નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સત્યઘટના: હું પ્રેતાત્મા છું! પ્રતિશોધની જ્વાળામાં સળગું છું!


અત્યારે મારું પ્રેત આપની સામે ઊભેલું છે! હું પ્રતિશોધની જ્વાળામાં સળગી રહી છું! આપની પાસે મને એક જ અપેક્ષા છે. મારી આ સચ્ચાઇનું વર્ણન કોઇ પોલીસ ઓફિસર પાસે કરીને પાપીઓને સજા અપાવવાનો પ્રયત્ન કરો.

સને ૧૬૮૧ની એક રાત. ફરીથી તેજ છાયામૂર્તિ પ્રગટ થઇ અને કર્કશ અવાજે એટલું કહ્યું, ‘શું તમે મારી સૂચનાનું પાલન કરવાના નથી?’ આટલું કહેતાં જ તે તેજ લીસોટો ગાયબ થઇ ગયો! ઉત્તર ઇંગ્લેન્ડના ડોરહમશાયર પરાંગણના સ્લમ વિસ્તાર ચેસ્ટર લીસૂટીરમાં વોકર નામનો મજુર રહેતો હતો. પત્નીના આકસ્મિક અવસાન પછી એક નિરાશ્રિત યુવતી સાથે ઘનિષ્ઠતા વધતાં તે યુવતી ગર્ભવતી પણ થઇ.

તે સમય ઇંગ્લેન્ડના રૂઢિગત માણસો જુનવાણી વિચારસરણી ધરાવતા હતા. એક અવિવાહિત સ્ત્રી ગર્ભવતી થઇ જ કેમ શકે! આ તો પાછો અશિક્ષિત લોકોનો વિસ્તાર. કાનાફૂસી વધતી ગઇ. જેથી બંને જણ હવે બહાર નીકળવામાં શરમ અનુભવતાં હતાં. તેવામાં એક દિવસ માર્ક શાર્પ નામનો અન્ય મજુર કે જે વોકરનો ઘનિષ્ઠ મિત્ર હતો, તે આવ્યો.

કલાકો સુધી બંનેએ ગપ-સપ કરી. અંતે એમ નક્કી થયું કે ગર્ભવતી યુવતીને શાર્પની સાથે મોકલી બીજા કોઇ મકાનમાં રાખવી. પ્રસવ થતાં તેને પાછી લઇ આવવી. શાર્પ સાથે તે યુવતીને રવાના કરવામાં આવી. તે પછી કોઇને ખ્યાલ ન આવ્યો, કે તે ક્યાં ગઇ અને તેનું શું થયું? સમય વીતતાં તેની વાતો થતી પણ બંધ થઇ ગઇ.

જેમ્સ વોકરનો પડોસી હતો. તેને અનાજ દળવાની ઘંટી હતી. રોજ દળવાથી પરવારી મોડી રાતે ઘરે જવાનો તેનો નિત્યક્રમ હતો. ઠંડીની સિઝન હતી. એક રાતે ઘંટી બંધ કરી રાત્રે ફાનસ (લાલટેન) લઇ તે ઘરે જઇ રહ્યો હતો. રસ્તો સૂમસામ હતો. કોઇ માણસની અવર-જવર પણ ન હતી.

ચારેબાજુ સન્નાટો હતો. ધીરે ધીરે બરફ પડી રહ્યો હતો. કારખાનાથી તેનું મકાન બે માઇલ જેટલું છેટું હતું. જેમ્સ એક ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો. ત્યાં તેણે જોયું કે વિખરેલા વાળવાળી એક સ્ત્રી તેની તરફ આવી રહી છે! જેમ્સે લાલટેનનો પ્રકાશ થોડો તેજ કર્યો. તેણે જોયું કે તે દેખાવે એક સામાન્ય સ્ત્રી જેવી હતી.

પાસે આવતાં એ પણ સ્પષ્ટ દેખાતું હતું કે તેના માથામાં ત્રણ ઊંડા ઘા પડેલા હતા. તેમાંથી લોહીની ધારાઓ વહી રહી હતી. તેમ છતાં તે સ્વસ્થતાથી સામે આવી ઊભી રહી. ‘આપ કોણ છો? શું હું આપને કોઇ મદદ કરી શકું?’ જેમ્સે ગભરાતા સ્વરે પૃચ્છા કરી. તે સ્ત્રી અત્યંત દર્દીલા અવાજે બોલી, ‘જેમ્સ, શું તમે મને ભૂલી ગયા? વોકરની સાથે કોઇ અભાગી યુવતી રહેતી હતી, કેટલાક મહિના પહેલાં તે ગુમ થઇ ગઇ હતી? ઓળખી...તે જ હું છું.’

ગર્ભવતી થતાં કોઇ અજ્ઞાત સ્થળે રાખવાના બહાને વોકરે મને શાર્પ સાથે મોકલી. હું વિના સંકોચે ચાલી નીકળી. રસ્તામાં ગાઢ અંધારું હતું. નિર્જન જગ્યા આવતાં જ શાર્પે પોતાની પાસેની સુરક્ષા માટેની કુહાડી માથામાં મારી. હું જમીન પર પડી ગઇ. હું મરી ન હતી, તેથી બીજા બે ઘા માથામાં ઝીંકી દીધા.

મારો મૃતદેહ અને શાર્પે તેનાં લોહીવાળાં કપડાં, જુતાં, કુહાડી બધું જ પાસેની કોલસાની ખાણમાં નાખી દીધાં. અત્યારે મારું પ્રેત આપની સામે ઊભેલું છે! હું પ્રતિશોધની જ્વાળામાં સળગી રહી છું! આપની પાસે મને એક જ અપેક્ષા છે. મારી આ સચ્ચાઇનું વર્ણન કોઇ પોલીસ ઓફિસર પાસે કરીને પાપીઓને સજા અપાવવાનો પ્રયત્ન કરો.’ આટલું કહીને તે છાયા અર્દશ્ય થઇ ગઇ.

જેમ્સ આમ અસમંજસમાં પડી ગયો. તેને હજુ પણ વિશ્વાસ થતો ન હતો કે તેણે જે જોયું તે સાચું હતું કે કેમ? તે ગભરાઇ ગયો હતો. બે દિવસ તેણે કોઇને આ વાત બતાવી નહીં. જેથી ત્રીજા દિવસે તેણીનો આત્મા ફરીથી સામે આવ્યો. જેમ્સથી હવે રહેવાયું નહીં, તે સીધો જ અદાલતમાં ગયો અને ત્યાંના મેજિસ્ટ્રેટ સમક્ષ સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો. પ્રેતાત્માએ કરેલી વાત પરથી પુરાવા મળી આવતાં સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાયો. વોકર અને શાર્પની ધરપકડ કરવામાં આવી. તેમની ઉપર કેસ ચાલ્યો.

ડોરહમના સેશન જજ તથા જ્યૂરીનો ચુકાદો સાંભળવા ન્યાયાલય દર્શકોથી ભરાઇ ગયું. ન્યાયાધીશે બંને અપરાધીઓએ ગુનો કબૂલતાં તમામની ઉપસ્થિતિમાં વોકર અને શાર્પને દેહાંત દંડની સજા ફરમાવી. બંને અપરાધીઓને ફાંસી આપવામાં આવી. તે પછી પ્રેતાત્માએ કોઇને દર્શન આપ્યા નહીં...! (The Mystries of unexplained Reader Digest માં છપાયેલી આ સત્યઘટના છે.)

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી