નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આવ્યો અવસર રળિયામણો

ગઇ કાલ સુધી સહેલીઓ સાથે ઘરઘર રમતી દીકરી આજે પોતાનું ઘર વસાવવા જેવડી થઇ ગઇ છે. એનાં લગ્ન લેવાય છે, ત્યારે માતાપિતા એ ‘વહાલના દરિયા’ને સાસરિયે મોકલવા તૈયારી કરે છે...

ચૈત્ર-વૈશાખના મહિના એટલે લગનગાળો. એમાંય અખાત્રીજ એટલે તો વણજોયું મુહૂર્ત. ઘરમાં નજીકના સંબંધી જેમ કે કાકા, ફોઇ, મામા અથવા માસીના દીકરા કે દીકરીના લગ્નની કંકોતરી આવે એટલે ઘરના સૌ લગ્નમાં મહાલવાના સપનાં જોવા લાગે છે. લગ્ન ક્યારે છે તેની તારીખ જોઇને તે પ્રમાણે બધાં ઝડપથી ખરીદી અને તૈયારી કરવામાં લાગી જાય છે. ભલે ગમે એટલો જમાનો બદલાય અને વિચારસરણી આધુનિક બને તે છતાં મોટા ભાગના પરિવારમાં લગ્નનો પ્રસંગ પાંચ દિવસનો ઊજવવામાં આવે છે. આમાં અલબત્ત, ટીવી સિરિયલોમાં દર્શાવાતાં લગ્નપ્રસંગ તેમ જ ફિલ્મોની અસર વધારે જોવા મળે છે એ વાત જુદી છે.

વર અને વધૂ માટે પ્રથમ દિવસ એટલે કે પીઠી ચોળવાની વિધિના દિવસથી લઇને રિસેપ્શન સુધીના બધા દિવસો આનંદ આપનારા હોય છે. તમે કોઇના પણ લગ્નમાં જાવ તો જોવા મળશે કે આ પાંચ પ્રસંગ તો હવે દરેકમાં સામાન્ય બની ગયા છે. પીઠી, મેંદી, ગરબા, લગ્ન અને રિસેપ્શન - આ પાંચેય દિવસ દરમિયાન લગ્નવાળા ઘરમાં વાતાવરણ પણ આનંદોલ્લાસભર્યું બની જાય છે. તમે પણ જ્યારે કોઇ લગ્નમાં મહેમાન તરીકે જવાનાં હો, ત્યારે પ્રસંગને માણવા માટે અલગ અલગ દિવસ દરમિયાન કેવાં કપડાં અને ઘરેણાં પહેરશો તેની તૈયારી કરો છો.

જો અંગત સંબંધીના લગ્ન હોય તો પીઠી ચોળતી વખતે તમારે શું પહેરવું, મેંદીમાં કેવા કપડાં સારા લાગશે, ગરબા વખતે કેવા કલરનાં ચણિયા-ચોળી પહેરવા અને તેની સાથે કેવાં ઘરેણાં પહેરવાનાં તે તો હોય જ, પણ જો જાનમાં જવાનાં હો, ત્યારે પણ તમે એ પ્રમાણેની તૈયારીઓ કરો છો. બહારગામ જવાનું હોય તો વધારે કપડાં અને ઘરેણાં લેવા પડે, પણ જો તમારા શહેરમાં જ કોઇ પાર્ટીપ્લોટ કે હોલમાં લગ્નમાં હાજરી આપવાની હોય તો એક જોડીમાં કપડાં પૂરતાં થઇ પડે છે.

લગ્નમાં જવાનું હોય કે જવાની તૈયારી શરૂ કરી હોય એટલે પહેલાંથી જ મન એ દિશામાં પહોંચી ગયું હોય. ઘરમાં પણ એ વિશેની જ ચર્ચા થતી હોય. કોણ મળશે અને લગ્નમાં કોણ કોણ આવશે જેવા કંઇકેટલાય વિચારો આવ્યા જ કરે. ઘરના પ્રસંગની મજા જ અનેરી હોય છે. દરેક કુટુંબીજનને તમે આ પ્રસંગે આનંદથી મળવાની સાથે મજા પણ માણી શકો છો. નજીકના સગપણમાં કોઇની દીકરી કે દીકરાના લગ્નમાં ગયા હો ત્યારે જે મજાકમશ્કરી થતાં હોય તે દરમિયાન ઘણાં યુગલો પોતાના લગ્નનો સમય યાદ કરી લેતાં હોય છે અને આનંદિત વાતાવરણ ઊભુ થઇ જતું હોય છે. કુટુંબમાં થનારા લગ્નને મહાલવાની તક જવલ્લે જ જતી કરતાં હોય છે.

લગ્ન એવો પ્રસંગ છે કે તેમાં હાજરી આપનારા દરેકને પોતાનો આ સમય યાદ આવી જ જતો હોય છે. સંસ્કાર, પરંપરા અને સંબંધોને જાળવી રાખવાનો અને જાળવી રાખતો આ ઉત્તમ પ્રસંગ દરેકના માટે આનંદનો એક અનેરો અવસર હોય છે.

કુર્યાત સદા મંગલમ્

દાંપત્યે પગલાં ભરી પ્રણયનાં,
ધર્મે પ્રીતિ રાખજો,
આશિષો પ્રભુની સદા વરસજો, કુર્યાત સદા મંગલમ્

જે જે સ્વપ્ન રચ્યાં તમે જીવનમાં, એ સહુ પ્રભુ પૂરજો,
રિદ્ધિ-સિદ્ધિ અનેક પ્રાપ્ત કરીને, કુર્યાત સદા મંગલમ્

અગ્નિદેવની સાક્ષીએ કર ગ્રહ્યાં,
પૂરી પ્રતિજ્ઞા કરી,
યાત્રાઓ સંસારની શરૂ કરો,
કુર્યાત સદા મંગલમ્

કુર્યાત સદા મંગલમ્,
કુર્યાત સદા મંગલમ્

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી