Posts

Showing posts from 2012

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ધૂમ્રપાનની આદત છોડવાનો આ છે સૌથી સરળ નુસખો?

Image
ગ્રીન ટીનાં ફાયદાકારક તત્વો ઉપર થયેલા એક સંશોધન દ્વારા જાણવાં મળ્યું છે કે, ધૂમ્રપાન કરનારા લોકો માટે ગ્રીન ટી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના સેવનથી ધૂમ્રપાન કરનાવી આદત ધીમે-ધીમે છૂટતી જાય છે. - એલ થિયાનિન નામનું એમીનો એસિડ તત્વ, તણાવમાંથી મુક્તિ અપાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે. - ધૂમ્રપાન છોડ્યા બાદ ગ્રીન ટીનું સેવન, ફેફસાને પહોંચેલા નુકસાનની ભરપાઈ કરવામાં મદદરૂપ બને છે. માલાબાર કેન્સર સેન્ટર ખાતે, કોમ્યુનિટી ઓન્કોલોજી વિભાગના અદ્યાપક ડૉ. ફ્સાં ફ્લિપિનું કહેવું છે, "ચીનમાં થયેલા એક નવા રિસર્ચ પરથી જાણવાં મળ્યું છે કે, ગ્રીન ટીમાં મળી આવતું એલ થિયાનિન નામનું એમીનો એસિડ તત્વ, તણાવમાંથી મુક્તિ અપાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે." ડૉ. ફ્લિપિનું કહેવું છે કે ધૂમ્રપાન કરનારી વ્યક્તિને, ગ્રીન ટીનું સેવન કરવાથી તેવો જ તૃષ્ટિગુણ મળે છે, જેવો સિગારેટ કે બીડી પીતા સમયે તેને મળતો હોય છે. કોચીનની લેકશોર હોસ્પિટલના કેન્સર વિભાગ સાથે જોડાયેલા થૉમસ વર્ગીઝનું કહેવું છે, "ધૂમ્રપાન છોડ્યા બાદ ગ્રીન ટીનું સેવન, ફેફસાને પહોંચેલા નુકસાનની ભરપાઈ કરવામાં મદદરૂપ બને છે. તેનાથી ફેફ

રસોડાની રંગત

-અથાણાના સંભારમાં ૧૦થી ૧૨ લવંિગનું તેલ ભેળવવાથી અથાણામાં ફંગસ નથી થતી. -શાકમાં પાણી વધારે પડી ગયું હોય તો તેમાં એક બાફેલા બટાકાને છૂંદીને નાખવું. શાકનો રસો ગાઢ્ઢો થઇ જતાં શાક સ્વાદિષ્ટ લાગશે. -રસાવાળા શાકને વઘુ સ્વાદિષ્ટ કરવા મસાલો સાંતળતી વખતે દહીં તેમજ મગજતરીના બિયાંનો ભૂક્કો ભેળવવો.  -કસ્ટર્ડ બનાવતી વખતે સાકરની સાથે થોડું દહીં ભેળવવાથી બમણું સ્વાદિષ્ટ થાય છે.  -ચણાના લોટના પકોડા બનાવતી તેમાં થોડો ચોખાનો લોટ ભેળવવાથી પકોડા ક્રિસ્પી બને છે. -ચણાના લોટની બરફી બનાવતી વખતે તેમાં થોડો રવો ઉમેરવાથી બરફી સ્વાદિષ્ટ બને છે. -ચણાના લોટના ફૂલવડા બનાવતી વખતે બ્રેડનો સૂકો ચૂરો ઉમેરવાથી ક્રિસ્પી બને છે તેમજ તળવામાં તેલ ઓછું વપરાય છે. -ચણાના લોટના પકોડા બનાવતી વખતે અથાણાનો સંભાર નાખવાથી સ્વાદ વધે છે.  -બટાકા કાપ્યા પછી કાળા ન પડી જાય માટે સરકો અથવા લીંબુનો રસ ભેળવેલ પાણીમાં તેને પલાળી રાખવા. -સૂપ બનાવતા પહેલા ટમેટાને રેફ્રિજરેટરમાં રાખવા. છાલ ઉતારવાની સરળતા પડે એટલે ટામેટા પર ગરમ પાણીની ધાર છોડવી. -હળદર, જીરા અને ધાણા વગેરે મસાલાને ઉપયોગમાં લેતા પહેલા તેલમાં શેકવાથી શાકનો સ્વાદ તથા સુગંધ

અજમાઓ

' પ્રેશર કુકર ઉપયોગમાં લેવાયું હોય ત્યારે તેના ઢાંકણ પર લસણની કળીઓ ૧૦ મિનિટ રાખવાથી છોતરા જલદી નીકળી જશે. ' અલ્સર શરૂઆતની સ્થિતિમાં હોય તો મધને દૂધ તથા ચા સાથે લેવાથી રાહત થાય છે. ' સૂકી ઊધરસમાં મધ તથા લીંબુનો રસ સમાન માત્રામાં સેવન કરવાથી લાભ થાય છે. ' આદુના રસ તથા મધનું સપ્રમાણ સેવન કરવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે તેમજ હેડકી આવતી હોય તો બંધ થાય છે. ' કબજિયાતથી રાહત પામવા ટામેટા અથવા સંતરાના રસમાં એક ચમચો મધ ભેળવી સેવન કરવાથી લાભ થાય છે. ' સંતરાની છાલના પાવડરમાં બે ચમચા મધ નાખી ફીણી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરે છે તથા કાંતિવાન બને છે. ' ગ્રેવીના રંગને ઘેરો કરવા ચપટી કોફી ભેળવવી. ' કસ્ટર્ડ બનાવતી વખતે સાકર સાથે એક ચમચો મધ નાખવાથી વઘુ સ્વાદિષ્ટ થાય છે. ' મુખમાંના છાલાના છૂટકારા માટે ભોજન બાદ એક નાની હરડે ચૂસવી. ' શેતૂરનો રસ અડધો ગ્લાસ એક-એક ધૂંટડો દિવસમાં બે વાર પીવાથી છાલામાં ફાયદો કરે છે. ' ચપટી કપૂર તથા એક નાનો ચમચો દળેલી ખડા સાકર ભેળવી છાલા પર લગાડવાથી લાભ થાય છે. ' બટાકા બાફ

'ક્રિસ્પી ઇડલી ચાટ'

Image
ક્રિસ્પી ઇડલી ચાટ સામગ્રી : નાની ઇડલી - ૧૫ નંગ પનીરના ટુકડા - અડધી વાટકી બાફેલા બટાકાના ટુકડા - અડધી વાટકી બાફેલા કાળા ચણા - અડધી વાટકી ક્રશ કરેલી પાપડી - જરૂર મુજબ સજાવટ માટે આમલીની ચટણી - જરૂર મુજબ ગળ્યું દહીં - સ્વાદ મુજબ મરચું - સ્વાદ મુજબ સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ સમારેલી કોથમીર - થોડી સેવ - ભભરાવવા માટે મીઠું - સ્વાદ મુજબ રીત : -ઇડલીને એકદમ ક્રિસ્પી સાંતળી લો. -એ જ રીતે બાફેલા ટુકડા અને પનીરના ટુકડા પણ સાંતળી લો. -ઇડલીમાં ક્રશ કરેલી પાપડી મિકસ કરો. -હવે એક પ્લેટમાં સૌપ્રથમ ઇડલી, પનીર અને બટાકાના ટુકડા, પાપડી, આમલીની ચટણી, ગળ્યું દહીં, મીઠું, મરચું, બાફેલા ચણાથી સજાવટ કરો. -છેલ્લે બારીક સેવ અને કોથમીરથી સજાવીને સર્વ કરો.

'ચાઇનીઝ કોર્ન ચાટ'

Image
ચાઇનીઝ કોર્ન ચાટ સામગ્રી : મકાઇના દાણા - ૨ વાટકી, પલાળેલા મગ, સીંગ અને ચણા - ૩ વાટકી, દાડમના દાણા અને કોર્નફ્લેકસ - અડધી વાટકી, લીંબુ - ૧ નંગ, ટમેટાં - ૨ નંગ, કેપ્સિકમ - ૨ નંગ, ચાટ મસાલો - સ્વાદ મુજબ, લીલાં મરચાં - ૨ નંગ, વિનેગર - ૨ ચમચા, ટમેટાનો સોસ - ૨ ચમચા, સોયા સોસ - ૨ ચમચા, કરમદાની ચટણી - ૧ ચમચો, તેલ - ૧ ચમચો, જીરું - અડધી ચમચી, મીઠું - સ્વાદ મુજબ રીત : મકાઇના દાણાને કૂકરમાં બે સીટી વાગે ત્યાં સુધી બાફી લો. -પેનમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું અને લીલાં મરચાંનો વઘાર કરો -તેમાં પલાળેલી સીંગ, મગ અને ચણા નાખો. -બે મિનિટ પછી મકાઇના દાણા નાખી મિકસ કરી ચાટ મસાલો, વિનેગર અને મીઠું મિકસ કરો. -ઢાંકણું ઢાંકીને બે મિનિટ ધીમી આંચે રહેવા દો. -પ્લેટમાં કાઢતાં પહેલાં લીંબુનો રસ, બંને સોસ ભેળવો. -સર્વ કરતી વખતે દાડમના દાણા અને કોર્નફ્લેકસ ભભરાવો. -છેલ્લે કેપ્સિકમની રિંગ અને ટમેટાથી સજાવીને સર્વ કરો. -(આ ચાટમાં ફણગાવેલી દાળ પણ ભેળવી શકો છો.)

બોસઃ છેલ્લો પ્રશ્ન, અંતમાં એ મહિલાનું મોત થયું, કેવી રીતે?

બોસઃ  એક એરોપ્લેનમાં 50 ઇંટ હતી, જો આપણે 1 ઇંટ નીચે ફેંકી દઇએ તો કેટલી ઇંટ વધે? કર્મચારીઃ  સર, 49. બોસઃ  હાથીને ફ્રિજમાં પુરવાના ત્રણ સ્ટેપ ક્યાં? કર્મચારીઃ  ફ્રિજ ખોલો, હાથી અંદર મુકો અને ફ્રિજ બંધ કરો. બોસઃ  હરણને ફ્રિજમાં પુરવાના ચાર સ્ટેપ ક્યાં? કર્મચારીઃ  ફ્રિજ ખોલો, હાથી બહાર કાઢો, હરણને અંદર પુરો અને ફ્રિજ બંધ કરી દો. બોસઃ  સિંહનો બર્થડે છે અને બધા જ પ્રાણીઓ સિંહને ફ્રિજમાં પુરવા માંગે છે, કેમ? કર્મચારીઃ  કારણ કે, હરણ ફ્રિજમાં છે. બોસઃ  એક મહિલા મગર સાથે નદી કેવી રીતે પાર કરી શકી? કર્મચારીઃ  કારણ કે, મગરને સિંહના બર્થડે પર જવાની ઉતાવળ હતી. બોસઃ  છેલ્લો પ્રશ્ન, અંતમાં એ મહિલાનું મોત થયું, કેવી રીતે? કર્મચારીઃ  ડુબીને. બોસઃ  ના, પ્લેનમાંથી ફેંકેલી ઇંટ વાગવાથી. મોરલઃ  વાત ગમે તેવી હોય પરંતુ બોસ હંમેશા સાચાં જ હોય.....

"પંજાબી છોલે"

Image
3 વ્યક્તિઓ માટે બનાવો છોલે સામગ્રી: 350 ગ્રામ-કાબુલી ચણા, 2 બટાકા 150 ગ્રામ-ટામેટાં ગ્રેવી માટે 150 ગ્રામ-કોપરાનું ખમણ 2 ડુંગળી ગ્રેવી માટે આમલી આદું મરચાં કોથમીર સોડા મીઠું તેલ અથવા ઘી જરૂરિયાત પ્રમાણે મસાલા માટે: ધાણા-જીરુ મરી તજ લવિંગ અને ઈલાયચી રીતઃ - કાબુલી ચણાને રાત્રે પલાળી સવારે પાણીમાં સોડા નાખી બાફો. - સૌ પ્રથમ ડુંગળીને સમારીને ઘીમાં સાંતળો - ઘી ગરમ કરી બટાટાની ચિપ્સ તળીને એક બાજુ પર રાખો. - તજ, લવિંગ, એલચી, ધાણા-જીરું મરીને શેકી તથા આદુ-મરચાં, કોથમીર બધાને વાટી નાખો. - હવે વાટેલ મસાલો ઘીમાં સાંતળી તેમાં ટામેટાના ટુકડા અને આમલીનું પાણી ઉમેરો -બાદમાં બાફેલ ચણા અને મીઠું નાખો થોડું ઉકાળો એટલે છોલે તૈયાર. - ગરમાગરમ છોલે પ્લેટમાં મૂકી, તેના ઉપર બટાકા તથા ડુંગળીની ચિપ્સ, લીલાં મરચાંના ટુકડા, સમારેલ કોથમીરથી ગાર્નિશ કરો. - બસ, પંજાબી છોલે તૈયાર પરોઠાં સાથે ગરમાગરમ છોલે સર્વ કરો.

ગમે તેવું Back pain હોય, આ ઉપાય પછી દુખાવો જશે

આજકાલ વર્ક પ્લેસ ઉપર વધુ બેસવાને લીધે નાની ઉંમરમાં જ લોકોને કરોડરજ્જૂ સાથે જોડાયેલી પરેશાનીઓ સતાવવા લાગે છે. જો તમારી સાથે પણ આવી જ કોઈ સમસ્યા હોય, લગાતાર બેસવા કે ઊભા રહેવાને લીધે તમને બેકપેઈન થઈ રહ્યું હોય તો રોજ સર્પાસન (ભુજંગાસન) કરો, બેકપેઇનથી ઝડપથી રાહત મળી જશે. આગળ જાણો સર્પાસનની આસાન વિધિ અને તેનાથી થતા ફાયદા... સર્પાસનની વિધિ કે ભુજંગાસનની વિધિ - કોઈપણ સમતળ અને સ્વચ્છ સ્થાને કામળો કે ચટ્ટાઈ પાથરીને પેટના બળ પર એટલે કે ઉંધા સુઈ જાવો. બન્ને પગને પરસ્પર જોડીને પૂરી રીતે જમીનથી ચીપકાવી દો. બન્ને હથેળીઓ ખંભાની પાસે રાખો, કોણીઓ ઉંચી રાખો. હથેળીઓ જમીનની તરફ રાખો તથા આંગળી પરસ્પર જોડાયેલી રાખો. આંખોને ખુલ્લી રાખો. હવે ઉંડો શ્વાસ લો ગર્દનને ઉપર ઉંચકાવો, પછી નાભીથી ઉપર પેટ અને છાતીને ઉઠાવી લો. આ આસનમાં શરીરની આકૃત્તિ ફેણ ઉઠાવેલા સાપ જેવી થાય છે. આ માટે આને ભુજંગાસન કહે છે. માથાથી નાભી સુધીનું શરીર જ ઉપાર ઉઠાવવું જોઈએ તથા નાભીની નીચે પગના આંગળીઓ સુધીનો ભાગ જમીનથી સમાન રીતે સટાવી રાખવો જોઈએ. ગરદનને ખેંચીને માથાને ધીરે-ધીરે વધુને વધુ ઊપર ઊઠાવવાનો પ્રયાસ કરવો. પોતાની આંખો ઉપર તરફ રા

સાવધાન, સિગારેટનાં વ્યસન કરતાં પણ ખતરનાક છે ઇંડા!

Image
ઇંડાની જરદીમાં જોવા મળતું કોલેસ્ટ્રોલ, દિલની સાથે-સાથે લોહીનું પરિભ્રમણ કરનારી નસો(રક્તવાહિનીઓ)માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે ઇંડાની જરદીમાં મળી આવતું કોલેસ્ટ્રોલ, વ્યક્તિનાં શરિરમાં લોહીનું પરિભ્રમણ કરનારી નસોને બ્લોક કરી દેવામાં એટલો જ ભાગ ભજવે છે, જેટલો સિગારેટનો ધુમાડો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે અમેરિકામાં પ્રત્યેક વ્યક્તિએ સરેરાશ 247 ઈંડાનું સેવન કર્યું. જો આ આંકડા ઉપર નજર નાંખવામાં આવે તો આ સમગ્ર દુનિયામાં ઈંડાની વપરાશના 40% છે. - ઇંડાની જરદીના સેવનનાં કારણે લોકોને કોરોનરી ધમની સંબંધી રોગોનું (સીઈડી) અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી ગયું - લંડન હેલ્થ સાઇસેઝ સેન્ટર ખાતે આવેલા યુનિવર્સિટી હૉસ્પિટલના 1231 દર્દીઓની તપાસ કરી - 40 વર્ષથી ઉપરના દર્દીઓમાં, ઉંમર વધવાની સાથે થનારી સમસ્યાઓ એક પ્રમાણમાં વધી - સિગારેટની સરખામણીએ ઇંડા ખાનારા, બે-ત્રત્યાંસ લોકોમાં આ સમસ્યા વધારે જોવા મળી તેની સાથે-સાથે એવા આંકડાઓ પણ સામે આવ્યાં છે, જેનાં કારણે લોકોને કોરોનરી ધમની સંબંધી રોગોનું (સીઈડી) અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી ગયું છે. આ

આ છોડના પાન, ફળ, છાલનો ઉપયોગ, દરેક રોગો ઉપર છે ભારે

દાડમનો દરેક દાણો અનેક ગુણોથી ભરપૂર હોય છે. દાડમ 100 બીમારીઓની એક દવા છે. તેનો રસ જો કપડાં ઉપર લાગી જાય તો તે આસાનીથી જતો નથી. પણ દાડમ ખાઈને તમે પોતાની અનેક બીમારીઓને દૂર કરી શકો છો. દાડમ અનેક રોગોમાં ગુણકારી છે. કયા રોગોમાં તમે દાડમના ઝાડ, પાન, ફળ અને મૂળ અને ફૂલનો ઉપયોગ કરી શકો તે આગળ જાણો... -દાડમ સ્વરતંત્ર, ફેફસા, યકૃત, દિલ, જઠર તથા આંતરડાના રોગોમાં ઘણું લાભકારી છે. દાડમમાં એન્ટિઓક્સિડેન્ટ, એન્ટીવાયરલ અને એન્ટી ટ્યૂમર જેવવા તત્વો પણ તેમાં જોવા મળે છે. દાડમ વિટામીનનો એક મોટો સ્ત્રોત છે. તેમાં વિટામીન એ, સી અને ઈ ભરપૂર માત્રામાં જોવા મળે છે. -દાડમ પિત્તનાશક, કૃમિનો નાશ કરનાર, પેટ રોગો માટે હિતકારી તથા ઘબરાહટને દૂર કરનાર હોય છે. -દાડમ દિલના રોગોથી લઈને પેટની ગડબડી અને ડાયાબિટિસના રોગોમાં ફાયદાકારક રહે છે. દાડમની છાલ, છાલ અને પાનડાઓને પણ ઉપયોગ કરવાથી પેટ દર્દમાં રાહત મળે છે. પાંચનતંત્રની બધી સમસ્યાઓનું નિદાન કરવવામાં દાડમ ખૂબ કારગર છે. -દાડમના પાનડાની ચા બનાવીને પીવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં પણ ખૂબ જ આરામ મળે છે. ઝાડા અને કોલેરા જેવી બીમારીઓમાં દાડમનો જ્યૂસ પી

ઉપમા

Image
ફટાફટ બનાવો ઉપમા સામગ્રી: 1 નંગ ગાજર 1 કપ વટાણા 1 નંગ ટામેટા 1 નંગ ડુંગળી 3-4 લીલા મરચા 2 કપ રવો અડદની દાળ મીઠું સ્વાદઅનુસાર 1/2 ટી સ્પૂન રાઈ 1/2 ટી સ્પૂન જીરું, 1/2 ટી સ્પૂન હિંગ 1/2 કપ છાશ 1/2 કપ પાણી ઘી, રીત: -સૌ પ્રથમ યોગ્ય વાસાણ માં થોડું ઘી લઇ ને હલકી આંચે ગરમ કરો -તેમાં રાઈ ને જીરું ઉમેરો ત્યાર બાદ તેમાં ડુંગળીના જીણા ટુકડા સાંતળો, -જેવો કાંદા નો રંગ હલકો સોનેરી થાય કે તેમાં લીલા મરચા ના ટુકડા ને અડદ દાળ ઉમેરો -ત્યાર બાદ તેમાં ગાજર ને વટાણા નાખી ને મિશ્રણ ને બરાબર થી હલાવો ને થોડી વાર ચઢવા દો -ત્યાર બાદ તેમાં શેકેલો રવો નાખવો -તેમાં પાણી અને છાશ ઉમેરો -રવા ને પાણી નું પ્રમાણ ૧:૨ નું રાખવું , સ્વાદ અનુસાર મીઠું ઉમેરો -એક મહત્વ નો મુદ્દો યાદ રાખવો કે રવા માં પાણી નાખ્યા બાદ આખા મિશ્રણ ને હલાવતું રેહો -નહિતર રવામાંગટ્ટા થઇ જાશે, બસ થોડી વાર માં રવો બધું પાણી શોષી લેશે -લ્યો તૈયાર છે ગરમા ગરમ ઉપમા

દર ત્રણ વર્ષે કેમ આવે છે અધિકમાસ, શું છે ખગોળીય રહસ્ય

હિન્દુ વર્ષમાં આ વખતે 1 માસ વધશે. હિન્દૂધર્મ પંચાંગમાં લગભગ દર ત્રણ વર્ષે એક વર્ષ વધી જાય છે, જે અધિકમાસ તથા પુરુષોત્તમ માસના નામથી પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિથી આ માસ ધર્મ-કર્મ, સ્નાન, દાન, ભક્તિ તથા સેવા માટે વધારે જ પુણ્યદાયી માનવામાં આવે છે.  આ માસને વિજ્ઞાનની દ્રષ્ટિથી જુઓ તો ખ્યાલ આવશે કે આ પ્રાચીન ઋષી-મુનિઓ દ્વારા તમારામાં જ્ઞાન તથા વિદ્યાથી ઓળખેલી આ કુદરતની ગતિનું અનુમાન છે. કહો કે ઈશ્વરીય સમયને માણસના સમય સાથે નિયત કરવાની રીત છે.  જાણો ધર્મની સાથે જોડાયેલી તે ખાસ વૈજ્ઞાનિક બાબતો જેને કારણે હિન્દૂ વર્ષમાં એક માસ એટલે કે અધિકમાસ દર 3 વર્ષમાં વધી જાય છે...  જ્યોતિષ વિજ્ઞાન અનુસાર સૂર્ય સંપૂર્ણ વર્ષમાં 12 રાશિઓ માંથી પસાર છે. સૂર્યના આ રાશિઓમાં ભ્રમણ લગભગ 365 દિવસમાં પૂરું થાય છે. સૂર્યના એક રાશિમાં સમય પસાર કરી, બીજી રાશિમાં પ્રવેશ કરવા સુધીનો કાળ સૌરમાસ કહેવામાં આવે છે. આ માટે સૂર્યની આ ગતિના અધાર પર કરવામાં આવેલી વર્ષગણના સૌરવર્ષ કહેવામાં આવે છે. વિજ્ઞાનની દ્રષ્ટિથી નિયત વર્ષ પણ પૃથ્વી દ્વારા કરવામાં આવેલી સૂર્યની 365 દિવસની પરિક્રમા પર આધારિત છે. આ રીતે પૃથ્વીના

ટામેટા ફ્રિઝમાં રાખો છો? તો જાણી લેજો આ FACTS

Image
ટામેટા લાઇકોપીનીનો સૌથી ઉત્તમ સ્ત્રોત છે. જે પેટ, આંતરડા તેમજ અન્ય કેન્સરથી બચાવે છે. તેમાં વિટામિન Aનું પ્રમાણ પણ વધુ હોય છે જે આંખો માટે બેસ્ટ છે. તેમાં વિટામિન સીની માત્રા ખુબ હોય છે જે બોડીની ઇમ્યૂન સિસ્ટમ મજબૂત કરે છે. -વજન ઘટાડવા માટે સવારે એક ગ્લાસ ટામેટાનું જ્યૂસ પીવાથી ફાયદો થાય છે. નાસ્તામાં બે ટામેટા સંપૂર્ણ ભોજન બરાબર માનવામાં આવે છે. -જમવામાં ટામેટાનું પ્રમાણ વધારવાથી એસિડિટીની સમસ્યા દૂર થઈ જાય છે. -ટામેટામાં હાજર કેલ્શિયમ દાંત તેમજ હાડકાને મજબૂત બનાવે છે. તેમાં ફાઇબરની માત્રા સૌથી વધુ હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. -ફ્રિઝમાં ટામેટા રાખવાથી તેના પોષક તત્વ ઓછા થઈ જાય છે અને તેના સ્વાદ પર પણ અસર પડે છે તેથી તેને સામાન્ય તાપમાનમાં જ રાખવા જોઇએ. -ટામેટા કે તેનો સોસથી તાંબાના વાસણ સાફ કરવાથી તેની ચમક વધે છે. -ટામેટાને મસળી તેમાં થોડું કાચુ દૂધ તેમજ લીંબુનો રસ મેળવી ચહેરા પર લગાવો, તે ઈન્સ્ટંટ ગ્લોઇંગનું કામ કરશે. -ટામેટાના જ્યૂસમાં નિકોટિનિક એસિડ હોય છે જે બ્લડપ્રેશર ઓછું કરે છે તેમજ હાર્ટને લગતી બીમારી દૂર કરે છે. -ટામેટાનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય

ગંભીર બીમારી માટે સોયાબીન અને કિસમીસ રામબાણ ઇલાજ

Image
 એક દિવસમાં એક મુઠ્ઠી કિસમીસ અને સોયાબીનને આહારનો હિસ્સો બનાવવામાં આવે તો બ્લડપ્રેશરથી બચી શકાય છે. હૃદયની બીમારી માટે બ્લડપ્રેશર મુખ્ય કારણ છે. અમેરિકામાં હૃદય રોગ પર પર થયેલા એક મહત્વપૂર્ણ સંમેલનમાં રજૂ કરાયેલા અધ્યયનોમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે. અમેરિકન કોલજ ઓફ કાર્ડીયોલોજી કોન્ફરન્સમાં રજૂ કરાયેલા આ અધ્યયનોમાંથી એકમાં જણાવ્યા મુજબ દિવસમાં ત્રણવાર એક મુઠ્ઠી કિસમીસ ચાવી જવાથી બ્લડપ્રેશરમાં ઘટાડો જોવાયો છે. નિયમિત કિસમીસ આરોગવાથી બ્લડપ્રેશરમાં ઘટાડો બ્લડપ્રેશર પર કિસમીસની અસરના આ પહેલાં પરિક્ષણમાં જેનું બ્લડપ્રેશર સામાન્યથી ઉંચું હોય તેવા 46 લોકો પસંદ કરાયા હતાં, અને તેને હાઇબ્લડ પ્રેશર થવાનું જોખમ પણ હતું. આ લોકોનું બ્લડપ્રેશર 120-80 થી 139-89 માપવામાં આવ્યું હતું. જે સામાન્યથી થોડું વધુ હતું. આ લોકોના આહારમાં નિયમિત રીતે કિસમીસનો સમાવેશ કરાતા તેના બ્લડપ્રેશરમાં 12 સપ્તાહમાં ઘટાડો થયો હતો. તેમજ આ લોકોનું બ્લડપ્રેશર પણ સામાન્ય થઇ ગયું હતું. સામાન્યથી વધી રહેલા બ્લડપ્રેશરને ઘટાડવામાં કિસમીસ કેવી રીતે સફળ થઇ શકે તે અંગે સંશોધકો હાલ ચોક્કસ રીતે જણાવી શક્તા નથી. પરંતુ

વેજ ડ્રાય મન્ચુરિયન

Image
ઘરે જ બનાવો ડ્રાય વેજ મન્ચુરિયન સામગ્રી: 3 કપ સમારેલી કોબીજ 1 કપ સમારેલા ગાજર 3 થી 4 ટેબ.સ્પૂન મેંદો 3 થી 4 નંગ લીલા મરચા ઝીણા સમારેલા 1 નાનો કટકો આદુ 2 થી 3 કળી લસણ 1 ટેબ.સ્પૂન કોથમીર 1/4 ટી.સ્પૂન મરી પાવડર ચપટી આજી નો મોટો સ્વાદ પ્રમાણે મીઠું 2 નંગ ડુંગળી (6 થી 7 નંગ લીલી ડુંગળી પાન સાથે) તળવા માટે તેલ કોટિંગ માટે: 1 1/2 ટેબ.સ્પૂન તેલ 3 થી 4 નંગ લીલા મરચા 3 થી 4 કળી લસણ 2 ટેબ.સ્પૂન કોર્ન ફ્લોર 2 ટેબ.સ્પૂન સોયા સોસ ચપટી આજી નો મોટો પાણી ગાર્નીશિંગ માટે: ઝીણી સમારેલી કોથમીર ઝીણા સમારેલા લીલા લસણ ના પાન રીત: -ડ્રાય વેજ.મન્ચુરિયન બનાવવા માટે સૌ પ્રથમ કોબીજ અને ગાજર ને બારીક સમારી લો. -લીલા મરચા ને પણ ઝીણા સમારી લો.આદુ અને લસણ ને ક્રશ પણ કરી લો -કોથમીર ને ઝીણી સમારી લો.ડુંગળી ઝીણી સમારી લો.(લીલી ડુંગળી હોય તો પાન સાથે ઝીણી સમારી લેવી.) -1/4 કપ પાણી માં સોયા સોસ અને કોર્ન ફ્લોર મિક્સ કરી ગ્રેવી તૈયાર રાખવી. રીત: મન્ચુરિયન માટે: -ડ્રાય વેજ.મન્ચુરિયન બનાવવા માટે સૌ પ્રથમ ઝીણી સમારેલી કોબીજ,ગાજર,આદુ,મરચા,કોથમીર,લસણ મિક્સ કરવા -ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,મરી પાવડર અને આજી નો મ

'ઈટાલિયન સલાડ'

Image
ડાયેટ કોન્સિયસ લોકો માટે ઈટાલિયન સલાડ સામગ્રી 1 કોબીજ 1 કપ લેટ્યૂસના પાન 2 કાકડી 2 કેપ્સિકમ 2 મૂળા 2 લીલી ડુંગળી 3 ટામેટા 1/2 કપ ચીઝ ખમણેલું મીઠું સ્વાદઅનુસાર મરીનો પાવડર કાજુના ટુકડા રીત -કોબીજ અને લેટ્યૂસના પત્તાને બારીક સમારી લો તેને ઠંડા પાણીમાં 2 કલાકમાં પલાળી રાખો જેથી તે કડક થઈ જાય -પાંદડા કડક થઈ જાય એટલે પાણી નિતારી લો -કાકડી, ગાજર, મૂળા, લીલી ડુંગળી અને કેપ્સીકમને અલગ અલગ આકારમાં સમારો -કેટલાંકની લાંબી લાંબી ચીરી કરો, કેટલાંકના ગોળ પતીકા સમારો -ડુંગળી અને કેપ્સિકમની રિંગ બનાવો -એક પ્લેટમાં કોબીચના પત્તા મુકો તેના પર બધા જ શાક પાથરો -હવે જીણી સમારેલી કોબીજ મુકો અને ઉપર ચીઝ ખમણો -હવે મીઠું મરી અને ચાટ મસાલો ઉમેરી લો, તૈયાર છે ઈટાલિયન સલાડ

ડબલ સિઝનમાં માથાના દુખાવાની પરેશાની દૂર કરતી ખાસ ટિપ્સ

આવી લાઈફસ્ટાઈલમાં માથાનો દુખાવો એ સામાન્ય વાત છે. રોજીંદી જીંદગીમાં આવેલ બદલાવ અને રિલેક્શેન અભાવને કારણે કે અન્ય ઘણાં કારણોસર માથાનો દુખાવો એ ઘણી વાર અસહ્ય બની જાય છે. આવામાં વધારે પડતી પેઇન કિલરથી રિએક્શનનો ડર બની રહે છે. માથાનું દર્દને ભગાડવા માટે અપનાવો આ ઘરગથ્થુ ટિપ્સ - માથાના દુખાવમાં લીંબુ કે આમલીનું શરબત પીવડાવાથી ઘણો આરામ મળે છે. માથામાં ઠંડા પાણીની ધાર પાડવાથી પણ દર્દમાં આરામ મળે છે. - દરરોજ સવારે ખાલી પેટે નિયમિત એક સફરજન ખાવાથી ધીરે ધીરે માથાનાં દર્દની સમસ્યાથી કાયમ માટે છુટકારો મળે છે. - આદુ એ કોઈપણ પ્રકારનો દુખાવો દૂર કરી શકે છે. જો માઈગ્રેનનો દુખાવો હોય તો સુકાયેલા આદુને પાણીની સાથે પીસીને તેની પેસ્ટ બનાવી લો અને તેને પોતાના માથા પર લગાડી લો. તેને લગાડવાથી માથાની આછી બળતરા જરૂર થશે પરંતુ માથાનાં દર્દને દુર કરવામાં આ મદદરૂપ નીવડશે. - એક ચમચી મેથીનાં દાણામાં ચપટી ભરીને હિંગ મેળવીને પાણીની સાથે ફાંકવાથી પણ પેટદર્દમાં રાહત મળે છે.મેથી એ ડાયાબિટિસમાં ઘણી લાભદાયી છે. મેથીનાં લાડુ ખાવાથી માથાનાં દર્દમાં રાહત મળે છે. - તજને પાણીની સાથે બારીક પીસીન

લીંબુનાં ઘરેલું ઉપાયો અપનાવો અને મેળવો આ રોગમાં ફાયદો

Image
  લીંબુ વધારે ફાયદાકારક અને ગુણકારી છે. લીંબુંના રોજના પ્રયોગથી ત્વચા સુંદર થઈ જાય છે. જો તમે કોઈ સ્કીન પ્રોબ્લેમ્સથી પરેશાન છો તો ગભરાવો નહીં. કેટલાક સરળ આયુર્વેદિક ઉપાય જેનાથી તમારા સ્કીન પ્રોબ્લેમ્સ થઈ જાય છે દૂર.... - સ્નાનના પાણીમાં લીંબુ નિચોવીને સ્નાન કરવાથી અને સ્નાનથી પહેલા લીંબુ કાપીને શરીર પર મસળવાથી ત્વચાનો રંગ નિખરી ઉઠશે. - લીંબુ અને સંતરાની છાલને સુકવીને બરાબર પીસી લો. આ પાઉડરમાં દૂધ નાખી, ઘાટો લેપ બનાવો. ચહેરા કે પૂરા શરીર પર મસળો તો ખીલ અને કરચલી અને દાગ મટે છે. પૂરા શરીર પર લેપ કરશો તો ત્વચાનો રંગ સાફ અને ચમકદાર હોય છે. ત્વચા રેશમ જેવી ચીકણી થઈ જાય છે. - મધમાં લીંબુ નીચોવીને ચહેરા પર લગાવી મસળો અને થોડીવાર પછી ધોઈ નાખો. - લીંબુના રસમાં તુલસીના પાન પીસી લો. ચહેરા પર લેપ કરો. સુકાઈ ગયા પછી ધોઈ નાખો. - લીંબુનો રસ, વેસણ, મધ અને મેંદો બધું 1-1 ચમચી લઈલો. થોડા પણી સાથે ચોળી લો, ચહેરા પર ખૂબ સારી રીતે મસળો. સતત થોડા દિવસ પ્રયોગ કરવાથી ચહેરાના બીનજરૂરી વાળ દૂર થઈ જાય છે. - નખ પર લીંબુ રગડવાથી નખ ચમકદાર અને સ્વસ્થ રહે છે. - લીંબુનો રસ, જવ, બાજરો અને ચોખાનો લોટ તથા હળ

બેટ દ્વારકાને ગળી રહેલો દરિયો, હનુમાન દાંડી સુધી પહોંચ્યું પાણી

- દરિયાના મોજાઓની થપાટોથી કાંઠાનું મોટા પાયે ધોવાણ : સો વર્ષ જૂના સ્મશાનને પણ ભારે નુકસાન સમુદ્રની વચ્ચે આવેલા બેટ દ્વારકાના કાંઠાઓનું મોટા પાયે ધોવાણ થઇ રહ્યું હોય દરિયો ધીમે ધીમે બેટને ગળી રહ્યો હોવાની સ્થિતિનું નિર્માણ થયું છે. અહીં આવેલાં સો વર્ષ પુરાણા હિન્દુઓનાં સ્મશાનનું પણ ધોવાણ થયું છે. જ્યારે દરિયાનું પાણી છેક હનુમાન દાંડી જતાં રસ્તા સુધી પહોચી ગયું છે. કાંઠાઓનાં ધોવાણની પ્રક્રિયાને ચિંતાજનક ગણાવવામાં આવી છે. ભાજપ કિસાન મોરચા દ્વારા આ અંગે ઉચ્ચકક્ષાએ કરવામાં આવેલી રજુઆતમાં જણાવવામાં આવ્યું છેકે, ચારે બાજુ સમુદ્રથી ધેરાયેલા આ ટાપુનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ આવેલું છે. બેટ દ્વારકા પાંચ હજાર વર્ષ પહેલાની મોક્ષપુરી તરીકે જાણીતું છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણનો રાણીવાસ હતો જ્યારે અહીંનું સ્મશાન જાગતું સ્મશાન તરીકે ઓળખાય છે યોગ્ય જાળવણીના અભાવે દરિયાનાં મોજાની થપાટોથી કાંઠાઓનું ધોવાણ થઇ રહ્યું છે. જેની સાથે આ સ્મશાન પણ ખંઢેરમાં ફેરવાઇ ગયું છે.  ચારે તરફ કાંઠાઓનું ધોવાણ સ્પષ્ટ જણાઇ રહ્યું છે. ત્યારે દરિયાને આગળ વધતો અટકાવવામાં નહીં આવે તો તે ધીમે ધીમે આખા ટાપુને ગળી જવાની દહેશત વ્યક્

વેજીટેબલ બિરયાની

Image
3 વ્યક્તિઓ માટે બનાવો વેજીટેબલ બિરયાની સામગ્રી: 2 કપ બાસમતી રાઈસ 1 કપ મિક્સ શાકભાજી (કોબીચ, બટાટા, ગાજર, ફણસી), 150 ગ્રામ લીલા વટાણા 3 ડુંગળી, ઝીણી સમારેલી 4 ટમેટા ઝીણા સમારેલા 2 લીલા મરચા, ઝીણા સમારેલા 1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર 2 ટીસ્પૂન તજ અને શાહજીરુ 4 નંગ લવિંગ 1/2 ટીસ્પૂન કાળા મરીનો પાવડર 1/2 કપ દહીં 4 ટેબલસ્પૂન તેલ 1/2 ટીસ્પૂન રાઈ દાણા 3 ટેબલસ્પૂન ડ્રાય ફ્રૂટ્સ (કાજૂ-કિસમિસ) મીઠું, સ્વાદઅનુસાર રીત: - સૌ પહેલા રાઈસ (ચોખા)ને બરાબર ધોઈ લો. -પછી પાણી અને થોડા મીઠા સાથે પ્રેશર કુકરમાં બાફી લો. -તેની સાથે કાજૂ-કિસમિસ પણ ઉમેરો. - બધા જ શાકભાજીને નાના ટુકડામાં સમારો. તે દરેકને અલગ અલગ રીતે તેલમાં તળી લો. -લીલા વટાણાને પણ શેકી લો. - હવે રાઈના દાણા, લીલા મરચા, તજ, શાહજીરુ, લવિંગ, મરીનો પાવડર ઉમેરીને 1/2 મિનીટ સુધી સાંતળો -પછી તેમાં ડુંગળી ઉમેરો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યા સુધી સાંતળો. -તેમાં મીઠું અને લાલ મરચાનો પાવડર ઉમેરીને બરાબર પકાવો. -હવે તેમાં ઝીણા સમારેલા ટમેટા ઉમેરો. -હવે દહીં ઉમેરીને બરાબર હલાવો. ત્યારબાદ તળેલા શાકભાજી ઉમેરો. -હવે તેમાં બાફેલા રાઈસ ઉમેરો અને બ

વન ડે પિકનિક: લીલીછમ જગ્યાની મુલાકાત તમને ખૂશ કરી દેશે

પ્રવાસીઓમાં આમ તો જાંબુઘોડા અભયારણ્ય બહુ જાણીતું નામ નથી. પણ પ્રકૃતિપ્રેમીઓમાં પંચમહાલ જિલ્લામાં આવેલું આ નયનરમ્ય અભયારણ્ય હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પવિત્ર યાત્રાધામ પાવાગઢની એકદમ નજીક આવેલું આ અભયારણ્ય 130 ચોરસ કિલોમિટરમાં ફેલાયેલું છે.  વાંસ, મહુડો અને સાગ વગેરે પ્રકારના વૃક્ષોથી આ અભયારણ્ય ઘેરાયેલું છે. આ અભયારણ્યમાં દિપડા, રીંછ, નીલગાય, શિયાળ, જરખ વગેરે વન્ય પ્રજાતિઓ મોટી સંખ્યામાં વસે છે. અભ્યારણ્યમાં અનેક લાંબી પર્વતમાળાઓ હોવાથી ઘણા સ્થળોએ કેમ્પીંગનો લ્હાવો ઉઠાવી શકાય છે. આ ઉપરાંત બે સુંદર જળાશયો કડા ડેમ અને તરગોળ ડેમ પણ આવેલા છે. જંગલની વચ્ચે અસંખ્ય આદિવાસીઓની વસાહતો વસી રહી છે.  ચોમાસામાં અહીંનો નજારો એકદમ રોમાંચક હોય છે. લીલાછમ પર્વતોમાંથી નીકળતું પાણી અહીંની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આ ઉપરાંત અભયારણ્યમાં ખાસ જોવાલાયક સ્થળોમાં ઝંડ હનુમાન અને હાથણી ધોધનો સમાવેશ થાય છે. હાથણી ધોધ ફક્ત ચોમાસમાં જ જીવંત થાય છે. ઝંડ હનુમાનનું અનેરું ધાર્મિક મહત્વ છે. ટેકરી પર પંદર ફૂટ ઊંચી હનુમાનની મૂર્તિના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અહીં એક ધાર્મિક માન્યતા

જોઈન્ટ્સમાં થતાં દુખાવાને દૂર કરતી અસરદાર ટિપ્સ

આજની આ ફાસ્ટ લાઈફમાં સાંધાના દુખાવ થવાની મુશ્કેલીઓ તો રહેતી જ હોય છે તેવામાં જો આપની પાસે ઘરગથ્થુ ઉપાય હોય તો તમને તેનાથી રાહત મળી શકે છે. સામાન્ય એક્સરસાઇઝની સાથે જો આ ઉપાયો પણ આજમાવામાં આવે તો ઘણી સમસ્યા દૂર થઈ શકે છે. તો અજમાવી જુઓ આ અસરકારક ઉપાય -મેથીને થોડા ઘીમાં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ, ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા. આ લાડુ 8 - 10 દિવસ સુધી ખાવાથી કમરનો દુખાવો અને સંધિવા મટે છે. જકડાઈ ગયેલા અંગો છૂટા પડે છે. અને હાથે પગે થતી કળતર પણ મટે છે. -આદુના રસમાં સહેજ મીઠું નાખી તેનાંથી માલિસ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે, ડોક રહી ગઈ હોય તો તે પણ મટે છે. -સરસિયાના તેલમાં કપુર મેળવી માલિસ કરવાથી દુખતા સાંધા, ગરદન જકડાઇ જવી તથા સંધિવાના દર્દમાં આરામ થાય છે. -સૂંઠ અને ગોખરું સરખે ભાગે લઇ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે. -પગના ગોટલા ચઢી જાય તો, કોપરેલ તેલ ગરમ કરી માલિસ કરવાથી આરામ થાય છે. -તલના તેલમાં હિંગ અને સૂંઠ નાંખી સહેજ ગરમ કરી, માલિસ કરવાથી કમરનો દુખાવો, સાંધાનો દુખાવો અને શરીર જકડાઇ જવામાં રાહત થાય છે.

અ'વાદમાં ટાટાના સસ્તા મકાનો, બીજા તબક્કાનું બુકિંગ આજથી શરૂ

- વડસર-કલોલ રોડ પર અરવિંદ મિલના કેમ્પસની બાજુમાં 21 બ્લોક, ચાર-ચાર માળના તૈયાર કરવાના છે ટાટા હાઉસિંગનો સસ્તા મકાનનો પ્રોજેક્ટ અમદાવાદમાં સફળ થતો દેખાઇ રહ્યો છે. ટાટા હાઉસિંગે બીજા તબક્કાના મકાનોના વેચાણ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.  પ્રથમ તબક્કાના 1090 મકાનો વેચાઇ ગયા બાદ આજથી બીજા તબક્કાનું બુકિંગ શરૂ થઇ રહ્યું છે. બીજા તબક્કામાં 740 ફલેટની સ્કીમ છે.

'ચકરી'

Image
સાતમનું ટાઢુ ખાવાનું છે તો બનાવો 'ચકરી'  સામગ્રી 1 મોટો વાટકો ઘઉંનો લોટ 1/2 કપ દહીં 6 ટેબલ સ્પૂન તલ 4 ટેબલ સ્પૂન મરચાં પાવડર 1 ટેબલ સ્પૂન હળદર 5 ટેબલ સ્પૂન તેલ (મોણ માટે) મીઠું સ્વાદ અનુસાર તળવા માટે તેલ સેવ પાડવાનો સંચો (સ્ટાર બીબા વાળો) રીત -ઘઉંના લોટમાં મીઠું હળદર મરચુ તલ તેલ અને દહીં ઉમેરી નોર્મલ કરતાં જરાં ઢીલો કણક બાંધો -હવે આ કણકના મોટા લુવા બનાવી લો -તેને સ્ટારવાળા બીબુ મુકી સંચામાં ઉતારી લો -હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો -તેલ ગરમ થઈ જાય એટલે ચકરીને રેડિશ થાય ત્યા સુધી ડિપ ફ્રાય કરો -જો સ્પાઈસી ખાવાના શોખીન હોવ તો આ ચકરી ઉપર મસાલો ભભરાવી શકો -બાળકોને નાસતામાં સર્વ કરો. વધારાની ચકરી એર કંટેનરમાં ભરી લો તે 5-6 દિવસ સુધી સારી રહેશે

દાલ મખણી

Image
સામગ્રી: 120 ગ્રામ અડદની આખી દાળ 50 ગ્રામ ચણાની દાળ 50 ગ્રામ લાલ રાજમા 40 ગ્રામ આદુ-લસણની પેસ્ટ 120 ગ્રામ ટામેટાની પ્યુરી 1&1/2 લાલ મરચાં પાઉડર 100 ગ્રામ માખણ 100 ગ્રામ ક્રીમ 2 ટે. સ્પૂન કોથમીર ઝીણી સમારેલી 2 ટે. સ્પૂન ઝીણું સમારેલું આદુ 6-8 લીલા મરચાં વચ્ચેથી ચારા કરેલાં રીત: -રાજમા અને દાળને વીણી ધોઈ નાખો -અગાઉ એક રાત પહેલાં પાણીમાં પલાળી દો -પલળેલી દાળમાં દોઢ લિટર પાણી નાંખી થોડું મીઠુ નાખી ઉકાળો -ત્યાં સુધી ઉકાળો જ્યા સુધી પા ભાગનું પાણી રહે અને દાળ બરાબર ચઢી ન જાય -હવે એક પેનમાં અડધા ઉપરનું માખણ ગરમ કરો -તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી થોડી લાલ થાય ત્યા સુધી શેકો -તેમાં લાલ મરચું અને ટામેટાની પ્યુરી નાખો -મસાલો ઘટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર રાખો -કસૂરી મેથી નાંખી ચઢી ગયેલી દાળ મીક્સ કરો -તેને આપના ઘર પ્રમાણે જાડી કે પાતળી રાખી શકો તે પ્રમાણે પાણી નાખો -વધેલુ માખણ દાળ ઉપર નાખો -આશરે 45 મીનિટ સુધી ધીમા તાપે પકવા દો -ગરમ મસાલો નાંખી બરાબર હલાવી દો -કોથમીર, લીલા મરચાં અને ક્રિમથી ગાર્નિશ કરો અને ગરમ ગરમ દાલ મખણી સર્વ કરો  

શરદી- તાવથી પરેશાન છો? તો અજમાવો આ રામબાણ ઇલાજ

ડબલ સિઝનમાં તાવ શરદી-ખાંસીની સમસ્યા વધી જાય છે. આવા સમયે શરીરની ઈમ્યૂનિટી સિસ્ટમ કામ કરતી નથી. એવામાં શરીર તુટવું, થાક લાગવો, તાવ, શરદી જેવી સમસ્યાઓ થતી જ રહે છે. જો આપ પણ બદલાતી ઋતુમાં સ્વાસ્થ્યને લગતી પરેશાનીથી કંટાળી ગયા છો. તો આ અક્સીર ઘરગથ્થુ નુસખાઓ અજમાવી જુઓ.. -મધમાં આદુનો રસ ભેળવીને તેને દરરોજ સવારે પીવાથી ઉધરસની સમસ્યા દૂર થાય છે. -ઉધરસ, સડેખમ, શરદી અને સામાન્ય તાવમાં આદુ-તુલસીની ચા પીવામાં આવે તો શરીરની સુસ્તી દૂર થાય છે. -સડેખમ, શરદીની સમસ્યામાં દૂધમાં ખજૂર ઉકાળો અને થોડી ઇલાયચી અને કેસર મિક્સ કરી તેનું સેવન કરો તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. -ગરમ દેસી ઘીમાં કાળામરીનો ભુક્કો મળવી રોટલી સાથે ખાવો શરદી દૂર થઈ જશે - ગોળ અને કાળામરીનું ચુરણ મેળવી તેનો ઉકાળો બનાવી પીઓ જેથી બંધ ગળુ તાવ કે શરદી કોઇપણ સમસ્યામાં રાહત રહેશે   -દોઢ ચમચી વરિયાળીને ચાવી જાઓ ઉપર ગરમ દૂધ પી લો તેનાથી શરદી સડેખમમાં રાહત રહેશે  

ફરસાણમાં બનાવો ખમણ

ફરસાણમાં ફટાફટ બનાવો ખમણ સામગ્રી: 250 ગ્રામ ચણાનો ઝીણો લોટ 1 ટી સ્પૂન વાચેવાં આદુ મરચાં ચપટી હિંગ 2 ટી સ્પૂન તેલ 1 1/2 ટી સ્પૂન લીંબુના ફૂલ 1 ટી સ્પૂન સાજીના ફૂલ વઘાર માટે 2 ટેબલ સ્પૂન તેલ 1 ટી સ્પૂન રાઈ 1 ટી સ્પૂન તલ 4 થી 5 લીલાં મરચાં 4 ટી સ્પૂન ખાંડ 1 ટેબલ સ્પૂન કાજુના ટુકડા 4 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર 4 ટેબલ સ્પૂન કોપરાની છીણ મીઠું સ્વાદ અનુસાર રીત: - ચણાના લોટમાં મીઠું,આદુ મરચાં, હિંગ અને તેલ નાખા ખીરું તૈયાર કરો -ખીરુંમાં લીબુંના ફૂલ ઉમેરવાં -એક તપેલામાં પાણી મુકી, કાંઠલો મુકી તેના પર સ્ટીલની થાળી તેલ ચોપડીને મુકવી -ખીરામાં સાજીનાં ફૂલ ઉમેરી તેને ખુબ હલાવો બાદમાં થાળીમાં ખીરું રેડી દો -હવે તપેલામાં આ થાળી મુકી દો અને મોટી થાળીથી તેને ઢાંકી દો -આ થાળી પર કપડું બાધી દો જેથી વરાળ બહાર ન જાય -વઘારમાં તેલ, તલ, રઈ અને ઉભા સમારેલાં લીલાં મરચાં નાખવાં -1 1/2 કપ ખાંડ વાળું પાણી રેડવું, કાજુના ટુકડા કરીને નાખવાં -15 મીનિટમાં ખમણ થઈ જાય અને ખમણ થઈ જાય એટલે તેના કાપાં પાડી તેમાં વઘાર રેડી લો. -તેના પર કોથમીર અને કોપરાની છીણ ભભરાવો.