તેજીનો દોર- રિસર્ચ ફર્મડન એન્ડ બ્રાડસ્ટ્રીટે રિપોર્ટમાં શક્યતા વ્યક્ત કરી.
ભારતમાં આમની હશે સૌથી મહત્વની ભૂમિકાઃ-આવતા 10 વર્ષમા ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશના જીડીપીમાં 71 ટકા યોગદાન રહેશે. અત્યારે આ રાજ્યોનું યોગદાન લગભગ 66 ટકાનું છે.
ભારતમાં આ બનશે સુપર પાવરઃ-રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે વર્ષ 2020 સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ દેશના સૌથી વિકસિત રાજ્ય બનશે અને જીડીપીમાં આ ત્રણ રાજ્યોનું યોગદાન 32 ટકા રહેશે.
ભારતની અર્થવ્યવસ્થામાં આવનારા કેટલાક વર્ષોમાં ઝડપી વૃદ્ધિ રહેશે. પ્રમુખ રિસર્ચ ફર્મ ડન એન્ડ બ્રાડસ્ટ્રીટના તાજા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 2020 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાનો આકાર ત્રણ ગણો વધીને 5.6 લાખ કરોડ ડૉલર થશે. પાછલા વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 2010-11માં ભારતની જીડીપીનો આકાર 1.7 લાખ કરોડ ડૉલર રહ્યો હતો. ઉપભોક્તા ખર્ચ વધવાથી અને ભારે રોકાણથી આ સંભવ થશે.
- 2020 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થા 5.6 લાખ ડૉલર થશે
- સર્વિસ ક્ષેત્રની ભાગીદારી વર્તમાન 57.3 ટકાથી વધીને 61.8 ટકા થવાની સંભાવના
- 2020 સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ ભારતના સૌથી વિકસીત રાજ્યો
- પાંચ નબળા રાજ્યોનો વિકાસ દર આવતા એક દશકામાં 10 ટકાથી પણ વધારે રહેશે
ડન એન્ડ બ્રાડસ્ટ્રીટ ઇન્ડિયાના વરિષ્ઠ અર્થશાસ્ત્રી અરૂણ સિંહ પ્રમાણે વર્તમાન માર્કેટ પ્રાઇસ ઉપર 2020 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થા 5.6 લાખ ડૉલર થશે. પાછલા નાણાકીય વર્ષમાં તે 1.73 લાખ કરોડ ડૉલર હતી. રિસર્ચ ફર્મે આ વાત પોતાના રિપોર્ટ 'ઇન્ડિયા 2020'માં કહીં છે જે ગુરૂવારે એટલે કે આજે પ્રકાશીત થઈ છે. જીડીપીમાં વિકાસાધીન ખર્ચનું યોગદાન 2020 સુધીમાં વધીને 72 ટકા થવાની વાત પણ કહેવામાં આવી છે, જે પાછલા નાણાકીય વર્ષમાં 60 ટકા હતુ.
આ દરમિયાન જીડીપીમાં સર્વિસ ક્ષેત્રની ભાગીદારી વર્તમાન 57.3 ટકાથી વધીને 61.8 ટકા થવાની સંભાવના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે રાજ્યવાર જોઈએ તો આવતા 10 વર્ષોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશના જીડીપીમાં 71 ટકા યોગદાન રહેશે. અત્યારે આ રાજ્યોનું યોગદાન લગભગ 66 ટકા છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે 2020 સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ ભારતના સૌથી વિકસીત રાજ્યો બનશે, અને જીડીપીમાં આ ત્રણ રાજ્યોનું યોગદાન 32 ટકા રહેશે. અત્યાર સુધી નબળા રાજ્યો કહેવાતા બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશની જીડીપી તે સમયે ભારતની એક મોટી ભાગીદારી બનશે. આ રાજ્યોના જીડીપીમાં 24 ટકા યોગદાન 2020 સુધીમાં રહેશે. પાંચ નબળા રાજ્યોનો વિકાસ દર આવતા એક દશકામાં 10 ટકાથી પણ વધારે રહેશે.
રિપોર્ટ પ્રમાણે રોકાણ, ઉપભોક્તા ખર્ચ અને ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર ઉપર રોકાણ વધવાથી મેન્યૂફેક્ચરિંગ અને રિટેલ જેવા સેક્ટરોમાં ભારે તેજી જોવા મળશે. મનરેગા યોજનાઓ ઉપર ખર્ચ વધવાથી, યૂઆઈડીના પ્રભાવી થવાના અને રોકડ સબ્સિડી લાગૂ થવાથી અર્થવ્યવસ્થા ઉપર વધારે અસર જોવા મળશે.
ડન એન્ડ બ્રાડસ્ટ્રીટ ઇન્ડિયાના વિરષ્ઠ અર્થશાસ્ત્રી અરૂણ સિંહનું માનવુ છે કે આવનારા કેટલાક વર્ષોમાં રિટેલ અને ઇન્શ્યૂઅરન્સ સેક્ટર ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેઓએ એમ પણ કહ્યું કે વિકાસ દરમાં અવરોધો દૂર કરવા માટે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે શ્રેષ્ઠ તાલમેલ જરૂરી છે.
Comments
Post a Comment