નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ATMમાં પૂરાયો યુવક, પોલીસને ગઈ શંકાને ખૂલ્યું ચોંકાવનારું રહસ્ય

 
 
મુંબઇ પોલીસના અધિકારીઓ ત્યારે અચંબામાં મુકાઇ ગયા જ્યારે તેમણે એક વ્યક્તિને ભારતીય ક્રિકેટ ટીમના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંન્ડુલકરના ડેબિટ કાર્ડ સાથે એક વ્યક્તિને એટીએમમાંથી પકડી પાડ્યો હતો. ભારત માતા સિનેમા પાસે આવેલા એચએસબીસીના એક એટીએમમાં એક વ્યક્તિ જરૂર કરતાં વધારે સમય રોકાતાં પોલીસને શંકા ગઇ હતી. જ્યારે પોલીસે શંકાના આધારે તે વ્યક્તિને પકડ્યો અને તેની જડતી લીધી ત્યારે જાણવાં મળ્યું કે તેની પાસે સચીન તેંડુલકરનું ડેબિટ કાર્ડ હતું.

-એક વ્યક્તિ જરૂર કરતાં વધારે સમય રોકાતાં પોલીસને શંકા ગઇ હતી

-ડેબિટ કાર્ડ ખરેખર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું છે કે બીજા કોઇ વ્યક્તિનું?

-નકલી દસ્તાવેજો તૈયાર કરાવીને બેંકમાંથી નકલી ડેબિટ કાર્ડ પ્રાપ્ત કર્યુ


હવે પોલીસ આ અંગે ઉંડી તપાસ કરી રહી છે કે શું આ ડેબિટ કાર્ડ ખરેખર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું છે કે બીજા કોઇ વ્યક્તિનું?  આખરે સચિનનું ડેબિટ કાર્ડ આ વ્યક્તિ પાસે આવ્યું ક્યાંથી? આ અંગે તપાસ ચાલી રહી છે. પોલીસને શંકા છે કે, આ વ્યક્તિએ સચિન તેંડુલકરના નકલી દસ્તાવેજો તૈયાર કરાવીને બેંકમાંથી નકલી ડેબિટ કાર્ડ પ્રાપ્ત કર્યુ છે. તપાસ કર્તાઓએ સચિનના ડેબિટ કાર્ડની સાથે સાથે બીજી ચાર બેન્કોના ડેબિટ કાર્ડ પણ આ શખ્સ પાસેથી પ્રાપ્ત કર્યા છે.

ભોઇવાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, “ કોટક મહિન્દ્રાના ડેબિટ કાર્ડ ઉપર સચિન તેંડુલકરનું નામ લખ્યું હતું. આ અંગે અમે બેન્ક પાસેથી જાણકારી માંગી છે કે શું આ કાર્ડ ખરેખર સચિનનું છે કે અન્ય કોઇ વ્યક્તિનું? બેન્ક પાસેથી જાણકારી મળ્યાં બાદ અમે સચિનનો સંપર્ક કરીશું. બીજી બાજુ અમે ખોવાયેલા કાર્ડ અંગેની નોંધાવેલી ફરિયાદને પણ તપાસી રહ્યાં છીએ.”

પોલીસને પકડાયેલા શખ્શ દૂધવાલા પાસેથી નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ પણ મળી આપ્યું હતું. શરૂઆતમાં દૂધવાલાએ દાવો કર્યો હતો કે તેને બસ સ્ટેન્ટ પરથી આ કાર્ડ મળ્યાં હતા જોકે પાછળથી તેણે જણાવ્યું હતું કે તેને તાત્કાલિક પૈસાની જરૂર હોવાથી નકલી કાર્ડ કઢાવ્યાં હતા. પોલીસ વધુ તપાસ કરી રહી છે કે પકડાયેલા ડેબિટ કાર્ડ મોટા પાયે ચાલતાં રેકેટનો એક ભાગ તો નથીને.


Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

વધુ વજનવાળા વ્યક્તિઓ માટે નિષ્ણાતોની ખાસ સલાહ!