નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઉનાળામાં ઠંડક આપતો ખોરાક

અત્યારે એવા વિવિધ શાક અને ફળ મળે છે, જેનાથી શરીરને કાળઝાળ ગરમીમાં પણ ઠંડક રહે છે.

ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપવાનું લગભગ અઘરું બની જાય છે. ઉનાળામાં જાણે ઠંડક માટે ઠંડા પીણાનો જ સહારો કામનો લાગે છે અને એટલા માટે જ કદાચ કુદરત માનવજાતની મદદ માટે કાયમ તૈયાર હોય છે. ઉનાળામાં જ એવા શાકભાજી અને ફળ આવે છે, જેમાં પાણી પુષ્કળ હોય અને તેનો વપરાશ કરવાથી શરીર ઠંડક અનુભવે છે.

ફળ

ફળફળાદિમાં આમ પણ પાણીનો ભાગ વધુ હોય છે. ઉપરાંત, તેમાં શરીર માટે જરૂરી પોષકતત્વો તેમ જ તે એન્ટિઓક્સિડન્ટ પણ છે. તે ઉનાળામાં શરીરને ઠંડક આપે છે. આવા ફળમાં દ્રાક્ષ, સફરજન, ઉપરાંત ખાસ કરીને તરબૂચ અને ટેટીનો સમાવેશ થાય છે. ફળનો રાજા ગણાતી ‘કેરી’ શરીરને ઠંડક આપે છે. નારંગી પણ ખૂબ જ ઉપયોગી છે. ફળનો સમાવેશ રોજિંદા જીવનમાં ઘણી રીતે કરી શકાય છે. બપોરના સમયે ભૂખ લાગે ત્યારે, સવારે નાસ્તા પછી અને ભોજન પહેલાં કે ચાલવા જતાં પહેલાં એક ફળ ખાવું જોઇએ.

શાકભાજી

એવા ઘણા શાક છે જે શરીરના તાપમાનને નીચું રાખવાનું તેમ જ ગરમીથી બચાવવાનું કામ કરે છે. તેના સૌથી સારા ઉદાહરણ કાકડી, તુરિયા, ગલકાં, કોબીજ વગેરે છે. ફુદીનો, વરિયાળી વગેરે પણ શરીરને ઠંડક આપે છે. આ બધા શાકભાજીમાં વિપુલ પ્રમાણમાં પાણીનો ભાગ આવેલો છે. તે લોહીને પાતળું કરી શરીરને ઠંડું કરવાનું કામ કરે છે. સાંજના સમયે ફક્ત શાકભાજી કે સલાડ અથવા મિક્સ સૂપ લેવાથી પેટ હલકું રહે છે અને ગરમીથી દૂર રહેવાય છે.

કાચા શાક અને ફળ

બને તેટલા કાચા શાકભાજી અને ફળફળાદિ ખાવાના રાખો. તેમ કરવાથી શરીરને ગરમી ઓછી લાગશે. જો બનાવવા જ પડે તો બાફેલાં, સલાડ બનાવીને ખાવાનો આગ્રહ રાખો.

મરી મસાલા માપસર ખાવા

માફકસરના મરીમસાલા લેવાથી શરીર લાંબા ગાળે ઠંડક અનુભવે છે. આદું, લીલાંમરચાં, મરી વગેરે લેવાથી શરૂઆતમાં ગરમી લાગે છે, પરંતુ તે શરીરને ઠંડું રાખવામાં મદદરૂપ થાય છે.

પ્રવાહી લો

ઉનાળા દરમિયાન પૂરતું પાણી પીવાથી શરીર hydrated રહેશે. ઉનાળામાં ચક્કર આવવા, બેચેની લાગવી વગેરે થવાનું કારણ dehydration છે. પ્રવાહીમાં ઘણી વખત વધુ પડતાં મીઠા અને ખાંડવાળા ખોરાક લેવામાં આવે છે. જે dehydration વધારે છે અને આઇસક્રીમ કે બીજા ઠંડા પીણા લેવાથી ગરમી વધુ લાગે છે. શરીરને ઠંડું પાડવા માટે પરસેવો થવો જરૂરી છે અને આઇસક્રીમ કે ઠંડા પીણાથી પરસેવો થતો અટકે છે. માટે ઉનાળામાં આઇસક્રીમના બદલે તરબૂચ કે ટેટીનો વપરાશ વધારો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!