નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પસંદગી કરતાં પહેલાં વિચારો

 
ગમે તે બાબતની પસંદગી હોય એ કોઇ પ્રેરણા કે પ્રભાવ વગર નથી થઇ શકતી. આમાં મહત્વ રસ્તાનું નથી પણ શેરીના નાકા સુધી બહાર નીકળે એ રસ્તા તરફ વળવાનું છે.

કોઇ વ્યક્તિ પર પોતાનો અભિપ્રાય ઠોકી બેસાડવાને બદલે અભિગમને બદલી જુઓ. સાવ ન બદલાય તો પણ થોડું પરિવર્તન તો આવશે જ.

થોડા દિવસ પહેલાં એક સાસુએ પોતાની વહુને કહ્યું, ‘તું તારી મરજી પ્રમાણે મન ફાવે તેમ વર્તે છે. તારું ધાર્યું જ કરે છે.’ જોકે આ સંવાદ કંઇ નવો નથી. પણ આમાં ખટકે એવા શબ્દો ‘મરજી’ અને ‘ધાર્યું’ છે. મનફાવે અથવા તો ધાર્યું એટલે શું? વહુ પોતાની પસંદગી પ્રમાણે વર્તે એ?આપણે જિંદગીભર પસંદગીના કોઇ વિકલ્પ પર પસંદગીની મહોર મારીએ છીએ. વિકલ્પ પસંદ કરવા માટે દર વખતે ચોરે ને ચૌટે કોઇને પૂછવા જવાની જરૂર નથી. માર્ગ પસંદ કરવા માટે પણ શેરીના નાકા સુધી આવવાની પણ ક્યાં જરૂર છે? આપણે તો આપણી ચાલ પણ સતત બદલતા રહીએ છીએ.

આપણી ચાલ આપણે પસંદ કરીએ છીએ. પણ દર વખતે આપણે જે પરિવર્તન કરીએ છીએ અથવા તો લાવીએ છીએ એટલે કે નવી બાબત પસંદ કરીએ છીએ તેમાં આપણી મરજી કેટલી અને કેટલી કોના પ્રભાવથી અથવા અન્ય કારણસર હોય છે? આ પસંદગીની રીત શું હોય છે? આ વિષયને લગતા સંશોધનો થયા છે, પુસ્તકો લખાયાં છે. કેવું વાતાવરણ, કેવા લોકો, પ્રભાવ વગેરે આપણી પસંદગી કરવાની પ્રક્રિયાએ પ્રેરે છે.

જરાક વિચારી જુઓ કે તમે તમારા ઘરમાં કઇ પ્રોડકટ્સનો ઉપયોગ કરો છો. એ ઉત્પાદનો તમે શા માટે પસંદ કર્યા. તમે જે પ્રોડકટ્સ વાપરો છો તે બધી તો તમને નહીં ગમતી હોય ને? અમુક પ્રોડકટસ વાપરવાની ટેવ પડી ગઇ હશે. અમુક ઘરના અન્ય સભ્યો સાથ તાલમેળ સાધવા મોટ પણ આમ કરતા હશો. તમારી પસંદગીનો કંઇક તો આધાર હશે. એ આધાર કેવો છે તે વિચારવા જેવી બાબત છે.

કોઇ માણસ ફક્ત પોતાની મરજી પ્રમાણે વર્તી શકે ખરો? આવું શક્ય નથી. કોઇ આપણી વાત કાને ન ધરે ત્યારે આપણે ‘તારું ધાર્યું જ કરે છે’ એવું મેણું ચોક્કસ મારીએ છીએ. જોકે દરેક નિર્ણય કોઇક કારણસર જ લેવાય છે.

આ નિર્ણય પર કોઇ પ્રભાવ રહેલો હોય છે. આપણને ફક્ત નિર્ણયો જ દેખાય છે. તેની પાછળનું મૂળ કારણ કે પ્રભાવ દેખાતા નથી. આને જરા તટસ્થતાથી જોઇએ તો મેણું માણનારી વ્યક્તિ જ પોતાની વાત મનાવવા માટેનો આગ્રહ રાખતી જોવા મળશે. વિકલ્પ પસંદ કરવાની સ્વતંત્રતા પર તરાપ મારનારી વ્યક્તિ તમે કોઇ નિર્ણય લો એવું નથી ઇચ્છતી. કદાચ તેમને તમે લીધેલો નિર્ણય મંજૂર નહીં હોય. આપણે કોઇ વાર પસંદગી કરનારી વ્યક્તિના પક્ષે ઊભા રહેવું જોઇએ. કદાચ એ છેડેથી ર્દશ્ય કંઇક બીજું જ દેખાશે. કોઇના દ્રષ્ટિકોણને ફગાવી દેવો કે તેના પર પોતાનો વિકલ્પ ઠોકી બેસાડવાને બદલે એકવાર પોતાનો અભિગમ બદલી જુઓ. તમારો અભિગમ ભલે સાવ ન બદલાય પણ તેમાં પરિવર્તન ચોક્કસ આવશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી