નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

‘આ માસૂમ બાળકીએ ખૂબ મ્હેણાં સાંભળવા પડતા હતા, પણ હવે...’

કોની લોય્ડને જન્મની સાથે જ નાક ઉપર ઘાટુ લાલ નિશાન હતું

કોનીએ પોતાના આસપાસના બાળકો અને લોકોમાં ઉપહાસનું કારણ બનવુ પડતુ હતું


આ બાળકીએ 3 વર્ષ સુધી પોતાના દોસ્તો અને સમાજના મ્હેણા સાંભળવા પડ્યા અને ઉપહાસનું કારણ પણ બનવુ પડ્યુ. પરંતુ હવે તે એક સામાન્ય છોકરીની જેમ દેખાઈ રહી છે. સ્લાવ, બર્કશાયરમાં રહેતી નાનકડી બાળકી કોની લોય્ડને જન્મની સાથે જ નાક ઉપર ઘાટુ લાલ નિશાન હતું, જેના કારણે તેનું નાક જોકર જેવુ લાગતુ હતું. આ સમસ્યાના કારણે કોનીએ પોતાના આસપાસના બાળકો અને લોકોમાં ઉપહાસનું કારણ બનવુ પડતુ હતું.

જો કે હવે ડોક્ટરોએ સર્જરીના માધ્યમથી તેના નાક ઉપર બનેલા આ નિશાનને હટાવી દીધુ છે. વાસ્તવમાં આ નિશાન એક નાનકડા ટ્યુમરના કારણે થયુ હતું અને ધીમે ધીમે તે ફેલાઈ રહ્યુ હતુ. આશરે સાડા 3 કલાક સુધી ચાલેલા ઓપરેશન પછી ડોક્ટરોએ તેનું નાક એકદમ પરફેક્ટ બનાવી આપ્યું છે.

કોનીની માએ જણાવ્યુ હતું કે જ્યારે તે જન્મી ત્યારે તેના નાક પર સામાન્ય નિશાની હતી, પરંતુ સમયની સાથે તે વધતી ગઈ અને વધીને 4 સે.મી. જેટલી પહોળી થઈ ગઈ. ડોક્ટરોએ 26 અઠવાડિયા સુધી તેના નાકનું નીરિક્ષણ કર્યું અને પછી ઓપરેશન કર્યું. હવે કોની સંપૂર્ણપણે બરાબર છે.
 
 
 
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!