નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આવી ગયો ફરવાનો ખરો સમય, હવે સસ્તા થયા ટૂર પેકેજ

 
 
જો તમે પાછલા કેટલાય દિવસોથી સ્વેદશ અથવા તો વિદેશ ટૂર જવાનું આયોજન બનાવી રહ્યાં છો, તો આ સમય તમારા માટે ખરો સમય છે. વાસ્તવામાં ચોમાસાના કારણે મુસાફરોની સંખ્યા ઘટી જાય છે જેના કારણે કેટલીય હોટલો અને એરલાઇન્સ કંપનીઓ સસ્તા દરોથી પોતાની સર્વિસ પુરી પાડે છે. સ્વેદશ હોય કે વિદેશ તમામ ટૂર પેકેજ ખાસ્સી ઓછી કિંમતે મળી રહ્યાં છે.

યાત્રા ડોટ કૉમ માત્ર 18000 રૂપિયામાં થાઈલેન્ડનું 4 રાત અને પાંચ દિવસનું ટૂર પેકેજની ઑફર કરી રહ્યું છે, જેમાં રહેવુ, ખાવુ-પીવુ, ફરવુ અને એરફેર પણ શામેલ છે. વીઝા ચાર્જીસ પણ તેમા જોડાયેલો છે. જ્યારે ફ્લાઇટ શૉપનો મલેશિયા ટૂર પેકેજ માત્ર 23,299 રૂપિયા અને દુબઈનું 24,399 રૂપિયામાં મળી રહ્યું છે તેમાં પણ રહેવુ ખાવુ-પિવુ-ફરવુ અને આવવા-જવાનો ખર્ચ શામેલ છે.

સ્ટીક ટ્રાવેલના ચેરમેન સુભાષ ગોયલ પ્રમાણે આ દિવસોમાં ચોમાસાના કારણે લોકો ઓછી મુસાફરી માણતા હોય છે સાથે જ રજારો પણ પુરી થઈ જાય છે જેનાથી હોટલ અને એરલાઇન ઇન્ડસ્ટ્રીઝના નફા ઉપર અસર પડે છે જેની ભરપાઈ માટે તેઓ સસ્તા ટૂર પેકેજનો માર્ગ અપનાવે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી