નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બ્રાઇડ-ગ્રૂમ માટે ત્વચાની સંભાળ

લગ્નના દિવસે જ્યારે નવદંપતી સૌની દ્રષ્ટિનું કેન્દ્રબિંદુ હોય,ત્યારે બંને ‘મેડ ફોર ઇચઅધર’ જેવા લાગે. એ માટે આગોતરી કાળજી રાખવાથી વર અને વધૂ તાજગીભર્યા અને સ્વસ્થ લાગે છે.

લગ્ન સમયે બ્રાઇડ અને ગ્રૂમ બંનેએ પોતાની ત્વચાની તો કાળજી રાખવી જ પડે છે જેથી લગ્નના દિવસે તેમના ચહેરા પર ચમક જળવાઇ રહે, પરંતુ તેની સાથે જ ખોરાકમાં અને રોજિંદી દિનચર્યામાં થોડો ફેરફાર પણ કરવો જરૂરી બની જાય છે. માત્ર લગ્નના સમય સુધી જ નહીં, લગ્ન પછી પણ તમારી ત્વચાની ચમક અને તાજગી જળવાઇ રહે તેવા પ્રયત્નો પહેલેથી જ કરવા જરૂરી છે અને એટલે જ તમારી સુંદરતાને જાળવી રાખવા માટે ત્વચાની કાળજી પ્રત્યે ધ્યાન આપો. સ્વસ્થ ત્વચાથી વ્યક્તિના સ્વાસ્થ્યનો ખ્યાલ આવે છે. એટલે જ ફેશિયલ, બોડી મસાજ, સ્ક્રબિંગ, સ્પા, મેનિકયોર, પેડિકયોર જેવી ટ્રીટમેન્ટ લેવી જોઇએ, જે જરૂરી પણ છે. સાથે જ સિઝનમાં મળતા ફળો અને શાકભાજીનો પણ ખોરાકમાં નિયમિત ઉપયોગ કરવો.

ફેશિયલ: તમારો ચહેરો તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. તેને સ્વચ્છ અને ચમકતો રાખવા માટે લગ્નના ચાર દિવસ અગાઉ ફેશિયલ કરાવો. લગ્નના એક મહિના પહેલાં પણ ફેશિયલ કરાવવું. તેનાથી ત્વચાના રંગમાં ફરક જોવા મળશે અને રોમછિદ્રોની સફાઇ પણ થશે. ગરમીમાં ખાસ આઇસ ફેશિયલ કરવામાં આવે છે. વર અને વધૂ બંને આ ફેશિયલ કરાવી શકે છે. જેનાથી પરસેવો ઓછો થાય છે અને આ ફેશિયલ સનટેન અને ચકામાં થતાં અટકાવે છે.

બોડી મસાજ: શરીરને હળવું બનાવવા, રક્તપરિભમણ સારી રીતે થાય અને ત્વચાને કાંતિવાન રાખવા માટે લગ્નના બે મહિના પહેલાંથી જ પંદર દિવસના અંતરે બોડી મસાજ કરાવવું જોઇએ. તેનાથી ત્વચામાં ભેજનું પ્રમાણ જળવાઇ રહેવાની સાથે ત્વચા કાંતિવાન રહે છે. મસાજ કરાવવાથી માંસપેશીઓ મજબૂત બને છે અને લોહીનું પરિભમણ પણ વ્યવસ્થિત થાય છે. મસાજ માટે આલ્મંડ, કોકોનટ કે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં અરોમા ઓઇલ પણ ભેળવી શકો છો. મસાજ કરવાથી તેલ ત્વચાના છિદ્રોમાં ઊંડે સુધી તે જઇને તેની કોમળતા સાચવવામાં મદદરૂપ થાય છે.

બોડી સ્ક્રબિંગ: કેટલીક વાર શરીરની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપતા નથી જેના લીધે ત્વચા પર મેલ જમા થવા લાગે છે, ખીલ થાય છે અને નાની ફોલ્લી થાય છે. વળી, રોમછિદ્રો બંધ થઇ જાય છે, ડાઘા પડે છે. આ બધી સામાન્ય બાબત છે. બોડી સ્ક્રબિંગ અને એક્સફોલિએશન કરવાથી ત્વચા સ્વચ્છ બને છે અને કાંતિવાન લાગે છે. સ્ક્રબિંગ મૃત ત્વચાને દૂર કરે છે. બોડી બ્રશિંગ માટે સોફ્ટ બ્રશ અથવા લૂફાનો ઉપયોગ કરવો. સ્નાન કરતી વખતે તેનો ઉપયોગ કરવો. એક્સફોલિએશન માટે રેડીમેડ સ્કબનો ઉપયોગ કરવો.

સ્પા: બોડી બ્રશિંગ અને સ્ક્રબિંગ ઉપરાંત સ્પા પણ અઠવાડિયે એક વખત લેવાથી શરીરની ત્વચા તાજગીનો અનુભવ કરશે. આનાથી શરીરને આરામ મળે છે. આના માટે બાથટબમાં થોડું નવશેકું પાણી લો. ઉનાળામાં રોઝ બાથ ખૂબ જ ફાયદાકારક રહે છે. બાથટબના નવશેકા પાણીમાં તમારી પસંદનું અરોમા ઓઇલ ભેળવો. એની સાથે જ રોઝ ફ્લાવર ડસ્ટ અને લીમડાના પાનનું ઉકાળેલું પાણી ભેળવી ગુલાબની બે કિલો જેટલા પાંદડી નાખો અને અડધો કલાક આ બાથનો આનંદ માણો. આજુબાજુ અરોમા કેન્ડલ્સ પ્રગટાવો અને હળવું સંગીત પણ ચાલુ કરો. આનાથી તમને સ્પાનો પૂરેપૂરો આનંદ મળશે. સ્પા લીધા પછી ઠંડા પાણીથી સ્નાન કરવું. જેનાથી તમે થાક અનુભવશો નહીં અને હળવાફૂલ થઇ જશો. સ્નાન પછી ત્વચા પર બોડી લોશન અથવા મોઇશ્વરાઇઝર લગાવવું.જેથી ત્વચાની કોમળતા જળવાઇ રહેશે.

અરોમા પેડિકયોર અને મેનિકયોર: આનાથી હાથ, પગ તેમ જ આંગળીઓને ખૂબ આરામ મળે છે અને સ્વચ્છ દેખાય છે. થોડા હૂંફાળા પાણીમાં લેમન બેÍડ કલીન્સર ભેળવી હાથ અને પગને થોડી વાર તેમાં બોળી રાખવા. જેનાથી ત્વચા નરમ થઇ જાય છે. ત્યાર બાદ અરોમા ઓઇલથી હાથ અને પગના એકયુપ્રેશર પોઇન્ટ્સ પર પ્રેશર આપી મસાજ કરવામાં આવે છે. આનાથી લોહીનું પરિભમણ વધે છે અને આંગળીઓ રીલેકસ થાય છે. ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે એસેંશિયલ ઓઇલયુક્ત પેરાફિન વેકસને દસ મિનિટ લગાવવામાં આવે છે. જે ટાઇટનિંગ ઇફેકટ આપે છે.

વાળની કાળજી : લગ્નના બે મહિના પહેલાંથી દર બે દિવસે વાળમાં તેલ નાખવાનું રાખો. જેનાથી વાળ ચમકદાર બનશે. દર પંદર દિવસે હેર સ્પા અને તેલ માલશિ કરાવો જેથી વાળ ચમકદાર બનવા સાથે મજબૂત પણ બનશે. સતત તેલની માલશિ કરવાથી અને તેલ નાખવાથી વાળ શુષ્ક થતા અટકે છે. વાળ છેડેથી ફાટી જતાં નથી અને ઓછા તૂટે છે. ઉનાળામાં ઠંડક માટે મુલતાની માટીનો લેપ પણ ત્રણ દિવસના અંતરે લગાવી શકો. આનાથી વાળ સુંવાળા બનશે.

શરીરની કાળજી: લગ્નનો દિવસ નજીક આવતો જાય તેમ ખોરાક પ્રત્યે વધારે કાળજી રાખવી પડે છે. બને ત્યાં સુધી કોલ્ડ ડ્રિંકસ ઓછા પીવાનું રાખો. તળેલો, તીખો અને ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળો. ઉનાળામાં વધારે આધાર ફળો અને જયૂસ પર રાખો. પાણી વધારે પીવો. તાપમાં બહાર જવાનું ઓછું રાખો. નિયમિત જમવાનું રાખો અને રાત્રે સમયસર સૂઇ જાઓ. નિયમિત ખોરાક અને આરામથી શરીર તાજગીવાળું અને સ્ફૂર્તિલું રહેશે અને મન પ્રફુલ્લિત રહેશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી