએ. ખર્ચ અને બજેટમાં સંતુલન જળવાઇ રહે તે માટે આ જરૂરી છે. - તમે ઇચ્છતાં હો કે લગ્નના દિવસે નવવધૂની સાથોસાથ લોકો તમારી પણ પ્રશંસા કરે તો તમારી કાળજી લેવાની શરૂ કરી દો. જો અત્યાર સુધી વ્યસ્ત રહેવાને લીધે ફિટનેસ જળવાઇ ન હોય, તો પણ હજી મોડું નથી થયું. - લગ્નના બે-ત્રણ દિવસ પહેલાં હેરક

આ રહ્યો નવવધૂ માટે ફિટનેસ મંત્ર

Image
    લગ્ન પહેલાં કે પછી, કસરત તમારી પ્રાથમિકતાઓમાં સામેલ હોવી જોઇએ. તમે સ્વસ્થ હશો, તો જ તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો. નવયુવતી સાસરે આવે તે પછી નવું વાતાવરણ, અજાણ્યા લોકો અને ગમે ત્યારે જમવાનું - આ બધાંની અસર તેના સ્વાસ્થ્ય પર થાય છે. એની ફિટનેસ જળવાઇ ન રહેવાથી દિવસભર સુસ્તી અને કંટાળો રહે છે, ત્યારે ક્યાંય જવા-આવવાનું કે કોઇને હળવા-મળવાનું તો ગમે જ કેમ? પણ જો ઘરમાં જ થોડી કસરત કરી લે, તો ખાસ વાંધો નથી આવતો. લગ્ન કરીને સાસરે આવ્યા પછી અજાણ્યા વાતાવરણ અને નવા સંબંધોમાં સાયુજ્ય સાધવાની ચિંતા દરેક યુવતીને હોય છે. નવા વાતાવરણમાં પોતાને અનુકૂળ બનાવવાના પ્રયત્નમાં એ ફિટનેસ પ્રત્યે સૌથી વધુ બેદરકારી સેવે છે. ખરેખર તો લગ્ન પછી ગમે ત્યારે જમવાનું, ભાવનાત્મક ચડાવ-ઉતાર અને અનિયમિત ઊંઘના કારણે સ્ફૂર્તિલા રહેવાનું ખાસ જરૂરી હોય છે. આ સમયે કસરત શારીરિક સ્વાસ્થ્ય જાળવી રાખવાની સાથોસાથ સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂપ થતી હોવાથી મહત્વપૂર્ણ છે. ફિટ રહેવા માટે શું કરવું, તે જાણીએ... ફિટનેસ મંત્ર ફિટ રહેવાનો એક જ મંત્ર છે,
Image
  આ કોસ્ટર પર સવાર થયા પછી તેને રોકી શકાતું નથી મજબૂત મનના અને હિંમતવાળા લોકો માટે આખી દુનિયામાં વિવિધ પ્રકારની રોલર કોસ્ટર રાઇડ્ઝ ઉપસ્થિત છે, જેના દ્વારા તે આ સાહસિક રાઇડ્ઝનો લહાવો ઉઠાવી શકે છે. તેમાંથી અમુક રાઇડ્ઝને સૌથી ઊંચી તો અમુકને સૌથી ઝડપીનો દરજ્જો મળેલો છે. કોસ્ટર રાઇડ્ઝના શોખીન જાંબાજ લોકો ઓસ્ટ્રિયાના માઇડર્સમાં પર્વતો પર એક અનોખા પ્રકારની રાઇડની સવારી કરી શકે છે. આ કોસ્ટરની સૌથી અનોખી વાત એ છે કે તેમાં કોઈ બ્રેક નથી અને એક વાર તેના પર સવાર થયા પછી કોસ્ટરને અધવચ્ચે રોકી શકાતી નથી. આ રાઇડ પૂરી થાય ત્યારે જ તેમાંથી ઉતરી શકાય છે. માઇડર્સ અલ્પાઇન કોસ્ટરના નામથી જાણીતી આ રાઇડમાં એક માઇડર્સના પર્વતો ઉપર ઉબડ ખાબડ જમીનથી અમુક ઊંચાઈ પર એક પાઇપ પાથરવામાં આવી છે, જેના પર રાઇડ્ઝના શોખીન એક નાનકડી ગાડી દ્વારા ઉપરથી નીચે લપસતા આવે છે. આ કોસ્ટરની સવારી માટે પર્યટકો પહેલા કેબલકાર દ્વારા શિખર સુધી પહોંચતા હતા અને પછી નાની ગાડી દ્વારા લપસતા નીચે સુધી આવતા હતા. કોસ્ટરમાં કયા પ્રકારની ગાડીઓ પર પર્યટકો સવાર થાય છે.

જો તમે ડરપોક ના હો તો જ અંદરની તસવીરો જોજો!

Image
Share |   200 પાઉન્ડ વજનના પાળતૂ ચિમ્પાન્જીએ આ મહિલા પર હુમલો કરી દીધો હતો ગુસ્સે થયેલા ચિમ્પાન્જીના હુમલાથી ઘાયલ થયેલી એક અમેરિકી મહિલાનું કહેવું છે કે નવા ચહેરાના ટ્રાન્સ્પ્લાન્ટ પછી તે પોતાને જોખમમાંથી બહાર અનુભવી રહી છે અને લોકો તેના નવા ચહેરાની સરાહના પણ કરી રહ્યા છે. કનેક્ટિકટના સ્ટેમફોર્ડની રહેનારી ચાર્લા નાશે ‘એનબીસી ટુડે શો’માં જણાવ્યું હતું કે તેના દાનકર્તાનો ચહેરો હવેતેના મોંના બોન્સની સંરચના પર યોગ્ય રીતે વિકસવાનો શરૂ થઈ ગયો છે. એનબીસી પર ઈન્ટરવ્યુમાં નાશે જણાવ્યું હતું કે લોકો તેમના નવા ચહેરાના વખાણ કરી રહ્યા છે. નાશે ઉમેર્યુ હતું કે ચિમ્પાન્જીના હુમલા પછી તેનો ચહેરો એ રીતે ડરામણો અને ભદ્દો થઈ ગયો હતો કે લોકો તેની સાથે વાત કરતા પણ ડરતા હતા, પરંતુ હવે એવુ નથી. ઉલ્લેખનીય છે કે નાશ પર વર્ષ 2009માં એક પાડોશીના 200 પાઉન્ડ વજનના પાળતૂ ચિમ્પાન્જીએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ચિમ્પાન્જીએ નાશનું નાક, આંખો અને હોઠને ખરાબ રીતે કરડી ખાધો હતો. આ અકસ્માતમાં નાશની આંખોની

35 લાખ રૂપિયાની એક કિલો પાલક

Image
  જર્મનીના વૈજ્ઞાનિકો મોંઘા શાકભાજી ઉગાડવામાં લાગેલા છે તમે પાલક તો ખૂબ ખાધી હશે, પરંતુ ક્યારેય તમે 35 લાખ રૂપિયા પ્રતિ કિલોની કિંમતની પાલક ખાધી છે? જર્મનીના વૈજ્ઞાનિકો મોંઘા શાકભાજી ઉગાડવામાં લાગેલા છે. આ શાકભાજીમાં ખાસ પ્રકારના તત્વો મળી આવે છે, જે બીમારી સામે લડવા માટે સક્ષમ હોય છે. ઉલ્લેખનીય છે કે શાકભાજી અને મસાલામાં મળી આવતું તત્વ ફ્લેવોનોઇડ બ્લડ સર્ક્યુલેશનને કાબુમાં રાખવા, હાર્ટની બીમારી અને કેન્સર સામે લડવા માટે મદદગાર સાબિત થાય છે. વૈજ્ઞાનિકો દ્વારા ઉગાડવામાં આવતા શાકભાજીમાં આ તત્વ અન્ય શાકભાજીની તુલનામાં વધારે હશે અને આ માટે વૈજ્ઞાનિકોએ પાલક અને ફૂદીના કે પાર્સલેના છોડને પસંદ કર્યો છે. તેમાં ફ્લેવોનોઇડની માત્રા અન્ય શાકભાજીની સરખામણીમાં વધારે હોય છે. છોડના વિકાસ માટે કાર્બન ડાયોક્સાઇડ આપવામાં આવે છે, પરંતુ આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મળતા કારબન ડાયોક્સાઇડથી અલગ હોય છે. તેમાં સાધારણ 12સીના બદલે 13સીનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખાસ્સો મોંઘો હોય છે. તેની ચાર હજાર લીટરની એક બોટલની કિંમત આશરે 70 લાખ રૂપ

ઇંધણ વાયુ CNG

Image
  પેટ્રોલના વિકલ્પ તરીકે અપનાવાયેલા ગેસ (વાયુ) ઈંધણના ભાવ પણ વધતા જાય છે. થોડાક જ દાયકાઓ પહેલાં વાહનો માટે ગેસ અયોગ્ય માનવામાં આવતો હતો. અત્યારે એ સામાન્ય થઇ ગયો છે. પૃથ્વીના પેટાળમાં રહેલા કુદરતી વાયુમાં મહદંશે મિથેન (એક કાર્બન અને ચાર હાઇડ્રોજન પરમાણુઓનું સંયોજન) હોય છે. ખાતર બનાવવા માટે તેનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે. જ્યારે તે વાહનો માટે પ્રચલિત બન્યો ત્યારે તેના વિશે વિગતવાર ચર્ચા થતી હતી. આજે તેનું પુન:અવલોકન કરી લઇએ. વાયુમંડળ વાતાવરણ રૂપે ધરતી ઉપર જકડાયેલું રહે છે, પરંતુ પ્રસ્તુત લેખમાં વાયુઓ કે કુદરતી વાયુ એટલે ઈંધણ તરીકે ઉપયોગમાં આવતા વાયુની વાત કરી છે. આ પ્રકારના વાયુ કાં તો જૈવિક રીતે કાં તો ગરમીને લીધે પેદા થાય છે. કળણ કે ભેજવાળા વાતાવરણમાં જૈવિક કચરાના સડવાથી ઉત્પન્ન થતા વાયુમાં મિથેન હોય છે. ગોબર ગેસ આ કક્ષામાં આવે છે. આ પ્રક્રિયા મોટે ભાગે પૃથ્વીની સપાટી ઉપર થતી હોય છે. જ્યારે સદીઓથી ધરતીના પેટાળમાં ધરબાયેલા જૈવિક અવશેષો પર ઊંચા તાપમાન અને દબાણની અસર થતાં મિથેનયુકત વાયુ ઉત્પન્ન થાય છે, જેનો ઈંધણ

ઓછી મહેનતે પોતાનું કામ પાર પાડવાની ટિપ્સ

Image
    ‘હાઉ ટુ ગેટ થિંગ્ઝ ડન’ રિચર્ડ ટેમ્પલર દ્વારા લખાયેલા પુસ્તકમાં ઓછી મહેનતે પોતાનું કામ પાર પાડવાની ટિપ્સ અપાઇ છે. ઘણા લોકો સરળતાથી પોતાનું કામ કરાવી શકે છે. એવી કઇ આદતો કે ખાસિયતો છે જે દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. તે આ પુસ્તકનો મુખ્ય વિષય છે. કોઇ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે વ્યવસ્થિત હોવું જરૂરી છે. વ્યવસ્થા એક એવી શિસ્ત છે જેનો અમલ કરનાર માટે એ આદત બની જાય છે. અવ્યવસ્થિત લોકો સમયના અભાવને દોષ દેતા હોય છે પણ સફળતા માટે સમયને મેનેજ કરવો પડે છે. મહત્વનાં કામ જુદાં પાડી તેમના પર ધ્યાન આપવું જરૂરી છે. મહત્વનાં કામોની સમય સીમા નક્કી કરવાથી સરળતા રહે છે. કાગળોનું વ્યવસ્થિત ફાઇલિંગ થયું હોય તો ખરા સમયે સહેલાઇથી મળી શકે છે અને ખોટું ટેન્શન ટાળી શકાય છે. લોકોની વર્તણૂંક કે સ્વભાવ બદલાતા નથી માટે એની પરવા કર્યા વિના પોતાનાં કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. દરેક કામ યાદ રાખવું શક્ય નથી માટે એની લેખિત યાદી બનાવો. તે જ રીતે જેમને વધારે પ્રવાસ કરવો પડે છે તેમના માટે એક કાયમી પેકિંગ લિસ્ટ મદદરૂપ થાય છે. એક સ્થળનું કામ સાથે કરો જેથી

બનાવો સ્વાદિષ્ટ 'વટાણા કચોરી'

Image
  વટાણા કચોરી સામગ્રી: મેંદો, 2 કપ બેકિંગ પાવડર, 1 ટીસ્પૂન વટાણા, 200 ગ્રામ આદુ, 2 ટેબલસ્પૂન, સમારેલુ લીલા મરચાની પેસ્ટ, 1 ટેબલસ્પૂન ડુંગળી, 2 મોટી મીઠું, સ્વાદ અનુસાર તેલ, તળવા માટે રીત: - ડુંગળીને ઝીણી સમારીને તેલમાં તળી લો.   - તેમાં વટાણા, આદુ, લીલા મરચા અને મીઠું ઉમેરીને શેકી લો.   - હવે મિશ્રણને ગેસ પરથી ઉતારીને ઠંડુ પડવા દો. મિક્સર પર તેને દાણાદાર રહે તે રીતે પીસી લો.   - મેંદો, બેકિંગ પાવડર અને મીઠાંને એકસાથે ચાળી લો. ત્યારબાદ મોણ નાંખીને ગરમ પાણી સાથે નરમ કણક બાંધો.   - પૂરીના આકારમાં વણેલો કણક લઈને વચ્ચે વટાણાનુ તૈયાર કરેલુ મિશ્રણ ભરી દો.   - પછી તેમાં ગરમ તેલમાં કરકરી કચોરીઓ તળી લો.   - તૈયાર મસાલેદાર વટાણા કચોરી ચરણી સાથે સર્વ કરો.

આજે બનાવો 'પાવભાજી'

Image
  બનાવો પાવભાજી સામગ્રી : ભાજી બનાવવા 1.5 કપ બાફેલા બટેટા મેશ કરેલા 1 કપ ફલાવર બાફેલું 1/2 કપ વટાણા બાફેલા 1/2 કપ ગાજર બાફેલા 1/2 કપ કેપ્સીકમ (ભોલર મરચાં) બારીક સમારેલા. 2.5 કપ ટામેટા બારીક સમારેલા. 1/2 ટી સ્પૂન હળદર 1/2 ટી સ્પૂન લાલ મરચાંની ભૂકી, 1.5 ચમચો પાવભાજીનો મસાલો. 1/5 ચમચી સંચળનો ભૂકો, 4 ચમચા બટર, મીઠું સ્વાદ અનુસાર. 3-4 કાશ્મીર મરચાં તેમજ 5-6 કળી લસણ વાટીને પેસ્ટ. ગાર્નિશીંગ માટે 1 ડુંગળી બારીક સમારેલી, 2-3 લીંબુના ટુકડા થોડી કોથમીર બારીક સમારેલી. રીત : -એક મોટા વાસણમાં બટર નાંખીને તેમાં ડુંગળી અને કેપ્સિકમ નાંખી સાંતળો.   -તેમાં મરચાં-લસણની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં ટામેટા નાખી સતત હલાવતાં રહો જેથી તેલ છૂટું પડે.   -હળદર, મરચાંની ભૂકી, પાવભાજી મસાલો, સંચળ અને મીઠું નાખી 2 થી 3 મિનિટ હલાવો.   -બાફેલા શાકભાજી અને બટેટાનો મેશ કરેલો ગર ઉમેરો. જરૂર પડે તો 1/2 કપ પાણી નાખો.   -સબ્જીને વ્યવસ્થિત સિજવા દો તૈયાર છે પાવભાજીની સબ્જી   -હવે પાવ ને વચ્ચેથી કાપો. બંને બાજુ બટર લ

સ્વાદિષ્ટ 'ઢોસા ડિલાઈટ'

Image
  ઢોસા ડિલાઈટ સામગ્રી 1 કપ અડદની દાળ, 3 કપ ચોખા, સ્વાદમુજબ મીઠુ, 1 કપ મિક્સ શાકભાજી (કોબીજ, કેપ્સિકમ, ગાજર, લીલી ડુંગળી), 1/4 કપ બાફેલા મગ, જરૂર મુજબ તેલ, 1 ટી સ્પૂન સોયા સોસ, 1 ટી સ્પૂન વિનેગર, 1 ટેબલ સ્પૂન ટોમેટો સોસ, 1/2 ટે સ્પૂન વાટેલા કાળા મરી બનાવવાની રીત -   -સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને સાફ કરીને આખી રાત પલાળો.   -સવારે વાટીને તેમા મીઠુ મિક્સ કરીને થોડીવાર આથો આવવા માટે મુકી રાખો.   -મસાલો ભરવા માટે એક કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરો.   -તેમા આદુ-લસણનું પેસ્ટ નાખો.   -હવે તેમા બધી શાકભાજી, બાફેલા મગ નાખીને વધુ તાપ પર હલાવત શેકો.   -થોડીવાર પછી તેમા સોયા સોસ, ટોમેટો સોસ, વિનેગર, મીઠુ, કાળા મરી ઉમેરી પકવા દો   -ઢોસાના મિશ્રણ દ્વારા નોનસ્ટિક તવા પર ઢોસા બનાવો.   -તેમા વચ્ચે મસાલો(મિક્સ શાકભાજી)ભરીને ફોલ્ડ કરી લો   -તૈયાર છે ઢોસા ડિલાઈટ.   -તેને ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો

બનાવો 'મટર પનીર'

Image
  મટર પનીર સામગ્રી : 250 ગ્રામ પનીર 1/2 કપ લીલા તાજા વટાણા 2-3 નંગ ટામેટા 2 નંગ લીલા મરચા 1 ટુકડો આદુ 1/2 નાનો કપ ક્રીમ અથવા ઘરના દૂધની મલાઈ 2 ટે. સ્પૂન રીફાઈન્ડ તેલ 1/2 નાની ચમચી જીરૂ 1/4 નાની ચમચી હળદર 1 નાની ચમચી ધાણા પાઉડર 1/4 નાની ચમચી (થોડો ઓછો) લાલ મરચાનો પાઉડર 1/4 નાની ચમચી ગરમ મસાલો મીઠું સ્વાદ અનુસાર 2 ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારેલી) રીત : -ટામેટા, લીલા મરચા, આદુ મિક્સરમાં બારીક પીસી લેવા. આ પેસ્ટમાં ક્રીમ/મલાઈ નાંખી ફરી એક વખત મિક્સર ફેરવી લેવું.   -પનીર ચોરસ ટુકડામાં સમરી લેવું અને લીલા વટાણાને 1/2 કપ પાણીમાં બાફી લેવા.   -એક કડાઈમાં તેલ નાંખી અને ગરમ કરવું. ગરમ તેલમાં જીરું નાંખવું. જીરૂ શેકાઈ ગયા બાદ, હળદર, ધાણા પાઉડર, મરચું નાંખી અને ચમચાની મદદથી હલાવતાં જવું   -તેને બરોબર શેકવું / સાંતળવું. હવે તમે અગાઉ જે મસાલો પીસીને તૈયાર કરેલ (પેસ્ટ) તે નાંખો   -તેણે ત્યાં સુધી સાંતળવો / શેકવો કે તેમાંથી તેલ છૂટીને સપાટી ઉપર બહાર દેખાવા લાગે.   -મસાલો શેકાઈ ગયા બાદ, તમને જે રીતની

લ્યો, એકાદ મહિનામાં વાપરતા થઈ જશો ફેસબુક ફોન

Image
  કેટલાક સમય પહેલા સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે પોતાના મોબાઈલ ફોનને રજૂ કરવાની ચર્ચાને બિલકુલ નકારી દીધી હતી. જોકે, ફેસબુકે એ વાતનો ઈનકાર નહોતો કર્યોકે, કઈ થર્ડ પાર્ટીની મદદથી ફેસબુક ફોન રજૂ્ કરી શકે છે. હવે જો ની રીપોટર્ને માનીએ તો ફેસબુક એચટીસી મોબાઈલ કંપનીને સાથે મળીને પોતાના ફોન આવતા વર્ષે રજૂ કરવા જઈ રહ્યો છે. *શું થશે નામનો આ મોબાઈલ ગુગલ એન્ડ્રોઈડના વર્ઝન પર કામ કરશે. એને માટે એન્ડ્રોઈડ પ્લેટફોર્મની સાથે બદલાવ કર્યોછે. આ ફેસબુકના બધા ફીચર્સને સપોટર્ કરશે. ફેસબુક ફોન એચટીસી હેન્ડસેટની સાથે બિલ્ટ રૂપમાં સામે આવશે. આ પ્રોજેકટને ફેસબુકના ચીફ ટેકનોલોજી ઓફિસર બ્રેટ ટેલર સંભાળે છે. વિકાસશીલ દેશો પર નજર : ફેસબુક પોતાના ફોનને વિકાસશીલ દેશોને ઘ્યાનમાં રાખી રજૂ કર્યોછે. કંપનીનું ઘ્યેય મોબાઈલ દ્વારા સોશિયલ નેટવર્કિંગનો નવો વિસ્તાર આપવાનો છે. હજુ પણ પ્રયોગમાં : એચટીસીનો સાલ્સા અને ચચા મોડલમાં ફેસબુક ઇંટીગ્રેશન આવી રાું છે, પરંતુ પૂરી રીતે ફેસબુક ફોનના રૂપમાં રજૂ કરાશે. *હવે શું એચટીસીના સિવાય સેમસંગ પણ ફે

ખુશખબર, હવે આપનો મોબાઈલ પાણીમાં બંધ નહીં થઈ જાય

Image
    પાણીમાં ભીનો થયા પછી પણ ફકત એક સ્પ્રે કોટિંગના કારણે તમારો મોબાઇલ કામ કરતો જ રહેશે. આ ખૂબી ધરાવતો સ્માર્ટફોન આવતા વર્ષે બજારમાં મળશે. હવે તમારો મોંઘો મોબાઇલ ફોન પાણીમાં ભીનો થયા પછી પણ કામ કરતો જોવા મળશે. આવું કોટિંગ દ્વારા શકય બન્યું છે. *નૈનોટેક શું છે એક ખાસ પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્પ્રેનું ખૂબ જ પાતળું કોટિંગ ફોનની બહારના ભાગ સહિત અંદરના પાટ્ર્સ અને બીજા ભાગ પર કરવામાં આવશે. આ સ્પ્રેનું કોિંટંગ મોબાઇલ પર લગાવવામાં આવશે એટલે મોબાઇલ અને તેના અંદરના ભાગ પર પાણીની કોઇ અસર થશે નહીં. મોબાઇલ પાણીમાં ડૂબી ગયો હશે તો પણ તે કામ કરશે. એવું નથી કે સ્પ્રે પાણીની અંદરના ભાગમાં જતું રોકશે પરંતુ તેની ખાસિયત એ છે કે પાણી મોબાઇલની અંદર જતું રહે તો પણ તે મોબાઇલને કોઇ અસર થશે નહીં. આમ એક રીતે સ્પ્રેનું કોટિંગ બધા ભાગને વોટરપ્રૂફ બનાવી દેશે. *ફાયદો શું થશે બ્રિટનમાં થયેલા એક સર્વે પ્રમાણે ફકત પાણીમાં પડવાથી કે ભીનો થવાથી આખી દુનિયામાં એક વર્ષમાં દસ લાખથી વધારે મોબાઇલ ફોન ખરાબ થઇ જાય છે. આ સ્પ્રેના કોટિં

ખાસ સોફ્ટવેર તૈયાર થશે, દુનિયામાં ગમે ત્યાં કરો મફત SMS

Image
  સબીર ભાટિયા અને યોગેશ પટેલ સ્થાપિત જેએએકસટીઆર ઈન્ક.એ દુનિયામાં ગમે તેને મફત એસએમએસ મોકલવા માટે જેએએકસટીઆરએસએમએસ નામે ક્રોસ- પ્લેટફોર્મ, મુકત ટેકિસ્ટંગ એપ્લિકેશન રજૂ કર્યાની મંગળવારે મુંબઈમાં જાહેરાત કરી હતી. અગાઉ તેમણે હોટમેલ ડોટ કોમ આપ્યું હતું. નવા રજૂ કરાયેલા એપ્લિકેશનની ખૂબી એ છે કે મોબાઈલ ઉપભોકતા દુનિયામાં અન્ય કોઈના પણ મોબાઈલ ફોન પર ટેકસ્ટ એસએમએસ મોકલી શકે છે, જે માટે એસએમએસ પ્રાપ્ત કરનારના ફોન પર કથિત એપ્લિકેશન ઈન્સ્ટોલ ન કરાયું હોય તો પણ ચાલી શકે છે. સબીર ભાટિયાએ જણાવ્યું હતું કે ૧૫ વર્ષ પૂર્વે અમે તમને હોટમેલ ડોટ કોમ આપ્યું. દુનિયામાં આ પ્રથમ એવી વેબમેઈલ સેવા છે જેણે ઈમેઈલને ડેસ્કટોપના બંધનમાંથી મુકિત અપાવી હતી અને ઉપભોકતાઓ માટે પૂર્ણપણે મુકત અને મફત વૈશ્વિક સંપર્ક નેટવર્ક નિર્માણ કરવામાં મદદ કરી હતી. આજે અમે આ નવું એપ્લિકેશન લાવ્યા છીએ જે હોટમેઈલે ઈમેઈલ માટે કર્યું તે એસએમએસ માટે કરશે. આ એપ્લિકેશનમાં ઉપભોકતાનો નંબર રાખવામાં આવે છે અને તે સેવા માટે સાઈન- અપ કરવા નવા નંબરની જરૂરત નથી હોતી. આ એપ

યુવાનોને આકર્ષવા આવી ગઇ મહિન્દ્રની સસ્તી સ્કોર્પિયો

Image
દેશની જાણીતી એસયૂવી વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ભારતીય બજારમાં વધુ એક શાનદાર ધમાકો કર્યો છે. આ વખતે કંપનીએ ભારતીય રસ્તાઓ પર સફળતાપૂર્વ ફરાટા ભરી ચૂકેલી શાનદાર એસયૂવી વાહન સ્કોર્પિયોનું નવું મોડલ સ્કોર્પિયો એલએક્સ 4X4 રજૂ કરી છે. કંપનીએ પોતાની આ નવી સ્કોર્પિયોના ફોર-વ્હિલ ડ્રાઇવ ફીચરની સાથે બજારમાં ઉતારી છે. ભારતીય બજારમાં આ નવી સ્કોર્પિયોનો ભાવ 9.17 લાખ નક્કી કરવામાં આવ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની નવી સ્કોર્પિયો એલએક્સ તેના ટોપ એન્ડ મોડલ એસએલએક્સ સાથે ઘણા મળતા આવે છે. પરંતુ જો વાત કરીએ તો ફીચર્સની તો આ એસએલએક્સની સરખામણીએ ઘણી ઓછી છે. કારણ કે કંપનીએ આ નવી સ્કોર્પિયોને રજૂ કરવા માટે તેના કેટલાંય ફીચર્સને ઓછી કરી દીધા છે. ખાસ કરીને આ નવી સ્કોર્પિયો એ લોકોના ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે, જેને વગર કોઇ લક્ઝરી ફીચર્સ અને રફ વિસ્તારોમાં ચલાવાની છે. આનવી સ્કોર્પિયોમાં પણ ત્યારે 2.2 લિટર એમહૃક સીઆરડીઇ એન્જિનનો ઉપયોગ કરાયો છે. આ એન્જિન વાહનને120 બીએચપીની શાનદાર શક્તિ અને 290 એનએમનું ટોર્ક પ્રદાન કરે છે. આ નવા મોડલમાં ફોર વ્હીલ ડ્રાઇવ જેવી શાનદાર ટે

બનાવો સ્વિટમાં 'ગુલાબજાંબુ'

Image
    મિઠાઈમાં બનાવો ગુલાબજાંબુ સામગ્રી :- 500 ગ્રામ મોળો માવો, 250 ગ્રામ પનીર, 125 ગ્રામ મેંદો, 125 ગ્રામ આરારૂટ, 500 ગ્રામ ખાંડ - ચાસણી માટે, ચપટી સોડા, કેસરનું એસેન્સ, થોડો લીંબુનો રસ, દૂધ, ઘી -પ્રમાણસર. રીત :- -માવો અને પનીરને ખમણી રવાદાર ભૂકો બનાવવો. -તેમાં મેંદો અને આરારૂટ ભેળવી, વરચે ખાડો કરી, -તેમાં થોડું દૂધ અને ચપટી સોડા નાખી, થોડીવાર રહેવા દેવું. -પછીથી દૂધ નાખી, ખૂબ મસળી, કણક તૈયાર કરવી. -તેમાંથી લૂઓ લઇ, ઉપરથી લીસાં અને ફાટ વગરના ગુલાબજાંબુ બનાવી ઘીમાં તળી લેવાં. -હવે એક વાસણમાં ખાંડ લઇ તે ડૂબે એટલું પાણી નાખી, ઉકળવા મૂકવું. -ઉકળે એટલે લીંબુનો રસ ઉમેરી લો -થોડું કેસરનું એસેન્સ ઉમેરી ચાસણી એકતારી થાય એટલે ધીમા તાપ પર ગરમ રાખવી. -તેમાં બધાં ગુલાબજાંબુ નાખી, થોડીવાર રાખી ઉતારી લેવું. -ત્યારબાદ કેસરનું એસેન્સ નાખી ત્રણ ચાર કલાક ઠરવા દેવા.

એક લિટર પેટ્રોલની વાસ્તવિક કિંમત જાણી ચોંકતા નહીં!

Image
ભારતમાં પેટ્રોલ મોંઘું થવા પાછળનું એક મોટું કારણ એ પણ છે કે સરકારો એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમાંથી મોટી કમાણી કરે છે. પેટ્રોલના ભાવ વધારા પર કેન્દ્રને કોસનાર રાજ્ય સરકારો પણ તેનાથી મોટી કમાણી કરે છે. - ક્રૂડ તેલનો પ્રતિ લિટર ભાવ રૂપિયા 33 અને તેને પેટ્રોલમાં ફેરવવાનો રૂપિયાના 8ના ખર્ચ સાથે પેટ્રોલની કિંમત થઇ ફક્ત 41 રૂપિયા - તમને તે મળી રહ્યું છે ઓછામાં ઓછું પ્રતિ લિટર રૂપિયા 68ના ભાવે - કારણ કે તેના પર બંને સરકારો મોટો ટેક્સ વસૂલે છે આવો તેના માટે પેટ્રોલના સમીકરણને સમજો. જો ક્રૂડતેલ સરકારને 110 ડોલર પ્રતિ બેરલ ખરીદ્યું હતું તો તે સમયે તેનો ભારતીય મુદ્રામાં તેનો ભાવ આવ્યો 5280 રૂપિયા. એક બેરલમાં અંદાજે 129 લિટર તેલ હોય છે. તેનો મતલ એ થયો કે ક્રૂડ તેલનો પ્રતિ લિટર ભાવ રૂપિયા 33માં પડ્યો. હવે આ ક્રૂડ તેલને ભારત લાવવા અને તેને પેટ્રોલમાં ફેરવવામાં પ્રતિ લિટર રૂપિયા 8નો ખર્ચ આવે છે એટલે કે પેટ્રોલની કિંમત થઇ ફક્ત 41 રૂપિયા અને તમને તે મળી રહ્યું છે ઓછામાં ઓછું પ્રતિ લિટર રૂપિયા 68ના ભાવે. કારણ કે તેના પર બંને સરકારો મોટો ટેક્સ વસૂલે છે. ડિલરને એક લિટર પેટ્રોલ પર અંદાજે સવ

દુનિયાના સૌથી ધનિક શહેરોની યાદીમાં ભારતના બે શહેરો

Image
દુનિયાભરમાં કેટલાંય એવા શહેરો છે, જ્યાં ખરેખર આવકનો દર ઉંચો રહ્યો છે. આ અંગે સ્વિટ્ઝરલેન્ડની જાયન્ટ બેન્ક યુબીએસે એક રેકિંગ ડેટા રિલીઝ કર્યો છે, જેમાં તેને દુનિયાના સૌથી ધનિકો શહેરોની યાદી આવકના દરને ધ્યાનમાં રાખીને બહાર પાડી છે, તેમાં ભારતના બે શહેરોનો સમાવેશ થયો છે. નવી દિલ્હી-મુંબઇ: દુનિયામાં ઝડપથી વિકસી રહેલા શહેરોની યાદીમાં નવી દિલ્હીનો સમાવેશ થયો છે. 2009ની યાદીમાં દિલ્હીનો 70મો ક્રમાંક હતો, જે 2011માં 69 થયો છે. ત્યારે વસતીની દ્રષ્ટિએ ભારતમાં સૌથી વધુ 20.5 લાખ વસતી ધરાવતા મુંબઇ શહેરનો આ યાદીમાં 2009માં 67મો ક્રમાંક હતો, જે 2011માં 73મો થઇ ગયો છે. નવી મુંબઇ અને થાણેનો પણ મુંબઇ શહેરમાં સમાવેશ થાય છે. જ્યુરિક: દુનિયામાં સૌથી વધુ આવક સ્વિટ્ઝરલેન્ડની પશ્ચિમોત્તરમાં આવેલા લેક જ્યુરિકની છે. આ શહેરમાં ત્યાંની નગરપાલિકા 380500 વસતી જણાવે છે. જ્યુરિક રેલવે, રોડ અને એર ટ્રાફિકનું હબ ગણાય છે. સ્વિટ્ઝરલેન્ડમાં જ્યુરિકનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન સૌથી મોટું અને વ્યસ્ત મનાય છે. 2009માં તેનો યાદીમાં બીજો ક્રમાંક હતો, જે હવે 2001માં નંબર વન થઇ ગયો છે. જીનીવા: વૈશ્વિક સ્તરે આ શહેરનું એક

સ્વાદિષ્ટ ચટપટી ઈડલી

Image
    બનાવો ચટપટી ઈડલી સામગ્રી - ઈડલી 10-12 પીસ, 200 ગ્રામ દહીં, 2 ટામેટા બારીક કાપેલા, 3-4 બારીક કાપેલા લીલાં મરચા, 2 ચમચી ચાટ મસાલો, 1 ચમચી જીરા નો પાવડર, અડધી ચમચી સંચળ 1 કપ આમલીની ચટણી, 1 કપ લીલી ચટણી, સેકેલો પાપડનો ચૂરો, અડધી વાડકી ઝીણી સેવ, મીઠું સ્વાદમુજબ, અડધી વાટકી લીલા ધાણા. વિધિ - -સૌ પ્રથમ ઈડલીને નાના કટકાઓમાં કાપી એક કિનારવાળી ડિશમાં જમાવો. -આની ઉપર સૌ પ્રથમ દહીં, પછી આમલી અને લીલી ચટણી વારાફરતી નાખો. -કાપેલા ટામેટા અને લીલાં મરચાથી સજાવો. -તેમાં ઉપર જણાવેલા બધા મસાલો ભભરાવી દો. -હવે સેવ અને પાપડ નો ભૂકો નાખી લીલાં ધાણા નાખી દો. -અને સ્વાદિષ્ટ ચટપટી ઈડલી સર્વ કરો. -આ વેરાયટી તમને નવી લાગશે અને બાળકો આને ખૂબ પ્રેમથી ખાશે.