નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રંગ બદલતા ચંદ્રને જોવા કરોડો લોકોએ કર્યો રાતભર ઉજાગરો

 
 - દૂર્લભ ખગોળીય ઘટના નિહાળવા લોકોએ મોડી રાત સુધી ઉજાગરા કર્યા
 - જ્યોતિષશાસ્ત્રના મતે વૃશ્ચિક અને ધન રાશિના જાતકો પર ચંદ્ર ગ્રહણની સૌથી વિપરીત અસરની સંભાવના   
- આ રાશિના જાતકોને ચોખા, ઘી, ખાંડ મિશ્રિત સફેદ ચીજવસ્તુઓનું દાન કરવાની સલાહ


વર્ષનું પ્રથમ અને સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ પૂરુ થઈ ગયું છે. સામાન્યપણે ગ્રહણ વખતે ચંદ્ર કથ્થઈ રંગનો થઈ જાય છે પણ આ વખતે જ્વાળામુખીઓની રાખને કારણે ચંદ્ર લાલ રંગનો થઈ ગયો હતો. સો મીનિટ કરતા વધુ સમય લાંબુ આ ચંદ્ર ગ્રહણ દેશભરમાંથી દેખાઈ શક્યું હતું, પણ અનેક શહેરોમાં વાદળો આડે આવતા લોકો આ અદભુત ખગોળીય ઘટનાને સારી રીતે નિહાણી શક્યા ન હતા. ગ્રહણનો પ્રારંભ રાત્રે 11 વાગે અને 51 મીનિટ પર થયો હતો, તેમછતાં પણ મોટી સંખ્યામાં લોકોએ મોડી રાત સુધી ઉજાગરા કર્યા હતા. જે લોકો નરી આંખે ચંદ્ર ગ્રહણ જોઈ શક્યા ન હતા તેમણે ટીવી તરફ નજર દોડાવી હતી. ગ્રહણનો કુલ સમય ત્રણ કલાક અને 40 મીનિટનો હતો. ગ્રહણને કારણે દેશભરમાં સંધ્યાકાળે આરતી થઈ ન હતી. સૂતકનો પ્રારંભ થતા જ મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં વહેલી પરોઢે ઠેરઠેર પૂજા-પાઠ અને સ્નાન-દાનનો પ્રારંભ થયો હતો.

જ્યોતિષિયોના મતે જુદી-જુદી રાશિઓના જાતકો પર ગ્રહણની વિભિન્ન અસરો પડે છે અને તેથી તેમણે જુદી-જુદી ચીજવસ્તુઓનું દાન કરવું જોઈએ. પંડિત ઓમદત્તે જણાવ્યું હતું કે આ ચંદ્ર ગ્રહણનો સૌથી વધુ દુષ્પ્રભાવ વૃશ્ચિક અને ધન રાશિના જાતકો પર પડશે. તેમણે આ રાશિના જાતકોને શુધ્ધ જળમાં સ્નાન કરીને ચોખા, ઘી, ચાંદી, રૂ, ખાંડ મિશ્રિત સફેદ ચીજવસ્તુઓનું દાન કરવાની સલાહ આપી છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!