નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જાતે જ પોતાની માનુ શબ શોધ્યુ અને...

 
 
29 વર્ષ પહેલા ગુમ થયેલી પોતાની માતાને શોધી રહેલા એક વ્યક્તિએ આખરે જાતે જ તેનો પત્તો મેળવી લીધો હતો અને શોધી કાઢ્યુ હતુ કે તેની માતાનું ખૂન કરીને તેને એક તળાવમાં નાખી દેવામાં આવી હતી.

અમેરિકાના મિશિગનના ગ્રાન્ડ બ્લાન્કનો રહેવાસી જેફ અર્લે તેની માતા ગુમ થઈ ત્યારે માત્ર નવ વર્ષનો હતો અને પોલીસ આ કેસ ઉકેલી ન શકી છતાં પણ તેણે હાર માન્યા વગર પોતાની માતાની શોધ ચાલુ રાખી હતી.

જેફે પોતાની માતાની શોધ સતત ચાલુ રાખી હતી અને એક દિવસ તેણે ખોળી કાઢ્યું હતું કે ફ્લોરિડાના ગલ્ફ કોસ્ટની નજીકથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી જેની ઓળખ છતી થઈ શકી નહોતી. આ લાશના ડીએનએ નમૂનાઓને આધારે જ જેફને તે લાશ તેની માતાની હોવાની જાણ થઈ હતી.

પોસ્કો કંટ્રીના શેરીફ ક્રિસ નોક્કોએ આ અંગે જણાવ્યુ હતુ કે માતાના પ્રેમ અને તેની હઠને કારણે જ જેફ તેની માતાના સગડ મેળવી શક્યો હતો અને તેના કારણે જ અમે આ કેસને ઉકેલી શક્યા હતા.

બે વર્ષ પહેલા જેફની પત્ની જૂલીએ ઓળખી ન શકાઈ હોય તેવી લાશોની માહિતી આપતી વેબસાઈટ ચેક કરી હતી. તેણે આ વેબસાઈટ પર જેફની ગુમ થયેલી મા એમી રોઝ હર્સ્ટની વિગતો પણ અહીં અપડેટ કરી હતી જે સપ્ટેમ્બર 1982માં ગુમ થઈ હતી. સદ્દનસીબે તેમને જે માહિતી અપડેટ કરી હતી તેની સાથે મેચ થતી એક લાશ મળી આવી હતી અને 29 વર્ષથી ચાલતી તેમની શોધનો આખરે અંત આવ્યો હતો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી