નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ખરેખર, તમારી આંખ સામેથી ઘટન જ અદ્રશ્ય થશે

 
 
આ કોઈ ભ્રમણા નથી. વિજ્ઞાન દ્વારા એવો રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે કે, જેનાથી કોઈ ચીજ જ નહીં, પરંતુ સમગ્ર બનાવને પણ 'ઢાંકી' દેવો શક્ય બનશે. બ્રિટનના ભૌતિકશાસ્ત્રના સંશોધકોના કહેવા પ્રમાણે, આમ કરવું શક્ય છે. એવો પદાર્થ બનાવવો શક્ય છે કે,જેનાથી કોઈ ઘટનાને માત્ર માનવીય આંખો જ નહીં પરંતુ સર્વેલન્સ કેમેરાથી 'ઢાંકી' દેવી શક્ય બનશે.

-વિજ્ઞાન દ્વારા પડી જશે ઘટનાઓ પર 'પડદો'!
લંડનની ઈમ્પિરિયલ કોલેજના ભૌતિકશાસ્ત્રી પોલ કિન્સલરે તેમના સાથીઓ માર્ટિન મેકકોન અને આલબર્ટો ફાવેરો સાથે આ અંગે કામ હાથ ધર્યું છે. 'ઈવેન્ટ ક્લોક'માં જે-તે ઘટના કે પદાર્થની ફરતેના પ્રકાશને અન્ય તરફ વાળી દેવામાં આવશે. ઉપરાંત તેમાં ધાતુના પોષાકને એવી રીતે ડિઝાઈન કરવામાં આવશે કે, તેમાંથી પસાર થતા પ્રકાશને નિયંત્રીત કરી શકાશે.સૈદ્ધાંતિક દ્રષ્ટીએ જોઈએ તો, જ્યારે લૂંટના ઈરાદે ચોર આવશે ત્યારે તે લૂંટના સ્થળ પર આવતા પ્રકાશને ઘટાડી દેશે. જ્યારે લૂંટ ખત્મ થઈ જશે ત્યારે તે ધીમે-ધીમે સ્થળ પર આવતા પ્રકાશને વધારી દેશે. આંખ સામે લૂંટ 'પહેલા' અને લૂંટ 'પછી'ની ઘટના એક સાથે જ જણાશે. જાણે કશું બન્યું ન હોય તેમ જણાશે.

 
'ઘટના પર પડદો'એ સાંભળવામાં મનોરંજક પણ પડકારજનક

 
બ્રિટનની સેન્ટ એન્ડ્રૂ યુનિવર્સિટી ખાતે અદ્રશ્યતા પરના સંશોધક યુએલએફ લિઓનહાર્ડટના કહેવા પ્રમાણે, આ આઈડિયા રસપ્રદ છે. પરંતુ એક નેનોસેકન્ડના દસ લાખમાં ભાગ કરતા વધુ સમય માટે ચાલતી ઘટના પર પડદો પાડવા માટે શક્તિશાળી લેસરની જરૂર પડશે. આ પ્રયોગ સંપૂર્ણપણે અશક્ય નથી. પરંતુ, વર્તમાન ટેક્નોલોજીના સહારે સામાન્ય યુનિવર્સિટી કે લેબોરેટરી આમ કરી શકે તેમ નથી.

 
આ વિચારના સહ-સંશોધક કિનસલર સ્વીકારે છેકે આ સમસ્યા રહેલી છે.પરંતુ, તેમના કહેવા પ્રમાણે, તકનીકી દ્રષ્ટીએ ફાઈબર ઓપ્ટિક્સનો અનેક માઈલ લાંબા તાર દ્વારા આમ કરવું શક્ય છે. સામાન્ય રીતે આવું

 
ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં થાય છે

 
ડ્યુક યુનિવર્સિટી ખાતે 'આચ્છાદન'ના નિષ્ણાત સ્ટીવ કમ્મરના કહેવા પ્રમાણે, આ વિચાર રસપ્રદ અને રોમાંચક છે. પરંતુ, વાસ્તવમાં આમ કરવું ખૂબ-ખૂબ મુશ્કેલ છે. સમયને બદલવાના તમામ ભૌતિક પરિમાણો ચોક્કસ હોવા જોઈએ. હાલમાં આમ કેવી રીતે થઈ શકે તે કોઈને ખબર નથી. માત્ર ફાઈબર ઓપ્ટિક્સમાં પ્રકાશની તીવ્રતાને બદલાવીને સિગ્નલની ગતિ બદલાવી શકાય છે. હાલમાં ફાઈબર પર ઘટતી કેટલીક ઘટનાની પર પડદો પાડી શકાય છે. એ વિચાર ઘટના પર પડદો પાડવાના વિચારને પણ આગામી દિવસોમાં શક્ય બનાવી શકે છે.

 
ક્લિન્સરના કહેવા પ્રમાણે, લાંબા ફાઈબર તારનો ઉપયોગ કરીને ઊર્જાની જરૂરિયાતને ઘટાડી શકાય છે. તમે કેટલો સમય માટે ઘટનાને 'ઢાંકવા' માંગો છો, તેના આધાર પર પ્રકાશને અટકાવવામાં આવ્યો છે. જેટલો-લાંબો તાર હશે તેટલો સમય સુધી અટકાવી શકાશે. જો કે, પોલીસ દળે હાલ ચિંતા કરવાની જરૂર નથી . કારણ કે, પ્રકાશની ગતિને વધારતા અને ઘટાડતા તત્વોની શોધ કરવી હજૂ બાકી છે.

 
-તમારી સામે ઘટના બનશે છતાં ખબર નહીં પડે

 
-બ્રિટનના વૈજ્ઞાનિકોની શોધ

 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી