નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

‘પાઇરેટ્સ’ ઓફ ધ કેરેબિયન

ઇન્ટરનેટ પર સફિઁગ કરતાં કરતાં અચાનક જ યુ-ટ્યૂબમાં એક જોરદાર વીડિયો જોવા મળ્યો. એનું ટાઇટલ છે: ‘ફાયર ઇન બેબીલોન’ અને સાહેબ એ વીડિયો જોઇ લિટરલી બોચીના વાળ ઊભા થઇ ગયા. એમાં ૧૯૭૫થી ૧૯૯૦ સુધી વર્લ્ડ ક્રિકેટમાં જેની ધાક હતી, એ વેસ્ટઇન્ડિઝની ‘ગ્રેટ ટીમ’ની વાત કરાઇ છે. અત્યારે બીજા બધા દેશો વેસ્ટઇન્ડિઝની ટીમને નબળી, દૂધ પીતી, કચપૂચીયા ટીમ ગણે છે (એટલે જ તો આપણે આપણી ‘બી’ અને ‘સી’ ટીમ ત્યાં રમવા મોકલી છે) પણ એ જમાનામાં આખી દુનિયાની બધી ટીમો ભેગી થાય તોયે વેસ્ટઇન્ડિઝને હરાવી ના શકે એવી ‘માર-ફાડ’ ટીમ હતી વેસ્ટઇન્ડિઝની!

આહાહા... શું ટીમ હતી એ! ઓપનિંગમાં ગોર્ડન ગ્રીનીજ અને ડેસમન્ડ હેઇન્સ આવતા. વિશ્વની શ્રેષ્ઠતમ ઓપનિંગ જોડીઓમાં જેમને ટોપ પર મૂકી શકાય એવા સોલ્લિડ બેટ્સમેન હતા. બંને એ વખતના કોઇ પણ ફાસ્ટ બોલરને એ ગાંઠતા નહોતા. ઇંગ્લેન્ડના બોબ વિલિસ, હેન્ડ્રીકસ બોથમ, ઓસ્ટ્રેલિયાના લિલી, મેકડરમંડ, ગીલમોર ન્યૂ ઝિલેન્ડના હેડલી, ક્રેઇન્સ, પાકિસ્તાનના ઇમરાન, સરફરાઝ કે પછી ભારતના કપિલ, મદનલાલ, ઘાવરી કોઇ બી હોય આ બે ‘રાવણો’ બધાના ભૂક્કા બોલાવી દેતા’તા.

એ બે માંથી માંડ કોઇ આઉટ થાય એટલે બધાંય બેટ્સમેનનો ‘દાદો’ બેટ્સમેન વિવિયન રિચાડ્gઝ મેદાનમાં ઉતરતો. એને ગ્રાઉન્ડ પર ચાલતો જોવો એ પણ લહાવો હતો મારા સાહેબ. બોક્સર જેવું કદાવર શરીર, સુપ્રીમ કોિન્ફડન્સથી છલકતી મદમસ્ત ચાલ. જોતાં જ આપણે બોલી પડીએ ‘વાહ ક્યા સીન હૈ...’ ચિંગમ ચાવતાં ચાવતાં સ્ટાન્સ લઇ ઊભેલો આઇઝેક વિવિયન એલેકઝાન્ડર રિચાર્ડ્ઝ ખરેખર ક્રિકેટરનો ભગવાન લાગતો’તો.

ગ્રાઉન્ડ પર ૧૧ તો શું ૧૧૧ ફિલ્ડર ગોઠવો તોયે એ ભડનો દીકરો ફોર-સિકસનો વરસાદ કરી શકે એવું હતું. રિચાર્ડ્ઝ પછી વાંકડિયા વાળવાળો લેફ્ટી બેટ્સમેન લેરી ગોમ્સ આવતો. એ સોલ્લિડ ચિટકૂ બેટિંગ કરતો’તો. એ પછી ખૂબ સ્ટાઇલશિ બેટ્સમેન રીચી રીચાર્ડસન મેદાનમાં ઉતરતો. અને ખરેખર એ રિચાર્ડ્ઝનો સન હોય એવી ધરખમ ધોકાબાજી કરતો. રીચી ના હોય તો એની જગ્યાએ ઓગસ્ટિન લોગી આવતો.

ઇવડો ઇ એવો ખતરનાક ફિલ્ડર હતો કે એ એકલો અડધું ગ્રાઉન્ડ કવર કરી શકતો’તો. અને પછી છઠ્ઠા નંબરે ઊતરતો’તો ‘જીથરો ભાભો’, ‘બ્લેક પેન્થર’ કલાઇવ લોઇડ. બીજી ટીમોના ભૂક્કા બોલાવવા એ એના ડાબા હાથનો ખેલ હતો. કેમ કે ડાબોડી હતો. પછી આવતો વિકેટકીપર બેટ્સમેન જેફ ડ્યુજોં. ડ્યુજોેં સુપરમેન વિકેટકીપર હતો. ગ્રાઉન્ડમાં ગાદલામાં પડતો હોય એટલી આસાનીથી ડાઇવ મારી કેચો પકડતો અને વેસ્ટઇન્ડિઝની એ ગ્રેટ ટીમમાં છેલ્લા ચાર ખેલાડીઓ હતા એમના ઝંઝાવાતી, તોફાની, સુપર ફાસ્ટ બોલર્સ: એન્ડી રોબર્ટસ, માઇકલ હોલ્ડિંગ, માલ્કમ માર્શલ, જોએલ ગાર્નર.

એન્ડી રોબર્ટસ, ડોક રહી ગઇ હોય એ રીતે ગરદન સજ્જડ રાખી ફરતો’તો, ત્રાંસી નજરે ‘સાઇડ ગ્લાન્સ’થી બેટ્સમેન સામે એ રીતે જોતો કે બેટ્સમેન છળી મરતા’તા એ ‘ટોનેgડો’ના ચક્રવાતી તોફાન જેવી ખોફનાક બોલિંગ કરતો. માઇકલ હોલ્ડિંગ તો સુપર્બ બોલિંગ એકશનની બોલિંગ કરતો. એને લોકો ‘રોલ્સ રોયઝ’ કહેતા. ખૂબ જ સ્મુધ એકશનથી એ એવી કાતિલ બોલિંગ કરતો’તો કે બેટ્સમેનને સ્ટમ્પલાં ઊડી જાય તોયે ખબર નહોતી પડતી. (એટલે જ એણે એની આત્મકથાનું નામ ‘વ્હિસ્પરિંગ ડેથ’ રાખ્યું’તું.)

માલ્કમ માર્શલની હાઇટ ઓછી હતી પણ એ ત્રાંસા રનઅપથી ગડગડતી દોટ મૂકી સણસણતી બોલિંગ કરતો’તો. અને ચોથો ફાસ્ટ બોલર હતો ‘બિગ બર્ડ’ જોએલ ગાર્નર. પોણા સાત ફૂટ હાઇટ વાળો બોલર લાંબા લાંબા હાથ ફંગોળી ૧૨ ફૂટની ઊંચાઇએથી એવા બોલ ફેંકતો’તો કે બેટ્સમેનો ગરબા ગાવા માંડતા’તા. (એ ચાર સિવાય એમની પાસે કોલીન ક્રોફ્ટ જેવો ખૂબ જ ઇરેટિક અને ટેમ્પરામેન્ટલ જોરદાર ફાસ્ટ બોલર પણ હતો.)

આ બધા જ ગોફણિયા બોલરોનો એક બોલ તો ખૂબ જ જાણીતો થયો’તો એ હતો ‘પરફ્યુમ બોલ’. કોઇ બેટ્સમેન બાઉન્ડ્રી મારે તો તરત જ એ લોકો ટિપિકલ વેસ્ટઇન્ડિયન એક્સેન્ટમાં બોલરને કહેતા, ‘ગિવ હીમ એ પરફ્યુમ મેએએન..’ અને એ પછીનો જ બોલ ‘ઝુઉઉઉણ..’ કરતો બેટ્સમેનના નાક પાસેથી પસાર થતો. બેટ્સમેનને બોલના લેધરનું પરફ્યુમ સૂંઘ્યું હોય એવું લાગતું’તું આ ‘પરફ્યુમ બોલ’ના કારણે આ ફાસ્ટ બોલરોએ સ્ટમ્પની સાથે કેટલાંયે બેટ્સમેનોના જડબા, નાક,ને હાડકાં તોડી નાખ્યા’તા. વેસ્ટ ઇન્ડઝિની એ ઝંઝાવાતી ટોળકી માટે કહેવાતું’તું એ લોકો બોલ નથી ફેંકતા, ગોળીબાર કરે છે.’

બ્રાયન લારા, કોર્ટની વોલ્શ, કર્ટલી એમ્બ્રોસ એ બધા તો ત્યારે નવા નિશાળીયા હતા. યુ-ટ્યૂબ પર આ બધાયના વીડિયો સહેલાઇથી ડાઉનલોડ કરી શકાય તેમ છે. આમાંથી કોઇનું બી નામ લખશો એટલે એમના કારનામાં નજરો નજર જોવા મળશે. હમણાં જ પૂરી થયેલી આઇપીએલમાં ક્રિસ ગેઇલ અને કાઇરોન પોલાર્ડની ધોકાબાજીથી રાજી થનારાને ખબર નથી કે એ બંને ભવ્ય વેસ્ટઇન્ડિયન ઇમારતના તૂટેલા કાંગરા છે. પણ ‘ખંડહર બતા રહા હૈ, ઇમારત બુલંદ થી.’

ટોપિક-એ-કરંટ: વેસ્ટઇન્ડિઝની ટીમ સામે સૌથી વધુ સેન્ચુરી કરવાનો રેકોર્ડ ‘અપૂનવાલા’ સુનિલ ગવાસ્કરના નામે છે. એણે આ ધણધણતા બોલરો સામે ૧૩ સેન્ચુરી ઠોકી છે. અને એ પણ ‘હેલ્મેટ’ વગર!

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી