નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

માથાના દુખાવાને જાતીયતા સાથે સંબંધ નથી


પ્રશ્ન :અમે છેલ્લા ઘણા સમયથી સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરીએ છીએ, પણ હજી સફળતા મળી નથી. અમારા લગ્નને બે વર્ષ થયાં છે. શું મારા કે મારા પતિના શરીરમાં કંઇ ખામી હશે? હું માતૃત્વ કેવી રીતે પ્રાપ્ત કરી શકું?

ઉત્તર :તમે સંતાનપ્રાપ્તિની ઇચ્છા ધરાવો છો અને પ્રયત્નો કરવા છતાં સફળતા નથી મળતી. તો આ માટે તમે બંને કોઇ સારા ડોક્ટરને મળી જરૂરી ટેસ્ટ કરાવો. ઘણી વાર સ્ત્રીમાં ફેલોપિયન ટ્યૂબ અથવા ગભૉશય સંબંધી તકલીફ અથવા પુરુષમાં રંગસૂત્રોની ખામીને કારણે પણ સંતાનપ્રાપ્ત થઇ શકતું નથી. તમે જરૂરી રિપોર્ટ કરાવી યોગ્ય સારવાર લો. તમને સંતાન અવશ્ય થશે. ચિંતા ન કરશો.

પ્રશ્ન :મારી ઉંમર ૨૮ વર્ષ છે. ત્રણ વર્ષ પહેલાં મેં એક સંતાનને જન્મ આપ્યો હતો, જે એક જ દિવસ બાદ અવસાન પામ્યું. તે પછી મને એક વાર આઠમા મહિને ગર્ભપાત થઇ ગયો. ત્યાર બાદ મને ગર્ભ રહ્યો જ નથી. મારું બ્લડ ગ્રૂપ ઓ નેગેટિવ છે. શું મારા બ્લડ ગ્રૂપને કારણે આવું બન્યું હોય? હવે હું ફરી ગર્ભધારણ કરી શકીશ? જો હા, તો ક્યારે ગર્ભધારણ થઇ શકે?

ઉત્તર :તમે તમારા પતિના બ્લડગ્રૂપ વિશે જણાવ્યું નથી. જો તમારા પહેલાં બંને બાળકોના બ્લડગ્રૂપ આરએચ પોઝિટિવ હશે તો તમને ત્યારે એક એન્ટિ ડી ઇન્જેકશન આપવામાં આવ્યું હશે. જો આપ્યું હશે તો તેનાથી તમારા માટે ગર્ભધારણની શક્યતા વધારે રહે છે. તમે ગાયનેકોલોજિસ્ટને મળી એક બ્લડ ટેસ્ટ કરાવો. આ બ્લડ ટેસ્ટ તમને એ જ કરાવવાનું કહેશે અને જો તેનો રિપોર્ટ નેગેટિવ આવે તો તમે ફરી ગર્ભધારણનું પ્લાનિંગ કરી શકો છો. ગર્ભધારણ દરમિયાન તમારે ડોક્ટરની સલાહ પ્રમાણે કેટલાક ટેસ્ટ કરાવવાના રહેશે. ત્યાર બાદ તેમના જણાવ્યા મુજબ દવા લેવાથી તમે ચોક્કસ ગર્ભધારણ કરી શકશો.

પ્રશ્ન :મારા લગ્નને બે વર્ષ થઇ ગયા છે. લગ્ન પછી મેં એક વાર ચાન્સ લીધો, પણ બાળકના જિનેટિક કારણોસર મારે એબોર્શન કરાવવું પડ્યું. આને લગભગ દસેક મહિના થઇ ગયા. હું ફરી માતૃત્વ ધારણ કરવા ઇચ્છું છું. મારે એ પહેલાં ક્યા ટેસ્ટ કરાવવા જોઇએ?

ઉત્તર :જો તમને બાળકના જિનેટિક કારણોસર મુશ્કેલી થઇ હતી તો તમારે જિનેટિક એક્સપર્ટને મળીને જાણવું પડશે કે શી તકલીફ હતી? એ પણ જાણી લો કે આ તકલીફ બીજા બાળકને થાય એવું તો નથી ને? તમારે બંનેએ ક્રોમોઝોમ એનાલિસિસ કરાવવું જોઇએ. આ ઉપરાંત, તમારા ગાયનેકોલોજિસ્ટને મળી આ અંગે જરૂરી જે ટેસ્ટ એ કહે તે તમામ ટેસ્ટ કરાવો.

પ્રશ્ન :મારા થોડા સમય પછી લગ્ન થવાનાં છે. મારી સમસ્યા એ છે કે મને છેલ્લા પાંચ વર્ષથી માથાના દુખાવાની ગોળી લેવાની ટેવ છે. શું હું લગ્ન બાદ પત્નીને સંપૂર્ણ સંતોષ આપી શકીશ? આનાથી મારા અંગત જીવન પર કંઇ માઠી અસર તો નહીં થાય ને? મેં લગ્ન પહેલાં ક્યારેય કોઇ યુવતી સાથે સંબંધ નથી બાંધ્યો. શું લગ્ન પહેલાં સંબંધ ન બાંધ્યો હોય તો પ્રથમ વાર સંબંધ બાંધવામાં સફળતા મળે ખરી? મને ચિંતા થાય છે.

ઉત્તર :ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કોઇ પણ દવા લેવી જોઇએ નહીં. તમે એ નથી જણાવ્યું કે તમે કઇ દવા લો છો, પરંતુ પ્રિસ્ક્રિપ્શન વિના તે લેવી હિતાવહ નથી. વળી, લગ્ન પહેલાં તમારા મનમાં પરફોર્મન્સ એન્કઝાઇટી ઉત્પન્ન થઇ છે, તે અંગે તમારા ડોક્ટરને વાત કરો. તેમને જરૂરી લાગશે તો એ તમને સેક્સ કાઉન્સેલર પાસે જવાની સલાહ આપશે. ખોટી ચિંતા ન કરશો.

પ્રશ્ન :હું ૨૭ વર્ષની છું અને થોડા સમય પહેલાં જ લગ્ન થયાં છે. મારી સમસ્યા એ છે કે મારે દર બે કલાકે બાથરૂમ જવું પડે છે. તેમાંય જ્યારે મારા પતિ સાથે સંબંધ બાંધું ત્યારે તો આ સમસ્યા ખૂબ જ વધી જાય છે. આ સમસ્યાનો ઉપાય શો હોઇ શકે?

ઉત્તર :તમને કદાચ પેશાબના માર્ગમાં ઇન્ફેકશન હોય તેવી શક્યતા લાગે છે. તમે તમારા ડોક્ટરને મળી આ અંગે જરૂરી ટેસ્ટ તાત્કાલિક કરાવો અને તેઓ જણાવે તે પ્રમાણે યોગ્ય દવા લો. જ્યારે તમારા પતિ સાથે સંબંધ બાંધો તે પછી તમારા અંગોને સારી રીતે સાફ કરવાનું રાખો.

પ્રશ્ન :હું ૨૫ વર્ષની અપરિણીતા છું. છેલ્લા થોડા સમયથી મારા અંગમાંથી સફેદ પ્રવાહી નીકળે છે. આવું મને ઘણા સમય પહેલાં પણ થતું હતું, પણ હમણાંથી આ સમસ્યા વધી ગઇ છે. મને શંકા લાગે છે કે આ લ્યુકોરિયા તો નહીં હોય?

ઉત્તર :તમારા શરીરમાંથી જે પ્રવાહી નીકળે છે, તેમાંથી જો દુર્ગંધ ન આવતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય રીતે માસિકસ્રાવ આવતાં પહેલાં કે વધારે ઉત્તેજના અનુભવાય ત્યારે આવું પ્રવાહી નીકળે છે. કેટલીક મહિલાઓને આવું પ્રવાહી માસિકસ્રાવ આવતાં પહેલાંનાં અઠવાડિયા પહેલાંથી નીકળતું હોય છે. તમારે પણ જો આવું થતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. હા, જો પ્રવાહીમાંથી દુર્ગંધ આવતી હોય, સફેદ ટુકડા નીકળતા હોય અથવા તેનો રંગ પીળાશ પડતો હોય તો આ લક્ષણ લ્યુકોરિયાના હોઇ શકે છે. તમે ડોક્ટરને મળી તમારા શરીરનું સંપૂર્ણ ચેકઅપ કરાવો. ચિંતા કરવાની જરૂર નથી. તમારી સમસ્યાનો ઉકેલ શક્ય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!