નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આરામની સાથે સેક્સી લુક આપે ક્રોપ ટોપ

 
ખુલતાં અને ચેસ્ટ તથા કમર સુધીની લંબાઇ ધરાવતાં ક્રોપ ટોપ આધુનિકાઓની અવ્વલ પસંદગી છે.

તાપથી કંટાળીને આરામ મળી રહે તે માટે યુવતીઓએ જીન્સ શોર્ટસ તો પહેરવાનું શરૂ કરી જ દીધું છે પણ તેની સાથે કેવા ટોપ કે ટી-શર્ટસ પહેરવા તે પણ મહત્વનું છે. જીન્સ શોર્ટસ સાથે યુવતીઓ કેવા ટોપ પહેરવાનું પસંદ કરશે તે જરૂરી નથી, પણ કેવા ટોપ પહેરવાથી આરામ અને તાપની સામે રક્ષણ મળે અને સાથે જ તમે સેક્સી લુક પણ મેળવી શકો તે વધારે અગત્યનું છે. યુવતીઓ ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને અને ગમે તેવી ગરમીમાં પણ પોતાનો સેક્સી લુકની ઇમેજને સાચવી રાખવા માટે અત્યારે ક્રોપ ટોપ વધારે પસંદ કરી રહી છે.

પહેલાં જે સ્ટાઇલના ક્રોપ ટોપ મળતા હતા તે મોટા ભાગે મહિલા એથ્લેટ્સ માટે ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવતા હતા. તેમાં ખભાથી લઇને ચેસ્ટ સુધી જ તેની લંબાઇ રાખવામાં આવતી અને આ ટોપ સ્લિવલેસ જ જોવા મળતા. એટલું જ નહીં, તેને ચેસ્ટના ભાગથી ફિટિંગમાં રાખવામાં આવતું. સમયની સાથે મહિલા એથ્લેટ્સની ફેશન પણ બદલાઇ.

ક્રોપ ટોપ નીચે સ્પોર્ટ્સ બ્રા પહેરવામાં આવતી, જે આજે પણ તમે પહેરી શકો છો. ધીમે ધીમે મહિલા એથ્લેટ્સ માટે સ્પોર્ટસ બ્રામાં પણ વેટાઇટી અને ફેશને સ્થાન લઇ લેતાં ક્રોપ ટોપની ફેશન ઓછી થવા લાગી. ફેશનમાં ફેરફાર કરીએ તો તે ફરી ફરીને પાછી આવે છે અને ક્રોપ ટોપમાં પણ એવું જ થયું. પહેલા ક્રોપ ટોપ ચેસ્ટના ભાગથી ફિટિંગમાં આવતું હતું.

આધુનિક ફેશન પ્રમાણે તેને તે ભાગથી ખુલ્લું કરી દેવામાં આવ્યું અને તેની લંબાઇ બે રીતે રાખવામાં આવી જેમાં તે ચેસ્ટ સુધી અને કમર સુધીની કરી દેવાઇ. ફ્રિલ સ્ટાઇલ, બોક્સ સ્ટાઇલ, બટરફ્લાય સ્ટાઇલનો ઉપયોગ કરીને આ ટોપને ફરીથી ફેશનમાં મૂકતા તે ફરીથી ‘ઇન’ થયું. આ ઉપરાંત ટોપની ફ્રન્ટ અને બેકમાં નીચેના ભાગને ચેસ્ટ સુધીની લંબાઇ અને ખભા અને હાથની નીચેના ભાગને કમર સુધીની લંબાઇ આપીને અનઇવન સ્ટાઇલ પણ ક્રોપ ટોપમાં જોવા મળે છે.

કોટન, ટેરિકોટન, સાટિન, લિઝિબિઝી જેવા મટિરિયલમાંથી ક્રોપ ટોપ બને છે. જેમાં મોટા ભાગે પ્લેઇન કલર હોય છે. તેમાં પિંક, બ્લ્યૂ, વ્હાઇટ, યલો, નેવી બ્લ્યૂ, મરૂન, બ્લેક કલર હોય છે. ક્રોપ ટોપમાં ડોટ્સ, લાઇનિંગ, ચેકસ, બાંધણી, ફલોરલ પ્રિન્ટ, મલ્ટિકલર અને ડબલ કલરની ડિઝાઈનો વધારે સારી લાગે છે. યુવતીઓ જ્યારે જીન્સ શોર્ટ્સ પર ક્રોપ ટોપ પહેરીને નીકળે ત્યારે જોનારા ફરી ફરીને જોયા વિના રહે નહીં કારણ કે આ ટોપ સેક્સી લુક આપે છે.

ઉનાળા દરમિયાન પિકનિક પર અને ખાસ તો બીચ પર ફરવા જઇએ ત્યારે પહેરી શકાય તેવું આ ટોપ તમે ઉનાળામાં તો પહેરી જ શકો છો, પણ જો તમારે શિયાળામાં પણ પહેરવું હોય તો સ્લિવલેસ જર્સીની ઉપર તે પહેરીને બધાંથી અલગ દેખાઇ શકો છો. તો હવે લઇ આવો તમારા જીન્સ શોર્ટસ ઉપર પહેરવા માટે ક્રોપ ટોપ અને તેને તમારા વોર્ડરોબમાં સ્થાન આપી દો. મેળવી લો સેક્સી લુક અને બની જાવ તમારા ગ્રૂપમાં સૌના દ્રષ્ટિબિંદુનું કેન્દ્ર.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી