નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ તસવીરો જોઈને આપના રૂંવાડા ઉભા થઈ જશે


જોતા જ ધ્રુજારી છૂટી જાય તેવી આ તસવીરો સ્વિટ્ઝરલેન્ડના થીજી ગયેલા સાસોલો લેકમાં લેવામાં આવી હતી. ફોટોગ્રાફર ફ્રાંકો બેનફીએ ઝીરોથી પણ નીચેના તાપમાને જીવના જોખમે સાસોલો લેકમાં જઈને આ અફલાતૂન તસવીરો લીધી હતી.

ઉલ્લેખનીય છે કે શિયાળા અને ઉનાળાના તાપમાનમાં ફેરફાર થતો હોવાથી ગ્લેશિયરોનો આકાર બદલાતો હોય છે તેમજ પાણીમાં તરતા ગ્લેશિયરના અંદરના ભાગોમાં અદ્દભૂત આકારની ગુફાઓ તેમજ ખાંચાઓ સર્જાતા હોય છે.

ફોટોગ્રાફરે જણાવ્યુ હતુ કે માઈનસ બે કે ત્રણ ડિગ્રી તાપમાનમાં ગ્લેશિયરોની અંદર ઘૂસીને ફોટોગ્રાફી કરવી આસાન વાત નથી. એમાંય જો તમને આ પ્રકારનો અનુભવ ન હોય તો આ કામ વધુ મુશ્કેલ બની જાય છે.

વળી, આ ફોટોગ્રાફી કરતી વખતે તમારા માથા પર કેટલો બરફ રહેલો છે એ પણ જાણી નથી શકાતું. કેટલીકવાર તો બરફનું આવરણ પાતળું હોવાના કારણે તેના તૂટી પડવાથી મોટો અકસ્માત થવાની પણ પુરી શક્યતા રહેલી છે.

વળી, શિયાળાના મહિનાઓમાં આ ગ્લેશિયરો સંકુલિત થઈ જાય છે અને વસંત ઋતુમાં તેમાં ભંગાણ પડે છે તેમજ તિરાડો અને તસવીરોમાં દેખાય છે તેવી ગુફાઓ સર્જાય છે.



 
 
 
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ