નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મિત્ર શરીરને સ્પર્શવાનું કહે છે

 
પ્રશ્ન : મારા કલાસમાં ભણતો એક યુવાન મને ખૂબ ગમે છે. મારે એની સાથે ફ્રેન્ડશિપ કરવી છે, પણ મારા પરિવારમાં શિસ્તભર્યું વાતાવરણ છે. આની જાણ મારા ઘરમાંં થાય તો મારો અભ્યાસ છોડાવી દે. હું કેવી રીતે એની સાથે ફ્રેન્ડશિપ કરું?

ઉત્તર :તમે એ યુવાન સાથે ફ્રેન્ડશિપ કરવા જ ઇચ્છો છો. તમારી મિત્રતા નિર્દોષ હોય તો બિનજરૂરી ચિંતા કરવાની જરૂર નથી. તમારા પરિવારના લોકોને એટલો તો વિશ્વાસ હશે જ કે તેમણે તમને સારા સંસ્કાર આપ્યા છે અને તમે એ સંસ્કારનો પહેલાં વિચાર કરશો.

પ્રશ્ન : અમારા પ્રેમલગ્નને એક વર્ષ થયું છે. મારી પત્નીને એક જ વર્ષમાં એવું લાગે છે કે હું એને પ્રેમ નથી કરતો. આથી એ મારી સાથે રોજ ઝઘડા કરે છે. મારે એને પ્રેમનો અનુભવ કેવી રીતે કરાવવો?

ઉત્તર :માત્ર એક જ વર્ષમાં તમારી પ્રેમિકા-પત્નીને એવું લાગવા માંડ્યું કે તમે એમને પ્રેમ નથી કરતાં. એનો અર્થ કે તમારા બંને વચ્ચે ક્યાંક કંઇ ગેરસમજ થઇ છે. તમે સાથે મળીને આ અંગે ચર્ચા કરો અને શાંતિથી ઉકેલ લાવો. તમે એકબીજાને પ્રેમ કરો છો તેથી તો તમે પ્રેમલગ્ન કર્યા છે. હવે એ નિભાવવાનું તમારા બંનેના હાથમાં છે.

પ્રશ્ન : હું જે યુવાનને પ્રેમ કરું છું, એ મારી જ્ઞાતિનો નથી. હું એકમાત્ર દીકરી હોવાથી મારા ઘરના લગ્ન તો કરી આપશે, પણ હું તેમને દુ:ખી કરવા નથી ઇચ્છતી. યોગ્ય માર્ગદર્શન આપશો.

ઉત્તર :તમે તમારા પરિવારને દુ:ખી કરવા નથી ઇચ્છતાં તો તમે જ્યારે એ યુવાનને પ્રેમ કર્યો ત્યારે જ વિચાર કરવો હતો. આ તો તમે એ યુવાનની લાગણી સાથે પણ રમત રમ્યાં ગણાવ કેમ કે તમને ખ્યાલ તો હતો જ ને કે એ તમારી જ્ઞાતિનો નથી. હજી જો મોડું ન થયું હોય તો આ સમગ્ર બાબતને ભૂલવાનો પ્રયત્ન કરો.

પ્રશ્ન : મારા પતિ મને અનહદ પ્રેમ કરે છે, પણ ક્યારેક તેમના મિત્ર સાથે સંબંધ બાંધવાનું કહે છે. મને ડર લાગે છે કે ક્યાંક એ મિત્ર ખરેખર મારી સાથે સંબંધ ન બાંધી બેસે. હું શું કરું?

ઉત્તર :તમારા પતિ તમને ભલે ગમે તે કહેતાં હોય, પણ તમે જો મક્કમ હશો તો કોઇ તમારી સાથે કંઇ નહીં કરી શકે. એટલું જ નહીં, તમે ડરવાનું છોડીને એક વાર તમારા પતિને સ્પષ્ટ અને કઠોર શબ્દોમાં કહી દો કે તમને આવી વાતો પસંદ નથી. જરૂર લાગે તો ઘરના કોઇ વડીલને વાત પણ કરી શકો છો.

પ્રશ્ન : હું જ્યાં નોકરી કરું છું, ત્યાં એક યુવતી મારી સાથે બસમાં અપડાઉન કરે છે. અમારી વચ્ચે હાય-હેલ્લો કહેવાનો સંબંધ છે. હું આ સંબંધને આગળ વધારવા ઇચ્છું છું. મારે એ માટે શું કરવું?

ઉત્તર :તમારી સાથે થોડા સમય માટે બસમાં આવતીજતી યુવતી વિશે તમે કેટલું જાણો છો? એ અપરિણીત છે, તમારા માટે એને લાગણી છે, એ બીજા કોઇને ચાહે છે વગેરે બાબતોનો તમને ખ્યાલ છે ખરો? માત્ર સાથે આવવા-જવાથી તમે એની સાથે સંબંધ આગળ વધારવા ઇચ્છો તે તમારા અને એના માટે કેટલું યોગ્ય ગણાય તે વિચારીને આગળ વધજો.

પ્રશ્ન : હું એક પરિણીત યુવાનને પ્રેમ કરું છું. એને બે સંતાનો છે. એ મારી સાથે પોતાની પત્નીને છોડીને રહેવા માટે તૈયાર છે. મારે એનો સ્વીકાર કરવો જોઇએ?

ઉત્તર :તમે કોઇ પરિણીત પુરુષને પ્રેમ કરો છો એ તો સમજયા, પણ હવે એ પોતાની પત્ની અને સંતાનોને છોડીને તમારી સાથે રહેવાનું વિચારે છે. જે માણસ પોતાના પરિવારને છોડી શકે એ તમને ક્યારે છોડી દેશે એની શી ખાતરી? તમે આ અંગે શાંતિથી વિચારીને પછી જ કંઇ પણ પગલું ભરો. આ તમારા ભવિષ્યનો સવાલ છે. કંઇ પણ અઘટિત બને તો કોણ તમારો હાથ પકડશે અ વિચારી લેજો.

પ્રશ્ન : મારી ઉંમર વીસ વર્ષ છે. મારો એક મિત્ર મને વારંવાર તેના અંગો પર હાથ ફેરવવાનું કહે છે. મેં સાંભળ્યું છે કે પુરુષો વચ્ચે પણ જાતીય સંબંધો હોય છે. શું મારો મિત્ર મારી સાથે આવા સંબંધ બાંધવા માગતો હશે?

ઉત્તર :તમે જે સાંભળ્યું છે એ સાચું છે અને તમારો મિત્ર કદાચ તમારી સાથે સજાતીય સંબંધ બાંધવા માગતો હોય એવું શક્ય છે. તમે આ અંગે તમારા મિત્ર સાથે ચર્ચા કરો અને તમને એની આવી ટેવ પસંદ ન હોય તો એને સ્પષ્ટ ના કહી દો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી