નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ડીસાના પ્રગતિશીલ ખેડૂતે મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું


ઉત્તર -મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત મધમાખી ઉછેર કેન્દ્ર બન્યું: રાણપુરના ખેડૂતે ખેતરમાં ૨૮ મધમાખી ઘર બનાવ્યા : દરેક ઘરદીઠ વર્ષે દહાડે ૬૦થી ૮૦ કિલો જેટલું મધ એકત્રિત કરશે

સામાન્ય રીતે ડંખ મારતી મધમાખીથી સૌ કોઇ દૂર રહેતા હોય છે. પરંતુ આ મધમાખીનો પણ ડીસાના ખેડૂતો આર્થિક ઉપાર્જન માટે ઉપયોગ કરી રહ્યા છે. ડીસા તાલુકાના રાણપુર ગામના પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં મધમાખી ઘર બનાવી ખેતી પાકો તેમજ મધની આવક મેળવવાનો સ્ત્રોત ઉભો કર્યો છે.

સામાન્ય રીતે ખેડૂતો પરંપરાગત ખેતી મા જ માનતા હોય છે. પરંતુ શિક્ષિત ખેડૂતો નવા પ્રયોગો તરફ વળી રહ્યા છે અને ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા વધુ આવક ઉભી કરવા ખેતીમાં વિવિધ પ્રયોગો દ્વારા આવક ઉભી કરવા પ્રયત્નો કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો ખેતીમાં નવિનતા લાવવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ડીસામાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં સૌપ્રથમ વાર મધમાખી ઉછેરની શરૂઆત એક પ્રગતિશીલ ખેડૂતે કરીને અનોખી દિશા તરફ પહેલ કરી છે.

ડીસા તાલુકાના રાણપુર ગામના પ્રગતિશીલ ખેડૂત કિશોરભાઇ લાધાજી માળી (કચ્છવા) હંમેશા ખેતી ક્ષેત્રે અવનવા અખતરાઓ કરે છે અને તે પોતાની આગવી કોઠા સુજથી ખેતીમાં અનેક પ્રયોગો કરવામાં સફળ રહ્યા છે. તેઓએ પોતાના ખેતરમાં મધમાખી ઘર બનાવ્યું છે. આમ, તો સામાન્ય રીતે મધમાખીના ડરથી સૌ કોઇ ગભરાતા હોય છે. પરંતુ તેમને આ ડંખ મારતી મધમાખીનો ઉપયોગ પણ આર્થિક ઉપાર્જન માટે કરી નાંખ્યો છે. તેમણે મધમાખી કેનદ્ર વિશે સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ નવસારી, વલસાડના કેન્દ્રોની મુલાકાત લઇ પોતાના ખેતરમાં ૨૮ જેટલાં મધમાખી ઘર બનાવ્યા છે અને તેમાંથી પ્રત્યેક ઘર દીઠ તેઓ વર્ષે દહાડે અંદાજીત ૬૦થી ૮૦ કિલો જેટલું મધ એકત્રીત થશે.

એકદમ નજીવા ખર્ચે તૈયાર થયેલા અને એકદમ ઓછી જગ્યા રોકતા આ મધમાખીના ઘરમાંથી માત્ર મધનું ઉત્પાદન કરીને આવક નથી મેળવવામાં આવતી પરંતુ આ મધમાખી ઘર કિશોરભાઇને ખેતીમાં પણ સહાયરૂપ બની રહ્યાં છે. ખતરમાં વાવેતર કર્યા બાદ જ્યારે ફુલ ફુટે છે ત્યારે આ ફુલ પર મધમાખી બેસે છે.આ મધમાખી સતત નર ફુલ અને માદા ફુલ પર અવર-જવર કરતી હોવાના લીધે પરાગરજની હેરાફેરીથી સંક્રમણ થકી નવા ફુલો ઉદ્પાદન થાય છે અને તેના લીધે ખેતીની આવકમાં પણ વધારો થાય છે. શરૂઆતના સમયમાં કિશોરભાઇએ આ ઉપાય માત્ર પ્રયોગ કરવા માટે કર્યો હતો. પરંતુ સમય જતાં તેમને સારી આવી સફળતા મળતાં તેમણે પોતાના સબંધીઓને પણ મધમાખી કેન્દ્ર શરૂ કરાવા પ્રોત્સાહન પૂરૂ પાડ્યું છે.

આ અંગે પ્રગતિશીલ ખેડૂત કિશોરભાઇ માળી (કચ્છવા) એ જણાવ્યું હતું કે, ‘મધમાખી ઉછેર કેન્દ્રમાં સૌપ્રથમ ૨૮ જેટલી પેટીથી શરૂઆત કરી છે. જેમાં ઇટાલિયન મધમાખીનો ઉછેર કર્યો છે. આ મધમાખીના કારણે ખેતરમાં વાવેતર કરેલ બાજરી અને શાકભાજી જેવા પાકોમાં પણ ફાયદો થયો છે. તેમજ એક પેટીમાં ૬૦ થી ૮૦ કિલો મધનું ઉત્પાદન મળવાની સંભાવના છે.’

ખેડૂતે નવસારી વલસાડમાં તાલીમ લીધી

મધ ઉછેર કેન્દ્રની પ્રવૃતિ ગુજરાતમાં વલસાડ ,ડાંગ અને નવસારી જિલ્લામાં મોટાપાયે ચાલતી હોવાથી રાણપુરના ખેડૂત કિશોરભાઇ માળીએ પોતાના માણસો સાથે મુલાકાત લીધા બાદ સંપૂર્ણ તાલિમ લીધી હતી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી