નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શણગારથી બનશો પરફેક્ટ પાર્ટનર

નવવધૂ પોતાના પરિધાનને અનુરૂપ મેકઅપ કરે તો તેની સુંદરતા નિખરી ઊઠે છે. જ્યારે વરરાજા તેના સ્કિનટોન અને પર્સનાલિટી મુજબ લાઇટ મેકઅપ કરે તો તેનો લુક ડેશિંગ લાગે છે.

નવવધૂ મંડપમાં આવે ત્યારે તેનો મેકઅપ કેવો છે, તેણે કેવી હેરસ્ટાઇલ કરી છે અને કેવો પોશાક પહેર્યો છે, તે તરફ સૌનું ધ્યાન હોય જ છે. એ જ રીતે વરરાજા પણ જો થોડી કાળજી રાખીને પોતાના લુક પ્રમાણે લાઇટ મેકઅપ કરે તો બંને એકબીજા માટે જ બન્યા હોય એવા લાગે છે. તો પછી આ ખાસ દિવસ માટે આ રીતે તૈયાર કેમ ન થવું?

લગ્ન એટલે દરેક યુવક અને યુવતીના જીવનનો એવો દિવસ જ્યારે સૌ કોઇની નજર નવયુગલ પર જ હોય છે. બંને ઇચ્છે છે કે પોતે આજે એવા દેખાય કે આજ સુધી ક્યારેય એવા સુંદર ન દેખાયા હોય. એવામાં યુવક અને યુવતીએ કેવો મેકઅપ કરવો તે જાણી લેવું અત્યંત જરૂરી છે. સૌપ્રથમ જોઇએ કે યુવતી એટલે કે નવવધૂએ કેવો મેેકઅપ કરવો, હેરસ્ટાઇલ કરવી અને એક્સેસરિઝ ધારણ કરવાં? લગ્નના દિવસે તમે જે રંગની સાડી કે ચણિયા-ચોળી પહેરવાનાં હો તેના રંગ સાથે મેળ ખાતો મેકઅપ અને એક્સેસરિઝ પસંદ કરો. એ જ પ્રમાણે તમારા ચહેરાને શોભે તેવી હેરસ્ટાઇલ પણ કરાવો.

જો લગ્નનો સમય દિવસનો હોય તો હેવી મેકઅપ ન કરતાં લાઇટ મેકઅપ કરો તો તમારો દેખાવ વધારે સુંદર લાગશે. હેવી મેકઅપ રાતના સમયે વધારે સારો લાગે છે. તે સાથે તમારો આઇમેકઅપ અને લિપમેકઅપ પણ મેળ ખાતાં હોવા જોઇએ. ઉનાળામાં લગ્ન હોય તો બ્રાઇટ, પેસ્ટલ શેડ્સ ધરાવતો મેકઅપ વધારે સારો લાગે છે. લિપ મેકઅપમાં લિપસ્ટિક લોંગલાસ્ટિંગ હોય એવી લગાવો. લિપ મેકઅપ અને આઇ મેકઅપ વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. વળી, નવોઢાની આંખો પર કરવામાં આવતી પીળમાં પણ અત્યારે અવનવી ડિઝાઈન દોરવામાં આવે છે. પીળની ડિઝાઈન પણ તમારા પોશાકની ડિઝાઈન સાથે મેળ ખાય એવી હોવી જોઇએ.

આ સાથે ગરદન, કાન, પીઠ, હાથ તથા તમારા શરીરનો જે ભાગ ખુલ્લો રહેતો હોય તેના પર પણ ફાઉન્ડેશન લગાવવાનું ભૂલશો નહીં. મેકઅપ કર્યા પછી ચહેરા પર ટ્રાન્સલ્યુસન્ટ પાઉડર લગાવીને તેને ખંખેરી નાખો, જેથી ચહેરાની સ્વાભાવિક ચમક દેખાય. લગ્નવિધિ દરમિયાન સાથે રહેનારી બહેનપણી કે પરિવારના સભ્યને તેમની પાસે કોમ્પેકટ પાઉડર, ટિશ્યૂપેપર અને લિપસ્ટિક રાખો. વિધિ દરમિયાન થોડા થોડા સમયે તેમને મેકઅપ વ્યવસ્થિત કરતાં રહેવાનું કહો. ઉનાળામાં વોટરપ્રૂફ મેકઅપ કરો. હેરસ્ટાઇલ કરાવો ત્યારે તમારા ચહેરા પ્રમાણે હેરસ્ટાઇલ કરાવવી વધારે જરૂરી છે. જો ચહેરો લાંબો હોય તો વધારે ઊંચો પફ ન વાળવો.

એથી તમારો ચહેરો વધારે લાંબો દેખાશે. ગોળ ચહેરો હોય તો સાઇડ પર પાંથી પાડીને પાછળના ભાગમાં ફ્રેન્ચરોલ અથવા જુદી પ્રકારના અંબોડાની સ્ટાઇલ કરાવી શકાય. આજકાલ વેસ્ટર્ન હેરસ્ટાઇલ વધારે પ્રચલિત છે. વળી, ઘણી યુવતીઓ તો ઊંચો અંબોડો લઇને પછી ચૂંદડી ઓઢે છે જેનાથી તેમનો ચહેરો વધારે સુંદર દેખાય છે. આ વર્ષે લગ્નગાળામાં હેરસ્ટાઇલમાં ટ્રેડિશનલ-વેસ્ટર્ન લુક ઇન છે. પોશાક પ્રમાણે મેચિંગ ટીકો, ડાયમંડ, બ્રોચ કે પછી હવે તો જોધા-અકબર સ્ટાઇલની લટકણ પણ આવે છે, જેની સજાવટથી હેરસ્ટાઇલ વધારે શોભી ઊઠે છે.

આ તો વાત થઇ યુવતીઓની, પણ અત્યારે યુવાનો પણ આ દિવસે પોતે વધારે આકર્ષક અને દેખાવડા લાગે એ માટે મેકઅપ કરે છે. બજારમાં હવે તો યુવાનો માટે પણ અનેક મેકઅપ પ્રોડકટ્સ મળે છે. તમારી ત્વચા અને વ્યક્તિત્વને અનુરૂપ તમે પણ તેનો ઉપયોગ કરી શકો છો. લગ્નવિધિ દરમિયાન તમે જો સૂટ પહેરવાનાં હો, તો તેની સાથે બૂટ, ટાઇ, કફલિંકસ, વગેરે એક્સેસરિઝ પરફેક્ટ મેચ થતી હોય એવી પહેરો.

લગ્નના દિવસે તમારો ચહેરો કલીનશેવ, કાંતિવાન હોવો જોઇએ. ચહેરા પરના ‘ટી-ઝોન’ એટલે કે કપાળ, નાક અને હડપચી પર એન્ટિ-શાઇન જેલ લગાવો જેથી આ ભાગ વધારે ચમકદાર ન દેખાય. આંખો નીચે કાળા કુંડાળા હોય તો નોનઓઇલી કન્સીલર લગાવવાથી તે આછા થઇ જશે.

હવે તો યુવાનો પણ ફેશિયલ કરાવે છે. તેના લીધે જો ચહેરા પર ક્યાંય લાલાશ કે ચકામાં હોય તો તેના પર કન્સીલર અથવા લિક્વિડ ફાઉન્ડેશન કે ક્રીમ લગાવો. ટી-ઝોન પર એન્ટિશાઇન જેલ લગાવ્યા પછી પણ તેના પર મેટફિનશિ ધરાવતો પાઉડર લગાવો. તમે ઇચ્છો તો તેની સાથે બ્રોન્ઝિંગ પાઉડર હેરલાઇન, કપાળ, લમણાના ભાગે, ચીકબોન, હડપચી પર લગાવશો તો ચહેરો એકસરખો લાગશે. આંખોને પણ મસ્કરાનો એક કોટ લગાવી વધારે પાણીદાર દર્શાવી શકો. તે સાથે આઇશેડો પણ ન્યૂટ્રલ બ્રાઉન શેડનો લગાવો. ઇચ્છો તો પાતળી આઇલાઇનર પણ કરી શકો.

આ તમામ પ્રસાધનો વોટરપ્રૂફ લગાવવા. આઇબ્રોના વાળને પણ ઝીણા કાંસકાથી સરખા કરી જો જરૂરી લાગે તો ક્યાંક ક્યાંક આઇબ્રો પેન્સિલથી આછા સ્ટ્રોક આપી દો. છેલ્લે હોઠ પર લિપબામ લગાવો જેથી હોઠ ક્યાંયથી ફાટેલા કે ચીરાયેલા ન દેખાય. તેના લીધે હોઠનું ટેક્સચર વધારે નિખરશે. એસપીએફયુક્ત લિપબામ હોઠને કુદરતી ભેજવાળા રાખવાની સાથે તેને સૂર્યના તાપથી તરડાઇ જતાં બચાવે છે. આ રીતે પ્રમાણસર મેકઅપ કરીને લગ્નના દિવસે વરરાજા પણ નવોઢાના પરફેક્ટ પાર્ટનર દેખાઇ શકે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!