નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આઈરિને ન્યૂયોર્કનો એવો તો ખુરદો બોલાવ્યો કે...

- ગઈકાલે ન્યૂયોર્ક પર ત્રાટક્યું હતું આઈરિન
- શહેરમાં દરિયો લટાર મારવા આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા
- ભીડમાં વ્યસ્ત રહેતું ન્યૂયોર્ક ભેંકાર બની ગયું
- ટ્રેન સેવાઓ હજુય બંધ


જગતની આર્થિક રાજધાની ન્યૂયોર્કમાં ગઈકાલે વાવાઝોડું આઈરિન ત્રાટકતા આખુંય શહેર ભેંકાર બની ગયું હતું અને દરિયો શહેરમાં ઘૂસી ગયો હોય તેમ ઠેરઠેર પાણી ભરાયા હતા અને દરિયાઈ જીવો પણ શહેરમાં આવી ગયા હતા.

વાવાઝોડાએ એવી તો તબાહી મચાવી હતી કે કેટલાક સ્થળો તો જાણે હોલિવૂડની ફિલ્મના સેટ હોય તેવી હાલતમાં આવી ગયા હતા. ઘટનાની તસવીરો પણ એટલી ખતરનાક છે કે તેને જોઈને લાગે કે આ કોઈ ફિલ્મી સીન હશે.

શહેરની ટ્રેન સેવાઓ ખોરવાઈ ગયા ઉપરાંત રસ્તાઓ પણ સુમસામ થઈ ગયા હતા અને જ્યાં એક જગ્યાએ હૈયુ દળાય તેવી ભીડ હતી તે સ્થળો પર કોઈ ફરકતું પણ નહોતુ. ભારે પવન ફૂંકાવાને કારણે વીજળીના થાંભલાઓ તેમજ વૃક્ષો પડી જવાની પણ અનેક ઘટનાઓ નોંધાઈ હતી. વળી, શહેરમાં વીજળીનો પુરવઠો પણ અટવાયો હતો.

અમેરિકા અને ન્યૂયોર્કમાં વાવાઝોડાએ વેરેલા વિનાશની કેટલીક તસવીરો


 
 
 
 
 
 
 
 
 
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી