નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જ્યારે બિગ બીએ પ્રથમવાર મૃત્યુનો ભયાવહ ચહેરો જોયો

 
- નાનપણમાં અમિતાભ બચ્ચનના માતા-પિતા ભાડાના મકાનમાં રહેતા હતા
- બિગ બીના પિતા મોટાભાગે નોકરીમાં અને વાંચનમાં ડૂબેલા રહેતાં; કાં તો બહારગામનાં પ્રવાસોમાં વ્યસ્ત હોય


અલ્લાહાબાદમાં કવિ બચ્ચનજી પોતાની માલિકીનું મકાન ખરીદી શક્યા ન હતાં. જે ઘરમાં રહ્યાં તે તમામ ભાડાંનાં હતાં. એમની કુંડળીમાં કદાચ સ્થિરતાનો યોગ જ લખાયો ન હતો. નિશ્ચિત સમયાંતરે એમણે મકાનો બદલતા રહેવું પડતું હતું.

બેંક રોડ પરનું મકાન, પછી સ્ટ્રેચી રોડ પરનું ઘર, પછી એડલ્ફી હાઉસ અને એ પછી ક્લાઈવ રોડ પરનું મકાન. આજે તો અલ્લાહાબાદના આ જૂનાં મકાનો અમિતાભનાં ચાહકો માટે તીર્થધામ સમા બની ગયાં છે, પણ એ વખતે આ દરેક ઘરમાં કવિની ગરીબી અને તેજીનાં આંસુ વસતાં હતાં.

અમિતજીનાં શૈશવની અસંખ્ય સ્મૃતિઓ આ દરેક મકાનની સાથે સંકળાયેલી છે.

એડલ્ફી હાઉસની વાત કરીએ તો રાજીવ ગાંધી સાથે પ્રથમ મુલાકાતની વાત આપણે હંમણા જ જોઈ ગયાં. આ જ મકાનનાં વસવાટ દરમ્યાન નાના ભાઈ અજિતાભનો જન્મ થયો હતો. એના બે-અઢી મહિના દરમ્યાન બાદ દેશ આઝાદ થવાનાં સમાચાર આવ્યા હતાં. અમિતે શાળામાં જવાની શરૂઆત અહીંથી જ કરી હતી. અને એડલ્ફી હાઉસમાં રહેતા હતા, ત્યારે જ એક દિવસ સાંજના સમયે કવિ હરિવંશરાયજી ઘેર આવીને રડી પડ્યાં હતાં.

તેજીએ રડવાનું કારણ પૂછ્યું, ત્યારે કવિએ જવાબ આપ્યો હતો, “મહાત્મા ગાધીની હત્યા થઈ ગઈ! આપણે અનાથ બની ગયાં!”

બેંક રોડ પરનાં મકાનમાં રહેતો હતાં ત્યારે જ અમિતને જીવલેણ તાવ આવ્યો હતો અને એ સાજો થઈ જાય તો એના બદલામાં એના પિતાએ, મધુશાલાનાં કવિએ, જીવનભર મદિરાપાન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

સ્ટ્રેચી રોડ પર આવેલા મકાનમાં અમિતને પ્રથમવાર મૃત્યુનો ભયાવહ ચહેરો જોવા મળ્યો હતો. એના વયોવૃદ્ધ દાદીમા સૂરસતીનું મૃત્યુ આ મકાનમાં થયું હતું.

અમિતે પૂછ્યું હતું: “દાદીને ઉપાડીને બધાં ક્યાં લઈ ગયાં?”બચ્ચનજીએ કહ્યું હતું: “ભગવાન રામ પાસે...”

એક જમાનો સોંધવારીનો હતો, એટલે સસ્તા ભાડાનાં મકાનો સહેલાઈથી મળી શકતા હતાં. પરંતુ તેજી બચ્ચન પિતાનાં ઘરે હતાં ત્યારથી ઠાઠમાઠથી રહેવા માટે ટેવાયેલા હતાં. આથી જ તેઓ હંમેશા મોટા મકાનોમાં રહેવાનું પસંદ કરતાં હતાં.

‘40નાં દાયકામાં જ્યારે અલ્લાહાબાદમાં સામાન્ય મકાનનું ભાડું પાંચ-સાત રૂપિયા રહેતુ હતું,ત્યારે બચ્ચનજી ત્રીસ-પાંત્રીસ રૂપિયા ભાડું હોય તેવા મકાનમાં રહેવાનું પસંદ કરતા હતાં. મકાનને સજાવવાની અને શણગારવાની જવાબદારી કાયમ તેજીનાં માથે રહેતી હતી.

કવિ તો મોટાભાગે નોકરીમાં અને વાંચનમાં ડૂબેલા રહેતાં; કાં તો બહારગામનાં પ્રવાસોમાં વ્યસ્ત હોય. ક્યારેક મકાનમાલિકો કફોડી હાલતનું નિર્માણ કરી દેતા હતાં.

કોઈપણ પ્રકારની પૂર્વજાણ કર્યા વગર જ મકાન માલિક ભાડું વધારી મૂક્તો હતો. ત્રીસ રૂપિયાનું મકાન રાતોરાત પચાસ રૂપિયાનું થઈ જતું હતું જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તેજી મકાન માલિકને સહકાર આપી છુટતાં હતાં, પણ કોઈની લૂખ્ખી દાદાગીરીને તાબે થવાનું આ શીખ ઔરતની ગળથૂથીમાં જ ન હતું.

બેંક રોડના મકાન વિષે આવું જ કંઈક બની ગયું. માલિકે રાતોરાત ભાડું પચાસમાંથી સિત્તર રૂપિયા કરી દીધું. કવિ તો એ સમયે બહારગામ હતાં. તેજીએ વિચાર્યું કે પતિને આ વાતની જાણ કરવાનો કશો અર્થ નથી. નાહકની એમની ચિંતામાં વધારો થશે.

એમણે બીજું મકાન શોધવાનું શરૂ કરી દીધું. સ્ટ્રેચી રોડ ઉપર સુંદર વિશાળ બંગલો મળી ગયો. એ સહેજ દૂર હતું માટે સસ્તું પણ હતું. રાતોરાત મુન્નાની સાથે સરસામાન લઈને એકલે હાથે તેજી આ નવાં મકાનમાં રહેવા માટે ચાલ્યા ગયાં.

કવિ ટ્રેઈનિંગ પૂરી કરીને જ્યારે પાછા આવ્યા ત્યારે આખી વાત જાણવા મળી. પત્નીની હિંમત અને સૂઝ-બૂઝ જોઈને તેઓ દંગ રહી ગયાં.

આવું જ પાછળથી એડલ્ફી હાઉસમાં પણ બન્યું હતું. એડલ્ફીના માલિકે સામે ચાલીને બચ્ચન પરિવારને પોતાનું ઘર ભાડે આપ્યું હતું અને પછી અચાનક મકાન ખાલી કરી આપવાનો હુકમ ફરમાવી દીધો હતો. કવિએ ધાર્યું હોત તો કાનૂની લડત આપી શક્યા હોત, પણ એ ઢીલા સ્વભાવનાં હતાં અને તેજીને પોતાની ખુમારી વહાલી હતી. સ્વમાનના ભોગે તેઓ કોઈના મકાનમાં પડી રહેવા માટે તૈયાર ન હતાં.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!