નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પોતાનો દોષ બીજાને ન આપવો

 
ક્યારેક સાથ છુટવાની જવાબદારી બીજાના માથે ઢોળી દેવામાં આવે છે. આ કેટલા અંશે યોગ્ય છે?

કોઇ વ્યક્તિનો સાથ કાયમ રહેવો એ આનંદની વાત છે, પરંતુ ઘણા કિસ્સામાં આ સાથ છૂટવો એ એક અનિવાર્ય ઘટના બની જાય છે. સાથ છુટવામાં જવાબદારી કોઇના પણ માથે નાખી દેવામાં આવે છે. સાસુ-સસરા, નણંદ, દિયરના વર્તનને જવાબદાર ગણવામાં આવે છે. શારીરિક, માનસિક બીમારીને કોઇ વાર જવાબદાર ગણવામાં આવે છે, પણ તેનાથી ઘણી મુશ્કેલીઓ જરૂર સર્જાય છે. અહીં એક બહેનના જીવનની કથા રજુ કરું છું. આપણે તેમને મમતાબહેન તરીકે ઓળખીશું.

મમતાબહેન બહુ ઉમંગથી લગ્ન કરીને સાસરીમાં આવ્યા હતા. નવા ઘરને પોતાનું કરી નાખવાની હામ ભીડીને, થોડું જતું કરવાનું વિચારીને આવ્યા હતા, પરંતુ વિચારોને સમયસર અમલમાં મૂકવામાં તકલીફ પડી કે પછી ઘરની બીજી વ્યક્તિઓએ તેમને તે માટે પૂરતો સમય ન આપ્યો. મમતાબહેન એડજસ્ટ થઇ શકતા નહોતા. પહેલી અથડામણ તેમને તેમની નણંદ સાથે થઇ. એકાદ વખત તો ચૂપ રહ્યાં પણ પછી ધીરજ ખોઇ બેઠાં અને ન કહેવાના વાક્યો કહી દીધા.

ત્યાર બાદ નણંદ સાથે લગભગ અબોલા જેવું જ રહેવા માંડ્યું. પછી વારો આવ્યો સાસુ-સસરાનો. તેમને લાગવા માંડ્યું હતું કે આ ડોસા-ડોસી તેમના જીવનમાં ઝેર ધોળે છે. તેમને તેમના દીકરા ઉપરથી થોડો પણ અધિકાર છોડવો નથી અને એક વખત મગજ ખોટા પાટા ઉપર દોડવા માંડે તેનો ઢાળ હંમેશાં નીચે તરફનો જ હોય છે અને વ્યક્તિ નેગેટિવ વિચારોમાં સરી જાય છે.

મમતાબહેનના માતાપિતા અને સાસરીમાં બધાંને લાગ્યું કે થોડા દિવસ તેઓ પિયરમાં રહે તે બધાં માટે વધારે સારું છે. થોડા દિવસ બાદ તેઓ પાછા આવ્યાં, પણ પાછા તોફાન શરૂ થયા. વળી પાછી શાંતપિ્રક્રિયા, વાટાઘાટો, સંધિ પ્રક્રિયા પણ આ બધું લાંબું ચાલતું નહી. હવે મધ્યસ્થીઓએ પણ હાથ ઊંચા કરી દીધા. મમતાબહેનના મા-બાપને લાગવા માંડ્યું કે આ ગાડી હવે સ્ટેશને પહોંચશે નહીં. અને શરૂ થયા કોર્ટ-કચેરીના ધક્કાઓ. કોર્ટમાં બંને પક્ષના વકીલો તરફથી કેસને મજબૂત બનાવવા માટે નવી નવી વાર્તાઓ જોડવામાં આવી અને અંતે બંને છુટા પડી ગયા.

અત્યાર સુધી બધું બરાબર હતું પરંતુ છુટા પડવું બંને માટે સહજ નહોતું. મમતાબહેનને લાગતું કે ઘરના બધા સારું વર્તતાં હોત તો આવું ન થાત. તેમને ઘણી વાર તેમના પતિની યાદ આવતી. તેમની શારીરિક જરૂરિયાતો માટેના આવેગ આવતા. તેમને ખબર નહોતી પડતી કે આ જરૂરિયાત માટે શું કરવું.તેમની આ ઇચ્છાઓ તે કોઇને કહેતાં અચકાતાં. ઘણી વાર નાસીપાસ થઇ જતા. માબાપને બીજા લગ્ન ગોઠવી દેવા માટે દબાણ કરતા. તેઓ પોતાના છુટાછેડા માટે માબાપને પણ જવાબદાર માનતા. જો માબાપે તેમને સમજાવ્યા હોત તો આવું ન થાત.

એક દિવસ તેમના પતિનો મિત્ર ગાડી લઇને રસ્તામાં મળ્યો. તેણે લિફ્ટ આપવાની ઓફર કરી. તેઓ ના ન પાડી શક્યા. રસ્તામાં તેણે પોતાના મિત્ર વિશે ખરીખોટી વાતો કરીને ગાડીમાં તેમનો લાભ લેવાનો શરૂ કર્યું. મમતાબહેન કંઇ સમજે તે પહેલાં તે આગળ વધવા લાગ્યો. મમતાબહેનને આ આખી વાતને સમજતાં વાર લાગી, પરંતુ તેમણે તેને અટકાવી દીધો, પરંતુ ત્યાર બાદ તેમને આ ઘટના માટે અપરાધની લાગણી થવા લાગી. તેમને લાગતું કે આમાં તેમને ઉદ્ભવતી શારીરિક જરૂરિયાત વધારે કામ કરી ગઇ. જો થોડી ઢીલ મૂકી હોત તો ચોકકસ અનર્થ સર્જાયો હોત.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી