નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગેરન્ટી, અહીં આવ્યાં પછી પાછા જવાની ઈચ્છા નહીં જ થાય

 
 
-શીમલાથી દુર એવી આ જગ્યા તમને પરમ શાંતી અને કુદરતી વાતાવરણનો અહ્લાદક અનુભવ કરાવશે
ટાઈમ મેગેઝીને કસૌલીને એશિયાનો સર્વશ્રેષ્ઠ હિલ સ્ટેશનમાં સમાવેશ કર્યો છે. ત્યારબાદ ત્યાં દેશી અને વિદેશી પ્રવાસીઓની ભીડ થવા લાગી છે. ભલે ટાઈમ મેગેઝીને કસૌલીને અત્યારે સાચી ઓળખાણ આપી હોય પરંતુ ભારતના સેલિબ્રિટી તો વર્ષોથી આ જગ્યાના દિવાના છે.

કસૌલી ભારતના એ હિલ સ્ટેશનોમાં છે, કે જ્યાં ઘણાં લોકપ્રિય સેલિબ્રિટી રહેવા માટે મજબૂર થાય છે. કૌસલીના સુંદર વાતાવરણથી માત્ર ખુશવંત સિંહ જ નહીં પરંતુ ફિલ્મ સ્ટાર રાહુલ બોઝ, વરિષ્ઠ રાજનેત સુરજીત સિંહ બરનાલા, જાણીતા આર્ટિસ્ટ વિવાન સુંદરમ, મોહન રાકેશ, નિર્મલ વર્મા, ઉપેન્દ્રનાથ અશ્ક, ગુલશન નંદા જેવી અનેક લોકોની આ મનપસંદ જગ્યા છે. આમાંથી કેટલાંક તો કસૌલીના રહેવાસી બની ગયા છે. દિગ્દર્શક રંજીત કપૂરે તો ત્યાં સુધી કહ્યું છે કે, તે તો અંતિમ શ્વાસ અહીંયા લેવા માંગે છે.

કસૌલી શિમલાથી 3647 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ શિમલાની ભીડભાડથી દૂર છે અને ક્ષણ-ક્ષણ બદલાતું વાતાવરણ આ સ્થળને ખાસ બનાવી દે છે. તમે અહીંયાના મંકી પોઈન્ટ પર હોવ કે ક્રાઈસ્ટ ચર્ચની બહાર કે પછી બસ સ્ટેન્ડ પર કે મોલ રોડ પર, હનુમાન મંદિર, સાંઈબાબા મંદિરમાં દરેક જગ્યાએ તમારૂં મન ખુશ થઈ જશે, તે વાત નક્કી છે.

આમ તો તમે કસૌલી ગમે ત્યારે આવી શકો છે પરંતુ એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનાની વચ્ચે આવવું ઉત્તમ રહેશે. કારણ કે, આ દરમિયાન કસૌલીમાં વાતાવરણના અનેક રંગ જોઈ શકશો. ક્યારેક હળવો તડકો, ક્યારેક વાદળો અને ક્યારેક રીમઝિમ વરસતો વરસાદ... પરંતુ તમારે બરફની મજા માણવી હોય તો ડિસેમ્બરથી ફેબ્રઆરીની વચ્ચે આવવું જોઈએ.

આ તો કસૌલી પ્રાકૃતિક રૂપથી ઘણું જ સુંદર છે પરંતુ અંગ્રેજોએ આને વધારે વ્યસ્થિત બનાવ્યું હતું. એક સમય હતો કે, લોકો તબિયત સુધારવા માટે અહીંયા આવતા હતા. અહીંયા ક્રિએટીવ લોકોને પોતાની ક્રિએટીવીટી માટે પ્રેરણા મળે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!