નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

80 ડોલર માટે બ્રિટિશ સૈનિકને બોમ્બથી ઉડાવી દીધો!

 14 વર્ષના છોકરાને ગાજર બતાવી આતંકવાદીઓ ફરી ગયા યુવકને આ કામ બદલ 80 ડોલર આપવાનું કહેવામાં આવ્યુ હતું
એક અફઘાની યુવકે 80 ડોલર મેળવવાની લાલચમાં બ્રિટિશ સેનાના એક જવાનને બોમ્બથી ઉડાવી દીધો. મીડિયા રીપોર્ટ પ્રમાણે યુવકને આ કામ બદલ 80 ડોલર આપવાનું કહેવામાં આવ્યુ હતું. ડોલરની લાલચમાં આ 14 વર્ષના છોકરાએ સડકના કિનારે બોમ્બ લગાવી દીધો હતો, જેના ઝપાટામાં આવીને સ્ટીફન કર્લે (26 વર્ષ) નામના અંગ્રેજ સૈનિકનું મોત થયુ હતું.

કર્લે પાછલા વર્ષના મે માસમાં હેલમંડ પ્રાંતમાં એક પેટ્રોલિંગ ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન જ તેની હત્યા કરવામાં આવી હતી. આ દુષ્કૃત્યને અંજામ આપ્યા પછી આગા વલી નામનો આ યુવક તાલીબાની આતંકવાદીઓ પાસે પોતાના પુરસ્કારની રકમ માંગવા ગયા તો તેઓ પોતાની વાત પરથી ફરી ગયા.

આતંકવાદીઓએ એવું કહીને વાત ઉડાવી દીધી કે તેણે ડોલર માટે નહીં પણ ધાર્મિક કારણોને માન આપતા આવું કામ કરવું જોઇએ. પોતે છેતરાયો છે તેવું ખબર પડતા તેણે આ વાત પિતાને કરી અને તેના પિતાએ પોલીસને આ વાતની બાતમી આપી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ