Posts

Showing posts from June, 2012

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ડબલ સિઝનમાં Dandruffની સમસ્યા? હવે નહીં સતાવે

ખોડો એક એવી સમસ્યા છે જે શિયાળા અને ડબલ સિઝન આવે એટલે દરેક વ્યક્તિને સતાવે જ છે. આ દરમિયાન વાળ શુષ્ક થઈ જવા અને તેમાં સફેદ ખોડો જોવા મળવો તેને કારણે જાહેરમાં ઘણી વખત શરમ અનુભવાય છે. જો તમને પણ આવી સમસ્યા સતાવતી હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી અમે આપના માટે લાવ્યાં છે કેટલીક ખાસ ટિપ્સ જે આપને આ સમસ્યાથી બચાવશે. ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવા અપનાવો આ 5 ટિપ્સ - જો ખોડાની સમસ્યા હોય તો આપે દર બે દિવસે ઓઈલ લગાવી શેમ્પુ કરવું જોઈએ. - એક કપ પાણીમાં બે ટેબલ સ્પૂન બ્રાન્ડી મેળવી દો. તેને વાળના જડમૂળમાં સારી રીતે માલિશ ખરી લગાવો અને 30 મિનિટ બાદ માથુ ધોઈ લો. ડેન્ડ્રફ તો જશે જ પણ વાળ પણ શાઈની થઈ જશે. - એક કપ દહીંમાં એક ઈંડુ મિક્સ કરી લો અને આ મિશ્રણને વાળમાં સ્કલ્પમાં લગાવો. 45 મિનિટ સુધી રાખો બાદમાં માથુ થોઈ લો ન ફક્ત ખોડો દૂર થશે પણ વાળ પણ ચમકશે. - ઓલિવ ઓઈલની એક ચમચીની અંદર બે ટીપા લીંબુંનો રસ ઉમેરો. તેને વાળમાં વ્યવસ્થિત લગાવી લો. તે બાદ માથુ સ્કાર્ફથી ઢાંકી લો. આ મિશ્રણ રાત્રે માથામાં લગાવો અને સવારે તેને સારી રીતે થોઈ લો. ફાયદો જરૂર દેખાશે - બિટને મિક્સચરમાં ગ્રાઈન્ડ કરી લો એક

સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ

સામાન્ય રીતે ૠતુ પરિવર્તન થતાં જ શરીર કોઇપણ બિમારીની ઝપેટમાં આવી જતું હોય છે. આવા સમયે જો ખાનપાનમાં ઘ્યાન રાખવામાં આવે તો શરીરને હેલ્થી રાખી શકાય.. તાજા લીલા શાકભાજી આ સમયે ખોરાકમાં લેવામાં આવે તો હેલ્થની બિમારીઓથી બચી શકાય છે. જો કે લીલા શાકભાજી સૌથી વઘુ શિયાળામાં આવતા હોય છે . પરંતુ આજે મોટા શાકભાજી બજારામાંે બારેમાસ લીલા શાકભાજી મળતાં હોય છે. સારી સહેત માટે વિવિધ અખતરા કરવા ખોટી વાત નથી. પરંતુ એ વાત પણ સાચી છે કે હેલ્ઘી લીલી શાકભાજી એ સ્વાસ્થ્યપ્રદ છે.વઘુ લીલા શાકભાજી ખાવાથી બલ્ડપ્રેશર અને ડાયાબિટીસ સામે રક્ષણ મળે છે.આ ઉપરાંત કેન્સર અને નેત્રહીન વ્યક્તિઓ માટે પણ ફાયદાકારક છે.  ડો. ક્રિષ્ના આહુજા કહે છે કે લીલા શાકભાજી ખાવાની આદત માતાપિતાએ બાળકોને બાળપણથી પાડવી જોઇએ. તેમા વિટામિન, પ્રોટીન જેવી ઘણા પોષક તત્વો મળે છે. આમા એન્ટી ઓક્સાઇટ છે જે કેન્સરના શરૂઆતી સ્ટેજમાં રોકવાની ક્ષમતા ધરાવે છે. વિટામિન બી કોમ્પલેક્ષ પણ વઘુ માત્રામાં પાલક જેવી સબ્જી માંથી મળતું હોય છે. પાલકનું સેવન સ્તન કેન્સર, ત્વચાની બિમારીઓ અને ફેફસાના કેન્સરનો ખતરો ઓછો થાય છે. અને આંખનું તેજ પણ વધારે છે. તાજા લીલા શાકભ

કાઠિયાવાડી સ્પેશલ: બનાવો 'લસણની સૂકી ચટણી'

મોઢામાં પાણી લાવી દે તેવી લસણની સૂકી ચટણી સામગ્રી:- 1/4 કિ.ગ્રા. કાશ્મીરી આખા મરચા 2 સૂકા લસણની કળીઓનો ગાંઠો 1 મોટો ચમચો ધાણા 1 મોટો ચમચો સફેદ તલ 1 નાની ચમચી જીરુ મીઠું સ્વાદાનુસાર રીત:- -લસણ સિવાયની દરેક સામગ્રી ભેગી કરી વાટી લો. -લસણની કળીઓ અલગથી સાફ કરી વાટી આગળની વાટેલી સામગ્રી સાથે ભેગું કરી લો. -સ્વાદાનુસાર મીઠું ભેળવવું. આમ કરવાથી સૂકી લસણની ચટણી બનશે. -આ ચટણીનો ઉપયોગ આપ કોઈપણ વસ્તુમાં કરી શકો છો

I.T. ઓફિસમાં રિફંડ સ્ટેટસ દર્શાવતા કિઓસ્ક મૂકાશે

 આ અંગેની બધી વિગતો મિનિટોમાં જાણી શકાશે - અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટ-ગોધરામાં કિઓસ્ક મૂકાશે આવકવેરા કચેરીમાં તપાસ કરવા જતાં કરદાતા કે તેમના ટેક્સકન્સલ્ટન્ટ્સ હવે આવકવેરા કચેરીની નીચે ગોઠવવામાં આવનારા કિઓસ્ક પર તેમને પરમેનન્ટ એકાઉન્ટ નંબર નાખીને તેમણે આકારણી માટે કઈ ઑફિસના કયા અધિકારી પાસે જવાનું છે તે પણ જાણી શકાશે. આવકવેરા કચેરી આ માટે અમદાવાદમાં પાંજરાપોળ ખાતેના પ્રત્યક્ષ કરવેરા ભવન તથા ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે આવેલા આયકર ભવન સહિતના મકાનોમાં ઇન્ફોર્મેશન કિઓસ્ક મૂકવાનું આયોજન કરી રહી છે. આ તમામ કિઓસ્ક ટચ સ્ક્રિન કિઓસ્ક હશે. ગુજરાતભરમાં ઘણી જગ્યાએ આ પ્રકારના કિઓસ્ક મૂકવાનું આયોજન કરાયું છે. આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ આ કિઓસ્ક ઇન્ટરનેટ સાથે જોડાયેલા હશે. દરેક કરદાતા તેમનો પરમેનન્ટ એકાઉન્ટ નંબર નાખીને બૅન્કના ઓટો ટેલરિંગ મશીન-એટીએમની માફક ટેક્સ ડિડક્શન એકાઉન્ટ નંબરની અને રિફંડ ઓર્ડરના સ્ટેટસની વિગતો જાણી શકશે. રિફંડ ઓર્ડરની તમારી અરજી કયા ઑફિસરે ક્લિયર કરી દીધી છે અને હાલને તબક્કે એ કયા ઑફિસરના ટેબલ પર પડેલી છે તેની વિગતો પણ આ કિઓસ્કમાં તમારો પરમેન

ગોળનો આ નુસખો કરશે પેટની સમસ્યા દૂર, વાંચો ટિપ્સ

અસંતુલિત આહારના કારણે ઘણી વખત બાળકો તેમજ મોટેરાઓમાં ઘણી વખત આ બીમારી જોવા મળે છે. ખરેખર પેટનાં દર્દના કારણો જુદા-જુદા હોય છે. પરંતુ મુખ્યત્વે અપચો, વાયુ, પ્રકોપ અને કબજિયાત હોય છે. પેટના દુ:ખાવામાંથી રાહત લેવા માટે અન્ય એક ઉપચાર પણ છે. -10 ગ્રામ ગોળમાં અડધી ચમચી ખાવાનો ચૂનો ભેળવીને ગોળી બનાવી લો.. તેને એક ગ્લાસ ગરમ પાણી સાથે લેવાથી પેટના દુ:ખાવામાંથી રાહત મળશે. -10 ગ્રામ કાચી હીંગ 10 ગ્રામ, 3 ગ્રામ શુદ્ધ હિંગુલ 10 ગ્રામ શંખ ભસ્મ અને 50 ગ્રામ ગોળ લો. હીગ, શંખ ભસ્મ અને હિંગુલને વાટીને તેનું બારીક ચૂર્ણ બનાવો. ગોળની ચાસણી બનાવી તેમાં ચૂર્ણ ભેળવ્યા બાદ તેની નાની-નાની ગોળીઓ બનાવો. ગોળીઓને ઠંડા છાયડે સૂકવો. -દરરોજ 2-2 ગોળીઓનું પાણી સાથે સેવન કરવાથી પેટના દુ:ખાવામાંથી રાહત મળશે. આ ગોળીઓ માથના દુ:ખાવામાં પણ ફાયદાકારક રહે છે. *સારી પાચનશક્તિ જાળવી રાખવા માટે અહીં દર્શાવેલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ - ખોરાક સારી રીતે રાંધેલો હોવો જોઈએ અને તેને ગરમા ગરમ ખાવો જોઈએ. - તળેલી વસ્તુનો ઉપયોગ ઓછો કરવો. - ભોજનમાં છાશ, દહીં વધારે પ્રમાણમાં લેવું જોઇએ. - ઋતુ અનુસાર ફળો, શાકભાજીનો ઉપયોગ કરવો. - ખોરાક

૧લી જુલાઇથી પેટ્રોલના ભાવમાં રૃપિયા ૪ના ઘટાડાની શક્યતા

પેટ્રોલના ભાવમાં ભારે રડારોળ બાદ ૧લી જુલાઈથી રૃા. ૪નો ઘટાડો થાય તેવી શક્યતા છે. ક્રુડ તેલના ભાવોમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાના કારણે અત્યાર ભાવ આઠ મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા છે. બીજી તરફ અમેરિકા, યુરોપ અને બ્રાઝીલની જેમ ભારતમાં પણ રોજ પેટ્રોલના ભાવમાં પરીવર્તન થઈ શકે છે. પેટ્રોલીયમ મંત્રાલય તેલ કંપનીઓ પર રોજ ભાવની વધ-ઘટ કરતા રહેવા માટે દબાણ વધારી રહ્યું છે. જો કે, પત્રકારો સાથેની મુલાકાતમાં ઓ.એન.જી.સી.ના ચેરમેન સુધીર વાસુદેવે જણાવ્યુંં હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ તેલના ભાવોમાં થયેલો ઘટાડો આપણા દેશના ગ્રાહકોને બહુ લાભપ્રદ થયો નથી કેમ કે રૃપિયાના મૂલ્યમાં ૨૦ ટકા જેટલો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા ભાવ ઘટાડાથી થનારો મોટા ભાગનો લાભ આ મુલ્યઘસારામાં ખેંચાઈ જશે પરિણામે પેટ્રોલ કે સંબંધિત પેદાશોના ભાવમાં બહુ ઘટાડો થશે નહિ. સુધીર વાસુદેવે ઉમેર્યું હતું કે, જ્યાં સુધી સબસીડીનો સવાલ છે અમને તે ૫૬ રૃા. પ્રતિ બેરલના ભાવે ચૂકવવા સૂચન કરાયેલું છે. મેની ૨૩મી તારીખે પેટ્રોલના ભાવમાં તીવ્ર રૃા. ૭.૫૪ રૃા. પ્રતિ લીટરનો વધારો કર્યા પછી સરકારને ભારે ટીકાનો સામનો કરવો પડયો હતો. એટલું જ

ચહેરા પરથી મેકઅપ કેમ ઉતારવો..

ચહેરા પર સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ યોગ્ય રીત કર્યો હોય તો સાધારણ દેખાવ ધરાવતી મહિલા પણ સુંદર લાગે છે. પરંતુ મેકઅપને ચહેરા પરથી યોગ્ય રીતે દૂર ન કરવામાં આવે તો સુંદર થી સુંદર મહિલાની ત્વચા પણ બદસૂરત થઇ શકે છે. તેથી મેક્અપ કરવાની સાથે-સાથે મેકઅપ કાઢવાની યોગ્ય પદ્ધતિ જાણવી જરૂરી છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં ત્વચાના રોમછિદ્રોની સ્વચ્છતા પણ થાય તેનું ઘ્યાન રાખવું. રાતના સૂતા પૂર્વે ચહેરા પરથી મેકઅપ સંપૂર્ણ રીતે ન કાઢવાથી ભવિષ્યમાં ત્વચા રોગની સાથેસાથે કરચલી પણ પડી શકે છે.એટલું જ નહીં ફરી મેક્અપ કરતા પૂર્વે પણ ચહેરા પર કરેલો મેકઅપ દૂર કરીને ત્વચાની બરાબર સફાઇ કરવી. મેકઅપ ઉતારતી વખતે વાળ ખુલ્લા હોય તો તેને ભેગા કરી પાછળથી બાંધી લેવા. નકલી પાંપણ, કોન્ટેકટ લેન્સપહેર્યા હોય તો તેને કાઢીને જ મેકઅપ દૂર કરવો. ક્લિન્ઝંિગ મિલ્કને રૂના પૂમડા પર લઇ ચહેરા તેમજ ગળાની નીચે સુધી લગાડવું.ફાઉન્ડેશન લગાડ્યું હોય તે દરેક ભાગ પર ક્લિન્ઝંિગ મિલ્ક લગાડવું. આઇશેડો અને લિપસ્ટિક લગાડ્યા હોય ત્યાં એટલે કે આંખ અને હોઠની આસપાસ વધારે પ્રમાણમાં ક્લિન્ઝંિગ મિલ્ક લગાડવું. ક્લિન્ઝંિગ મિલ્કને ચહેરા તથા ગરદન પર લગ

પતિ ઘરે તો પત્ની ના ઘણા કામ કરી શકે

સમીર ઓફિસે જવાની તૈયાર કરી રહ્યોે હતો. ‘‘મઘુ, મારા બૂટ ક્યાં મૂક્યા છે? મારું ટિફિન તૈયાર થઈ ગયું? આ શું મારા શર્ટમાં બટન પણ નથી ટાંક્યું અને પેન્ટ તો ઈસ્ત્રી વગરનું છે. મારી ડાયરી પણ નથી મળતી. મારું એકેય કામ તે કર્યું નથી. તને ખબર તો છે કે આ બધાં કામ મારાથી નથી થતાં.’’ આ વાર્તાલાપથી સ્પષ્ટ જાહેર થાય છે કે જે કામ પત્નીએ નથી કર્યાં એની ફરિયાદ કરવાના બદલે પતિ જાતે પણ એ કામો કરી શકે છે, પરંતુ પતિ એવું માને છે કે આ કામો પત્નીએ કરવાના હોય છે. એ ઈચ્છે છે કે પત્ની ઘર, પતિ, માતા-પિતા બધાની બરાબર કાળજી લે. પત્નીએ શું કરવું જોઈએ. એના જવાબોે એની પાસે છે. પણ પોતે પોેતાના અમુક કામો જાતે કરવા જોેઈએ જેથી પત્નીને થોેડી રાહત મળે એવું વિચારવા જેટલી સમજશક્તિ એનામાં નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે ઘરનું પત્નીનું બાળકોનું કામ કરવાની વાત તો દૂર માત્ર પોતાનું કામ કરવાની જવાબદારી પણ સ્વીકારતો નથી. આપણા સમાજમાં છોકરીઓમાં નાનપણથી જ જવાબદારી, કુશળતા અને ચોક્સાઈના સંસ્કારો સીંચવામાં આવે છે. નાનપણથી એને પોતાના ભાઈઓનાં કામો કરવાની ટેવો પાડવામાં આવેે છે અને આગળ જતાં એણે આખું ઘર અને પતિની જવાબદારી પણ સંભાળવી પડશે એવી શિ

કોસ્મેટિક્સની કાળી બાજુ

સમાચાર પ્રમાણે ભારતમાં માત્ર ગોરા થવા માટેના ફૅરનેસ ક્રીમનું વેંચાણ જ વરસે રૂા. ૪૫૨ કરોડ જેટલું છે. ત્વચા માટેના બીજા ક્રીમ-લોશનનું વેંચાણ ૫૦૦ કરોડ રૂપિયાનું છે. શું ભારતીયો કોસ્મેટિક્સ પાછળ આટલા બધા ઘેલા થઈ ગયા છે? કોઈપણ વ્યક્તિને ચાહે તે સ્ત્રી હોય કે પુરુષ તેના કુદરતી રૂપ રંગથી સંતોષ નથી હોતો. તે ગમે તે રીતે પોતાનું સૌંદર્ય વધારવાનો પ્રયાસ કરે છે. અને તે માટે તે અનેક પ્રકારનાં સૌંદર્ય પ્રસાધનોેનો ઉપયોગ કરે છે. આજકાલ સૌંદર્યપ્રસાધનો એટલા બધા વધી ગયાં છે કે ટીવી ઉપર શેમ્પૂ, ટેલ્કમ પાઉડર, નેઈલ પોલિશ, કોલ્ડ ક્રિમ વગેરેની ઢગલાબંધ જાહેર ખબરો આવે છે. સૌંદર્યપ્રસાધનોની આ જાહેરખબરમાં આ બધા સૌંદર્ય પ્રસાધનો વાપરવાથી તમારા સૌંદર્યમાં કેવો નિખાર આવશે અને તમને તેની શા માટે જરૂર છે તેની ડાહી ડાહી વાતો કરવામાં આવી છે. પરંતુ આ સૌંદર્ય પ્રસાધનોથી તમને શું નુકસાન થશે તે અંગે એક શબ્દ પણ જણાવવામાં આવ્યો હોતો નથી. સૌંદર્ય પ્રસાધનો સુંદરતા વધારવાની સાથે સાથે ચામડીને નુકસાન પણ પહોંચાડે છે. જો કે બધા જ સૌૈંદર્યપ્રસાધનોને કારણે આમ બનતું નથી. જો મર્યાદામાં તેનોે ઉપયોગ કરવામાં આવે તો પણ ઝાઝું નુકસાન નથી થતું

મકાઈની રોટલી

મકાઈની રોટલી સામગ્રી 1 કપ મકાઈનો લોટ 1/2 કપ ઘઉંનોલોટ 1 ટેબલ સ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ 2 ટેબલ સ્પૂન દહીં 2 ટી સ્પૂન તેલ 1 ટી સ્પૂન તલ મીઠું સ્વાદ અનુસાર તળવા માટે તેલ રીત -ઘઉં અને મકાઈના લોટને મિક્સ કરો તેમાં આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરો -તલના દાણા એક ચમચી તેલ ઉમેરો -હવે દહીંમાં પરોઠાનો લોટ બાંધો -હવે તેના નાના નાના લુવા કરી લ્યો -આ લુવાને બરાબર ગોળ વણો, તેને લોઢી પર શેકો -શેલો ફ્રાય કરો અને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવા -લ્યો તૈયાર છે મકાઈ રોટલી, હવે આ ગરમ ગરમ પરોઠાને તમે રાયતા સાથે સર્વ કરો  

ચોકાવનાર કિસ્સો: સંતાનોની વર્તૂણુક પર નજર રાખજો,નહીંતર.

મોજશોખ કે ડિપ્રેશનના બોજા હેઠળ ડ્રગ્સનો નશો કરનારાઓનું વધી રહેલું પ્રમાણ મહિલાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સૌથી વધુ જો...જો ક્યાંય તમારું સંતાન ડ્રગ્સના રવાડે ન ચડી જાય ! બીજા ક્રમે નોકરી કરતી યુવતીઓનો પણ સમાવેશ વડોદરામાં તમામ નશીલાં દ્રવ્યો આસાનીથી મળી રહે છે નશો માત્ર પરુરૂષો જ કરી શકે અથવા તો નશો માત્ર પુરુષો જ કરતાં હોય છે તે માન્યતા હવે વર્ષો જૂની થઇ ચૂકી છે. જે રીતે યુવતીઓ પુત્ર સમોવડી બની રહી છે તે જ રીતે યુવતીઓ નશો કરવામાં પણ પુરુષોની હરીફાઇ કરી રહી હોય તે રીતે દર વર્ષે તેનું પ્રમાણ વધી રહ્યું હોવાના કારણે આ બાબત સમાજ માટે લાલબત્તી સમાન ગણી શકાય તેમ છે. વ્યસનમુક્તિ કેન્દ્રમાં નશો છોડાવવા માટે દાખલ થતાં દર્દીઓમાં મહિલા અથવા તો યુવતીઓનું પ્રમાણ ૩૦ ટકા જેટલું જોવા મળી રહ્યું હોવાના કારણે યુવતીઓમાં નશાનું પ્રમાણ કેટલું ઝડપથી વધી રહ્યું છે તે બાબત આ આંકડા પરથી જ સ્પષ્ટ જણાઇ રહ્યું છે. ડીબી ગોલ્ડ દ્વારા એન્ટી ડ્રગ એબ્યુઝ ડે નિમિતે આ અંગેની તપાસ કરવામાં આવી હતી. જેમાં જે ૩૦ ટકા યુવતીઓ નશો કરી રહી છે તેમાં પણ ટકાવારીની દિષ્ટએ જોઇએ તો તેમાં વિદ્યાર્થિનીઓનું પ્રમાણ સૌથી વધુ છે અને ત્ય

ફેસબુક વાપરનારા ખાસ વાંચે , અમેરિકામાં થયો જબરદસ્ત વિરોધ

સેન ફ્રાંસિસ્કો. ફેસબુકે યૂઝર્સને જણાવ્યા વિના તેમના ઈમેલ એડ્રેસ હાઈજેક કરવાના શરૂ કરી દીધા છે.  - ફેસબુકે એપ્રિલમાં જ આ સંકેત આપી દીધા હતા કે તેઓ એડ્રેસ અપડેટ કરશે - સોશિઅલ વેબસાઇટના આ પગલાનો અમેરિકામાં જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે આ સોશિઅલ વેબસાઇટના પગલાનો અમેરિકામાં જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. ફેસબુક પોતાના યૂઝર્સના જે ઈમેલ એડ્રેસને ઑપરેટ કરે છે, તેને યૂઝર્સનું ડિફૉલ્ટ ઈમેલ એડ્રેસ બનાવી રહ્યું છે. સિક્યોરિટી કંસલ્ટેન્ટ ગ્રાહમ ક્લૂલીનું કહેવું છે કે "તમને જણાવ્યા વીના આઈડી બદલવા માટે તમે ફેસબુકનો આભાર વ્યક્ત કરી શકો છો". ફેસબુકે એપ્રિલમાં જ આ સંકેત આપી દીધા હતા કે તેઓ એડ્રેસ અપડેટ કરશે, જેનાથી સાઇટ ઉપર દરેક જગ્યાએ તે એડ્રેસ બન્યું રહે. પણ કેટલાક દિવસ પહેલા જ કેટલાય બ્લોગર્સેને તેના પરિણામોનો અનુભવ થઈ ગયો. તેઓને પોતાના કૉન્ટેક્ટ ઇન્ફોર્મેશનમાં ફેરફાર જોવા મળ્યો.

આત્મવિશ્વાસી અને ખુશમિજાજી યંગસ્ટર્સ

ચિરાગ કહે છે કે હું દરરોજ મારી જાત માટે દિવસમાં સૂતા પહેલાં અડધો કલાકનો સમય ફાળવું છું. મને એમ કરવાથી ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે. હું જ્યારે પણ તૈયાર થાઉં ત્યારે તે સમયે મારી જાતને નિહાળું છું. તેને સ્માઈલ આપી તે કેટલી સુંદર છે તેનો અહેસાસ કરું છું.  હું ક્યારેય કોઈની પાસેથી મારી વખાણના આગ્રહ રાખતો નથી. હું જે સારું કામ કરું તેના વખાણ હું જાતે જ કરું છું. હું એવું માનું છું કે આપણે જ્યારે આપણા કામની અપેક્ષા કે પછી કામના વખાણની અપેક્ષા અન્ય પાસેથી રાખીએ છીએ ત્યારે દુઃખી થવું પડે છે. માટે આવી આશા રાખવી વ્યર્થ છે. પોતાનાથી કંઈ ખોટું થાય તો તેને ફરી વખત સુધારવાનો પ્રયત્ન કરો. જો તમારાથી બીજાનું દિલ દુઃખી થયું હોય તો તે વ્યક્તિની માફી માંગી લેવી જોઈએ. વ્યક્તિના વિવિધ રૂપ હોય છે. આવા સમયે તેના દરેક રૂપની એક અલગ જવાબદારી હોય છે. તે દરેક ક્ષેત્રમાં પોતાનું બેસ્ટ કામ આપવાની ક્ષમતા ધરાવે છે. આવા સમયે તે દરેક જગ્યાએ સુંદર અને સુશીલ જ હોય તે જરૂરી છે. સાથે એ પણ એટલું જ જરૂરી છે કે તે પોતાના માટે પણ થોડો સમય અચૂક કાઢે. પોતાની ભાવનાઓને પોતે જ સમજે. દરેક કામ માટેની તેની માનસિક અને શારિરીક સ્થિતિ અલગ

ચટાકેદાર 'સેવ ટામેટાનું શાક'

3 વ્યક્તિઓ માટે બનાવો સેવ ટામેટાનું શાક સામગ્રી: 1 કપ સેવ 3 ટમેટા 1 ડુંગળી, સમારેલી 1/2 ટીસ્પૂન આદુ, છીણેલુ 1 લીલુ મરચું 1 ટીસ્પૂન ગરમ મસાલો મીઠું, સ્વાદ અનુસાર 1/2 ટીસ્પૂન રાઈના દાણા 1/2 ટીસ્પૂન જીરુ હીંગ, એક ચપટી 1/2 ટીસ્પૂન હળદર પાવડર 1/2 ટીસ્પૂન જીરુ પાવડર 2 ટીસ્પૂન તેલ રીત: - એક પેનમાં તેલ ગરમ કરો. - તેમાં જીરુ,રાઈ, હીંગ અને લીલા મરચાં ઉમેરો. - તેમાં સમારેલી ડુંગળી અને આદુ ઉમેરો. - ડુંગળી લાઈટબ્રાઉન થઈ જાય અને તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં સમારેલા ટમેટા ઉમેરો. - તેમાં ગરમ મસાલો, જીરૂ પાવડર, હળદર અને મીઠું ઉમેરો. - એક કપ પાણી ઉમેરીને 10 મિનીટ સુધી પાકવા દો. - ગ્રેવી તૈયાર થઈ જાય ત્યારે તેના પર સેવ ભભરાવી ગરમા ગરમ સર્વ કરો

યુવાન ત્યજેલી યુવતીને પુનઃ પ્રેમ પંથે ડગલાં માંડવા આજીજી કરે છે

- એ નાટકબાજ છે, ને તું એના નાટકને સમજી શકતી નથી... તેનાં આંસું મગરનાં આંસું છે, એ વાત સમજી લે, છોકરી! - તારું ભોળપણ જ તારી મૂર્ખતા છે. કોઈ કુંવારી યુવતી ન કરે, તેવું કર્મ તેં કર્યું છે... તારું આ ગાંડપણ તને ક્યાંયની નહિ રહેવા દે... ! પંડિતજી, મારું નામ ઈશ્વરી છે. હું બાવીસ વર્ષની ગ્રેજ્યુએટ થયેલી યુવતી છું. હું એક પ્રાઈવેટ કંપનીમાં સર્વિસ કરું છું. આમ તો કંપનીમાં ત્રીસેક કર્મચારીઓ છે, પણ સૌને પોતપોતાના કામ સાથે નિસ્બત... ટાઈમ થાય એટલે ઘેર જવા ઉતાવળા બને. આ કર્મચારીગણમાં રાહુલ પણ સર્વિસ કરે છે... તે હેડકલાર્ક છે, પણ મારે એના હોદ્દા કે પગાર સાથે કોઈ જ નિસ્બત નથી... પણ પંડિતજી, મને નિસ્બત છે તેની માદક આંખો, ગમી જાય તેવી હાઈટબોડી અને સ્માર્ટનેસ સાથે... પ્રથમ દિવસે મેં તેને જોયો ત્યારથી જ તે મને ગમી ગયો હતો. મારી નજર સતત એનો પીછો કરતી હતી... ને મને લાગ્યું કે એ પણ મને તીરછી નજરે જોયા કરે છે. હું પણ કોઈ યુવાનને ગમી જાઉં એટલી રૂપાળી છું. છેવટે એ જ થયું, જે થવાનું હતું... અમે બંને એક મેકને ચાહવા લાગી ગયાં... સાંજે છુટ્યા પછી તે મને તેની બાઈક ઉપર બેસાડતો. ને હુંય તેને બેઉ હાથ વડે ભીંસી

મોન્સૂન : આ ૠતુમાં થોડી કાળજી રાખીને સ્ટાઈલિશ બની શકાય

વ રસાદની મોસમ આવે એટલે કાળઝાળ ગરમીમાંથી રાહતનો શ્વાસ લેવાનો મોકો મળે. આગ ઓકતું આકાશ જ્યારે ધારે ધારે વરસે ત્યારે કુદરતની કરામતનો આહ્‌લાદક અનુભવ થાય. ધોળા દહાડે ગોરંભાયેલા આકાશ થકી થતો સમી સાંજનો અનુભવ, વાદળોના ગડગડાટ અને વિજળીના ચમકારા સાથે ધોધમાર તૂટી પડતો વરસાદ રોમ રોમને આનંદ અને રોમાંચથી ભરી દે, ત્યારે કામ પર જતાં લોકો માટે મુશ્કેલી સર્જાય. નોકરી-ધંધે જતી વખતે ભીંજાવાની મોજ કેમ મણાય? ગમે તેટલા વરસાદમાં પણ ઓફિસે તો કોરા થઈને જ બેસવું પડે. વળી માનુનીઓને તો તૈયાર થવાની ચંતા પણ ખરી. શું પહેરવું? કેવો મેકઅપ કરવો, જેથી વરસાદમાં પણ ફેશનથી વંચિત ન રહેવું પડે. આ સંદર્ભમાં કેટલાંક મુદ્દા ઘ્યાનમાં રાખવા અત્યંત આવશ્યક છે. જો તમે ઉનાળા દરમિયાન લેધરની પર્સ વાપરી હોય તો, ચોમાસું બેસતાં જ સૌથી પહેલા પર્સ બદલવાની પેરવી કરો. આ ૠતુમાં રેક્ઝિનની બેગ સૌથી સગવડદાયક પુરવાર થાય છે. આ વષે મેટાલિક -લુકની, રંગબેરંગી, મોટી સાઈઝની હેન્ડબેગની ફેશન પૂરબહારમાં ખીલી છે. તમે તમારી પસંદગીની બેગ તેમાંથી ખરીદી લો. આ બેગમાં તમે હળવાં વજનના અને ઓછી જગ્યામાં સમાઈ શકે એવા વસ્ત્રો અને આંતરવસ્ત્રોની જોેડી સાથે રાખી શકો, જેથ

ATM મશીને કરાવી જોરદાર બલ્લે-બલ્લે, ગ્રાહકોની પડાપડી

લંડનમાં એક એટીએમ મશીને તેના ગ્રાહકને બલ્લે-બલ્લે કરાવી દીધી. આ મશીન ગ્રાહકની ડિમાન્ડ કરતા બમણી રકમ આપવા લાગ્યું, હવે આનાથી મોટી લૉટરી શું હોઈ શકે.  - ખામી સર્જાવાના કારણે મશીન ગ્રાહકે માંગેલા રૂપિયા કરતા બમણા રૂપિયા નીકાળવા લાગ્યું. - એક કર્મચારીએ ભૂલમાંથી 20 પાઉન્ડની ટ્રે 10 પાઉન્ડની ટ્રેની જગ્યાએ મુકી દીધી હતી. એટીએમ મશીનમાં ખામી સર્જાવાના કારણે મશીન ગ્રાહકે માંગેલા રૂપિયા કરતા બમણા રૂપિયા નીકાળવા લાગ્યું. મધ્ય લંડનના આ એટીએમ મશીન અંગે જ્યારે લોકોને જાણ થઈ તો ત્યાં અચાનક લોકોની ભારે ભીડ એક્ઠી થઈ ગઈ, દરેકને પોતાના રૂપિયા બમણા કરી દેવાની ઉતાવળ હતી.  જ્યારે અધિકારીઓએ આ એટીએમ મશીનની ખામી શોધી તો જાણવા મળ્યું કે એક કર્મચારીએ ભૂલમાંથી 20 પાઉન્ડની ટ્રે 10 પાઉન્ડની ટ્રેની જગ્યાએ મુકી દીધી હતી. લોકોએ આ ખામીનો જબરદસ્ત ફાયદો ઉઠાવ્યો, અને કેટલાકે તો બેથી ત્રણ કાર્ડનો ઉપયોગ કરીને 300 પાઉન્ડ નીકાળવાની સીમાને ઓળંગી લીધી.  આ પહેલી વખત નથી બન્યું જ્યારે કેશ મશીનોએ આ ભૂલો કરી છે. અગાઉ પણ કેટલાય દેશોમાં કેટલીય મશીનોમાં આ ખામી સર્જાઈ છે.

કાઠિયાવાડી સ્પેશલ, બનાવો લસણીયા બટાકાનું શાક

Image
મોમાં પાણી લાવી દે તેવા કાઠિયાવાડી લસણીયા બટાકા સામગ્રી - 500 ગ્રામ બટેકા (નાની સાઇઝના), 50 ગ્રામ લસણ, આદુનો ટુકડો, 2-3 લીલા મરચા, અડધી ચમચી રાઇ, એક ચમચી જીરૂ, ચપટી હીંગ, અડધી ચમચી હળદર, એક ચમચી ધાણા પાવડર, એક ચમચી લાલ મરચાનો પાવડર, 50 ગ્રામ શેકેલી મગફળીનો ભૂકો, એક ચમચી તલ, જરૂર પ્રમાણે મીઠું, તેલ, લાલ સુકા મરચા, તમાલપત્ર, કોથમીર. રીત  - બટાકાને બાફીને છાલ ઉતારી નાખો. -લસણ અને આદુની પેસ્‍ટ બનાવો. -તપેલીમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ નાખો. -જીરૂ તતડી જાય બાદ તેમાં હીંગ, લાલ સુકા મરચા, તમાલપત્ર, ધાણા પાવડર અને આદુ-લસણની પેસ્‍ટ નાખી હલાવો. -ત્‍યાર બાદ તેમાં મગફળીનો ભૂકો, તલ, લાલ મરચા પાવડર, મીઠું તથા હળદર નાખી બરોબર મિક્સ કરો. -તેમાં બારીક સમારેલા લીલા મરચા અને બાફેલા બટાકા અને એક કપ પાણી નાખી હલાવો. -લગભગ 3-4 મિનિટ રાખી તાપ પરથી ઉતારી લો. -ઉપરથી કોથમીર નાખી ગાર્નિશ કરો અને ગરમ ગરમ પરોઠા સાથે સર્વ કરો.

ઓનલાઇન સ્ક્રેબલ રમો, શબ્દભંડોળ વધારો

Image
અંગ્રેજી ભાષાનું શબ્દભંડોળ વધારવું હોય તો ક્રોસવર્ડ પઝલ્સ ઉપરાંત એક સરસ રસ્તો છે સ્ક્રેબલ ગેમ રમવાનો, એ આપણામાંથી મોટા ભાગના લોકો જાણે પણ છે. પરંતુ હવે કમ્પ્યુટર, ટેબ્લેટ અને સ્માર્ટ ફોનના જમાનામાં ફિઝિકલ સ્ક્રેબલ રમવાનું આકર્ષણ ઓછું થઇ ગયું હોય એ સમજી શકાય એવી વાત છે. પણ ઇન્ટરનેટની મદદથી આ બધાં જ ઉપકરણો પર પણ દૂર બેઠેલા દોસ્તો સાથે સ્ક્રેબલ રમી શકાય છે. એમાં પહેલું નામ તો આપણા જુના ને જાણીતા ફેસબુકનું આવે. એનું એક સ્પેશિયલ એપ પણ છે અને ઓફિશિયલ સ્ક્રેબલ પેજ પણ છે, સર્ચ મારી જોજો. ત્યાર પછી isc.ro, www.lexulous.com, quared.com, www.worldwinner.com વગેરે સાઇટ્સ પર આંટો મારી આવજો. આ બધી સાઇટ્સ ફ્રીમાં સ્ક્રેબલ રમવાની મજા કરાવે છે. હવે જો આમાં નવીનતા જોઇતી હોય અને બહુ બધા યારદોસ્તો સાથે મલ્ટપિ્લેયર સોશિયલ ગેમિંગમાં સ્ક્રેબલની મજા માણવી હોય તો વધુ કેટલાંક ઠેકાણાં અમારે હાથ લાગ્યાં છે. આ રહ્યાં www.gibart.org/scrabble/en/challenger.html, fundox.free.fr, www.playok.com/en/literaxx, wordipelago.com, wabble.org, www.quadplex.com વગેરે.

લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો

લિફ્‌ટ આપવી અને લેવી બંન્નેમાં જોખમ છે પછી તે છોકરો હોય કે છોકરી. એટલે જ તેમાં સો વખત વિચાર કરવો પડે છે. ઓફિસમાંથી ફ્રિ થતાં સેજલને રાત્રે ૯ વાગી ગયા તેની ખબર જ ન પડી તેને શિવરંજનીથી છેક ઘોડાસર જવાનું હતું અને વ્હિકલ ન વાપરતી હોવાથી ક્યારેક કોઈ લિફ્‌ટ આપે તો લઈ લેતી. જો કે આ વખતે તેને જેણે લિફ્‌ટ આપી તેની દાનત સારી ન હતી અને રસ્તામાં જ તેને ઉતરી જવું પડ્યું. અમદાવાદમાં ગમે તે સ્થળે હવે લિફ્‌ટ માંગનાર હાથ ઉંચા કરીને પ્લિઝ આટલે ઉતારી દેજોને તેમ કહેતા જોવા મળે છે. આમ તો શહેરમાં લિફ્‌ટ આપનારની કમી નથી પણ ઘણી વખત એવું બને છે કે લિફ્‌ટ આપનાર કે લેનાર બે માંથી કોઈ એકને કારણ વગર હેરાન પરેશાન થવાનો વખત આવે છે. ક્યારેક દયા ડાકણને ખાય તેવા હાલ પણ થાય છે બિચારો કોઈ યુવક કે યુવતી કોઈને લિફ્‌ટ આપે તો પાછળ બેસનાર હરામખોર નીકળે છે અને દયા કરનારે ભરાઈ જવું પડે છે. જે હોય તે પણ લિફ્‌ટ આપતી કે લેતી વખતે માત્ર વિમેન જ નહી પુરુષોએ પણ એલર્ટ થઈ જવાની જરુર છે કેમ કે રુપિયા ખંખેરવા પણ શહેરની કેટલીક ચાલબાઝ ગર્લ્સ ગમે ત્યારે હાથ લાંબો કરીને લિફ્‌ટ માટે ઈશારો કરે છે. ખાસ કરીને શહેરના સેટેલાઈટ, વસ્ત્રાપ

धयान दे और शेयर करे

Image

આપણી હોસ્પિટલોમાં ચેકલીસ્ટ (તપાસયાદી)ની પધ્ધતિ અનેક દર્દીઓના જાન બચાવી શકે તેમ છે

ચેકલીસ્ટ મેનીફેસ્ટો; હાઉ ટુ ગેટ થીંગ્ઝ રાઈટ ઃ ડો. અતુલ ગવંડે (પ્રોફાઈલ બુક્સ લીમીટેડ, ગ્રેટબ્રિટન ૨૦૧૦) આ પુસ્તકના લેખક ડો. અતુલ ગવંડે બોસ્ટનની હોસ્પીટલમાં જનરલ સર્જન તરીકે કામ કરે છે. દરેક સર્જન માટે અને હોસ્પીટલ એડમીનીસ્ટ્રેટર માટે ડો. ગવંડેનું માત્ર ઉપરનું પુસ્તક જ નહીં પરંતુ તેમના અન્ય પુસ્તકો વાંચવાં જરૃરી છે. ડો. ગવંડેના અન્ય બે પુસ્તકોના નામ નીચે મુજબ છે, 'બેટર ઃ એ સર્જન્સ નોટ્સ ઓન પરફોમન્સ' અને 'કોમ્પ્લીકેશન્સ ઃ એ સર્જન્સ નોટ્સ ઓન ઈમપરફેક્ટ સાયન્સ'. ભારતની કેટલીક હોસ્પીટલોમાં દર્દીઓને એટલા બધા હોસ્પીટલજનિત ચેપ લાગે છે અને હોસ્પીટલ એડમીનીસ્ટ્રેટ્સની આ બાબતમાં એટલી બધી નિષ્કાળજી હોય છે કે તેમને હોસ્પીટલો કરતાં કતલખાના કહેવા જોઈએ. અલબત્ત, તમામ હોસ્પીટલોમાં આમ બનતું નથી પરંતુ જે હોસ્પીટલમાં દર્દીને ચેપ લાગ્યો હોય તેણે તે હોસ્પીટલમાં સારવારનો તમામ ખર્ચો હોસ્પીટલ જ ભોગવે તેવો અભિગમ કેળવવો પડશે. સર્જરીના ચેપ અને બ્લીડીંગ અંગેના જોખમોની જવાબદારી હોસ્પીટલના સર્જન અને તેના સ્ટાફની છે તે વાત સ્વીકારવી જોઈએ. કોઈપણ હોસ્પીટલમાં ઓપરેશન દરમિયાન કે તેના પછી દર્દીના મૃત્યુ થવા