નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જળસ્ત્રોતનું જતન સમયની માંગ


કૃષિક્ષેત્રે વૈજ્ઞાનિક પિયત પદ્ધતિઓ અપનાવી પાણીનો કરકસરયુક્ત કાર્યક્ષમ ઉપયોગ કરીશું તો જ જળ અને જમીન જેવા પાક ઉત્પાદનના મુખ્ય ઘટકોની જાળવણી થઈ શકશે : જળબચત એ માત્ર ખેતી નહીં સમગ્ર સૃષ્ટિ માટે જરૂરી.

સમગ્ર સજીવ સૃષ્ટિ માટે પાણી એક અતિ મહત્વનું અનિવાર્ય પરિબળ છે કે જે માનવજાતને કુદરત તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે. પાણી માટેની માનવજાતની માંગ અને પુરવઠા વચ્ચેની સમતુલા પ્રવર્તમાન સમયમાં ભાંગી રહી છે. છેલ્લા ૭૦ વર્ષ દરમિયાન વિશ્વની વસ્તી બે અજબથી વધીને ત્રણ ઘણી થઈ છે અને આજે ૬.૧ અજબ જેટલી થાય છે.

આ વસ્તીની જીવન જરૂરિયાતને પહોંચી વળવા ખેતી ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો. આ ઔદ્યોગિક વિકાસની સાથે સાથે લોકજીવન શૈલીમાં પણ નોંધપાત્ર બદલાવ આવ્યો. જેને કારણે પાણીનો વપરાશ પણ છ ગણો વધ્યો છે. જેના પરિણામ સ્વરૂપે દુનિયાના ભારત સહિતના ૩૧ દેશમાં પાણીની તંગી ઊભી થઈ છે. આવતા દાયકાઓમાં પાણીની તંગીની સ્થિતિ વધુ વણસે તેવા અણસાર છે.

પાણીનો જો કોઈ મુખ્ય સ્ત્રોત હોય તો તે વરસાદ છે. આપણો ભારત દેશ એક નસીબદાર દેશ છે કે જેને સતત અને ખૂબ જ નિયમિત ચોમાસાની ઋતુમાં વરસાદ મળેલ છે. ચોમાસાની ઋતુ દરમિયાન આપણા દેશમાં વાર્ષિક સરેરાશ ૧૧૦૦ મી.મી. જેટલો વરસાદ પડે છે. આ વરસાદ ચોમાસાના ૧૦૦ દિવસ દરમિયાન પડે છે. પરંતુ કમનસીબી એ છે કે આ સરેરાશ વરસાદના ૫૦ ટકા વરસાદ માત્ર ચોમાસાના ૧૫ દિવસમાં જ ખાબકી જાય છે. સાથે સાથે સ્થળે સ્થળે અને સમયે સમયે વરસાદના પ્રમાણમાં ભિન્નતા પણ ખૂબ જ છે. જ્યારે મેઘાલય-ચેરાપુંજીમાં ૧૨૦૦૦ મી.મી. અને દક્ષિણ ગુજરાતમાં ૧૫૦૦ મી.મી. જેટલો વાર્ષિક સરેરાશ વરસાદ પડે છે.

આમ, આપણા દેશમાં વાર્ષિક સરેરાશ ૪૦૦૦ બિલીયન ઘનમીટર પાણી વરસાદ દ્વારા મળે છે. પરંતુ વરસાદના પ્રમાણમાં ખૂબ જ ભિન્નતાને લીધે વરસાદરૂપી પાણીના સ્ત્રોતની જાળવણી કરવી ખૂબ જ મુશ્કેલ બને છે. વિશ્વની સરખામણીમાં આપણા ભારત દેશ પાસે તાજા પાણીનો જથ્થો માત્ર ચાર ટકા છે. એક તારણ મુજબ સને ૧૯૫૧માં ભારતમાં માથાદીઠ પાણીનું પ્રમાણ ૫૧૭૭ ઘનમીટર હાલ જે ૧૮૨૦ ઘનમીટર જેટલું છે અને સને ૨૦૫૦ની સાલમાં જે માત્ર ૧૧૪૦ ઘનમીટર પ્રતિવર્ષ જેટલું જ થઈ જવાની સંભાવના છે. આમ સને ૨૦૫૦ માં દેશની ૭૬ ટકા વસ્તી વસે છે એવા ૭૦ ટકા વિસ્તારમાં પાણીની તીવ્ર તંગી ઊભી થશે.

ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર ૧૯૬ લાખ હેક્ટર છે. જે પૈકી ૯૬ લાખ હેક્ટર વિસ્તાર ખેડાણ હેઠળ છે. જે પૈકી ૩૧ લાખ હેક્ટર વિસ્તારમાં પિયતની સગવડ છે. જેમાંથી ૧૩ લાખ હેક્ટર (૪૧.૯ ટકા) નહેરથી અને ૧૮ લાખ હેક્ટર (૫૮.૧ ટકા) કુવાથી (ભૂગર્ભ જળથી) પિયત થાય છે કે જેમાંના મોટાભાગના પાણીની ગુણવત્તા પણ નબળી છે. આ ઉપરાંત પિયત માટે જરૂરી પાણીનો જથ્થો મેળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી કુલ ૨૫ બંધ નદી ઉપર બાંધી, મોટા, મધ્યમ અને નાના ઈરીગેશન પ્રોજેક્ટ તૈયાર કરાયા છે.

જે પૈકી દક્ષિણ ગુજરાતમાં ૬, મધ્ય ગુજરાતમાં ૭, ઉત્તર ગુજરાતમાં ૮ અને સૌરાષ્ટ્રમાં ૪ જેટલા પ્રોજેક્ટ છે. ગુજરાત રાજ્યના મહીકડાણા પ્રોજેક્ટ દ્વારા ૨.૬૦ લાખ હેક્ટર જમીન વિસ્તારને પિયત પુરૂ પાડવામાં આવે છે અને સરદાર સરોવર યોજના દ્વારા વધુ ૨૧ લાખ હેક્ટર જમીન વિસ્તારને પિયત પુરૂ પાડવાનો લક્ષ્યાંક છે. દક્ષિણ ગુજરાતમાં તાપી નદી ઉપર બાંધવામાં આવેલ બહુલક્ષી ઊકાઈ કાકરાપાર પ્રોજેક્ટ દ્વારા ૩.૪૩ લાખ હેક્ટર જમીન વિસ્તારને પિયત હેઠળ આવરી લેવામાં આવેલ છે.

જળસ્ત્રોત વ્યવસ્થાના ફાયદા ભરપૂર

(૧) જળસ્ત્રાવ વ્યવસ્થા દ્વારા જળ અને જમીન જેવા મહામૂલ્ય સ્ત્રોતોની જાળવણી થાય છે. (૨) વનસ્પતિ-સૃષ્ટિની જાળવણી થવાથી જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક ફળદ્રુપતામાં વધારો કરી શકાય છે. (૩) પશુપાલનનો વિકાસ કરી શકાય અને આડકતરી રીતે ખેત-ઉત્પાદન વધારી આવક વધારી શકાય છે, (૪) જીવન ધોરણ ઊંચુ લાવી શકાય છે, (૫) વહી જતા પાણીનો સંગ્રહ કરી મત્સ્ય ઉદ્યોગ અને વહાણવટાના ઉદ્યોગો પણ વિકસાવી શકાય છે, (૬) ઔદ્યોગિક વિકાસની તકો ઊભી કરી શકાય છે, (૭) અનિયમિત વરસાદના પાણીના નિકાલનો પ્રશ્ન હલ કરી શકાય છે, (૮) મોટા જળાશયો-બંધોમાં તેમજ નદીના મુખ્ય પ્રદેશમાં થતું માટીનું પુરાણના પ્રશ્નને હળવો બનાવી શકાય છે, (૯) જળાશયો-બંધોનું આયુષ્ય વધારી શકાય છે, (૧૦) ભુગર્ભજળની ગુણવત્તા સુધારી શકાય છે, (૧૧) દરિયાનું નબળી ગુણવત્તાવાળું પાણી જમીનમાં આગળ વધતું અટકાવી શકાય છે.

ખેતી સાથે જળસ્ત્રોત જાળવણીની પદ્ધતિઓ

(૧) ખેતરોમાં ધોરિયા બનાવવા, (૨) ખેત તલાવડીઓ બાંધવી, (૩) રસ્તાના વહેણનું પાણીને રોકવું,(૪) તળાવોમાં નદી-નાળાનાં પાણીનો સંગ્રહ કરવો, (૫) ખેતરમાંથી વહી જતા પાણીને ખેતરમાં નિચાણવાળા વિસ્તારમાં શોષ કુવાઓ બનાવવા, (૬) ઘરની અગાસી કે છાપરાનું પાણી તથા પાકા ફિળયાનું વરસાદનું પાણી પાઈપો દ્વારા બોરમાં ઉતારવું, (૭) કુવાઓમાં ૪’’ થી ૬’’ વ્યાસના ૧૦૦ ઊંડા બોર કરવા, (૮) નદીઓમાં ગુપ્ત આડબંધ બાંધવા, (૯) પાણીનો સંગ્રહ ખેતરમાં જ કરવો, જે માટે (૧) ઠાળની વિરુધ્ધ દશિીમાં ખેડ કરવી, (૨) સમતળ પાળા બાંધવા, (૩) ઢાળ પ્રમાણમાં પધ્ધતિથી વાવેતર કરવું, (૪) મિલ્ચંગ (આવરણ) કરીને આવરણ તરીકે શેરડીની પાતરી, ઘંઉનું કુવળ, પ્લાસ્ટિક તેમજ કાચું ઘાસનો ઉપયોગ કરવો. (૫) સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો,(૬) પાકને કટોકટીની અવસ્થાએ જ પાણી આપવું.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!