નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગરમીમાં શીતળતા પ્રદાન કરતાં હર્બલ સ્નાન

ઉનાળામાં વિવિધ પ્રકારના હર્બલ સ્નાન કરવાથી આખા દિવસનો થાક દૂર થઇને તાજગી અનુભવાય છે અને તન-મન હળવાં રહે છે.

વિવિધ પ્રકારના હર્બલ સ્નાન કરીને શરીરમાં રહેલી ગરમી દૂર થાય છે. એટલું જ નહીં, કેટલાક હર્બલ બાથ સાંજના સમયે લેવાથી આખા દિવસનો થાક અને શરીર પર જામેલાં ધૂળ, માટીનાં રજકણો તથા મેલ દૂર થાય છે. તે સાથે બાથ માટેના પાણીમાં મનપસંદ એસેન્સ ઉમેરવાથી શરીરમાંથી મનગમતી મંદ મંદ સુગંધ આવ્યા કરે છે.

ઉનાળામાં ત્વચાને કાળઝાળ ગરમીની સામે રક્ષણ આપવું જરૂરી છે. આપણે ઘરની બહાર નીકળતી વખતે સૂર્યના તાપ સામે રક્ષણ આપતા ક્રીમ અને લોશન તો લગાવીએ જ છીએ. તે ઉપરાંત, મસાજ અને ત્વચાને ઠંડક મળી રહે તે માટે પણ અનેક ઘરગથ્થુ ઉપચાર કરીએ છીએ. ગરમીની સામે ત્વચાને દરેક રીતે રક્ષણ મળી રહે તે માટે ફક્ત શરીરના ઉપલા પડરૂપી ત્વચાને જ નહીં પરંતુ શરીરને અંદરથી પણ ઠંડક મળી રહે તે વધારે જરૂરી છે. આના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે, સ્નાન. ઉનાળામાં અનેક પ્રકારના સ્નાન દ્વારા તમે શરીરને ઠંડક આપી શકો છો. આના માટે રોઝ બાથ, મિન્ટ બાથ, લેમન બાથ, હની બાથ, મિલ્ક બાથ લેવા જરૂરી છે. આ પાંચ પ્રકારના બાથ શરીરની સાથે મનને પણ ઠંડક આપે છે. આપણે ઘરે પણ આ બાથનો આનંદ લઇ શકીએ છીએ.

રોઝબાથ

ગુલાબના ફૂલની પાંદડીઓને બાથટબમાં પાણી ભરીને આખી રાત પલાળી રાખો. સવારે એ પાણીમાં રોઝ એસેન્સના થોડાં ટીપાં નાખો. તે પછી ગુલાબની પાંદડી પલાળેલા આ પાણીથી સ્નાન કરો. લગભગ અડધા કે પોણા કલાક સુધી બાથટબમાં આંખો બંધ કરીને બેસો. રોઝબાથ લેવાથી તમારા શરીરને ઠંડક મળશે અને દિવસભર તમારું શરીર ગુલાબની સુગંધથી મઘમઘતું રહેશે.

મિન્ટ બાથ

ફુદીનાની સૂકાયેલી (તાજા પાંદડાઓ પણ લઇ શકો) પાંદડીઓ લો. તેને એક કલાક સુધી પાણીમાં ઉકાળીને પછી પાણીને ગાળી લો અને ઠડું પડવા દો. સ્નાન કર્યા પછી આ પાણીને આખા શરીર પર લગાવો. ખાસ કરીને શરીરના જે ભાગમાં વધારે પરસેવો થતો હોય ત્યાં બેથી ત્રણ વાર લગાવો. તેને ટુવાલથી લૂછવાના બદલે આપમેળે જ શરીર પર સૂકાઇ જવા દો. આનાથી તમે ઠંડકની સાથે તાજગીનો અનુભવ કરશો.

લેમન બાથ

બાથટબમાં પાણી ભરીને તેમાં લીંબુનો રસ અને બરફના ટુકડા નાખો. અડધો કલાક પછી પાણી ઠંડું થાય ત્યારે આ પાણીથી સ્નાન કરો. સામાન્ય રીતે સાંજના સમયે આ બાથ લેવાથી આખા દિવસનો શરીરનો થાક ઉતરી જશે અને સાથે જ શરીરમાંથી આવતી લીંબુની મસ્ત સુગંધનો અનુભવ પણ કરી શકશો. તમે ઇચ્છો તો સવારે અને સાંજે એમ બે વખત આ સ્નાન કરી શકો. આનાથી તમારી તન-મનની તાજગી જળવાઇ રહેશે.

હની બાથ

એક તપેલીમાં ઠંડુ પાણી લઇને તેમાં થોડું મધ અને રોઝ એસેન્સ ભેળવો અને તેને બેથી ત્રણ કલાક રહેવા દો. મધવાળું પાણી થોડું ઘટ્ટ રાખવું. સવારે અને સાંજે સ્નાન કર્યા પછી આ મધના પાણીને શરીર પર રેડો અને હળવા હાથે શરીરની ત્વચાને ઘસીને સાફ કરો. ત્યાર બાદ ઠંડા પાણીથી ફરી વાર સ્નાન કરી લો. આનાથી શરીરની ત્વચા પર ગરમીના કારણે જમા થયેલાં ધૂળ, રજકણો અને મેલ સરળતાથી નીકળી જશે અને તમે સ્વચ્છતા અને તાજગીનો અનુભવ કરશો. બને ત્યાં સુધી હની બાથ રાત્રે કરવાથી દિવસભરનો મેલ અને ધૂળ શરીર પરથી સરળતાથી દૂર કરી શકશો. આના લીધે ત્વચા પણ કોમળ અને મુલાયમ બનશે.

મિલ્ક બાથ

બાથટબમાં ઠંડા પાણીની સાથે પાણી કરતાં વધારે પ્રમાણમાં દૂધ ભેળવો. તેને બરાબર મિક્સ કરીને તેમાં બરફના ટુકડા નાખો તેમ જ તમને જે ફ્લેવર પસંદ હોય તેનું એસેન્સ ઉમેરો. જેમ કે, રોઝ, સુખડ, લેમન વગેરે. દસ મિનિટ પછી આરામથી બાથ લો. આ બાથ લેવાથી શરીર હળવાશ અનુભવે છે અને જો આખા દિવસ દરમિયાન થાક લાગ્યો હોય તો તે દૂર થાય છે. મિલ્ક બાથ લેવાથી શરીરમાં નવી તાજગીનો અનુભવ કરી શકશો.

- અઠવાડિયામાં એક વાર અથવા રોજ સાંજે સમય મળ્યે તે પ્રમાણે હર્બલ બાથ લઇ શકો છો.
- હર્બલ બાથ લીધા બાદ ટર્કિશ ટોવેલથી શરીરને થપથપાવીને લૂછવાનું રાખો.
- મિલ્ક બાથ લેવા માટે જો દૂધનો ઉપયોગ ન કરવો હોય તો દૂધના પાઉડરનો પણ ઉપયોગ કરી શકાય છે. તે માટે એક વાટકી પાઉડર લઇ તેમાં પાણી ભેળવી દૂધ તૈયાર કરો અને આ દૂધને બાથ ટબના પાણીમાં ભેળવો.
- કોલ્ડ મિલ્ક બાથ લેવાથી શરીરની આંતરિક ગરમી પણ દૂર થાય છે અને ઠંડકનો અનુભવ થાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી