નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પ્રેમ એટલે......

દરેક વ્યક્તિને જીવવા માટે કારણ જોઇતું હોય છે. એ કારણ એને મળે છે સંબંધોમાંથી અને આ સંબંધ જો પ્રેમસંબંધ હોય તો વ્યક્તિ એ સંબંધને જાળવવા માટે કોઇ પણ ભોગ, બલિદાન આપવા કે ત્યાગ કરવા તૈયાર થઇ જાય છે. પ્રેમ એવું તત્વ છે, જેના વિના જીવવાનું વ્યક્તિને મુશ્કેલ લાગે છે.

પ્રેમનો અર્થ દરેક વ્યક્તિએ જુદો જુદો હોય છે. કોઇના કહેવાથી પ્રેમ થતો નથી. એ જ રીતે કોઇને જબરદસ્તી પોતાને પ્રેમ કરવા માટે કહી પણ શકાતું નથી. તેમ છતાં જીવવા માટે પ્રેમ જરૂરી છે.

પ્રેમ વ્યક્તિત્વથી વિરાટ છે અને અહંકારથી ઊંચો છે. પ્રેમની કિંમત શાંતિ નથી, પ્રેમની સાથે સલામતી ફ્રી નથી આવતી! પ્રેમમાં સમાધાન નથી અને સમર્પણ નામનો શબ્દ જ નથી.

સંબંધો વિશે જ્યારે જ્યારે લખવામાં આવે ત્યારે ફિલોસોફી... સલાહસૂચના... શું હોવું જોઇએ... આઇડિયલ પરિસ્થિતિ શું છે... વ્યક્તિએ કઇ રીતે વર્તવું જોઇએ... આવી અનેક વાતો આપણે કરતાં રહીએ છીએ. કોઇ પણ સંબંધને એક સમજદારીની જરૂર હોય છે. એ પડોશી સાથેનો સંબંધ હોય કે મિત્રતા...સંબંધને જાળવી રાખવા માટે એક સમજદારીની જરૂર છે. પતિ-પત્નીના સંબંધો વિશે - સ્ત્રીપુરુષના સંબંધો વિશે આપણે ત્યાં ઘણું લખાયું છે... ‘પ્રેમ’ વિશે પણ આપણે લખતાં અને વાંચતાં રહ્યાં છીએ. લગ્ન અને લગ્નેતર સંબંધોની ચર્ચા આ કોલમમાં એકથી વધુ વાર થઇ ચૂકી છે.

બીજી વ્યક્તિ - આપણા સિવાયની વ્યક્તિ સાથેના સંબંધો વિશે આપણે સતત કોન્શિયસ અને કન્સર્ન હોઇએ છીએ. આપણને લાગે છે કે સુખની વ્યાખ્યા કોઇ એક વ્યક્તિ સાથે શરૂ થઇને ત્યાં જ પૂરી થઇ જાય છે. સામાન્ય સંજોગોમાં આપણે ‘પ્રેમ’ શબ્દને જિંદગી માનીને જીવી જઇએ છીએ. રિલેશનશિપ, પછી તે લગ્ન હોય કે લગ્નેતર, આપણને જીવવા માટેનું કારણ લાગે છે. ક્યારેક આપણા કોઇ એક સંબંધને જાળવવા માટે આપણે ઘણુંબધું કરવા તૈયાર થઇ જઇએ છીએ.

ત્યાગ, બલિદાન, સમજદારી, કોમ્પ્રોમાઇઝ, જેવા શબ્દો આપણને બહુ મહાન લાગે છે. સ્ત્રી-પુરુષના સંબંધને આપણે એટલું બધું મહત્વ આપ્યું છે કે ધીમેધીમે બાકીના બધા સંબંધો ગૌણ થતા જાય છે. ‘પ્રેમ’ સમગ્ર જીવનનું કેન્દ્ર બનતો જાય છે. પ્રેમ વિનાની જિંદગી સૌને નકામી લાગે છે. કોઇ વ્યક્તિ સાથે જોડાયેલો સંબંધ જેને આપણે પ્રેમસંબંધ કહીએ છીએ એ કદાચ છુટે કે તૂટે તો માણસો આપઘાત સુધી પહોંચી જાય છે, પણ ખરેખર પ્રેમ છે શું?

પ્રિન્સ ચાર્લ્સ અને ડાયનાના એન્ગેજમેન્ટની જાહેરાત કરતી પ્રેસ કોન્ફરન્સમાં ફેબ્રુઆરી ૨૪, ૧૯૮૧ના દિવસને ડાયનાએ પ્રેસને કહ્યું હતું, ‘અફકોર્સ, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ.’ જ્યારે પ્રિન્સ ચાર્લ્સે જવાબ આપ્યો હતો કે, ‘હા, હું પણ પ્રેમ કરું છું. પ્રેમનો તમારે જે અર્થ કાઢવો હોય તે!’ આ સવાલ ઘણા લોકોએ ઘણી વાર સમયસમયાંતરે પૂછ્યો છે. પ્રેમ વિશેના સવાલોના જવાબ આપવામાં ગૌતમ બુદ્ધથી શરૂ કરીને રજનીશ સુધીના ફિલસૂફો... ઉમાશંકર જોશીથી શરૂ કરીને આજ સુધીના કવિઓ... ગોવર્ધનરામથી શરૂ કરીને આજ સુધીના નવલકથાકારોનો પનો ક્યાંક ને ક્યાંક ટૂંકો પડ્યો છે. ‘પ્રેમ’ વિશાળ શબ્દ છે. એની છત્રી-અમ્બ્રેલા મોટી છે! વ્યક્તિમાત્રની અંદર પ્રેમ અનિવાર્યપણે હોવો જોઇએ.

પ્રેમ માટે હિંમત હોવી જોઇએ. સામેની વ્યક્તિ સુધી પોતાની લાગણી સાચા શબ્દોમાં પ્રામાણિકતાથી વ્યક્ત કરવાની હિંમત! એ હા પાડશે કે ના પાડશે એનો વિચાર કર્યા વિના ફક્ત પોતાની વાત કહેવાની પ્રામાણિકતા એ જ પ્રેમ છે. બીજાના જવાબ પર આધારિત પ્રેમ તો અહંકાર – અહમને પંપાળવાની એક રમત માત્ર છે. કોઇ આપણને ચાહે તો જ આપણે એને ચાહી શકીએ એ વ્યાપાર છે, પ્રેમ નથી.

હિન્દી સિનેમા અને ટેલિવિઝન સોપ્સ પ્રેમને સાવ જુદી જ રીતે તોડી-મરોડીને રજુ કરતાં રહ્યા છે. રોમેન્સ અને પ્રેમ એકબીજાથી જુદા છે. ઝાડની આસપાસ ગીત ગાવા, એકબીજાનો હાથ પકડવાની થ્રિલ કે શારીરિક સંબંધોના સંતોષથી પ્રેમ ઘણો ઉપર અને જુદો છે. એકબીજાને ન મળી શકવાથી થતો તરફડાટ ‘વિરહ’ છે - ‘હિજ્ર’ છે. કોઇ વ્યક્તિના વિચારમાત્રથી લોહીનું ગરમ થઇ જવું - ત્વચાનું તતડી જવું ‘આસિકત’ છે. સમાજના વિરોધ સામે બંડ પોકારીને એકબીજાનો સાથ નહીં છોડવાના વચનો વિદ્રોહ છે. કોઇની પરવા ન કરીને નિયમોને અવગણીને ફક્ત પ્રેમને ખાતર જીવાતી જિંદગી ફના થઇ જવાની વૃત્તિ છે... પણ આ પ્રેમ તો નથી જ. હાથી અને આંધળાની વાર્તાની જેમ સૌ માટે પ્રેમ જિગ્સોના જુદા જુદા ટુકડા છે. સૌ પોતપોતાના ટુકડાને આખું ચિત્ર સમજે છે.

ખરેખર પ્રેમ સાપેક્ષ છે - રિલેટિવ ટ્રુથ છે. પ્રેમ એક અવસ્થા છે. દરેક વ્યક્તિ પ્રેમ વિશે પોતાના આગવા વિચારો ધરાવે છે અને એ પ્રમાણેનો પ્રેમ પામવાનો પ્રયાસ કરે છે. બે વ્યક્તિઓ જ્યારે એકબીજા સાથે પ્રેમ હોવાની વાત કરે છે, ત્યારે બંનેના અર્થ જુદા છે. બંનેની અપેક્ષાઓ જુદી છે... આપવાની શક્તિ અને સમજ જુદા છે. સૌને લાગે છે કે પ્રેમ પીડા આપે છે - પ્રેમ ઝઘડાનું કારણ છે - પ્રેમ સમસ્યાનું બીજ છે, પરંતુ તમે જ્યાં છો ત્યાં જ રહીને - સામેની વ્યક્તિ જ્યાં છે ત્યાં જ રહેવા દઇને જો એને પ્રેમ કરી શકો તો જ તમારા સંબંધનું સત્ય સમજાશે. ખરેખર તો પ્રેમ શું છે એ સમજવા માટે પ્રેમ શું નથી એ સમજવું વધુ જરૂરી છે.

પ્રેમ ભય નથી, માલિકી નથી, પીડા નથી, સમસ્યા નથી, પ્રેમ સામેની વ્યક્તિનો હિસાબ પૂછવાનો અધિકાર નથી, પ્રેમ ક્યારેય કડવાશ નથી, પ્રેમ ધિક્કાર નથી, માગણી નથી, અપેક્ષા નથી, પ્રેમમાં જુઠંરું બોલવું પડે એવી મજબૂરી નથી, પ્રેમ એટલો મોંઘો નથી કે સ્વતંત્રતા વેચવી પડે, પ્રેમ એટલો સસ્તો નથી કે એને વચન આપીને ખરીદી શકાય, પ્રેમ વ્યક્તિત્વથી વિરાટ છે અને અહંકારથી ઊંચો છે. પ્રેમની કિંમત શાંતિ નથી, પ્રેમની સાથે સલામતી ફ્રી નથી આવતી! પ્રેમમાં સમાધાન નથી અને સમર્પણ નામનો શબ્દ જ નથી.

પ્રેમમાં અસ્વીકાર નથી, પ્રેમમાં સામેની વ્યક્તિને બદલવાની કે સુધારવાની જરૂરિયાત નથી, પ્રેમમાં અસત્યને સ્થાન નથી, અધૂરપનો ઉચાટ નથી, છતાં પ્રેમ કસ્ટમમેઇડ એક્સકલુઝિવ ડિઝાઈન ધરાવતી કોઇ એક્સેસરિ નથી. પ્રેમ સાહિત્યથી સમજાય એટલો સરળ નથી અને મેન્યુઅલ વાંચવું પડે એટલો અઘરો પણ નથી જ. પ્રેમ રૂટિન છે. ખાવું-પીવું, ન્હાવું-ધોવું, કામે જવું જેવા કામની સાથે પ્રેમ થતો રહે છે, થયા કરે છે. પ્રેમ અભિવ્યક્તિનો મોહતાજ નથી, પ્રેમ સ્વીકારની રાહ જોતો નથી, પ્રેમ શબ્દોમાં કહી શકાય છે અને મૌનમાં વ્યક્ત થાય છે.

સ્પર્શ એની માતૃભાષા હોઇ શકે, પરંતુ પ્રેમ બીજી અનેક ભાષાઓ લખી-બોલી અને વાંચી શકે છે. આંસુ અને પ્રેમને ગાઢ સંબંધ છે,પરંતુ પ્રેમમાં રડવું પડે એવી પરિસ્થિતિ હોતી નથી. એક વ્યક્તિનો વિચારમાત્ર ચહેરા પર સ્મિત લઇ આવે, ગમે તેટલી મુશ્કેલ ક્ષણમાં એ વ્યક્તિ મદદે આવીને ઊભી રહેશે એવો વિશ્વાસ હોય, એ વ્યક્તિને મુશ્કેલી પડે ત્યારે કંઇ વિચાર કર્યા વિના એની સાથે રહી શકાય, એકબીજાની સાથે હો ત્યારે ‘સુખ’ની વ્યાખ્યા પૂર્ણ થતી લાગે, આપણા ભરપૂર દિવસની વચ્ચે શ્વાસ લેવાની બે-ચાર ક્ષણો શોધી કાઢીએ એમ આપણી આસપાસના બધા જ સંબંધોમાંથી નીકળીને એ એક જ સંબંધ આપણને તાજી હવાની લહેરખીની જેમ સ્પર્શી જાય તો એ ‘પ્રેમ’ છે.

પ્રેમ આપણા વ્યક્તિત્વનો એક અભિન્ન હિસ્સો છે. ખૂટી પડવાનો ભય રાખ્યા સિવાય ‘વહેંચી’ શકાય એવી ‘સંપત્તિ’ છે. છતાં કોઇ પણ કિંમતે ‘વેચી’ ન શકાય એટલી મૂલ્યવાન જણસ છે. પ્રેમ જિંદગીનો અગત્યનો હિસ્સો છે, પણ પ્રેમ જિંદગીથી વધુ અગત્યનો નથી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!