નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લાગણી પણ કરે વાણીની માગણી

કેટલીક વાર સાથીદારને પોતાના મનની વાત જણાવવી જરૂરી છે. તેનાથી સંબંધમાં વધારે નિકટતા આવે છે.

અરે! એ સાથીદાર માત્ર તમારા તનના જ નહીં, મનના પણ છે. એની સમક્ષ પોતાની વાત કહેવામાં શરમ કે સંકોચ શા માટે? સામે પક્ષે સાથીદારે પણ એટલું સમજવાની જરૂર છે કે પોતાના સાથીદારને સમયાંતરે એની ઇચ્છા, ગમા-અણગમા, પસંદ-નાપસંદ વિશે પૂછતાં રહે.

અંગત સંબંધમાં ત્રીજી વ્યક્તિને લાવવાને બદલે તમે બે જ સાથે મળીને જે સમસ્યા હોય તેની મોકળા મને ચર્ચા કરી ઉકેલ લાવી શકો.

અહાન કેટલાય વખતથી મનોમન મૂંઝાયા કરતો હતો. તેનું કારણ હતું અહાનની પત્ની આભા એને ધાર્યો પ્રતિસાદ નહોતી આપતી. લગ્નને હજી માંડ છ મહિના થયા હતાં, ત્યાં અંતરંગ સંબંધોમાં આભાનું આવું વર્તન અહાનને સમજાતું નહોતું. એ ઘણી વાર આભાને પૂછતો પણ આભા ‘કંઇ નહીં’ કહીને ટાળી દેતી. આખરે એણે પૂછવાનું જ છોડી દીધું. એક દિવસ આભા એની બહેનના ઘરે ગઇ, ત્યારે એણે પોતાની બહેનને વાત કરી અંતરંગ સંબંધો દરમિયાન અહાનના વર્તન વિશે. અહાન જ્યારે પણ આભા સાથે સંબંધ બાંધે ત્યારે એને સંતોષ થાય એટલે સૂઇ જતો. એ ક્યારેય આભાને પૂછતો નહીં કે એને સંતોષ થયો છે? એ શું ઇચ્છે છે?

એની બહેનને ખ્યાલ આવી ગયો કે આભા અહાનથી સંતુષ્ટ નથી. એણે પોતાના પતિને વાત કરી કે તેઓ અહાનને સમજાવે. અહાનને જ્યારે આ જાણ થઇ ત્યારે એને મનમાં થયું કે ‘આભા આ વાત મને પણ કહી શકી હોત. એની બહેન અને બનેવીને આ વાત કહેવાની શી જરૂર હતી?’ આવું ઘણા કિસ્સામાં બનતું હોય છે. ક્યારેક સાથીદાર તરફથી સંતોષ ન મળે તો પણ બેમાંથી કોઇ બોલતાં નથી.

આભાની માફક કોઇ પોતાની બહેનને વાત કરે કે પતિ પોતાના મિત્રને વાત કરે ત્યારે સાથીદારના મનને ઠેસ પહોંચે છે કે અંગત સંબંધની વાત બીજાને કહેવાની શી જરૂર? એક રીતે જુઓ તો આ બાબત યોગ્ય પણ નથી. તમારા અંગત સંબંધોમાં શું ચાલે છે તેની જાણ ત્રીજી વ્યક્તિને કરી તેને તમારી અંગત દુનિયામાં પ્રવેશવા દેવાની શી જરૂર છે? જ્યારે અંગત સંબંધની વાત હોય ત્યારે બંને સાથીદાર વચ્ચે એટલી સમજદારી અને ઐકય હોવું જોઇએ કે એકબીજાને મુક્ત મને પોતાના મનની વાત જણાવી શકે.

પોતાને શું ગમે છે? સાથીદારના કેવા વર્તનથી પોતાને આનંદ થાય છે અથવા નથી ગમતું? આ બધી બાબતો એકબીજાની સાથે ખુલ્લા મને કહેવાની, ચર્ચા કરવાની અને તેનો ઉકેલ બંનેએ સાથે મળીને લાવવાનો હોય. તેમાં ત્રાહિત વ્યક્તિને વચ્ચે લાવવાની જરૂર નથી. હા, માની લીધું કે સ્ત્રી સ્વભાવગત શરમાળ અને સંકોચશીલ હોય છે. તેનો અર્થ એવો નથી કે પોતાના સાથીદારને પણ પોતાના મનની વાત ન જણાવવી.

અરે! એ સાથીદાર માત્ર તમારા તનના જ નહીં, મનના પણ છે. એની સમક્ષ પોતાની વાત કહેવામાં શરમ કે સંકોચ શા માટે? સામે પક્ષે સાથીદારે પણ એટલું સમજવાની જરૂર છે કે પોતાના સાથીદારને સમયાંતરે એની ઇચ્છા, ગમા-અણગમા, પસંદ-નાપસંદ વિશે પૂછતાં રહે. તમને જો ઘરમાં એકબીજા સાથે અંગત વાત કરવાનો અવસર કે સમય ન મળતો હોય તો ક્યાંક બહાર જઇને પણ એકાંતમાં બેસી આ બાબતે મુક્ત રીતે ચર્ચા કરી શકાય. એ માટે એકાંત સ્થળોની દુનિયામાં ખોટ નથી.

તે સાથે તમારી ઇચ્છા અંગે પણ સાથીદારને જણાવી શકાય. સાથીદાર પાસેથી તમે શું ઇચ્છો છો? એ તમારી ઇચ્છા, અપેક્ષાને પૂર્ણ કરે છે કે નહીં? આ બાબતોની ચર્ચા સાથીદાર સાથે કરી તમારા અંગત સંબંધોમાં વધારે નિકટતા લાવી શકાય છે. ક્યારેક એવું પણ બને છે કે પતિ પોતે જે ઇચ્છતા હોય તે પત્નીને જણાવતાં નથી અથવા તો એવું માને છે કે પોતે નહીં કહે તો પણ એ સમજી જશે. કેટલાક તો વળી એવી માન્યતા ધરાવતાં હોય છે કે હું કહું તે પ્રમાણે જ પત્નીએ અંગત સંબંધમાં વર્તવું જોઇએ.

આવો દુરાગ્રહ રાખવો પણ ખોટો છે. પત્ની પણ ઇચ્છતી હોય છે કે પતિને અને પોતાને અંગત સંબંધનો આનંદ માણવા મળે અને તેના દ્વારા બંને વચ્ચે નિકટતા વધે, પણ આવો દુરાગ્રહ એને સાથીદારથી દૂર કરે છે. આખરે એ સ્ત્રી છે અને એનું હૈયું કોમળ હોય છે. આ કોમળ હૈયાંને ઠેસ વાગતાં વાર નથી લાગતી.

સાથીદાર સાથે કાયમ પ્રેમથી વાત કરો અને તમે જે ઇચ્છતાં હો, તે અંગે તેની સાથે ઘરમાં કે બહાર જ્યારે સમય અને મોકો મળે ત્યારે વાત કરો. સાથીદારની ઇચ્છા વિશે પણ જાણો અને તેને માન આપો. સાથીદારને તમારી ઇચ્છા વિશે જણાવવામાં ક્યારેય સંકોચ ન અનુભવો. અગ્નિની સાક્ષીએ તમારી સાથે સાત ફેરા ફરીને સાત જન્મો માટે બંધનમાં બંધાયેલ સાથીદાર તમારા તન-મનની ઇચ્છા, આશા અને અપેક્ષા અવશ્ય સમજશે. તે પોતાની ઇચ્છા વિશે તમને જણાવશે અને તમારી ઇચ્છાને પણ માન આપશે. એક વાર સાથીદારને કહી તો જુઓ, તમારા સંબંધોમાં પ્રણયના ફૂલની ફોરમ પ્રસરી ન જાય તો કહેજો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી