નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઈશ્વરને કેટલાક અણીદાર સવાલ...


ચમત્કાર... રહસ્ય... સત્તા... માનવજાતને સુખી કરવા માટે આ ત્રણ બાબત અનિવાર્ય છે?

માનવવિષાદયોગ: ભાગ - ૫
દોસ્તોયેવસ્કીની કૃતિ: ધ બ્રધર્સ કારામાઝોવ

‘‘‘

ઇવાન પોતે રચેલી એક કાલ્પનિક કથા નાના ભાઈ અલ્યોશાને સંભળાવી રહ્યો છે. કથા એવી છે કે એ (જિસસ) સોળમી સદીમાં સ્પેનમાં સદેહે પ્રગટ થાય છે, પણ ત્યાંના સૌથી વગદાર મહાગુરુ એમને કેદ કરે છે. પછી રાત્રિના અંધકાર અને એકાંતમાં મહાગુરુ કોટડીમાં આવીને એમને ચોખ્ખું કહી દે છે કે હવે તમારે આ પૃથ્વી પર આવવાની જરૂર જ નથી, કારણ કે હવે તમારો (ઇશ્વરનો) કારોબાર અમે (ગુરુઓએ) સંભાળી લીધો છે.

મહાગુરુ અને કેદી વચ્ચેનો આગળનો વાર્તાલાપ સમજવા માટે ઇસુને શેતાન દ્વારા અપાયેલા ત્રણ પ્રલોભન (થ્રી ટેમ્પ્ટેશન્સ)નો સંદર્ભ સમજયા વિના ચાલે તેમ નથી. માટે, એ પ્રલોભનો અને ઇસુના જવાબ જાણી લઈએ. શેતાને ઇસુને પથભ્રષ્ટ કરવા આપેલું પહેલું પ્રલોભન: ‘આ પથ્થરમાંથી રોટી બનાવી આપો.’ ઇસુએ દરખાસ્ત નકારતાં કહ્યું: ‘માણસ ફક્ત રોટીના આધારે નથી જીવતો, બલ્કે ઇશ્વરના મુખેથી ઉચ્ચારાયેલા પ્રત્યેક શબ્દના આધારે જીવે છે.’

બીજું પ્રલોભન: ‘ટોચ પરથી કૂદી પડો, જેથી દેવદૂતો તમને પડતાં બચાવીને સાબિત કરી આપે કે તમે ઇશ્વરના પુત્ર છો.’ ઇસુએ ફરી ના પાડી અને કારણ આપ્યું: ‘ઇશ્વરની પરીક્ષા ન લઈ શકાય.’ શેતાને ત્રીજું પ્રલોભન આપ્યું: ‘મને ભજશો તો હું આખી દુનિયાની સત્તા તમને સોંપી દઈશ.’ ફરી ઇસુએ ઇનકાર કરતાં સ્પષ્ટતા કરી: ‘હું ફક્ત અને ફક્ત ઇશ્વરને જ ભજી શકું.’

‘તો, મહાગુરુએ કેદી (ઇસુ)ને કહ્યું: ‘તમને અપાયેલાં ત્રણ પ્રલોભનો બહુ સૂચક હતા. એમાં આખી માનવજાતિની નિયતી સમાયેલી છે. મનુષ્યનો ‘ભાવિ ઈતિહાસ’ કેવો હશે એનો આખો ચિતાર આ ત્રણ પ્રલોભનમાં સમાયેલો છે. શાણા શેતાને તમને પહેલું પ્રલોભન એ આપ્યું કે આ પથ્થરમાંથી રોટી બનાવી આપો, જેથી આ ચમત્કાર બાદ લોકો ઘેટાંના ટોળાંની જેમ તમને અનુસરશે. પણ તમે આ દરખાસ્ત નકારી કાઢી. તમને લોકોની આઝાદી બહુ પ્યારી હતી.

તમને લાગ્યું કે રોટીની મદદથી લોકોને આજ્ઞાંકિત બનાવવામાં આવે એ તો લોકોની સ્વતંત્ર વિચારશક્તિ પર તરાપ ગણાય. પણ શું તમે રોટીની તાકાત નથી જાણતા? આગળ જતાં એક દિવસ એવું જાહેર થશે કે આ ધરતી પર અપરાધ કે પાપ જેવું કશું હોતું જ નથી, હોય છે ફક્ત ભૂખ્યા લોકો. એ ભૂખ્યા લોકો તમારી સામે ઝંડો ઊઠાવશે, રોટીનો ઝંડૉ. એ કહેશે: પહેલાં અમારાં પેટ ભરો, પછી સદ્ગુણોની વાતો કરો. પછી એ લોકો અમને (ગુરુઓને) શોધી કાઢશે અને કહેશે: ‘આ લો અમારી આઝાદી, પણ અમારું પેટ ભરો.’ માણસને છેવટે સમજાઈ જશે કે એ પોતે ઢીલો, ભ્રષ્ટ, નકામો અને બેચેન હોવાથી એ ક્યારેક મુક્ત નહીં થઈ શકે.

ઠીક છે, દિવ્યતાને પામવા થોડાક લોકો તમને અનુસરે તો પણ બાકીના કરોડો લોકોનું શું? તો શું તમને પેલા થોડાક લોકો જ પ્રિય છે? અમને જુઓ, અમને તો પેલા કરોડો ઢીલા-નબળા લોકોની પરવા છે. એ બધા ભ્રષ્ટ છે, શિસ્તવિહોણાં છે, પણ છેવટે એ આજ્ઞાંકિત બની રહેશે. એ લોકો આઝાદીનો ડરામણો બોજ ઊંચકી નહીં શકે. એટલે અમે એ બોજ એમના વતી ઊંચકી લઈશું અને એ લોકો હાશકારો અનુભવશે. આ બધું કામ અમે તમારા નામે કરીશું. હા, અમે જુઠ્ઠું બોલીશું. એક તરફ અમે તમને આ પૃથ્વી પર આવવા નહીં દઈએ, પણ બીજી તરફ તમારા જ નામે અમારું કાર્ય કરીશું. આ જુઠ્ઠાણંુ, આ છેતરપીંડી અમારી પીડા બની રહેશે.’

‘માણસને ભક્તિ વિના નથી ચાલતું. એ સહેજ પણ શંકા કર્યા વિના ભક્તિ કરવા માગે છે. અને બીજી વાત: માણસને એકલાએકલા ભક્તિ કરવાનું નથી ફાવતું. માણસને સામુહિક ભક્તિ જોઈએ. માણસને એવું કશુંક જોઈએ જેને તમામેતમામ લોકો સામુહિક રીતે ભજી શકે. આખી માનવજાત મળીને એકને ભજે તો જ માણસજાત શાંતિથી, સંપીને રહી શકે.

બાકી તો, એક જ ઇશ્વરને ભજવા બાબતે માણસો તલવાર તાણીતાણીને એકમેકનાં માથાં કાપતા રહ્યા છે. તેમણે નવા નવા ભગવાનો શોધ્યા છે અને પછી તેઓ એકમેકને એમ કહીને પડકારતા રહ્યા છે કે મારા ઇશ્વરને અપનાવ, નહીંતર હું તારા ઇશ્વરને અને તને, બંનેેને મારી નાખીશ. આવામાં, આખી માનવજાતને એક ઝંડા નીચે લાવવાનું તમને કહેવામાં આવ્યું. એ ઝંડો હતો, રોટીનો ઝંડૉ. પણ તમે એ સૂચન નકારી કાઢયું.

‘તેમ છતાં, એક વાત હું સ્વીકારું છું કે માણસ ફક્ત રોટીના આધારે નથી જીવતો એ તમારી વાત સાચી છે. માણસ ફક્ત ટકી રહેવા ખાતર જીવતો નથી. આ પૃથ્વી પર ચારે તરફ રોટી વિખરાયેલી પડી હોય તો પણ માણસને એક એવું નક્કર અને સ્પષ્ટ કારણ જોઈએ જેના માટે જીવી શકાય. પોતે શા માટે જીવી રહ્યો છે એની જો માણસને સ્પષ્ટ જાણકારી ન હોય તો એ પોતે જ પોતાને મારી નાખે.’

‘પરંતુ માનવસ્વભાવનું આ રહસ્ય જાણવા છતાં તમે લોકોને એમના અંતરાત્માને શાંતિ પહોંચાડે એવું કશુંક નક્કર આપવાને બદલે તમે આપી ગયા એવા શબ્દો જે કોઈએ અગાઉ સાંભળ્યા નહોતા. તમારા શબ્દો અસ્પષ્ટ અને ગુંચવનારા હતા.

તમારે માણસને સારા-નરસાનો ભેદ નક્કી કરવાની ભારેખમ આઝાદીથી છોડાવવાનો હતો. પણ તમે શું કર્યું? તમે આઝાદીનો બોજ દૂર કરવાનું દૂર રહ્યું, ઉલટાનું વધારાની આઝાદી માણસના માથે થોપી. અગાઉના પ્રાચીન યુગના કાયદા સ્પષ્ટ અને જડ હતા. તમે આવીને લોકોને કહ્યું કે એ બધા જુના કાયદા ફગાવી દો અને શું શુભ છે, શું અશુભ છે એ જાતે નક્કી કરો. અને એ નક્કી કઈ રીતે કરવાનુ? એ માટે તમે તમારું જીવન લોકો સામે ઉદાહરણરૂપે રજુ કર્યું.

પણ તમારા ઉદાહરણને અનુસરીને જાતે સારાસારનો વિવેક કરી કરીને માણસ બિચારો થાકી-હારી જશે, દુ:ખી થશે એટલી સાદી વાત તમને સમજાઈ નહીં?સીધી વાત છે: આ જગતમાં ફક્ત ત્રણ જ ચીજ એવી છે જે માણસના અંતરાત્માને શાંત કરીને તેને સુખી કરી શકે છે. એ છે ચમત્કાર, રહસ્ય અને સત્તા. પણ તમે એ ત્રણેય નકારી કાઢયા. તમને કહેવામાં આવ્યું કે ટોચેથી કૂદીને તમે ઇશ્વરપુત્ર છો એ દેખાડી દો. પણ તમે એ આહ્વાન નકારી કાઢ્યું.

આ રીતે તમે (ઇશ્વરની પરીક્ષા ન કરી શકાય એવો) દાખલો તો બેસાડ્યો, પણ શું તમે એમ માનો છો કે લોકો ચમત્કારનો ટેકો લીધા વિના ઇશ્વરમાં શ્રદ્ધા ધરાવવા લાગશે? શું તમને ખબર નહોતી કે માણસ જ્યારે ચમત્કારને નકારી કાઢે છે ત્યારે એ ઇશ્વરને પણ નકારી કાઢે છે? માણસને ઇશ્વર કરતાં પણ ચમત્કારમાં વધુ રસ છે. એટલે જો તમે પોતે ચમત્કારનો દાખલો પૂરો ન પાડો તો લોકો જાદુટોણાં અને મેલી વિદ્યામાંથી ચમત્કારો શોધશે.

‘છેલ્લે તમને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા ત્યારે પણ લોકોએ બૂમો પાડી પાડીને કહ્યું કે વધસ્તંભ પરથી નીચે ઉતરી આવો સાબિત કરી આપો કે તમે એ જ છો, પણ તમે એવું ન કર્યું. કારણ કે લોકો ચમત્કારને લીધે તમને ચાહે એ તમને મંજુર નહોતું. તમે એવું ઇચ્છતા હતા કે લોકો ગુલામોની જેમ નહીં, પણ મુક્ત મનુષ્યની જેમ તમને ચાહે. પણ તમે લોકોની ક્ષમતાને વધારે પડતી આંકી બેઠા. તમારા ગયા પછી પંદર પંદર સદી વીતી ચૂકી છે.

બોલો, કેટલા લોકો તમારી કક્ષા સુધી પહોંચી શક્યા? હું ખાતરીપૂર્વક કહીશ કે લોકો તમારી ધારણા કરતાં વધુ નબળાં અને ખરાબ છે. તમે જે કરી શક્યા એ બધું આ બિચારા લોકો કઈ રીતે કરી શકે? લોકોેને બહુ ઊંચા આંકવાની અને એમને બહુ આદર આપવાની તમારી ચેષ્ટા પરથી તો એવું ફલિત થાય છે કે તમને લોકો પ્રત્યે કરુણા નહોતી. લોકો પાસેથી તમે વધારે પડતી ઊંચી અપેક્ષા રાખી તેને લીધે લોકો દુ:ખી થયા. તમને તો તમારી જાત કરતાં પણ લોકો વધુ પ્રિય હતા, છતાં, તમે આવું કર્યું? તમે?’

***

કરુણામૂર્તિ ઇસુની કરુણા સામે સવાલ ઉઠાવનાર આ મહાગુરુની ગોળગોળ, પેચીદી વાતોનું હાર્દ એટલું જ છે કે ઇશ્વરે શ્રદ્ધાનો મામલો માણસ પર છોડવા જેવો નહોતો, એણે પોતે જ આખી માનવજાત શ્રદ્ધાળુ બની રહે એ માટે સ્પષ્ટ અને મજબૂત પુરાવા આપવા જોઈતા હતા. આવી વિચિત્ર દલીલ કરનાર આ મહાગુરુ એક રીતે જોતાં નવલકથાના મુખ્ય ‘વિલન’ છે. એની સામે એટલા જ બળુકા ‘હીરો’ (ઝોસિમા)ની વાતો આગળઉપર આવશે જ, જેમાં ‘વિલન’ની એકેએક દલીલના ચોટદાર જવાબો છે. પણ એ માટે થોડી ધીરજ ધરવી રહી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!