નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લગ્ન એટલે પુરૂષ માટે બંધન અને સ્ત્રીને લાગે છે સલામતી

 
 
- યુવકને તેના મિત્રો લગ્ન એટલે શહીદી કહે છે પણ યુવતીને તેની સખીઓ કેમ નથી કહેતી ?

- લગ્ન એટલે સ્ત્રી માટે સલામતી પણ શું હકીકતમાં સલામતી મળે છે ખરી ?


આજ મુજને જોઈ,
એમના હોઠ હસી પડ્યા
જાણે આભમાંથી
બારે મેઘ વરસી પડ્યા

બિઝનેસમાં જેની પાસે સત્તા છે તે તમામ માલિક, મેનેજર અને સુપરવાઈઝરે વિનય અને વિનમ્રતા પણ કેળવવી જોઈએ.

મેનેજમેન્ટ ગુરૂઓનું માનવું છે કે ધંધામાં જેની પાસે સત્તા છે તેણે પોતાની સત્તાનો યોગ્ય ઉપયોગ કરવો જ જોઈએ. સાથોસાથ સત્તાનો વિનય અને વિનમ્ર બનીને પણ ઉપયોગ કરવો જોઈએ. એટલે કે સત્તાનો ઘમંડ માથા પર ચડી જવો ન જોઈએ તો જ ધંધાનો વિકાસ શક્ય બને છે.

સંસારમાં લગ્ન એ પુરૂષને બંધનરૂપ અને સ્ત્રીને સલામતિનું કવચ લાગે છે.

એક યુવતિએ કહ્યું, ‘મારા પતિને લગ્ન પહેલા તેના મિત્રો તું શહીદ થઈ જવાનો છું એમ કહેતા હતા. મારો પતિ પણ મજાકમાં મને આવું કહેતો હતો. તે એમ માનતો હતો કે લગ્ન એ એક બંધન છે. હકીકતમાં લગ્ન એ તો સ્ત્રી માટે બંધનરૂપ હોય છે પુરૂષને કયુ બંધન લાગુ પડવાનું હતું ? મહિલાને પુરૂષ સમોવડી ગણતો પુરૂષપ્રધાન સમાજ બંધન લાગતું હોય તો લગ્ન કરે છે શું કામ ?

લગ્ન એ પુરૂષને બંધન નહીં હોવા છતાં બંધનરૂપ લાગે છે. આ વાસ્તવિકતા અનેક પુરૂષોના અનુભવને આધારે બહાર આવી છે.લગ્ન પહેલા યુવાન નફિકરો, કોઈપણ જાતની ચિંતા વગરનો હોય છે પણ લગ્ન થયા બાદ તેને પત્નીની, પછી બાળકોની, એમના ભવિષ્યની ચિંતા ઊભી થતી હોય છે. આ સંદર્ભમાં લગ્ન એ પુરૂષને બંધન લાગે છે.

પણ હકીકતમાં લગ્ન બાદ પુરૂષને એક લક્ષ્ય મળે છે. કાંઈક કરવાની પ્રેરણા મળે છે. અને આ પ્રેરણા એ તેની પત્ની જ હોય છે. પુરૂષે લગ્નને બંધન સમજવાને બદલ એક તક મળી છે એમ સમજવું જોઈએ.

યુવકને લગ્ન પહેલા તેના મિત્રો શહીદી વ્હોરવાનો છું એમ કહે છે પણ સ્ત્રીઓને લગ્ન પહેલા તેની કોઈ સખી કેમ આવુ કહેતી નથી ?

એક યુવકે આ અંગે જણાવ્યું કે ‘લગ્ન બાદ સ્ત્રીઓને સલામતિનું કવચ મળે છે. લગ્ન બાદની તેની તમામ ચિંતાઓ તેના પતિએ કરવાની હોય છે. પિયર છોડીને સાસરે આવેલી સ્ત્રીએ પારકાને પોતાના કરવાના હોય છે પણ એ કાર્ય સ્ત્રીસહજ છે. પણ આ સિવાય તેને કોઈ ભારે જવાબદારી હોતી નથી.’

હકીકતમાં લગ્ન એ સ્ત્રી કે પુરૂષ કોઈ માટે બંધનરૂપ નથી. લગ્ન એ તો સ્વર્ગનું પૃથ્વી પરનું સુખ છે. પુરૂષ જેને જવાબદારી માને છે એ જવાબદારી તેના હકની સામે ફરજના ભાગરૂપે છે. સામા પક્ષે સ્ત્રી ભલે સલામતી ઝંખતી હોય પણ બધી સ્ત્રીઓને લગ્ન પછી સલામતી મળે જ છે એવું નથી. ઊલ્ટાનું લગ્ન એ પુરૂષ માટે નહીં પણ સ્ત્રી માટે બંધન છે. કોને મળવું? ક્યાં જવું ? ક્યારે ઊઠવું? આ બધી બાબતો અન્ય લોકો નક્કી કરે છે.

‘લગ્ન એ લક્કડના લાડુ જેવું છે. ખાય તે પણ પસ્તાય, ન ખાય તે પણ પસ્તાય’ પણ જો તમે બન્ને સાહજિકતાથી, સમજણપૂર્વક લગ્ન જીવનને માણો તો તે લક્કડના નહીં પણ ચુરમાના અને બુંદિના લાડુ છે . જેના સ્વાદની જેમ લગ્ન જીવન પણ ગળચટુ લાગશે અને જિંદગી જીવવા જેવી લાગશે ગેરેંટીથી...


એક લડકી કા એક્સકયુઝ ફોન મત કિયા કરો ડિયર મમ્મી હૈ નિયર નિયર પાપા સે લગતા હૈ ફિયર બાત નહીં હોતી હૈ કલીયર ઈસલીયે એસએમએસ કરો ડિયર.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી