નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અંદાજો તો લગાવો કેટલી હશે આ મોબાઈલની કિંમત?

જો આપ લેટેસ્ટ સ્માર્ટ ફોન લેવા જઈ રહ્યાં છો તે પણ નવો જ લેટેસ્ટ એપ્લિકેશન, ગેમ્સ અને એસેસરીઝ વાળો ફોન તો એક વખત આ ફોન અને તેની કિંમત પર નજર કરી લો.

આ છે કસ્ટમાઈઝ ફોન એટલે કે એવા ફોન જે ખાસ કસ્ટમરની ડિમાન્ડ પર ડિઝાઈન કરવામાં આવ્યાં છે આ છે દુનિયાના સૌથી મોંઘા ફોનની એક તસવીરી ઝલક
 

*ગોલ્ડસ્ટ્રીકર આઈફોન 3જીએસ સુપ્રિમ- 14,40,00,000 રૂપિયા વર્ષ 2009માં આ ફોનને ડિઝાઈન કરવામાં આવ્યો હતો. 200 હિરા જડીત આ ફોન 22 કેરેટ સોલીડ ગોલ્ડનો આ ફોન 271 ગ્રામ વજન ધરાવે છે. આ 3જીએસ આઈ ફોનમાં 7.1 કેરેટનો હિરો એપ્પલના લોગો પર જડેલો છે તેની કિંમત રૂપિયા 14,40,00,000 છે.
 

*ગોલ્ડવિશ લી મિલીયન- 5,80,00,000 રૂપિયા સ્વિસ ડિઝાઈનર એમ્યુનલ ગિલ્ટે આ ફેન્સી ફોન ડિઝાઈન કર્યો છે તેના પર 20 કેરેટ VVS1 હીરા જડેલાં છે એટલું જ નહીં તે 18 કેરેટ વ્હાઈટ ગોલ્ડનો બનેલો છે. વર્ષ 2006માં તૈયાર થયેલો આ ફોન ઘણો પસંદ પણ પામ્યો હતો તેની કિંમત 5,80,00,000 છે.
 
*ડાઈમન્ડ ક્રાપ્ટો સ્માર્ટફોન- 5,80,00,000 રૂપિયા ઓસ્ટ્રેલિયન જ્વેલર પેટર અલોસનએ આ ફોન મોસ્કોની કંપની જેએસસી એનકોર્ટના માલિક માટે ડિઝાઈન કર્યો હતો. પ્લેટિનમ બેઈઝ આ ફોનમાં 50 જેટલાં હિરા જડેલાં છે. જેમાંના 8 હિરા તદ્દન વિશેષ એવા બ્લુ ડાઈમન્ડ છે. એનકોર્ટનો લોગો અને નેવિગેશન કી 18 કેરેટ રોઝ ગોલ્ડમાંથી બનાવવામાં આવી છે. આ ફોનની કિંમત પણ 5,80,00,000 રૂપિયા છે.
 
*વેર્ટુ સિગ્નેચર કોબ્રા-1,40,00,000 રૂપિયા ખુબજ લિમીટેડ એડિશનનો આ ફોન ફ્રેન્ચ જ્વેલરી હાઉસ બોચરોનમાં ડિઝાઈન કરવામાં આવ્યો છે. ધ કોબ્રા વ્હાઈટ રાઉન્ડ ડાઈમન્ડથી બનેલો છે. 2 કેરેટ પિઅર કટ હિરાથી તૈયાર કરવામાં આવેલા આ ફોન પર 439 માણેક જડેલા છે. દેખાવે થોડો વિચિત્ર દેખાતા આ ફોનની કિંમત રૂપિયા 1,40,00,000 છે.
 

*VIPN બ્લેક ડાઈમન્ડ સ્માર્ટફોન- 1,35,00,000 રૂપિયા સિંગાપોર બેઈઝ ડિઝાઈનર જરેન ગોહએ આ નવો ફોન ડિઝાઈન કર્યો છે. જેની બોડી ટિટેનિયમ પોલીકારબોનેટ મટિરીઅલમાંથી બનાવવામાં આવી છે. મિરર ફિનીશ ધરાવતો આ ફોન તદ્દન એલિગન્ટ લુક ધરાવે છે. આ ફોનની કિંમત 1,35,00,000 રૂપિયા છે.
 

*આઈફોન પ્રિન્સેસ પ્લસ- 80,00,000 રૂપિયા પિટર એલોસન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ફોન પર 318 હિરા જડેલાં છે. જેમાંથી 138 હિરા પ્રિન્સેસ કટના બનાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત તે 18 કેરેટ વ્હાઈટ ગોલ્ડમાંથી બનાવવામાં આવ્યો છે. તેની કિંમત 80,00,000 રૂપિયા છે.
 
*વેર્ટુ ડાઈમન્ડ -40,00,000 રૂપિયા પાંચ વર્ષ પહેલાં તૈયાર કરવામાં આવેલો આ ફોન અલ્ટ્રા લક્ઝ્યુરી ફોન એટલો સિમ્પલ છે કે તેમાં કેમેરા જેવો સામાન્ય ફિચર પણ નથી. પણ હિરા જડિત આ ફોનની કિંમત 40,00,000 રૂપિયા છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!